College-Girl books and stories free download online pdf in Gujarati

કોલેજ-ગર્લ

"મમ્મી હું કોલેજ જાઉં છું.આજે પહેલો દિવસ છે.બે વાગ્યા સુધી પાછી આવી જઈશ."એવું કહેતાં કહેતાં મોના કોલેજ જવા માટે નીકળી ગઈ.

શાળાનું ભણતર પતી ગયા પછી કોલેજનું શિક્ષણ શરૂ થયું.શાળામાં રોજ યુનિફોર્મ પહેરીને જવાનું હોય જ્યારે કોલેજમાં રોજ જુદાં-જુદાં કપડાં પહેરીને જવાનું.વાળ ઓળવા માટે પણ કોઈ બંદિશ નહિ.કોલેજ માટે આવી ઘણી વાતોને લઈને મોના ઘણી exited હતી.નવી કોલેજ,નવાં friends, નવા professors. બધું જ નવું હતું.

મોના કોલેજ પહોંચી ગઈ.સ્કૂટી પાર્ક કરી પોતાનાં division માં ગઈ.થોડાંક students થી classroom ભરેલો હતો.એક ખાલી bench જોઈ મોના ત્યાં જઈ બેસી ગઈ.ધીરે ધીરે બીજાં students પણ આવવાં લાગ્યાં.એક યુવતી મોનાની બાજુમાં આવીને બેસી ગઈ.

"Hi, I am Priya,and you? એણે મોનાને પૂછ્યું.

"Hi,I am Mona."મોનાએ સ્મિત કરી જવાબ આપ્યો.પહેલો દિવસ હતો એટલે professors introduction આપી જતાં રહેતાં હતાં.એટલે મોના અને પ્રિયા વચ્ચે થોડી ઘણી વાતચીત થતી રહેતી હતી.

થોડાં દિવસોમાં તો બંને close friends બની ગયાં હતાં.બંને જણને એકબીજાં સાથે ખૂબ જ ફાવી ગયું હતું.

"તેં આજની નોટિસ વાંચી કે? "Classroom માં જતાં-જતાં પ્રિયાએ મોનાને પૂંછ્યું.

"ના ,શેના માટે છે?"મોનાએ વળતું પૂંછ્યું.

"નાટ્યસ્પર્ધા માટે આપણી કોલેજ પણ participate કરી રહી છે.તો જેમણે નાટકમાં ભાગ લેવો હોય તેમણે library માં audition માટે મયંક સર પાસે જઈ નામ લખાવવાનું રહેશે."

"I am not interested. "મોના બોલી.

" audition તો આપી જોઈએ.select થશું તો જ વાત આગળ વધશે ને."

"O.K. ,ચાલ લખાવી આવીએ."

બંને લાયબ્રેરી તરફ જતાં હતાં ત્યાં મોનાની ટક્કર એક છોકરા સાથે થઈ.જેનું નામ આકાશ હતું.

"oouch. "મોનાનાં મોઢાંમાંથી નીકળી ગયું.

"oh, I am sorry. " આકાશ માફી માંગતાં બોલ્યો.

"stupid. " મોનાનાં મોઢાંમાંથી નીકળી ગયું.

આકાશ મોનાને smile આપતાં આપતાં જતો રહ્યો.

Division wise audition થવાં લાગ્યું.પહેલાં થર્ડ યર,પછી સેકન્ડ યર અને છેલ્લે ફર્સ્ટ યરનું થયું.Audition પત્યાં પછી મોના અને પ્રિયા પાર્કિંગ તરફ જઈ રહ્યાં હતાં ત્યાં આકાશ smile કરતો કરતો bike પર જઈ રહ્યો હતો.

"આ એ જ છે ટક્કરવાળો.તારી સામે જોઈને smile કરી રહ્યો છે."પ્રિયા હસતાં હસતાં બોલી.

"ચાલ હવે છાની માની."જરાક ખીજાતાં મોના બોલી.

બંને સ્કૂટી લઈ ઘરે રવાના થઈ ગયાં.

બીજાં દિવસે કોલેજનાં નોટિસબોર્ડ પર select થયેલાં students નું list લગાડ્યું હતું.જેમાં મોના,પ્રિયા,આકાશ અને બીજાં ઘણાં studets નું નામ હતું.

નાટક માટે assembly hall માં rehearsals માટે બધાં ભેગાં થયાં.મયંક દેસાઈ સર બધાંને પોત-પોતાનાં role વિશે માહિતી આપી રહ્યાં હતાં.બધાંને dialogues ની sheet અપાઈ રહી હતી.રોજની practice માટે એક ટાઈમ fix કરવામાં આવ્યો.

રોજ બધાં fix કરેલાં ટાઈમ પર practice કરવા માટે ભેગાં થવાં લાગ્યાં.practice દરમ્યાન આકાશ,મોના અને પ્રિયાની સારી એવી દોસ્તી થઈ ગઈ.ત્રણેય જણાં એકબીજાં સાથે મશ્કરી-ઠઠ્ઠા કરે, આકાશ ક્યારેક car લઈને આવે ત્યારે ત્રણેય સાથે ફરવાં જાય.મોજ-મસ્તીથી દિવસો પસાર થઈ રહ્યાં હતાં.આકાશ મનોમન મોનાને ચાહવા લાગ્યો હતો.

નાટકની practice પૂરજોશમાં ચાલી રહી હતી. બધાં students ઘણી જ મહેનત કરી રહ્યાં હતાં. દરેક જણ
પોત-પોતાનાં પાત્રો માં ઓતપ્રોત થઈ ગયાં હતાં.મયંક સર પણ નાટક માટેની તૈયારી જોઈને ખુશ હતાં.

મોના dialogue practice કરી રહી હતી.મયંક સર મોનાની બાજુમાં આવી ઉભાં રહ્યાં.મોનાને થોડી instructions આપી અને મોના ને પૂછ્યું,

"આજે પ્રિયા નથી આવી?"

"ના, એની તબિયત આજે સારી નથી."મોનાએ જવાબ આપ્યો.
"O.k." મયંક સર બોલ્યા અને ત્યાં થી જતાં રહ્યાં.


Rehalsars પત્યા પછી આકાશ મોના પાસે આવ્યો અને બોલ્યો,"કાર લઈને આવ્યો છું, long drive પર જ‌ઈએ?"

"હા,ચાલ."
થોડે દૂર ગયા પછી આકાશને લાગ્યું ,આજે પ્રિયા નથી તો મોનાને મારાં મનની વાત જણાવી એનાં મનની વાત પણ જાણી લઉં.

"મોના"

"હં"
"મને તારી કંપની ખૂબ જ ગમે છે.તારી સાથે મને ખૂબ જ ફાવે છે."

"મને પણ."

આકાશે car ઉભી રાખી મોનાનાં હાથમાં એક gift આપતાં કહ્યું,

"I like you very much. I love you Mona. "

આ સાંભળી મોના પહેલાં તો ખડખડાહટ હસી પછી બોલી,

"આકાશ ,I also like you. But..... "

"but શું મોના?"આકાશે કુતૂહલથી પૂંછ્યું.

"મારે લવ-બવનાં ચક્કરમાં હમણા નથી પડવું."

"લવ-બવનું ચક્કર એટલે શું મોના? I really love you from the bottom of my heart. હું તારાં વિના નહિ રહી શકું. "

"ના આકાશ હું હમણાં લવ કે લગ્ન વિશે વિચારવા પણ નથી માંગતી. મારાં ભણતરમાં નડે એવી કોઈ વસ્તુ હું હમણાં નથી કરવાં માંગતી."

"તું ભણી રહે ત્યાં સુધી હું રાહ જોવા માટે તૈયાર છું."

"પણ હું રાહ જોવડાવા નથી માંગતી."
"એવું તો નથી ને કે તું બીજા કોઈને ચાહે છે."

"આકાશ , મેં શાળા નું શિક્ષણ પૂરું કર્યું ને કોલેજ માં admission લીધું છે આગળ ભણવા માટે આશિક કે મુરતિયો શોધવા માટે નહિ.At this time I love only my study.Nursery થી શિક્ષા પ્રાપ્તિ નાં પગલાં માંડ્યાં છે. જ્યાં સુધી હું શિક્ષા પૂરી કરી પગભર નહિ થાઉં ત્યાં સુધી લવ અને લગ્ન જેવી વાતો થી દૂર જ રહીશ."

આકાશ મોના સામે જરાક હસ્યો ને બોલ્યો," I will wait for you."

"વધારે senti થ‌ઈશ નહિ. I am your best friend and I will be. ગાડી સ્ટાર્ટ કર અને ચાલ જ‌ઈએ હવે."








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED