જીવન ગાથા Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન ગાથા

એક વરસાદી સાંજે પ્રિયા બાલ્કનીમાં બેઠી હતી.હાથમાં ગરમ ચા નો કપ હતો.અંદર જુનાં હિંદી સોન્ગ્સ વાગી રહ્યા હતાં.બહાર વરસાદ વરસી રહ્યો હતો.પ્રિયા આ સાંજને ખૂબ જ માણી રહી હતી.ઘણાં બધા વર્ષો પછી એની સાંજ આવી રીલેક્સડ હતી.એ સાંજને પ્રિયા પોતાની રીતે એન્જોય કરી રહી હતી.હા,ઘણાં બધાં વર્ષો પછી.લગભગ પચ્ચીસ વર્ષ પછી.છેલ્લા પચ્ચીસ વર્ષથી પ્રિયા સતત વ્યસ્ત જ રહી હતી.પ્રિયા ભૂતકાળમાં ખોવાઈ જાય છે.....

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

દસમા ધોરણનાં લાંબા વેકેશનમાં પ્રિયાએ બ્યૂટી પાર્લરનો કોર્ષ કર્યો હતો.ને પછી એક ફેમસ પાર્લરમાં હેલ્પર તરીકે કામ કરવા લાગી હતી.વેકેશન ખતમ થઈ ગયું.સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી છતાં પ્રિયા પાર્લરમાં બે કલાક માટે જતી હતી.અમુક કસ્ટમરને માત્ર પ્રિયાનું જ કામ ફાવતું હતું.પ્રિયાનાં પિતા એક સામાન્ય દુકાનદાર હતાં,મમ્મી ગૃહિણી હતાં.એટલે થોડી ઘણી પૈસાની મદદ મળી રહેતી.પ્રિયા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી.પાર્લરનું કામ સંભાળતા સંભાળતા પ્રિયાનું ગ્રેજ્યુએશન કમ્પલીટ થઈ ગયું.પ્રિયાને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી.પ્રિયાને સી.એ. થવું હતું.પ્રિયાનાં માતા-પિતા પણ તેને ખૂબ જ સપોર્ટ કરતાં.પ્રિયાને કોઈ જાતની રોક-ટોક હતી જ નહિ.પ્રિયાનાં માતા-પિતાને પ્રિયા પર પૂરો ભરોસો હતો.સી.એ.ભણવા માટે ખૂબ જ પૈસાની આવશ્યકતા હોય છે.એટલે પ્રિયા થોડો વખત પહેલા નોકરી કરવાનું વિચારે છે.પ્રિયાને એક સારી કંપનીમાં નોકરી મળી પણ જાય છે.પ્રિયા નોકરી પણ કરતી અને સાથે પાર્લરનું કામ પણ સંભાળતી.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

પ્રિયા પોતાનાં ભણવા માટે પૈસા કમાઈને બચાવતી હોય છે.પણ ....પ્રિયાનાં પપ્પા એક લાંબી બીમારીમાં સપડાય છે.પ્રિયાએ ભણવા માટે કરેલી બચત પપ્પાનાં ઈલાજ માટે વપરાતી જાય છે.પ્રિયાનું સી.એ.બનવાનું સપનું અધૂરું રહી જાય છે.રાત્રે ત્રણેય સાથે જમતાં હોય છે ત્યારે મમ્મી ધીરેથી એક વાત કહે છે."મુંબઈ રહેતાં મીના માસીએ પ્રિયા માટે એક છોકરાનો બાયો-ડેટા મોકલાવ્યો છે.છોકરાનું નામ છે મનિષ.બી.કોમ. ભણેલો છે.સારી કંપનીમાં નોકરી કરે છે.પગાર પણ સારો છે.બે ભાઈઓ જ છે.મનિષનો મોટો ભાઈ અમદાવાદ નોકરી કરે છે.ત્યાં જ રહે છે."પ્રિયા પહેલા તો ના પાડે છે.પણ મમ્મી પપ્પાનાં ખૂબ જ સમજાવ્યા બાદ પ્રિયા છેવટે માની જાય છે.પ્રિયાનાં મેરેજ થઈ જાય છે. પ્રિયા મનીષને આગળ ભણવા માટે પોતાની ઈચ્છા બતાવે છે.મનિષ સરળ સ્વભાવનો હોય છે.એ પ્રિયા ને જે કરવું હેય એ કરવાની છૂટ આપે છે.પ્રિયા હજી તો ફોર્મ લાવી જ હતી ત્યાં સાસુએ કહયું "કાલે તારાં જેઠ-જેઠાણી અમદાવાદથી આવે છે."પ્રિયાને એમ કે થોડાં દિવસો પછી જતાં રહેશે.પણ પછીથી ખબર પડી કે જેઠ જે કંપનીમાં કામ કરતાં હતાં તે બંધ થઈ ગઈ છે.હવે કાયમ માટે જ આવી ગયા છે.પ્રિયાનો સ્વભાવ જેઠાણીનાં સ્વભાવ સાથે ફાવ્યો નહિ.પરિસ્થતિ જોતાં પ્રિયાએ આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

પ્રિયાએ એક નોકરી શોધી લીધી.નોકરીને હજી બે જ મહિના થયા ત્યાં જાણમાં આવ્યું કે પ્રિયા પ્રેગ્નેટ છે.ડીલીવરી માટે પ્રિયાએ નોકરીમાંથી રજા લઈ લીધી.એક પુત્રની માતા થઈ ગઈ.પ્રિયાએ નોકરીને બદલે પુત્રનાં ઉછેરને પ્રાધાન્ય આપ્યું.નોકરી છોડી દીધી.પણ પાર્લરનાં છૂટક-છવાયાં ઓર્ડરનું કામ ચાલુ રાખ્યું.ધીરે ધીરે એનું કામ ચાલતું ગયું. કામની સાથે સાથે પુત્રનો ઉછેર પણ થઈ રહ્યો હતો.બધી જ રીતે અનુકૂળ હોવાથી પ્રિયાની વધુ ભણીને આગળ આવવાની ઈચ્છા દબાતી જતી હતી.ઘર,પુત્ર-ઉછેર ને પોતાનું કામ આ બધાંમાં જ પ્રિયાનો આખો દિવસ નીકળી જતો.દિવસે ને દિવસે એ ઘણી જ વ્યસ્ત રહેવા લાગી.પ્રિયાનું જીવન બસ આમ જ પસાર થઈ રહ્યું હતું.ને અચાનક ઘણા વર્ષ પછી કોરોનાને લીધે એની વ્યસ્તભરી જિંદગીને જાણે બ્રેક લાગી હતી.ને હવે એનું કામ બંધ થઈ ગયું હોવાથી નવરાશની પળો મળી રહી હતી.હવે એનો સંગીત સાંભળવું, વાંચન કરવું, વગેરે જે વ્યસ્તતા ને લીધે કરવાનું રહી ગયું હતું એ કરી ને જીવનનો આનંદ લઈ રહી હતી.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

આજે બાલ્કની માં બેઠી બેઠી એ જ વિચાર કરી રહી હતી કે આનું નામ જ જિંદગી છે.ક્યારે કરવટ બદલે છે એ જાણી શકાતું જ નથી.જીવન માટે વિચાર્યું કંઈક જુદું હતું ને જીવન જીવવા માટે કંઈક જુદું બની ગયું હતું. જો કે પ્રિયાને જીવન થી કંઈ ખાસ ફરિયાદ તો નહોતી.એ જે ક્ષેત્રમાં હતી ત્યાં પૈસા તો જરૂર કરતાં કદાચ વધારે જ કમાઇ લેતી હતી પણ પોતે જોયેલાં સપના ને આકાર આપી શકી નહોતી એનો જરાક અંશે વસવસો હતો.