lagni bhino prem no ahesas - 24 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 24

"ચાર દિન કી ચાંદની
ફિર અંધેરી રાત "

પ્રેમની મહેફિલ જાણે ખાલી ચાર દિવસની ચાંદની જ લઇ ને આવી હોય તેમ તે અંધેરી રાત લઈને ફરી સ્નેહાની જિંદગીમાં દસ્તક આપવા આવી ગઈ. વિશ્વાસ, પ્રેમ બધું એકપળમાં પુરુ થઈ ને વિખેરાઈ ગયું. તે સમજી નહોતી શકતી કે શું થઈ રહયું છે. લાગણીઓ તકલીફ આપી રહી હતી. ના ઓફિસમાં તેનું મન લાગતું હતું, ના ઘરે તેમને કોઈની સાથે વાત કરવાનું મન થતું હતું. વિચારો વચ્ચે તે ફસાઈ રહી હતી. તુટી રહી હતી, હારી રહી હતી. શું કરવું ને કોને વાત કરવી કંઈ જ સમજાય નહોતું રહયું બસ લાગણીઓ આસું આપી રહી હતી.

મન મુકીને રડી લેવું હતું. શુંભમને પોતાની જિંદગીમાંથી દુર કરી તેને હંમેશા નફરત કરવાનું મન થઈ રહયું હતું. પણ, દિલનો વિશ્વાસ હજું મક્કમ હતો કે નહીં શુંભમ તેને પ્રેમ કરે છે. તે માની નહોતી શકતી કે જે શુંભમ ચાર દિવસ પહેલાં તેમની સાથે પ્રેમ ભરી વાતો કરી રહયો હતો. તે શુંભમ હવે તેની સાથે કંઈ પણ વાત કરવા તૈયાર નહોતો. તેને ખુદ સમજાય નહોતું રહયું કે વાત શું છે..?? અચાનક જ શુંભમની આમ વાતો બંધ થઈ જવી. હંમેશાની જેમ ઇગનોર કરવું..!! સ્નેહા મનથી હારી રહી હતી. ઘરે આ વાત કરી નહોતી શકતી ને બધાની સામે બેસી રડી નહોતી શકતી. અંદર અંદર જ મન તેનું હારી ગયું હતું.

તૂટેલું દિલ વિખેરાઈ ગયું હતું છતાં પ્રેમ અતુટ હતો. ફરી એકવાર મેસેજ, ફરી તેમની કોશિશ બેકાર. ફરી કોશિશ, ફરી બેકાર. છેલ્લા ત્રણ દિવસથી તે મેસેજ પર મેસેજ કરતી જતી હતી પણ તેને એ વાત સમજાય નહોતી રહી કે શુંભમ તેના કોઈ મેસેજનો જવાબ કેમ નથી આપતો.

રોજના સમય પર જ તે ઓફિસે પહોંચી. મન ખામોશ હતું ને દિલ રડે જતું હતું. તે કમજોર બની લોકોને દેખાડવા નહોતી માંગતી કે તે તુટી ગઈ છે. તે હસ્તા ચહેરો લઇ ને જ કેબિનમાં બેસી ગઈ. રોજની જેમ નિરાલી તેની કેબિનમાં આવી બેસી ગઈ. એક જ મિનિટમાં તે સ્નેહાની ખામોશીને સમજી ગઈ.

"સ્નેહા, આ્ઈ યુ ઓકે....?? ઘરે બધુંં બરાબર છે ને..!!" સ્નેહાની ખામોશીને સમજતા નિરાલીએ તરત જ પુછી લીધું.

"આ્ઈ એમ ફાઈન બટ મારું મન થોડું ભારી લાગે છે. આપણે આજે જલદી ઘરે જ્ઈ શકયે..??" સ્નેહાએ તેમની વાતને છુપાવતા કહયું.

"હા, પણ અહીં શું બહાનું બનાવીશું. ઓલો તને લાગે કે બંનેને એકસાથે રજા આપે તેવું. "

"હું વાત કરી. આજે આપણે લંચ કરવા નહીં જ્ઈ્એ ને સીધા બે વાગ્યે ઘરે જતા રહેશું."

"ઓકે. તું ઠીક તો છે ને...! હું તને ત્રણ દિવસથી જોવ છું. તું કંઈ જ નથી બોલતી બસ ખામોશ બેઠી છે. "

"બહાર જતી વખતે કરી વાત. અહીં બધાની સામે નહીં."

"ઓકે, બાઈ..!" નિરાલી તેમની કેબિનમાં જતી રહી ને તે તેના કામમાં લાગી ગઈ.

મન કામમાં બિલકુલ નહોતું લાગી રહયું. દરેક પળ બસ તેના જ વિચારો હતો. તે હતો ને તેની વાતો હતી. વિચારોની દુનિયામાં તે ખામોશ થઈ રહી હતી. દિલ કહેતું હતું કે ઈતજાર કર ને મન કહેતું હતું તું તેનાથી દુર થઈ જા. તેને જરૂર હશે તો તે ખુદ વાત કરશે. પણ દિલ સ્વિકાર કરી નહોતું શકતું.

પ્રેમની આ કેવી કસોટી છે. જે પળમાં હસાવી ગઈ ને બીજી પળ રડાવી રહી હતી. ખરેખર આ પ્રેમ આટલો સરળ નથી હોતો જેટલું લોકો સમજે છે. તે સમયની સાથે જેટલો હસાવે છે તેટલો જ રડાવે પણ છે. જે પ્રેમની સફર સ્નેહાને હંમેશા ખુબસુરત લાગતી હતી તે જ પ્રેમની સફર આજે તેને સૌથી વધારે તકલીફ આપી રહી હતી.

પળપળ તેમની સાથે થયેલી વાતો વિચારોમાં યાદ બની એમ જ તકલીફ આપી જતી રહેતી હતી."આપણે હવે રોજ વાતો કરીશું, એકબીજાની બાહોમા બેસી કલાકો સુધી પછી તો વાતો કરવા મળશે. જયારે આપણે બંને એકસાથે હશું." શુંભમના આ શબ્દો દિલની લાગણીને રડાવે જ્ઇ રહયા હતા.

"શુંભમ મારા મમ્મી -પપ્પા તમારી સાથે ના કહશે તો...? "

"તો હું છું ને તેને સમજાવી તેને મારી સાથે હંમેશા લઇ જાઈ. "

આવી અજબ ગજબ વાતો સ્નેહાના વિશ્વાસને એકપળ માટે પ્રેમના બંધને બાધી રહી હતીને બીજીપળ તે સૌથી વધારે તકલીફ આપી રહી હતી. ઓફિસમાં તેમને ખાલી ત્રણ કલાક જ બેસવાનું હતું. પણ, તે ત્રણ કલાક તેમને સૌથી વધારે લાંબા લાગી રહયા હતા. ઓફિસના સર પાસે રજા લઇ તે નિરાલી સાથે ઓફિસમાંથી બહાર નિકળી.

"નિરુ આપણે કોઈ ગાડૅનમાં જ્ઇ વાત કરી શકયે. મને કંઈ જ સમજાતું નથી કે હું શું કરું..??"

"હમમમ..! "નિરાલીએ તેમની ગાડી બહાર કાઠીને બંને ઓફિસથી થોડે દુર ચોપાટીની બાજુમાં આવેલા એક નાનકડા ગાડૅનમાં જ્ઇ બાકડા પર બેસી ગઈ.

"શુંભમ સાથે કંઈ થયું છે તને...??" નિરાલીએ વાતની શરૂઆત કરતા કહયું.

"કોઈ આવું શું કામ કરી શકે....?મે કયાં કહયું હતું કે તે મને પ્રેમ કરે. હું ખુશ હતી મારી લાઈફમાં. હું તેને પ્રેમનો પ્રપોઝ કરી હંમેશા તેની ખુશી માટે દુર થઈ જવાની હતી. તેને મારી જિંદગીમાં આશા જગાવી, મને પ્રેમ કરી તેના વિશ્વાસ જગાવ્યો ને અચાનક જ આમ મારી સાથે તેમને વાતો જ બંધ કરી દીધી. નિરું તેના મનમાં શું ચાલી રહયું છે તે જ મને સમજાતું નથી. " રડતી આખે સ્નેહા તેમની દિલની તકલીફને બતાવે જ્ઇ રહી હતી.

"એકપળ વિચારુ તો એવું લાગે છે કે તે પણ મને પ્રેમ કરે છે. ને બીજી પળ જયારે હું તેને જોવું ત્યારે ખ્યાલ આવે છે કે તે ખાલી એમ જ સમય પસાર કરી રહયો હતો. પણ જો તેને સમય પસાર કરવો જ હતો તો તે પહેલાં મને ઇગનોર ના કરત તે મને ફસાવાની કોશિશ કરત. આજે ચાર દિવસ થયા. હું કંઈ વિચારી નથી શકતી, ના કંઈ સમજી શકું છું. દિલને રડવાનું મન થાય છે પણ તે રડી નથી શકતું." સ્નેહાની લાગણી તકલીફ બની બસ રડે જતી હતી.

"તું આટલું બધું શું કામ વિચારે છે......?? જો તેના દિલમાં તારા માટે ખરેખર પ્રેમ હોય તો તે તને ઇગનોર કયારે પણ ના કરે. જો છતાં પણ તને તેના પર વિશ્વાસ છે તો ઈતજાર કર તેને થોડો સમય આપ. શાયદ કોઈ એવી પ્રોબ્લેમ હોય જે તને બતાવવા ડરતો હોય. આતો તે તને બતાવી તકલીફ આપવા ના માગતો હોય." નિરાલીએ એકદમ જ શાંતિપૂર્ણ સ્નેહાને સમજાવતા કહયું.

"હું તેનો ઈતજાર આજે નહીં આખી જિંદગી કરવા માગું છું. પણ તે આવી રીતે વાત કરવાનું જ બંધ કરી દેઇ તે હું સહન નથી કરી શકતી. મને તેના શબ્દો કરતા તેની ખામોશી વધારે તકલીફ આપે છે. " સ્નેહાએ તેના આખના આસું લુછતા કહયું.

"એટલે જ તો હું કહેતી હતી બકા લવમેરેજ આટલા ઈજી નથી હોતા. તને શું લાગે કે હું આ બધી તકલીફમાંથી નહીં ગુજરી હોવ. પળ પળ તેને ખોવાનો ડર, તેના ના મળવાનો ડર, ને તેમા પણ આ બધું જ એકલા હેડલ કરવાનું. પરિવારના લોકોએ જો પસંદ કર્યો હોય ને તો કોઈ પણ પ્રોબ્લેમ આવે બિંદાસ કહી શકયે. હજું આ શરૂઆત જ છે હજું જયારે વાત ફેમિલી સુધી પહોંચે ત્યારે તું વિચારી પણ નહીં શકે કે પ્રેમ કરવો સહેલો છે. " નિરાલી પોતાના અનુભવથી સ્નેહાને સમજાવાની કોશિશ કરતી હતી. પણ અત્યારે તુટેલું ને હારેલું મન કંઈ જ સમજી નહોતું રહયું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
અચાનક જ એવું તો શું બન્યું કે શુંભમ સ્નેહા સાથે વાત કરતો બંધ થઈ ગયો..?? શું સ્નેહાની કોઈ વાતનું તેને ખરાબ લાગ્યું હશે..?કે પછી શુંભમની જિંદગીમાં કોઈ બીજું આવી ગયું હશે....?? શું ફરી શુંભમની જિંદગીમાં દર્શના તો નહીં આવી હોય ને...??શું સ્નેહા શુંભમના મનને સમજી શકશે...?? શું બનંની પ્રેમકહાની આગળ વધશે કે અહીં વગર કોઈ વાત કરે પુરી થઈ જશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED