રહસ્ય તો રહસ્ય રહેશે Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય તો રહસ્ય રહેશે

" રહસ્ય તો રહસ્ય રહેશે "


राजनगर में भय का माहौल था।
हर दो महीने एक लड़की गुम हो जाती थी।
आइए तब तक के पत्रकार से सुनें।
शहर में भय का माहौल है। कौन है जो ऐसा करता है?
......

રાજનગર એક ઔદ્યોગિક નગરી.
હમણાં હમણાં થી રાજનગરમાં અજીબ ઘટના બનતી હતી.

લગભગ દર બે મહિને કોઈ અજાણી યુવતી ઓ ગુમ થતી હતી.
લોકો રાત્રે નીકળતા ગભરાઈ જતા હતા.

છેલ્લે એક સુઝી નામની યુવતી ગુમ થઈ હતી.
પોલીસ તપાસમાં કોઈ સુરાગ મલતો નહોતો.જાણે રાજનગર માં ખોવાઈ ગઈ ના હોય.?
......
પોલીસ રાજનગરમાં તકેદારી રાખતી હતી.પણ...પણ..ભયનો માહોલ રહેલો હતો.
...
આ વાત ને ત્રણેક મહિના થયા હતા.
એ વાત રાજનગરમાં લોકો ભૂલવા માંડ્યા.
પોલીસ પણ રેગ્યુલર કામગીરી માં વ્યસ્ત રહેતી હતી.
અને..અને..
રાજનગર ના એક ઉભરતા કલાકાર સીતારા પર ફોન આવ્યો.
" હેલો, સીતારા.. હું ચાંદ..તારો મિત્ર."
સીતારા ને લાગ્યું કે આજે ચાંદે વધારે પડતું ડ્રીક કર્યું લાગે છે.
" હા,બોલ, ચાંદ, શું હતું? તું હવે નવો ઓછો કરી...બોલ શું વાત છે?"
" અરે સીતારા ,થાકી ગયો.કંટાળી ગયો છું."
" કેમ , શું થયું?"
અરે, કેટલા દિવસ થી પાર્ટી શાર્ટી કરી નથી. તું કોઈ પાર્ટી કર..પણ બસ આપણે બે જ.. ખૂબ પીવું ,ધમાલ કરીશું..પણ.. કોઈ ખૂબસૂરત..બલા..તો જોઈશે.. જોને ત્રણ મહિના થયા..એ વાત ને."
એ... ચાંદ વધુ ના બોલ..દિવાલ ને પણ કાન હોય છે.મામલો હજુ શાંત થયો નથી."
અરે..સીતારા.. તું તો બિકણ છે.જો મારો બાપ રાજનગર નો મોટો બિલ્ડર અને શહેરનો રાજકારણી છે. તું ચિંતા ના કર.રૂપિયા આપી એ મામલો તો રફેદફે કરી દીધો.....શ.શ.શ.....કોઈ ને હજુ ખબરે નથી પડી. હા.. પાર્ટી તો ત્યાં જ કરજે.. છેલ્લે કરી હતી ત્યાં.. કોઈ વસ્તી નથી.. આપણે મજાક કરીશું."
અરે..તને પાર્ટી ની પડી છે.. હું તો થોડો સમય શહેર છોડીને દિલ્હી જતો રહેવા માંગું છું."

અરે મિત્ર..જો ને આ શરાબ મજા આવતી નથી.નશો ચડતો નથી.. તું લાવે છે શરાબ એ કરાવે છે મને મજા.. સાથે લૈલા નો પ્રોગ્રામ કરજે..હા..જો આ રવિવારે જ. જો તું. આયોજન નહીં કરે તો..તો...મારી પાસે પણ પુરાવા છે.. મિત્ર .. ગભરાઈ ગયો... ચાલ હવે કાલે મને ફોન કરી સમય કહેજે..ને લૈલા નો ફોટો પણ મોકલજે."

" ઓકે.. હું પ્રબંધ કરૂ છું." સીતારા બોલ્યો.. મનમાં બબડતો રહ્યો.. અહીં જીવ અધ્ધર છે..ને આ ચાંદ ને જલસા કરવાના અભરખા છે..આ વાઘ લોહી ચાખી ગયો છે..એના લીધે ક્યાં ક હું ફસાઈ ના જવું...આ વખતે કોઈ નવી જ .. લૈલા.. કોઈ નાના નગરની.. ફસાવું.. રાજનગર માં હિરોઈન બનવા બહુ આવે છે.. એમાં થી કોઈ ભોળી કબૂતર......
સીતારા એ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલો એક ઉભરતો કલાકાર..મોટા કલાકાર ની ચમચા ગીરી કરીને કામ મેળવતો..આને નવીનવી યુવતી ઓ ને રોલ અપાવવાની લાલચ આપીને ફસાવતો.
ચાંદ રાજનગર ના એક બિલ્ડર નો બગડેલો લાડલો .રોજ નશા માં ધૂત રહેતો..એને નવી નવી લૈલા નો શોખ.. ડાન્સ..નશો.. અને......

આવી જ એક પાર્ટી ત્રણેક મહિના પહેલા રાજનગર થી થોડા દૂર આવેલા ફાર્મ હાઉસ માં કરી હતી.એ વખતે સીતારા પોતાની સાથે એક મોડલ સુઝી.. ઉર્ફે..સેનોરીટા.સેમ..ને લાવ્યો હતો..એ સુઝી મોટા રોલની લાલચમાં આવી હતી.. નશામાં ધૂત બંને એ એની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી.અને...એ સુઝી..એ મકાન ની છત પરથી કુદકો મારી ને મરી ગઈ.
ચાંદ અને સીતારા નો નવો ઉતરી ગયો.એમણે સુઝી ની લાશ ને ફાર્મ હાઉસ ના પાછળ આવેલ બગીચામાં દાટી દીધી..

આજે એ વાતને ત્રણ મહિના થયા.પણ પોલીસ તપાસ કરતા થાકી ને તપાસ કરવાની બંધ કરી દીધી હતી.

આ બાજુ સીતારા ના ધ્યાન માં આવ્યું કે એક ભોળી યુવતી નાના મોટા રોલ માટે આવી હતી..હા...નામ..ધોલી. કમસે.. નામ એનું. કોલ્હાપુર થી ભાગીને રાજનગર માં આવી હતી..સીતારા એ કહ્યું આવું નામ ચાલે નહીં..પણ તારું નામ વ્હીટની શે રાખું છું.સમય આવે કોલ કરી બોલાવીશ.
સીતારા ને યાદ આવ્યું.એણે વ્હીટની ને ફોન કરીને રવિવાર ની મુલાકાત ગોઠવી..આવી વાતો થી અણજાણ ભોલી ધોલી એ હા પાડી.

રવિવાર નો દિવસ.ફાર્મ હાઉસમાં રોનક હતી.ધીમા મ્યુઝિક થી ફાર્મ હાઉસ રંગીન બન્યું હતું.

સીતારા એ ભોલી ધોલીને લેવા કાર મોકલી હતી એ આવી ગઈ હતી. વેસ્ટર્ન ડ્રેસ ભોલી ને ગમતો નહોતો છતાં પણ એણે પહેર્યો હતો.. ચાલવામાં તકલીફ પડતી હતી.

નશા માં ધૂત ચાંદે મકાનની છત પરથી ધોલી ને જોઈ.. બબડ્યો.. આ સીતારા પણ જબરદસ્ત છે..કેવી સરસ લૈલા..

આજે તો ત્રણ મહિના પછી તો આજે જલસો જ કરવો છે. ચાંદ એક પેગ વધુ લીધો.બબડ્યો..હાશ..હવે નશો આવશે.. સાથે ડબલ ધમાકા..
સીતારા બોલ્યો:- વ્હીટની..તારે આજે પરફોર્મન્સ કરીને એક સાહેબ ને ખુશ કરવાના છે.તને એમના ફિલ્મ માં સારો રોલ મલશે.અને સાથે સારિ એવા રૂપિયા..પણ."
લોલુપ નજરે સીતારા વ્હીટની ઉર્ફ ધોલી ને જોઈ રહ્યો હતો.
ઓકે..ધોલી બોલી.
જો..તારે ગબ્બર ઇઝ બેક ફિલ્મ ના એક ગીત પર પરફોર્મન્સ કરવાનું છે..હોલ માં થી છત પર જવાનું સાથે ડાન્સ પણ કરવાનો છે."
ઓકે.. પ્રયત્ન કરીશ. " રોલ લેવાની લાલચ માં ધોલી બોલી.

ઓછા પ્રકાશમાં હોલ માં ગીત વાગવાનું શરૂ થયું.

आओ राजा, तू क्या चाहे मुझे समझ नि आती,
आओ राजा,
क्यों करके इशारे मुझे बुलाती ,
आओ राजा ,
નશામાં ધૂત ચાંદ અને સીતારા ધોલી ની સાથે છુટછાટ લેવાની કોશિશ કરતા. છતાં પણ રોલની લાલચમાં ધોલી ડાન્સ કરવા લાગી..એ ગભરાઈ ગઈ હતી.
ચાંદ અને સીતારા નશો કરવા માટે શરાબ ની બોટલ કાઢી અને એક બીજા સામે ઈશારો કર્યો કે ગઈ વખત ની જેમજ..
એક એક પેગ તૈયાર કર્યો.
આ બાજુ ગભરાતી ડાન્સ કરતી ધોલી ને અચાનક કોઈ ખેંચતું લાગ્યું..કોણ છે એ દેખાયું નહીં..એને ખેંચી ને પાસે ની રૂમમાં પુરી દીધી.ધોલી ગભરાઈ..


એને હજુ ગીત ના અવાજ સંભળાતા હતા.


આ બાજુ ધોનીની જગ્યાએ કોઈ બીજી યુવતી.. સુઝી એ ધોરી જેવાજ કપડાં પહેરેલાં હતાં.. અને ડાન્સ કરવા લાગી.


आओ राजा ,
आओ राजा ,
फिर घर पे बुलाके मुकर क्यों जाती ,
आओ राजा ..


નશામાં ધૂત બંને ને તો ધોલી જ દેખાતી હતી.. ડાન્સ કરતી સુઝી છત પર જતી હતી.. પાછળ પાછળ નશેડીઓ લોલુપતા ભરેલી નજરે..છત પર ગયા.

ગીતની રંગીનતા માં મસ્ત બંને હતા.

ડાન્સ કરતા સુઝી છત પરની પાળી પર ડાન્સ કરવા લાગી.
ચાંદ નશામાં ચૂર..એ લૈલા ને પકડવા છતની પાળ પર ચડ્યો.
પકડવા માટે હાથ લંબાવે છે ત્યાં જ સુઝી ગુમ થઈ ગઈ..અને.. અને...
ચાંદે બેલેન્સ ગુમાવી દીધું.છત પર થી ચીસ પાડતો નીચે પડ્યો. એનું પ્રમાણ પંખેરું ઉડી ગયું.

સીતારા આ વાત થી બેખબર એક પેગ મારતો હતો..
ગીત પર સુઝી ડાન્સ કરતી હતી.
સીતારા એને પકડવા પાછળ પાછળ...
સુઝી છત ની પાળે..

आओ राजा ,तू छत पे खड़ के गाना गाती ,
कुण्डी मत खड़काओ राजा ,
सीधा अंदर आओ राजा ,

નશામાં ધૂત સીતારા પણ છત ની પાળી પર સુઝી ને ધોલી સમજી ને પકડવા કુદકો માર્યો...

અને...
ઘડામ કરતો..
નીચે..
પ્રાણપંખેરું ઉડી ગયું.

....
....
બીજા દિવસે સાંજે ભોલી ધોળી પોતાના ગામ કોલ્હાપુર માં સહીસલામત પહોંચી ગઈ...

એણે ટીવી પર ન્યુઝ જોયા.

પોલીસ સુત્રો થી માલુમ પડ્યું છે કે, શહેરથી દૂર આવેલા એક ફાર્મ હાઉસ ની બહાર બે લાશ મલી છે.જેને જંગલી કૂતરો એ ચુથી નાંખી છે.એ બે લાશ ના હાથ માં કોઈ યુવતીના વસ્ત્ર નો ટુકડો હતો.. તપાસ કરતા ફાર્મ હાઉસ ની પાછળ ખોદકામ કરતા ગુમ થયેલી સુઝી નામની યુવતી ની લાશ મલી છે..એના વસ્ત્ર નો ટુકડો એ બે લાશ ના હાથમાં હતો.

પોલીસ ના જણાવ્યા અનુસાર એક લાશ શહેરના મોટા બિલ્ડર નો પુત્ર ચાંદ ની છે.બીજી લાશ ફિલ્મી કલાકારો સીતારા ની છે...લાગે છે કે તેઓ અવારનવાર આ ફાર્મ માં પાર્ટી ઓફ કરતા હશે અને શહેરની ગુમ થતી યુવતી ઓ પાછળ તો આ બંને નો હાથ તો નહોતો ને? એ માટે પોલીસ તપાસ ચાલુ છે."
ભોલી ધોળી એ મનોમન એ સુઝી નો આભાર માન્યો..ને આકાશ માં જોયું..હાશ...હવે કોઈ દિવસ આવો મોહમયી દુનિયા નો મોહ રાખીશ નહીં...

@kaushik dave