paheli mulakat books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત

સવાર નો સમય હતો.મમ્મી રોજિંદા કામમાં ઉતાવળ રાખી રહી હતી."ચાલો ને સગ્ગા કાકાનાં દીકરા નાં મેરેજ છે."મમ્મી એ પોતાની ત્રણેય દીકરીઓને કહ્યું.મોટી દીકરી એટલે રીના જેનાં મેરેજ થ‌ઈ ગયાં હતાં.મેરેજ અટેન્ડ કરવા જ આવી હતી અમદાવાદ થી. રીના નાં દાદી સાસુ ને હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા જેથી એનાં વર સાથે આવી શક્યાં નહોતાં.બીજી હતી રીતુ જે સર્વિસ કરતી હતી .એની સગાઈ થઈ ગઈ હતી.એના ફિયાન્સ છ મહિના ની ટ્રેનીંગ માટે કલકત્તા ગયાં હતાં. ત્રીજી રિયા જે કોલેજ માં ભણતી હતી."મારે ઓફિસ માં ઘણું કામ છે, હું અત્યારે નહિ આવું, હું સાંજે આવીશ."રીતુ બોલી.રિયા પણ હમણાં જવા માટે ના પાડતા બોલી,"મારે આજે કોલેજમાં ઈમ્પોર્ટન્ટ અસાઇન્મેન્ટ છે, હું પણ સાંજે જ આવીશ."પછી મમ્મીએ રીના સામે જોયું અને પૂછ્યું, તું તો આવીશ ને?"રીના એ કહ્યું,"હા કેમ નહિ, હું તો આવીશ જ ને!"પછી મમ્મી ચા ગાળતા ગાળતા બોલી,"ઠીક છે હું, તું અને તારા પપ્પા જ‌ઈ આવશું."ચા-નાસ્તો પતાવી રિયા બેગ લઈ કોલેજ જવા માટે જતી રહી.રીતુ પણ ટાઈમ થયો એટલે ઓફિસ જવા નીકળી ગ‌ઈ.પછી ઘર નું સર્વ કામ પતાવી મમ્મી, પપ્પા અને રીના મેરેજ હૉલ જવા માટે રવાના થઈ ગયાં.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
રંગ બેરંગી ફૂલો થી હૉલની સરસ સજાવટ કરવામાં આવી હતી.અંદર પહોંચી પપ્પા પુરુષો જોડે વાતો માં જોડાઈ ગયાં.મમ્મી અને રીના પણ સ્ત્રી ઓ સાથે જોડાઈ ગયાં.એક-બીજાંને મળી બધાંનાં જ ચહેરા ખીલી ઊઠ્યાં હતાં.હૉલમાં આનંદ નું વાતાવરણ છવાયેલું હતું.વર-વધૂને આશીર્વાદ આપી,સ્વરૂચિ ભોજનનો આનંદ લઈ બધાં પોત-પોતાનાં ઘરે જવા માંડ્યાં કારણ સાંજે રિસેપ્શનમાં આવવાનું હતું.ઘરે આવી કપડાં બદલીને ત્રણેય જણા આરામ કરવા માટે પોત-પોતાની રૂમમાં ચાલ્યા ગયાં.લગભગ ચાર વાગ્યાની આસપાસ રિયા કોલેજથી પાછળ ફરી.અને પાંચ વાગ્યાની આસપાસ રીતુ પણ ઓફિસથી આવી ગઈ.આવી ફ્રેશ થઈ ને રિસેપ્શનમાં જવા માટેની તૈયારી કરવા લાગ્યાં."તમે શું , આ છાપૂ લઈને બેસી ગયા,ચાલો તૈયાર થવા લાગો."મમ્મી પપ્પાની સામે જઈને બોલી."તમ -તમારે તૈયારી કરવા લાગો,મને તૈયાર થતાં વાર નહિ લાગે.આજે સવારથી છાપૂ વાંચ્યું નથી જરા નજર ફેરવી લઉં." મમ્મીને જરાક હસવું આવી ગયું."ઠીક છે પણ સમયસર તૈયાર થઈ જજો."મમ્મી બોલી."ઓ.કે."પપ્પાએ પણ વળતો જવાબ આપ્યો.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
સાંજે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ બધાં જ રીસેપ્શનમાં જવા માટે તૈયાર થઈ ગયાં.એ જ હૉલ પર જવાનું હતું જ્યાં સવારે મેરેજ થયાં હતાં."મારી ત્રણેય દીકરીઓ આજે તો પરી જેવી સુંદર લાગેછે." પપ્પા ગાડી ચલાવતાં બોલ્યા."પપ્પા અને મમ્મી?" રિયાએ પૂછ્યું."તારી મમ્મી તો ચાંદ ને ય શરમાવે એવી આજે લાગે છે."પપ્પાએ સહેજ આંખ મારીને કહ્યું."શું તમે પણ....."આટલું બોલતાં તો મમ્મી શરમાઈ ગઈ.હૉલનાં ગેટ પાસે ગાડી ઉભી કરી પપ્પા બોલ્યા,"તમે અંદર જતાં થાવ હું ગાડી પાર્ક કરીને આવું છું."ગેટ પર રાજ એક સંબંધી જોડે વાતો કરતો ઉભો હતો,એની નજર ગાડીમાંથી ઉતરતી રિયા પર પડી.રિયાને જોતાં જ રાજ એની સુંદરતા પર મોહી પડ્યો.ગોરો સુંદર ચહેરો,છૂટાં લાંબા વાળ. ગુલાબી રંગની સાડીમાં રીતુ ખૂબ જ આકર્ષક લાગી.રાજ ને રિયા પહેલી જ નજરમાં ખૂબ ગમવા લાગી હતી.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
અંદર હૉલમાં બધાં જ એક બીજા જોડે વાતો કરવામાં વ્યસ્ત હતાં.એવામાં એક બહેન પાછળ થી આવી મમ્મી ને સહેજ ટપલી મારીને બોલ્યાં "કેમ છે?ઉષા મજામાં."મમ્મીએ પાછળ વળીને જોયું તો જુની ફ્રેન્ડ મીના હતી.બંને એકબીજાને જોઈને ખૂબ જ હરખાય ગયાં."તું ?અહીં!"મમ્મીએ આશ્ચર્યથી પૂછ્યું.રાજ,મારો દીકરો મીતેશ નો ખાસ ફ્રેન્ડ છે.મીતેશ એટલે કે એ જેનાં મેરેજ નું રીસેપ્શન હતું."જય શ્રીકૃષ્ણ આંટી"રાજ ઉષા સામે જોઈને બોલ્યો."જય શ્રીકૃષ્ણ બેટા."રાજ ની પર્સનાલિટી જોઈ ઉષા બોલી,"અરે વાહ! મીના તારો દીકરો તો ઘણો હેન્ડસમ દેખાય છે." રાજ થોડો શરમાઈ ને બોલ્યો,"થેન્ક યૂ આન્ટી."પોતાની દીકરીઓને પાસે બોલાવી મમ્મી પરિચય આપવા લાગી આ મારી દીકરીઓ, મોટી રીના, બીજા નંબરની રીતુ ને આ ત્રીજી રિયા."ત્રણેય જણાએ મીના અને રાજ ને જય શ્રીકૃષ્ણ કર્યા.રિયાને જોતાં જ રાજ આવાક્ રહી ગયો.રિયા એ જ છોકરી હતી જે એને પહેલી નજરમાં ગમી ગઈ હતી.રાજ અને રિયા એ વાતથી અજાણ હતાં કે તેમની આ મુલાકાત પ્યાર માં પરિણમી ને પછી લગ્ન માં પણ ફેરવાઈ જશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED