દુરાગ્રહ Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

દુરાગ્રહ

સાંજનો સમય હતો.સરોજ બેન સંધ્યા આરતી માટે મંદિરે જઈ રહ્યા હતાં.સાંજનો સમય હતો એટલે રસ્તામાં વાહનોની અવર-જવર ઘણી હતી.સરોજબેન રસ્તો ક્રોસ કરવા માટે ઉભા હોય છે ત્યાં એમની નજર એક બાઇક સવાર પર પડે છે. એક છોકરો આગળ બાઇક ચલાવતો હોય છે ને એની પાછળ એક રૂપાળી સુંદર યુવતી બેઠી હોય છે.એને જોતાં જ સરોજબેનની આંખ પહોળી થઈ જાય છે. સરોજબેનાં ગુસ્સાનો પાર રહેતો નથી.કારણ એ છોકરી એમની પોતાની જ હોય છે,કિરણ.સરોજબેન મંદિરે જવાનું માંડી વાળી સીધા ઘરે પહોંચ છે.એમનુ મન એકદમ વ્યાકુળ થઈ જાય છે.ઘરે જ‌ઈ હાથમાં જે થેલી હતી એને ટેબલ પર મૂકી સોફા પર બેસી જાય છે.'આવવા દે આજે કિરણને ,વારો કાઢું છું એનો બરાબરનો'.મન માં વિચાર કરે છે.

રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો હતો.

સરોજબેન અંદર રસોડામાં જાય છે.રસોઈ બનાવવાની તૈયારી કરે છે.આંખોની સામે એ જ દૃશ્ય વારંવાર મંડરાયા કરતું હોય છે.કૂકર તૈયાર કરી ગૅસ પર મૂકી બાલ્કનીમાં આવી થોડીવાર બેસે છે.પણ મન લાગતું નથી.બાલ્કનીમાં આમ થી તેમ આંટા મારે છે.ત્યાં દૂરથી કિરણ આવતી દેખાઈ.


જેવી કિરણ ઘરમાં આવી કે તરત જ સરોજબેન તાડૂક્યા,કોની પાછળ બેઠી હતી?કોણ હતો એ છોકરો?ક્યાં ફરતી હતી?કોલેજ ભણવા જાય છે કે ભવાડાં કરવાં?"

મમ્મીને ગુસ્સામાં જોઈ કિરણ બોલી ,હું તો મીનલ, મારી બહેનપણી જોડે કોલેજની લાયબ્રેરીમાં બેસીને વાંચતી હતી."તેં કોઈ બીજા ને જોયું હશે."

બંને વચ્ચે દલીલ બાજી ચાલતી હતી ત્યાં ડોર બેલ વાગ્યો, ડીંગ ‌ડોંગ,ડીંગ ડોંગ.......'
સરોજબેન દરવાજો ખોલવા જાય છે ને કિરણ અંદર પોતાની રૂમમાં રડતી રડતી જતી રહે છે.

"શું ચાલી રહ્યું છે? બહાર સુધી અવાજ આવે છે.શાની માથાકૂટ છે?"કિરણ નાં પપ્પા ઘનશ્યામભાઈ અંદર પ્રવેશ કરતાં કરતાં બોલે છે.

"કંઈ નહિ એ તો આ લોકોનું રોજનું છે."એમ કહી સરોજબેન હાલ પૂરતી વાતને ટાળી દે છે.

કિરણ ખોટું બોલી રહી છે એ વાત નો અણસાર સરોજબેન ને આવી ગયો હતો.

કિરણ માટે તાત્કાલિક છોકરો શોધવાનું ચાલુ કરવામાં આવ્યું.કિરણ પણ જાણે ડાહી બની ગ‌ઈ હતી.સરોજબેનની બધી વાત માનવા લાગી હતી.

આખરે કિરણની ફ‌ઈએ એક સારા ઘરનો છોકરો દેખાડ્યો.જે ઘરનાં બધાં લોકો ને પસંદ પડ્યો.કિરણે પણ હા પાડી.અઠવાડિયા માં તો સગાઈ થઈ ને ત્રણ મહિના પછી લગ્ન લેવાયાં.

સગાઈ પછી કિરણ અને મહેશ એકબીજાને મળવા લાગ્યાં.હરવા-ફરવા લાગ્યાં.કિરણને ખુશ જોઈ સરોજ બેન ને પણ દિલમાં હાશ થઈ.

ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.અઠવાડિયું જ બાકી રહ્યું હતું.ખરીદીનું કામ , કંકોતરી વહેંચવાનું કામ થઈ રહ્યું હતું.મહેમાનો આવવા શરૂ થઈ ગયાં હતાં.લગ્નનાં બે જ દિવસ બાકી હતાં.

"મમ્મી હું પાર્લર જઈને આવું છું."એમ કહી કિરણ પર્સ લઈને નીકળી ગ‌ઈ.

"એકલી ન જતી,કોઈને લઈને જા."રસોડાંમાથી ફઈ બોલ્યા.

"હા ફઈ મારી બહેનપણી મીનલ છે મારી સાથે."એમ કહી કિરણ જતી રહે છે.

કિરણને ગયે દોઢ કલાક થઈ ગયો હતો. પણ હજી આવી ન હતી.સરોજબેન ચિંતા કરવા લાગ્યાં.

"હમણાં આવી જશે,પાર્લરમાં ભીડ હશે."ફ‌ઈ બોલ્યા.

બે કલાક,ત્રણ કલાક થઈ ગયાં હતાં પણ કિરણ પાછી ફરી ન હતી.સરોજબેનનાં ધબકારાં વધી રહ્યાં હતાં.ચિંતા કરી રહ્યાં હતાં.મનમાં ખોટાં વિચારો ચાલી રહ્યાં હતાં.

ઘનશ્યામભાઈ દુકાનેથી આવી ગયાં પણ કિરણ આવી ન હતી.

લગભગ અડધો કલાક પછી કિરણની ફ્રેન્ડ મીનલ આવે છે.સરોજબેનાં હાથમાં કિરણની ચિટ્ઠી આપે છે.
ચિટ્ઠીમાં કિરણે પહેલા તો મમ્મી પપ્પાની માફી માગી હોય છે.
પછી આગળ લખ્યું હોય છે કે 'હું આ લગ્ન નહીં કરી શકું ,કેમ કે હું પીયુષ ને ખૂબ જ ચાહું છું.હું તેને ભૂલી નથી શકી.મહેશ ઘણો જ સારો છોકરો છે.પણ હું એની સાથે લગ્ન કરી શકીશ નહિ.હું પીયુષ સાથે કોર્ટ મેરેજ કરવા જાઉં છું.'

ચિટ્ઠી વાંચીને સરોજબેન ગુસ્સાથી લાલચોળ થઈ ગયાં.ઘનશ્યામભાઈ ને ફઈ તો એકદમ જ સ્તબ્ધ થઈ ગયાં.

મીનલ જવા લાગી હતી ત્યાં સરોજબેન બોલ્યાં "એક મિનિટ થોભ જરા.આ કિરણને આપજે."

મીનલનાં હાથમાં એક કાગળ આપે છે જેમાં લખ્યું હોય છે કે 'આજ પછી અમારા માટે તું મરી ગઈ છે.હવે તારૂં મોઢું અમને કદી પણ બતાવીશ નહિ.'