પરિણામ Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

પરિણામ

રોજ જેમ સવાર થાય છે તેમ આજે પણ સવાર થઈ.પણ આજની સવાર કંઈક જુદી હતી. આજની સવાર કંઈક ખાસ હતી. આજે કાજલનું લાસ્ટ યર નું રીઝલ્ટ આવવાનું હતું. સવારે હજી પથારીમાં જ હતી ત્યાં તો મમ્મીનો અવાજ કાને સંભળાયો,'ઊઠો હવે, કેટલા વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહેવાનું?'
કાજલ ફટ દઇને પથારીમાંથી ઊભી થઈ ને બ્રશ કરવા લાગી ,ચા-નાશ્તો પતાવી,બાથરૂમમાં જઈ ફટાફટ નાહીને બહાર આવી. અરીસાની સામે ઊભા રહી તૈયાર થતી હતી ત્યાં તો ફરી મમ્મીનો અવાજ કાને ગૂંજયો,'ભગવાનને પગે લાગીને કોલેજ જવાનું છે.' ભગવાન સામે માથું નમાવી પ્રાર્થના કરવા લાગી કે ભગવાન પ્લીઝ સારા માર્કે પાસ કરાવી દેજે. વારાફરતી મમ્મી-પપ્પાનાં આશીર્વાદ લઈ લીધાં. મમ્મી એ દહી અને ગોળ નાં શકન પણ કરાવી લીધા. નાની બહેન મોના પણ સાથે જવા તૈયાર થઈ ગઈ. મોના એટલે કાજલની નાની બહેન જે કાજલ કરતાં ત્રણ નાની હતી.બંનેવ જણ સ્કૂટી પર રવાના થઈ ગયાં.
રસ્તામાં જતાં જતાં છાતીનાં ધબકારાં વધી રહ્યાં હતાં.મન જાત જાતનાં વિચારોમાં અટવાયાં રહયું.જોતજોતામાં કોલેજ પહોંચી ગયાં.કોલેજમાં વિદ્યાર્થીઓની ઘણી ભીડ હતી.કોલેજનાં નોટિસ બોર્ડ પર ત્રણ લિસ્ટ લગાડેલાં હતાં. એક ફર્સ્ટ ક્લાસનું,બીજું સેકન્ડ ક્લાસનું અને ત્રીજું હતું પાસ ક્લાસનું. ફર્સ્ટ ક્લાસ તો હશે જ નહિ એ વિચારે એક જણ સેકન્ડ ક્લાસનાં લિસ્ટમાં નંબર શોધવા લાગ્યું ને એક જણ પાસ ક્લાસનાં લિસ્ટમાં.બે થી ચાર વાર લિસ્ટ જોઈ નાખ્યું પણ નંબર ક્યાંય દેખાયો જ નહિ. ફર્સ્ટ ક્લાસ તો હશે જ નહિ એવો મક્કમ વિચાર હતો એટલે એ લિસ્ટમાં નજર ગઈ જ નહિ.કાજલે તો ધારી જ લીધું હતું કે ફેઇલ થઈ ગયા લાગે છે ત્યાં તો મોનાની નજર અચાનક ફર્સ્ટ ક્લાસનાં લિસ્ટ પર પડી ને ત્યાં નંબર દેખાઈ ગયો.મોના જોરથી બોલી,'કાજલ તું તો ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ છે.' આ સાંભળી કાજલને જરા આંચકો લાગ્યો ખરો ,એને વિશ્વાસ થયો જ નહિ પણ ખરેખર પોતે ફર્સ્ટ ક્લાસમાં જ પાસ થઈ હતી.
બંનેવ ખુશી ખુશી ઘરે પાછા ફર્યા. કાજલનાં મનમાં તો ખુશીનો પાર રહ્યો જ નહોતો.આજુ બાજુ વાળા બધાને પણ રિઝલ્ટ જાણવાની તાલાવેલી હતી જ. તેઓ પણ ઘરે રાહ જોઈને જ બેઠાં હતાં. ઘરનાં ને બહારનાં સર્વ જણને સ્વભાવિક રીતે આનંદ જ થયો પણ સાથે નવાઈ પણ લાગી કે જે છોકરી ફાઇનલ એક્ઝામનાં પંદર દિવસ પહેલા જ તો હજી વાંચવાની શરૂઆત કરી હતી.
ઘરનાં ને તેઓની સાથે આજુ-બાજુવાળા તમામને એમ જ થતું હતું કે કાજલ પાસ થઈ જાય તો સારૂં છે.કારણ પરીક્ષાનાં પંદર જ દિવસ બાકી હતાં ને ત્યાં સુધી તો કાજલ નાના છોકરાઓ જોડે રમતી હતી ને આ કોઈ ચમત્કારથી કમ હતું નહિ કે કાજલનો ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય.કાજલ ઘણી જ ખુશ હતી.ધારવા કરતાં ખૂબ જ સારૂં પરિણામ મળ્યું હતું સાંજે પપ્પા ઘરે આવ્યા તો ,તેમણે કાજલને પરિણામ વિશે પૂછ્યું. પરિણામ જાણીને તેમને આનંદ તો થયો જ. પણ સાથે અચરજ તો તેમને પણ થયું જ.કાજલનો કોલેજકાળ હવે ખતમ થઈ ગયો હતો. B. Com with First class ની ડીગ્રી કાજલે પ્રાપ્ત કરી લીધી હતી.રાત્રે ખુશીનાં માર્યે તેને ઊંઘ જ નહોતી આવી રહી હતી.
એ દિવસે તેને સમજાઈ ગયું હતું કે પરીક્ષા માટે કેટલું વાંચ્યું એ મહત્વનું નથી હોતું પણ કેવું વાંચ્યું એ જરૂરી હોય છે.હવે સારા પગારની નોકરી મળશે અને પોતે પોતાના પગભર થશે એ વિચારે નિરાંતે સૂઈ ગઈ. બીજા દિવસથી સારી જગ્યાએ નોકરી શોધવાનું કામ કરવાનું હતું.
મારી વાર્તા વાંચવા બદલ આભાર.🙏