Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 25

ઠંડા પવનની લહેરો તડકામાં પણ શિતળ લાગી રહી હતી. વાતાવરણ એકદમ શાંત હતું. આખું ગાડૅન ખાલી દેખાય રહયું હતું. જેમાં કોઈ એકાદ કોલેજ કપલ દુર એક ઝાડની નીચે પ્રેમની મહેફિલ જમાવી રહયા હતા. લીમડાના ઝાડ નીચે બેઠેલ તે પ્રેમી યુગલને જોઈ સ્નેહાને શુંભમની યાદ વધારે સતાવતી હતી. 'કદાચ આપણે આજે સાથે હોત તો આમ જ એકબીજાની બાહોમા બેસી કેટલી પ્રેમની વાતો કરત. પણ તે સમય આવ્યા પહેલાં જ તું મારાથી દૂર થઈ ગયો.'

નિરાલીની સાથે વાતો ચાલતી હોવા છતાં પણ સ્નેહાનું મન સપના સજાવી રહયું હતું. વિચારો હજું બસ તેના જ હતા. કોઈ લાગણી પ્રેમની સફર પર જ્ઇ રહી હતી. કોઈ ઉમ્મીદ હજું જન્મી રહી હતી. હજું એક આશ તેના સપના સમજાવી કોશિશ કરી હતી. હજું સાથે જીવવાના અરમાનો હતા. જયારે વાતો પુરી થવાના આરે પહોંચી ગઈ હતી.

"છેલ્લે જયારે તમારી વાત થઈ ત્યારે તેને તને કંઈ તો કિધું જ હશે......??આ્ઈમિન કોઈ એવી વાત તો તેને કરી જ હશે ને...! " નિરાલીએ સ્નેહાને વિચારોને તોડતા વાતની શરૂઆત કરી.

"છેલ્લે અમે બંને મેસેજમા વાત કરી હતી. અમારી વાતો ત્યાં સુધીની હતી કે તે ઘરે વાત કરશે. પછી તો બધી એમ નોર્મલ વાતો જે થાય તે થઈ હતી. હા છેલ્લે જયારે તે સુવાનું કહેતો હતો ત્યારે તેમને મને કહયું હતું કે જે કહેવું હોય તે કહી દે.....પણ મે તેને ત્યારે તે ના કહયું જે તેને સાંભળવું હતું. ના તેને કંઈ કહયું. ને તે છેલ્લે ગુડનાઈટની સાથે tack kare કહી મારો મેસેજ વાંચી ઓફલાઈન થઈ ગયો હતો. પછી બીજે દિવસે હું જ કામમા હતી એટલે મે કોઈ મેસેજ ના કર્યો ના તેનો કોઈ મેસેજ આવ્યો. પછી રાતે જયારે હું ફ્રિ થઈ ત્યારે મે તેમને મેસેજ કર્યો. તેમનો જોયો પણ કોઈ જવાબ ના આપ્યો. મને લાગ્યું શાયદ તે કામમાં હશે આ તો ફેમિલી સાથે હોય. હું બસ ઈતજાર કરતી રહી ને મે બાર વાગ્યે તેમને ગુડ નાઈટનો મેસેજ કરી દીધો. બીજે દિવસે હું સવારથી કોશિશ કરતી હતી. ના તે કોલ ઉઠાવતો હતો ના કોઈ મેસેજનો રીપ્લાઈ. એવું તો નહોતું કે તે મેસેજ વાંચતો નહોતો. બસ વાંચીને જવાબ નહોતો આપતો. આજે પાંચ દિવસ થયા તેનો કોઈ રીપ્લાઈ નથી આવ્યો. " જે કંઈ બન્યું તે બધું સ્નેહાએ નિરાલીને જણાવી દીધું.

"આ્ઈથીગ તે જાણી જોઈને આવું કરતો હશે. જો તેને તારી સાથે કોઈપણ સંબધ રાખવો જ હોત તો યે તારા એક જ મેસેજ પર જવાબ આપી દેઈ. "

"હા, પણ તે બધી વાતોનો શું મતલબ. જેમને મારી સાથે કરી હતી....!"

"સ્નેહા, એ બધી જ વાતો ખોખલી હોય છે. છોકરાની આદત જ હોય છે છોકરીઓને આવી રીતે પ્રેમમાં ફસાવી બહાર ફેકવાની. તેને તો તેના જેવી છોકરી જ હેન્ડલ કરી શકે તારા જેવી નહીં. ભુલી જા તેને અને તારી જિંદગીમાં આગળ વધી જા. "

"કેવી રીતે ભુલુ...?? પ્રેમ કરું છું તેને હું. ને જો પ્રેમ ખાલી કોઈને મેળવવા માટે થતો હોય તો મને તે ખોખલો પ્રેમ નથી જોતો. મે જયારે તેને પ્રેમનો ઇઝહાર કર્યો ત્યારે મે તેમની પાસે એ આશા નહોતી રાખી કે તે પણ મને પ્રેમ કરે. આ પ્રેમની શરૂઆત મે કરી હતી. તે મને ફસાવા નહોતો આવ્યો. જો તેને મને ફસાવી જ હોત તો તે મને ખોટા સપના દેખાડત. ના તો તેમને મારું દિલ તોડયું છે ના તો મારા મનમા કોઈ ઉમ્મીદ જગાવી છે. તો પછી તે ખરાબ કંઈ રીતે હોય શકે...!!પ્રેમ ખાલી એક કે બે દિવસની સફર નથી હોતી. પ્રેમ જિંદગી ભરનો વિશ્વાસ છે. ને મને મારા પ્રેમ વિશ્વાસ છે કે તે ખાખોલો નથી. "

"તો છું તું આખી જિંદગી તેનો ઈતજાર કરી...?? જયારે તેની જિંદગીમાં કોઈ બીજું આવી ગયું હશે ત્યારે પણ તું એકલી તેના પ્રેમમાં જીવતી રહીશ. "

" હા હું એ પણ કરી શકું એમ છું. પણ મને ખબર છે મારો શુંભમ મને કયારે આટલો ઈતજાર નહીં કરવા દેઈ. હું જાણું છું તેમને તે પણ મને પ્રેમ કરે છે. બસ કોઈ એવી પરિસ્થિતિ અમને બંનેને અલગ કરવાની કોશિશ કરે છે. જ્યાં વિશ્વાસ અને પ્રેમ હોય ત્યાં જીદ અંધુરી નથી રહેતી. આ વખતે મારી જિદ નહીં પણ મારો પ્રેમ તેને મારી જિંદગીમાં ફરી લઇ આવશે." સ્નેહાનો મક્કમ વિશ્વાસને નિરાલી બસ જોતી રહી.

થોડીવાર પહેલાં જ જે છોકરી હારી અને તુટી ગઈ હતી તે છોકરી અચાનક વિશ્વાસની વાતો કરવા લાગી હતી. નિરાલીને પણ થોડું અજીબ તો લાગ્યું પણ તે જાણતી હતી સ્નેહાને કે સ્નેહા જે વાત વિચારે છે તે થઈ ને રહે છે.

"એવો તો શું વિચાર આવ્યો કે તારું મન એકદમ જ બદલી ગયું....??હમણા તો મને એવું લાગતું હતું કે તું આટલી બધી તુટી ગઈ છે કે હું તને સમજાવી પણ નહીં શકું. "

"તે વાતો જ એવી કરી કે મારું મન મારા વિશ્વાસને ડગમગાવી ના શકયું. તો પછી તું જ વિચાર કે મારું દિલ તેમને કેટલું પ્રેમ કરતું હશે...?? હા. હું ખામોશ છું, મને તકલીફ થઈ રહી છે પણ તે બધી જ વસ્તું પાછળ તેને જે મને આપ્યું તે કંઈ નથી. "

"શું આપ્યું તેને તને...??? જયારથી હું તને જોવ છું મે તને તેની પાછળ ભાગતા જોઈ છે. "

"હું તેની પાછળ નહોતી ભાગતી મારું દિલ ભાગતું હતું. કેમકે તેને તેના પ્રત્યે લાગણી બંધાઈ ગઈ છે. કોઈ એવું મને મળ્યું છે જેની મે કયારે કલ્પના પણ નહોતી કરી. હંમેશા મે છોકરાને છોકરી પાછળ ભાગતા જોયો છે જયારે શુંભમ પહેલો એવો છે જે કોઈ છોકરીને ઇગનોર કરી શકતો હોય. "

" નાઈચ. પણ ખરેખર તને એવું લાગે છે કે તે તારી જિંદગીમાં તે ફરી આવશે...??" નિરાલીએ ફરી એકવાર સ્નેહાને પુછ્યું.

"હા. પહેલીવાર જયારે અમારી વાતો બંધ થઈ ગઈ હતી ત્યારે મારી જિદ હતી કે તે હું ફરી તેમને મેળવું. ને આજે પ્રેમ છે તો શું મારો પ્રેમ તેના દિલના વિશ્વાસને જગાવી ના શકે...!!! નિરું હું તેને સમય આપવા માગું છું. મને જોવું છે કે મારા પ્રેમમાં કેટલી તાકત છે. તે સાચો છે કે ખોટો તે જાણવું છે. જો મારો પ્રેમ સાચો હશે તો તેને મારો થતા કોઈ નહીં રોકી શકે. "

"તારી જેટલો મે કયારે કોઈ પર વિશ્વાસ નહોતો કર્યો. પણ તારા વિશ્વાસને જોઈ આજે મને પણ એવું લાગે છે કે તે ફરી આવશે. પણ હવે તું તેને મેસેજ કે કોલ નહીં કરતી. જયારે આપણે તેને વધારે ઈજ્જત આપવા લાગ્યે તો તેને તેના પ્રેમનો કયારે પણ અહેસાસ ના થાય." નિરાલીએ સ્નેહાને સમજાવતા કહયું.

"બરાબર છે તારી વાત. જો તેના દિલમાં કંઈ હશે તો તે મારી સાથે વાત કરવાની કોશિશ જરૂર કરશે. આજે રાતે છેલ્લો મેસેજ કરી જોઈ જો તે વાત કરે તો બરાબર છે. નહિતર પછી હું તેની ખુશી માટે તેના રસ્તો છોડી દેઇ. જો તેની ખુશી હું જ હશું તો તે મને મળશે નહીં તો પછી આખી જિંદગી મારે તેની યાદમાં વિતાવાની રહેશે..."

"મતલબ, તું હવે કોઈ બીજા સાથે લગ્ન નહીં કરે.....??" સ્નેહાની અજીબ વાતો નિરાલીને વિચારવા મજબુર કરી રહી હતી. તે ખુદ નહોતી સમજી રહી કે આ પ્રેમનું પાગલ પણું તેની જિંદગીમાં શું દસ્તક આપવાનું છે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પ્રેમની આ અજીબ સફર બે દિલને અલગ રસ્તા પર લાવી દીધા છે ત્યારે શું સ્નેહાનો વિશ્વાસ જીતી શકશે....?? શું શુંભમ તેમની જિંદગીમાં ફરી આવશે.....??જો શુંભમ કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે ત્યારે પણ શું સ્નેહા તેનો ઈતજાર કરશે...??શું થશે સ્નેહાના પ્રેમનું શું તે પુરો થઈ શકશે... તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "

હેલો ફેન્ડ, તમારા સારા અભિપ્રાયના કારણે જ હું આટલું સારું લખી શકું છે. આજે મારા તમારા લોકોના વિચારો જાણવા છે. શું પ્રેમ પરનો અતુટ વિશ્વાસ બે પ્રેમીને મળાવી શકે.......???શું પ્રેમ પર વિશ્વાસ કરવો યોગ્ય છે.....?? શું તમને લાગે છે કે જે રીતની સ્નેહાની કાહાની છે તે રીતે તેનો વિશ્વાસ જીતી શકશે....?? આશા છે કે તમે મને તમારો વિચારો જરુર જણાવશો. ધન્યવાદ 🙏🙏🙏