રિયલ સ્પાઇસ Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

રિયલ સ્પાઇસ


છેલ્લા એક અઠવાડિયામાં માધવ સોસાયટી માં ત્રણ દિવસથી ચોરી થઈ રહી હતી. ગેટ પર વોચમેન સવારે હંમેશા બેભાન જોવા મળતો હતો. સોસાયટી ના રહીશો એ પોલીસ સ્ટેશનમાં પણ તેની એફઆઈઆર નોંધાઈ. સોસાયટી ના કમિટી પણ આના નિરાકરણ માટે ભારે પ્રયાસ કરી રહી હતી. સમિતિ અને અન્ય લોકોની દરરોજ બેઠકો બોલાવવામાં આવી રહી હતી. આ ઘટના પર પોલીસ પણ તપાસમાં લાગી ગઈ હતી.

જેમના મકાનમાં ચોરી થઈ છે તે તમામ લોકો પાસેથી પોલીસે તેનું નિવેદન લીધું હતું. પછી તેણે વોચમેનને પૂછપરછ શરૂ કરી. વોચમેનને પૂછતા જણાયું કે તેની રાત્રે ઊંઘ આવી ગઈ હતી અને પછી જ્યારે તે સૂતો હતો ત્યારે અચાનક કોઈએ તેનો ચહેરો પાછળથી પકડ્યો અને તે બેભાન થઈ ગયો. પોલીસ આરોપીને શોધી શકી ન હતી. ચોરનો કોઈ ભાળ મળ્યો નહિ. આ જ ચર્ચા ઘણા દિવસોથી આખી સોસાયટી માં ચાલી રહી હતી.

એક દિવસ ફરી ચોરી થઇ પણ આ વખતે એક કમિટી ના મેમ્બર ના ઘરે થઈ તે રાત્રે લેપટોપ પર કામ કરી રહ્યો હતો અને ત્યારબાદ તે છત પર લેપટોપ સાથે સૂઈ ગયો અને તેનો મોબાઇલ પણ એની જોડે જ હતો. તે સવારે ઉઠ્યો ત્યારે તેનો મોબાઈલ અને લેપટોપ ગાયબ હતા.

દર વખતની જેમ આ વખતે પણ વોચમેન ગેટ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ વખતે પોલીસે પણ ઘણી પૂછપરછ કરી પરંતુ ચોર ની કોઈ માહિતી પણ ન મળી શકી નહીં.

રાજેશ્વરી એ કમિટી માં કહ્યું, "રાત્રે ચોકીદાર સૂઈ જાય છે અને થોડી વારમાં કોઈ આવે છે અને તેને ચા આપે છે અને બેભાન કરે છે, પછી તે સોસાયટીની અંદર આવે છે અને ચોરી કરીને જતો રહે છે". તેણે સોસાયટી ની કમિટી માં સીસીટીવી કેમેરા મૂકવાની રજૂઆત મૂકી. કમિટી રાજેશ્વરી નો પ્રસ્તાવ મજૂરી કરી બીજે દિવસ સોસાયટી માં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા.

સીસીટીવી કેમેરા પણ લગાવી દીધા હતા છતાં પણ એક દિવસ ફરી ચોરી થઇ.

પણ સીસીટીવી કેમેરામાં કોઈ જોવા મળ્યું નહી હા ગેટ નં એક કેમેરા માં જોવા મળ્યું કે એક વ્યક્તિ ગેટ બંધ કર્યા પછી અંદર આવ્યો અને રૂમાલની સુગંધથી વોચમેન બેભાન થઈ ગયો. પછી શું થયું તે કોઈ ને ખબર ન પડી. આ એક વિડિઓ સમિતિના વડાને બતાવ્યો તેની રાય પણ લેવામાં આવી.

બીજે દિવસે ત્યાં ગેટ પર નવો વોચમેન આવ્યો ને રાજેશ્વરી ને તરત તેમાં પર શંકા થઈ. તે તેની પાસે જઈ કહ્યું પેલો જૂનો વોચમેન ક્યાં ગયો તરત તેણે કહ્યું તે આજ તે ગામડે જવાનો છે. તેનું સરનામું લઈ તેની સ્કુટી લઈ તેની ઘરે પહોંચી. તે વોચમેન પોતાનો સામાન પેક કરી રહ્યો હતો. આ જોઈને રાજેશ્વરી એ સીધો વોચમેન નો કોલર પકડ્યો ને તે ધમકાવવા લાગી પછી વોચમેન રડવા લાગ્યો અને બોલ્યો, "હું ચોર નથી, મારા ગામમાં જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, મારી બહેન પરણિત નથી, તેના લગ્ન માટે હું જઈ રહ્યો છું. કૃપા કરીને મને જવા દો". આટલું બોલતાં તે મોટેથી રડવા લાગ્યો.

ત્યારે રાજેશ્વરીએ તેને પૂછ્યું, "તમે ગામમાંથી કેટલા દિવસમાં આવશો". વોચમેન કહે છે, "ચાર દિવસ પછી". ત્યારે રાજેશ્વરી વોચમેન ને તમે ગામડે નહિ જશો તેવું કહ્યું. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી. અને તમે ફરી થી કામ પર લાગી જાવ નહિ તો તમારી પર ચોરી નો આક્ષેપ લાગશે ને હા આ વાત કોઈને કહેતા નહી કોઈ પૂછે તો કહેજો મારે કેન્સલ થયું છે.

રાજેશ્વરી ઓફિસ માંથી જૂની વોચમેન ની ફાઇલ જોવા લાગી ત્યારે તેને જૂનો વોચમેન પર શક ગયો. તેને સીસીટીવી કેમેરામાં જોયું હતું તે જૂનો વોચમેન નવા વોચમેન પાસે આવ્યો હતો. બધી પડતાલ કરતા ખાતરી થઈ ગઈ કે ચોર જૂનો વોચમેન મહેશ છે.

તેને એક યોજના બનાવી તે હવે ચોર ને ઘરે આમંત્રિત કરવા માંગતી હતી તેને ખાતરી હતી કે તે ચોર આજે ચોરી કરશે.

તે દિવસે જૂનો ચોર પોતાની ડયુટી જોઈન કરવા આવી રહ્યો હતો ત્યારે તેને મહેશ મળ્યો મહેશે તેને કહ્યુ કેમ ગામડે ન ગયો ત્યારે તેણે કહ્યુ મારે જવાનું કેન્સલ થયું છે હું હમણાં નથી જવાનો.

રાજેશ્વરી એ આજે ​​તેના ઘરનો દરવાજો ખુલ્લો છોડી દીધો અને પછી છુપાઈને રાહ જોવા લાગી. આજે આવું જ કંઇક બન્યું. રાત્રે બાર વાગ્યાની આસપાસ ચોર આવ્યો અને તેણે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તે ઘરમાં પ્રવેશી ગયો. પછી તરત રાજેશ્વરી પોલીસ ને કોલ કર્યો ને તેણે મેઈન દરવાજો બંધ કરી દીધો તરત જ પોલીસ ત્યાં આવી અને સમિતિના વડા અને અન્ય સભ્યો પણ આવી ગયા.

મહેશને પોલીસ હવાલે કર્યો . પોલીસે તેના ઘરની તલાશી લેતા તેને આશરે પચાસ લાખ રૂપિયા મળી આવ્યા પોલીસે તમામ પૈસા કબજે કર્યા. બધાએ રાજેશ્વરી ખૂબ પ્રશંસા કરી.

પછી બધા રાજેશ્વરી ને ઘરે મળ્યા અને બધાએ એક જ સવાલ પૂછ્યો, તે ચોર મહેશ છે તે કેવી રીતે ખબર પડી તમને? રાજેશ્વરી એ તેને આખી વાર્તા કહેવાનું શરૂ કરી દીધું, "મને તે જ દિવસે શંકા ગઈ કે મે વીડિયોમાં જોયું કે મહેશ દરરોજ વોચમેનને ચા આપી રહ્યો છે કારણ કે નવો વોચમેન ત્યાં માત્ર ત્રણ મહિનાથી હતો અને તે આટલું મૈત્રીપૂર્ણ કેવી રીતે હોઈ શકે?"

ખરેખર મહેશ નવા વોચમેનને સૂવા માંગતો હતો જેથી તે તેને સરળતાથી બેભાન કરી શકે. અને ચોરી કરી શકે એટલા માટે તે તેને દરરોજ ચા આપતો હતો અને જે દિવસે તેણે ચોરી કરવી હતી તે દિવસે તે તેને ચા માં સૂવાની ગોળીઓ આપતો હતો. "તે બે-ત્રણ દિવસમાં એક જ વાર આ કરતો હતો કારણ કે વોચમેન દરરોજ સૂઈ જાય તો તેને શંકા થઈ શકે કે મહેશ ચામાં કંઈક ઉમેરી રહ્યો છે. આમ મને ખબર પડતાં હું આ યોજના માં કામયાબ થઈ.

બધા લોકો એ તેને તાળીઓ થી તેના વખાણ કર્યા ને તેને કમિટી ના પ્રમુખ તરીકે નિમણુક કરી.

રાજેશ્વરી