લાગણીની સુવાસ - 47 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 47

ભૂરીના હાથમાં આજે મયુરના નામની મહેંદી મુકાઈ ગઈ હતી. એ મહેંદીની મનમોહક ખુશ્બુ એ મિલનના સપના બતાવતી મહંકી રહી હતી..જમવાનું પણ આજે લાડકી બહેન મીરાંના હાથથી જમી રહી હતી બન્નેની આંખો ભીની હતી.. ભૂરી ઘરની દિવાલો ક્યારેક આંગણુ જોઈ રડી રહી હતી... મીરાં એને શાંત કરતા કરતા પોતે જ રડી રહી હતી.. જમી બન્ને તપાસવા બેઠા કે બેગો ભરવાની હતી એમાં કંઈ રહી તો નથી ગયુ..ને.. બધુ જ યાદ કરી કરી મીરાં ચેક કરતી હતી.. ત્યાં મયુરનો ફોન આવતા ..મીરાંની મદદ થી ભૂરીએ કાનમાં ઈયર ફોન ભરાયા અને ફોન કેફ્રીમાં મૂકિ વાતો કરતી કરતી ધાબા પર ગઈ.. મીરાં પોતાના કામમાં પરોવાઈ..
મીઠી વાતો ની આ છેલ્લી રાત હતી કાલે બન્ને અતૂટ બંધનમાં બંધાઈ જવાનના હતાં. એટલે થોડો ડર અને ઘણી ખુશીનો મિશ્રિત ભાવ બન્ને અનુભવી રહ્યા હતાં..
આ બાજુ આર્યન પણ બધી તૈયારીમાં લાગ્યો હતો હવે મયુરને કોઈ ઘરની બહાર જવા દેતુ નહોતુ એટલે મયુરના કપડાથી લઈ નાની ખરીદી આર્યને કરી હતી. મીરાંની જેમ આર્યન પણ બધુ ચેક કરી રહ્યો હતો. મયુર ક્યાંરે કયા કપડા પહેરશે કઈ જવેલરી કયાં કપડા સાથે સૂટ થશે ? પરફ્યુમ ક્યુ લગાવશે.. બધી બાબતો આર્યન સેટ કરી એક યાદી બનાવતો હતો .આજે માંડવો હતો એટલે આજે સવારથી મહેમાનો આવતા હતા. એમની આગતા સ્વાગતામાં જ આર્યન થાકિ ગયો હતો. મમ્મી પપ્પાને કામ ઓછુ ભાગમાં આવે એનુ આર્યન ધ્યાનરાખી પોતે ઘરમાં મોટો થઈ ગયો છે.. એ દેખાડી રહ્યો હતો..આમ પણ મયુર પછી એના પણ લગન થાય એવુ મમ્મી પપ્પા વિચારે એટલે એમની નજર સામે મોટુ દેખાવુ જરૂરી છે એવુ એને લાગતુ હતું નઈ તો મમ્મી કહેશે... " આર્યન નાનો છે હજી બાળક છે ..એના લગન હમણા થોડી કરાય "બસ આવા વિચારો આર્યન ના મનમાં ફરતા.સાથે સાથે ચતુરનું ટેનશન તો એને વધુ હતુ. એટલે ગામમાં થોડા ઓળખીતા મિત્રોને વાત કરી કોઈને ખબર ન પડે એ રીતે મીરાં અને ભૂરી પર નજર રાખવા કહ્યુ હતું.
આર્યન બધુ કામ પતાવી સૂવા આડો પડ્યો ત્યાં એના ફોનની રીંગ વાગી .. ફોન મીરાંનો હતો.આર્યનના ચહેરા પર મસ્ત સ્માઈલ આવી ગઈ એને ફોન ઉપાડ્યો.
" હેલ્લો.. સ્વિટહાર્ટ.. "આર્યન
" ઓ... હો... તો હવે યાદ આવી મારી.. , મેં કૉલ કર્યો એટલે.. નઈ તો તમને થોડી અમે યાદ આવીએ.. 😕" મીરાં..
" સૉ...રી... યાર એવુ કાંઈ નઈ ભાઇના કામમાં લાગેલો હતો . ઘરે મહેમાન પણ છે.. હવે ફ્રી થયો એટલે સુવા જ જતો હતો ને તારો કૉલ આવ્યો.. "
" હા... તો સૂઈ જા.. બાય.. "
" ઓ..ય દેડકી.. મારા બધા કઝીન્સ નીચે પાર્ટી કરે છે.. ભાઈ સાથે.. ભાઈ આજે એક દમ ફ્રી છે.. એમનુ બધુ જ કામ મેં કર્યુ જેથી બધાને ખબર પડે હું મોટો થઈ ગયો ..તો ભાઈ પછી મારો વારો આવે..અને તું ડ્રાવ .. ડ્રાવ કરે છે.. 😜"

"તું દેડકો 😞 અને તું ડ્રાવ ડ્રાવ કરે હું નઈ.. "
" હું દેડકો તો તું... કોન "
"હમ્મ.... તું દેડકો બનીશ.. તો હું દેડકી😆 કેમકે દેડકા જોડે દેડકી જ લગન કરે 😅"
" પાગલ.. 😘😘 સાંભળ કાલે કયા રંગના કપડા પહેરીશ.. તો હું પણ મેચિંગ કરુ.. "
" ઓરેન્જ .. "
" તો હું પણ એવુ જ પહેરીશ.. "
" મને ડર લાગે છે... આરુ.. ખબર નઈ પણ એક અજીબ લાગે છે.. "
" મીરુ... તું થાકિ ગઈ છે એટલે તને એવુ લાગે છે.. ડોન્ટવરી બધુ સારુ જ થશે.. " આર્યનને પણ ડર તો હતો.. પણ મીરાંને સાચુ કહે તો ઈન્જોય કરવાને બદલે એ ચિંતા જ કરે એટલે એને વાત ટાળી..
" કાલ મોજ પડશે.. નઈ હું ભૂરી માટે ખુશ છુ બઉજ એને સારો પરીવાર મળશે.. 😍"
" હું પણ ભાઈ માટે ખુશ છુ... તું પણ તૈયાર રહેજે આવતા મહિને હું ઘરે કઈ દઈશ.. મમ્મી માની જશે.. મને વિશ્વાસ છે.. "
" હુ પણ ઘરે વાત કરી લઈશ પછી .. હવે સૂઈ જા કાલે વહેલા ઉઠવાનુ છે.. "
" હા,... હો.. મેડમ.. ગુડ નાઈટ ઉન્દેડિ.."
"આરુ.... તું... ઉન્દેડો..🐭"
" મજાક કરુ..મારી મીરુ😘ગુડ નાઈટ માય જાનુ.. બાય .. "
" આઈ લવ યુ...😘કાલે રાહ જોઈશ તારી બાય.. "
" હા... સેમ હું પણ રાહ જ જોવુ છુ.. ત્યાં આવવા..લવ યુ.. બાય.. "
ફોન મૂકિ બન્ને સૂઈ ગયા... આખા દિવસની દોડા દોડમાં ઉંઘ આવી ગઈ. ખબર જ ન પડી..
ક્રમશ: