Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 26

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એક અઠવાડિયું, બે અઠાવડિયા ને છેલ્લે ઈતજાર કરતા કરતા એક મહિનો પુરો થયો. વિશ્વાસ મક્કમ થઈ રહયો હતો ને દિલ વિચારો વચ્ચે ખામોશ બની રહયું હતું. આ એક મહિનામાં ધણું બદલાઈ ગયું હતું. સ્નેહા ખુદ બદલાઈ ગઈ હતી. પ્રેમની રાહ તેની જિંદગીની એક એવી સફર લઇ ને આવી હતી કે જયારે પણ કોઈ બીજા છોકરાની વાતો થતી તેને જોવા આવવાની. ત્યારે કંઈ પણ વિચાર્યા વગર જ તે સીધી વાતો શરૂ થયા પહેલાં ના કહી દેતી. પણ તેની ના ક્યા સુધી ચાલવાની હતી. ના કહેતાની સાથે જ ઘરના બધા તેને સમજાવા બેસી જતાને તે બધાની સામે હારી થાકી ને હા કહી દેતી.

આ એક મહિનામાં તેને શુંભમ સિવાય એક છોકરાને જોયો. એક નજર શું પણ એકવાર તેને તે છોકરા સામે જોયું ના હતું. તેના દિલ અને મનમાં ખાલી શુંભમ હતો. શુંભમ પ્રત્યેનો પ્રેમ હતો. લાગણી હતી તો તે બીજા કોઈ છોકરા સામે નજર ઉઠાવીને કેવી રીતે જોવે. એ તો સારું થયું વાત લાંબી ના ચાલી. નહીંતર તે મજબુર બની આ ઘર આ પરિવારને છોડી હંમેશા માટે કોઈ અલગ સફર પર નિકળી ગઈ હોત. પણ કહેવાય છે ને જયારે વિશ્વાસ અને પ્રેમ અતુટ હોય છે ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત બે પ્રેમીને અલગ નથી કરી શકતી.

"શુંભમ પ્લીઝ જલદી કોઈ રીપ્લાઈ કર. હું મારા ફેમિલીને હવે નહીં રોકી શકું. મારામાં હિમ્મત નથી રહી તે લોકોને કંઈ કહેવાની. તું જાણે છે ને આપણો સમાજ છોકરીઓની મનમાની નથી કરવા દેતો. મારા પપ્પા મને કોઈ સારો છોકરો ગોતી તેમની સાથે પરણાવી આપશે ને હું ને મારો વિશ્વાસ તારા ઈતજાર કર્યા વગર રહી જ્ઇશું. પ્લીઝ શુંભમ એકવાર વાત કર. એકવાર ખાલી આવી એમ કહી દે કે હું તને પ્રેમ કરું છું. તારા માટે હું આખી જિંદગી એકલી રહેવા તૈયાર છું." એકલતાના વિચારો મનમાં જ સવાલો બની રહી જતા ને તે દિવસે દિવસે વધારે ખામોશ બનતી જ્ઈ રહી હતી.

રોજ ઓફિસ પર જતી ને નિરાલી સાથે તેમના મનને હળવું કરતી. નિરાલી તેમને સમજાવતી કે 'તું જે આખી જિંદગી એકલું રહેવાનું વિચારે છે તે ખોટું કહેવાય. દરેક પળ આપણે કોઈના સાથની જરૂર હોય છે.' પણ, સ્નેહાનો મક્કમ વિશ્વાસ એ વાત કોઈ બીજાને એકક્ષેપ કરી નહોતો શકતો. શુંભમ પ્રત્યેનો પ્રેમ તેની લાગણીની સાથે એ અહેસાસ હતો જે વારંવાર એજ કહેતો કે તે એકદિવસ જરુર આવશે.

સમય પર સમય ભાગતો હતો. જેમ ઘરતી ફરી લીલી અને હરિયાળી બનવા વરસાદની આવવાની રાહ જોવે છે તેવી જ રીતે સ્નેહા પણ તેના મેસેજની રાહ જોઈ બેઠી હતી. મોબાઈલમાં જેવું કોઈ નોટિફિકેશન આવે સ્નેહા તરત જ જોવે કે શુંભમનું હશે. પણ આશા હંમેશા નિરાશા બની રહી જતી. મનમાં વિચાર આવે મેસેજ કરી પુછી લવ. પણ, ફરી એક વિચાર તેને રોકી લેઈ કે નહીં તેને શાયદ જરુર નહીં હોય તો જબરદસ્તીના બંધન જેવી વાતો થશે. આ વિચારે તેની આગળીઓ મેસેજ ટાઈપ કરતા રુકી જતી.

બે મહિના પુરા થયા. હવે નહીં આવે તે આશાએ વિશ્વાસ તુટવાની તૈયારી કરતો હતો ત્યાં જ સ્નેહાના મોબાઈલમાં નોટિફિકેશન રિંગ રણકી. તેને મેસેજ ખોલીને જોયો. ચહેરો મેસેજ વાંચીને ખુશીથી ખીલી ઉઠયો હતો. બે મહિના પછી શુંભમનો આજે મેસેજ આવ્યો હતો. લાગણીઓ ફરી ખુશીથી ખીલી ઉઠી. ફરી અહેસાસ ધબકી ઉઠયો, ને ફરી એકવાર દિલ જુમી ઉઠ્યું.

સ્નેહાના પ્રેમની સાથે તેના વિશ્વાસની પણ જીદ થઈ. તે પોતાના મનને રોકી નહોતી શકતી. ખુશીથી ખીલી ઉઠેલા ચહેરાને તે છુપાવી નહોતી શકતી. કેબિનમાં કેટલા બધા હોવા છતાં પણ તેનો હસ્તો ચહેરો કોઈની પણ પરવા કર્યો વગર જ હસી પડયો. બધાની નજર સ્નેહા સામે સ્થિર થઈ ગઈ.

"મેડમ, આ્ઈ યુ ઓકે......??? આમ અચાનક આટલી બધી હસવું કેમ આવવા લાગ્યું. અમને પણ જણાવો. " કેબિનમાં જ બેસતા તેના સિનિયર સરે તેને આવી રીતે હસ્તા જોઈ કહયું..

"ના તો કંઈ નહીં. એક જોકસ વાંચતી હતી સો......"પોતાની ખુશીને છુપાવતા જ તેમને જવાબ આપ્યો ને શુંભમનો મેસેજ ખોલી જોઓ.

"હાઇ, કેમ છે...??શું કરે....?? શુંભમનો અચાનક આવો મેસેજ તેના વિચારોની સાથે તેના દિલને ધબકાવી રહયો હતો. સામે રીપ્લાઈ કરું ના કરું ના વિચારે તેમને તરત જ સામે રીપ્લાઈ કરી દીધો.

"ઓફિસમાં છું. આટલા દિવસ કયાં હતા...??" બીજી કોઈ જ વાતો ના પુછતા તેમને સીધી જ વાત પુછી લીધી.

સ્નેહાને મન થઈ રહયું હતું તેના પર ગુસ્સો કરે. પણ, તે ના ગુસ્સો કરી શકી. ના કોઈ સવાલ પુછી શકી. તેની લાગણી બસ એમ જ પ્રેમ બની વરસી ગઈ. આ બે મહિનામાં કેટલી દુરી આવી ગઈ હતી. જાણે તેનો બધો જ હક કંઈક ખોવાઈ ગયો હોય. ઓફિસમાં બધાની સામે તે મેસેજમા વાતો કરી શકે એમ ના હતી એટલે તેમને મેસેજ કરી કહી દીધું થોડીવાર પછી કોલ કરું.

કેબિનમાં બધાને જવાની રાહ જોતા જોતા તેમને આખરે શુંભમને ફોન કરી જ દીધો. તે હવે વાત કર્યા વગર રહી શકે તેમ નહોતી. શુંભમે પહેલી જ રિંગે તેમનો ફોન ઉપાડયો. હાઈ હેલોથી વાતો શરૂ થતા સ્નેહાએ સીધું જ પુછ્યું.

"શું થયું છે......??મને લાગે છે કે તમને કોઈ પ્રોબ્લેમ હોય એવું મારાથી....! " સ્નેહાના સવાલનો તરત જ જવાબ ના આપતા શુંભમ થોડીવાર ચુપ રહયો.

"આ્ઈ લવ યુ સ્નેહા....."શુંભમના આજ શબ્દોની સાથે બધી જ વાતો, સવાલો થંભી ગઈ ને અહેસાસ લાગણી બની વરસી ગયો.

તેને પણ મન થઈ આવ્યું બધાની જ સામે શુંભમને આ્ઈ લવ યું કહેવાનું. પણ તે કહી ના શકી. બસ શુંભમને સાંભળવા તે ચુપ બેસી રહી. બે મહીના પછી આજે જયારે શુંભમનો અવાજ તેને સાંભળવા મળ્યો ત્યારે તેના ચહેરા પરની રેખા કંઈક અલગ જ સકેત આપી રહી હતી. આજે શાયદ તેની આસપાસ બેઠેલ બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે સ્નેહાની ખામોશી આ એક જ ફોન હતો.

"i miss you. i love you......" દિલમાંથી નિકળતા તે શબ્દો જાણે સ્નેહાની જુબાન પર આવ્યા પહેલાં શુંભમના દિલ સુધી પહોંચી ગયા હતા.

બીજી કોઈ વાતો નહોતી થઈ રહી બસ બંને ખાલી એકબીજાને મહેસુસ કરી રહયા હતા. કેટલા સવાલો હતા, કેટલી વાતો એકબીજા સાથે કરવાની હતી. તે બધી જ વાતો દિલ જાણે એમ જ કહી રહયું હતું. શબ્દોની આપલે બંધ હતી ને ધડકન બસ જોરશોરથી ધબકી રહી હતી. એકબીજાના ધબકારાને મહેસુસ કરતા બંને શાંત બની બસ ખામોશ હતા.

ખરેખર પ્રેમ પરનો વિશ્વાસ જો અતુટ હોય તો તે જીતે છે. સ્નેહાનો પ્રેમ જ નહીં પણ આજે સ્નેહાનો વિશ્વાસ પણ જીતી ગયો હતો. સાંજના ચાર વાગી ગયા હતા ને સ્નેહાને ઓફિસથી છુટવાનો થોડો સમય જ બાકી હતો. કામ પુરું કર્યા વગર તે ત્યાથી જ્ઇ શકે એમ ના હતી ને કામ આટલું બધું હતું કે તેને શુંભમ સાથે વાત કરવાનું મન હોવા છતા પણ તે વાતો ના કરી શકી. ઈતજાર, તે પળની એક લાંબી જુદાઈ પછી જયારે આજે પહેલીવાર વાતો થઈ રહી હતી ત્યારે જિંદગીની ખામોશી ખુશી બની ખીલી ઉઠી.

જેવી રીતે કોઈ જગ્યાએ મહેફિલ જામી હોયને તે મહેફિલમાં એકબીજાને મળતા લોકોમા જે ખુશી દેખાય રહી હોય તે ખુશી આજે બે દિલમાં દેખાય રહી હતી. હજું બંને એકબીજાને મળ્યા પણ નથી ખાલી ફોન પરની વાતોએ દિલની ધડકનો તેજ બનાવી હતી. તે શુંભમ અને સ્નેહાની જયારે મુલાકાત થશે ત્યારે તે ખુશીની રાહ કેવી હશે. તે આજની ખુશી જ જતાવી રહી છે.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
આખિર સ્નેહાનો ઈતજાર અને વિશ્વાસ બંને જીતી ગયાં છે ત્યારે શું હવે શુંભમ તેની જુદાઈનું શું કારણ બતાવશે....??આટલો પ્રેમ આટલી બધી લાગણી હોવા છતાં શુંભમ સ્નેહા સાથે આટલા દિવસ વાતો કેમ નહોતો કરી રહયો...?? શું તેને સ્નેહા સાથે વાત કરવાનું કયારે પણ મન નહીં થયું હોય...???એવી તો શું વાત હશે કે બંને વચ્ચે આટલી જુદાઈ રહી ગઈ....??શું સ્નેહા આ બધી વાતો જાણી શકશે...??શું શુંભમ સ્નેહાને તે બધી જ વાતો બતાવશે જે હકિકત છે....?? શું થશે જયારે હવે બંને મળી જ ગયા છે ત્યારે...તે જાણવા વાંચતા રહો.... લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"