આજે તો બધા દિવસ કરતા ઘરમાં ધૂમધામ હતી. ઘણાં બધા મહેમાનોને તેમની આગતા સ્વાગતામાં કોઈ ખામી ન રહે એવી તૈયારી ભૂરીના ઘરે ચાલી રહી હતી.. સવારે પીઠિ કરતા બધા રડી પડ્યા હતાં... વિદાય વેળા વસમી હોય પણ એ પહેલા નો સમય એમાં તો પલ પલ પોતાના લોકોને છોડીને જવાના વિચારે જ હૈયુ આક્રંદ કરે.. એવુ જ ભૂરી ને થઈ રહ્યુ હતું.. ઘરને બધાને જોઈ જોઈ રડ્યા કરતી હતી .. મીરાં એને છાની રાખવા મથ્યા કરતી હતી.
આર્યન પણ મયુરની સેવામાં અણવર તરીકે ગોઠવાયો હતો. નયનાબેન તો પોતાના રાજ કુવરને નજર ન લાગે એ માટે કાળા ટીલ્લા કરતા હતા... નાની મોટા દાદા પણ મયુર ને જોઈ વારી વારી જતા હતા.. મયુરના પપ્પાને તો પોતાના લગ્ન યાદ આવી ગયા... બાળકો ક્યારે મોટા થઈ ગયા ખબર જ ન પડી. એમ વિચારતા હરખના આંશુ એમના આંખોમાં ડોકાયાને મયુરને ભેટી એની પીઠ થપથયાઇ..
" બસ પપ્પા ઈમોશનલ લૂક ન આપો... આપણે ભાભી લેવા જઈએ છીએ ભાઈને સાસરે વળાવા નઈ.. "આર્યન મજાક કરતા બોલ્યો બધા હશી પડ્યા..
* * * * * * * * *
વરઘોડાનો અવાજ સંભળાયોને ભૂરી એક ધબકારો ચૂકી ગઈ.. મયૂરનું નામ લઈ બધા એને ખિજાવા લાગ્યા. બધા બહાર વરઘોડો જોવા ગયા.. રૂમમાં ભૂરીને મીરાં બન્ને જ રહ્યા.. એટલામાં ફોટા પાડનારો ભાઈ આવ્યો ભૂરીના થોડા ફોટા લીધા અને બહાર વરરાજાને વધાવતા ફોટા પાડવા ગયો.. ભૂરીને કંઈક અજીબ લાગી રહ્યુ હતું.. એ ખુશ તો હતી પણ એક અજીબ ચહેરાઓ એને દેખાઈ રહ્યા હતાં.. જાણે આ પહેલા પણ એના લગન થયા હોય.. એને મીરાંને પાણી લઈ આવવા કહ્યુ.. મીરાં પાણી લેવા નીચે ગઈ.. ભૂરી બારી આગળ સંતાઈને બારીમાં રહેલ કાણામાંથી વરઘોડો જોવાલાગી.. હજી બધા ગરબે રમતા ફટાણા ગાતા હતાં..એની નજર મયુરને શોધતી હતી.. એટલામાં ઘર પાછળની અગાસીનો દરવાજો ખખડ્યો.. ભૂરીએ જઈ દરવાજો ખોલ્યો.... ત્યાં ત્રણ ચાર જણ અંદર ઘૂસી ગયાને એને ઉપાડી લઈ જવા કોશિશ કરવા લાગ્યા.. ભૂરીએ ખૂબ બૂમા બૂમ કરી .. પણ ઘર બહાર ફટાકડા ને ઢોલના અવાજથી એનો અવાજ કોઈ સુધી પહોંચી એમ હતો નહીં .
ત્યાં મીરાં ઉપર આવીને આમ અચાનક જોઈ ગભરાઈ ગઈ પછી તરત પરિસ્થિતિ જોઈ એ પેલા લોકો સામે પડી.. ભૂરીને છોડાવવાની કોશિશ કરવા લાગી... મીરાંએ તો એક ને ધક્કો મારી નીચે પાડ્યોને બે પાટા એના પેટ પર માર્યા... પણ એ એકલી ક્યાં સુધી લડતી... પાછળથી એક આવ્યોને મીરાંનું મોં દબાવી એક રૂમાલમાં બેભાન કરવાની દવા લઈ મીરાંને બે ભાન કરી દિધી.. એ જ રીતે ભૂરીને પણ બેભાન કરી.. બન્નેને પાછળની અગાસીમાંથી ખેતર બાજુ નીચે ઉભેલા બીજા માણસોની મદદ થી ઉતારી બધા ઘર આગળ હતા એટલે કોઈ છેક ઉપરના માળે જઈ અગાસીમાં આવે તો જ પાછળનું ખેતર દેખાય .. અથવા નીચેના માળે ઓરડામાં મૂકેલી એક નાની હવાઉજાસની બારીમાં કોઈની નજર પડે તો... પણ અત્યારે એવુ કાંઈ સંભવ જ ન્હોતું... પેલા લોકો રોડ સુધી બન્ને ને ઉચકીને લઈ ગયા ... ત્યાંથી મારૂતી વાન માં
લઈ ચાલ્યા ગયા...
આશરે પંદર વીસ મિનિટ પછી નર્મદાબેન કંઈક લેવા ઉપરના મેડા પર ગયા ત્યાં બધુ વિખરાયેલું પડ્યું.. હતું. ભૂરીને પહેરેલી ચૂંદળી પણ ફાટેલી નીચે પડેલી હતી...ઓશરીનો દરવાજો ખુલ્લો હતો.. પરિસ્થિતિ સમજતા નર્મદા બેન ને વાર ન લાગી ... એમના શરીરમાંથી કંપારી છૂટી ગઈને જોરથી રાડ પાડી રડી પડ્યાને નીચેની તરફ દોડ્યા... એમને ન મહેમાનોનું ધ્યાન રહ્યુ ન કંઈ, એ રાડો પાડતા મયુર બેઠો હતો ત્યાં ગયા... બોલવા ઘણી કોશિશ કરી પણ શ્વાસ ચડી ગયો હોય એમ એ મોં ફફડાવા લાગ્યા... આર્યને પાણી મંગાયુ ને એમને પાયુ રામજીભાઈને બધા ત્યાં આવી ગયા... પાણી પી થોડા શાંત થ્યા... પણ ગાંડા થઈ ગ્યા હોય એમ બોલ્યા.... રામજી... ભા...ઈ.... મીરાં.... ભૂરી..... ઘરમાં નથી... અને ઉપર તરફ ઈશારો કરતા કરતા એ બેભાન થઈ ગયા.. આર્યને એમને તરત ચેક કર્યા નોર્મલ હતું બધું પણ આઘાત જેવુ લાગવાથી આમ બેભાન થઈ ગ્યા હોય એમ લાગ્યુ.... એમને એક રૂમમાં સુવાડ્યા... ત્યાં સુધી... મયુરને રામજી ભાઇ ઉપરના ઓરડા પર ગયા... દશા જોઈ બન્ને બોલવાની હાલતમાં ન્હોતા.. રામજી ભાઈ ભાગી પડ્યાને રડવા લાગ્યા... મયુર પણ રડી પડ્યો... ત્યાં જ આર્યન ઉપર આવ્યો... એને સમજતા વાર ન લાગી.. કે શું બન્યુ... છે... એ પણ મયુરને ભેટી રડી... પડ્યો...અનાયાસે જ બોલી ગયો...
" ભા...ઈ મીરાં વગર હું નઈ જીવી શકુ....,.... કા..કા... મીરાં... હું... મીરાં.. " રામજી ભાઈ સામે જોઈ આર્યન બોલ્યો... રામજી ભાઈએ રડતા રડતા એના માથા પર હાથ મૂક્યો..ને એને ભેટી રડી પડ્યા..
મયુર હિમ્મત ભેગી કરી આંશુ... લૂછ્યા..ને આર્યન નો હાથ પકડી બોલ્યો.. "ચાલ આપણે બન્ને મીરાં , ભૂરીને પાછા લાવીશું.. આજ ચતુરને જીવતો નઈ છોડુ.... તું જોજે... "
ક્રમશ:
પ્રિય વાંચક મિત્રો આ ભાગ પછી.. એક જ એપિસોડ બાકી રહેશે... તમે મને સાથ સહકાર આપ્યો એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.. ઘણીવાર અમુક કારણો સર હું રેગ્યુલર એપિસોડ નથી અપલોડ કરી શકતી એ માટે હું બધાની માફિ માગુ છું.🙏