mahendino rang books and stories free download online pdf in Gujarati

મહેંદીનો રંગ

કીંજલ આજે ખૂબ જ ખુશ હતી અને હોય પણ કેમ નહી. દેશના વીર જવાન જોડે લગ્ન જો થવા જઈ રહ્યાં હતાં.હા એમ પણ કીંજલનાં લવ મેરેજ હતાં.

વાત જાણે એમ હતી કે કીંજલની કૉલેજમાં રોશની જોડે ફ્રેન્ડશીપ થઈ હતી અને એ ફ્રેન્ડશીપ ધીરે ધીરે ખૂબ જ ગાઢ થઈ ગઈ હતી.એટલી બધી ગાઢ કે બંનેને એકબીજા વગર બિલકુલ ચાલે એમ ન હતુ.

બંનેની મિત્રતા એટલી ગાઢ હતી કે બંને એકબીજાને ઘરે રોકાતી હતી.બંનેનાં માતાપિતા ને પણ એકબીજા પ્રત્યે એટલો જ વિશ્વાસ હતો એટલે જ બંને ને એકબીજાના ઘરે જવા દેતા હતાં.

આન્ટી આજે શુ છે બહુ મસ્ત જમવાનું બનાવો છો ને.

એ આવ કીંજલ.અરે આજે કેટલા વર્ષે અક્ષત ઘરે આવી રહ્યો છે.એટલે એની પસંદનું જમવાનું બનાવું છું.

આન્ટી આ અક્ષત કોણ છે.

અરે હા હુ તો તને કહેવાનું જ ભૂલી ગઈ હતી.અક્ષત મારા ભાઈનો દિકરો છે. જે આજે ત્રણ વર્ષે ઘરે આવી રહ્યો છે.એ ફૌજી છે બેટા. જ્યારથી મારા ભાઈ ભાભી કાર એક્સિડન્ટમાં મૃત્યું પામ્યા હતાં.ત્યારથી અક્ષત મારી જોડે જ રહે છે.આમ તો અક્ષતને પહેલેથી જ મારી જોડે વધુ બનતુ અને રોશની જોડે પણ એને વધું બને છે.જોજે ને આવે એટલે બંને ને.

હા, કીંજલ આજે તારે અહિ જ જમીને જવાનુ છે.

સારુ આન્ટી.પણ આ રોશની ક્યાં છે.

એ નાહવા ગઈ છે.જા ને બેટા એને જઈ ને બુમ પાડ ને અક્ષત આવતો જ હશે.

કીંજલ ઉપર જાય છે.રોશનીને બોલાવવા.

અરે રોશની શુ કરે છે.જલ્દી કર અને તે તો તારા ભાઈ અક્ષત વિશે મને ક્યારેય વાત જ ન કરી.

અરે હા યાર એ માટે સોરી હો.ચાલ હવે મને નાહી લેવા દે.હું આવુ છું. તું નીચે જા.

કીંજલ નીચે જાય છે એટલે જ ઘરની ડોરબેલ વાગે છે.
કીંજલ જાને બેટા દરવાજો ખોલને અક્ષત જ હશે.

કીંજલ દરવાજો ખોલે છે.

અક્ષત કીંજલને જોઈને વિચારમાં પડી જાય છે.વિસ્મય રીતે કીંજલને જોવા લાગે છે.

કીંજલ સમજી જાય છે.એટલે પોતાનો પરિચય પોતાની રીતે જ આપી દે છે.

હાઈ હું કીંજલ.રોશનીની ફ્રેન્ડ.હા તમારો પરિચય આપવાની તો કોઈ જ જરૂર નથી. કેમ કે જ્યારથી ઘરે આવી છું ત્યારથી બસ તમારુ જ નામ સાંભળી રહી છું.

હમ્મ.

ક્યાં છે મારી રોશુ.

હાઈ ભાઈ.કેમ છે.કેટલા વર્ષે આવ્યો.

શુ કરૂ રોશુ.પહેલા હવે દેશ સેવા.એક ફૌજીની પહેલી ફરજ દેશ સેવા હોય ને બકા.જો હમણાં આવ્યો છું પછી પાછો ક્યારે આવુ એ પણ ખબર નથી.

જો ભાઈ હવે તો હુ તને થોડા દિવસ જવા જ નથી દેવાની.

હા સારુ.હુ તારી જોડે રહેવા માટે જ આવ્યો છું.

બધા જમવા બેસે છે.કીંજલની નજર વારે વારે અક્ષત પર જાય છે. કીંજલને અક્ષત ગમવા લાગે છે અને એને પહેલી જ નજરમાં એની જોડે પ્રેમ થઈ જાય છે.

બીજા દિવસે ત્રણેય ફરવા જાય છે ત્યાં કીંજલ અક્ષત ને પોતાના મનની વાત કહે છે પણ અક્ષત એની વાતનો અસ્વીકાર કરે છે.

કીંજલ એક ફૌજીની જિંદગી વિશે તો તુ જાણે છે.એ મૌતને પોતાના હાથમાં લઈને ફરે છે.એવું નથી કે તુ મને પસંદ નથી. પણ હુ મારા કારણે તારી જિંદગી જોખમમાં મુકવા નથી માંગતો.

અક્ષત હું કઈ જાણતી નથી મારા નસીબમાં જે લખ્યું હશે એ થશે.પણ હવે મહેંદી તો હું મારા હાથમાં તારા જ નામની લગાવીશ.

બસ તુ જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે.

જો કીંજલ વિચાર કરી લે.

આ કીંજલ એક વાર જે કહે એ કરીને જ રહે છે.એ વાત જો તારે પૂછવું જ હોય તો રોશનીને પૂછી લેજે.એને ખબરવજ છે કે કીંજલ એક વાર જે થાની લે એ કરી ને જ રહે છે.

સારુ કીંજલ તારી સામે હુ હાર્યો બસ.તુ કહે એમ.
આવું કહી અક્ષત કીંજલનાં પ્રેમનો સ્વીકાર કરે છે.

હેય વાહ કીંજલ હવે તો તુ મારી ભાભી બની જવાની.વાહ, કીંજલ વાહ.હુ તો ખૂબ જ ખુશ છું.

હા રોશની પણ હવે મારે મમ્મી પપ્પાને ઘરે સમજાવવા પડશે.

કીંજલ ઘરે જાય છે. એટલે એનાં લગ્નની વાત ચાલી રહી હોય છે.એની માટે ખૂબ જ સારા ઘરનું માંગુ આવે છે.એટલે બધા ખુશ થઈ જાય છે.

કીંજલ આ વાત સાંભળીને એનાં મમ્મી પપ્પાની જોડે અક્ષતની વાત કરે છે.પણ અક્ષત ફૌજી છે એ વાત સાંભળીને મમ્મી પપ્પા ને થોડી ચિંતા થાય છે.પણ યે લોકો પણ કીંજલને ખૂબ જ સારી રીતે જાણતા હતાં કે એ એકવાર જે પણ થાની લે છે એ કરીને જ રહે છે.

એટલે કીંજલનાં માતા પિતા લગ્ન માટેની મંજુરી આપી દે છે.

અક્ષત બે મહિનાની રજા લઈને આવ્યો હોય છે.એટલે એ બે મહિનામાં જ લગ્ન કરવાનું નક્કી કરે છે.

બધુ ખૂબ જ જલ્દી જલ્દી થઈ રહ્યુ હતુ.અક્ષત અને
કીંજલ ખૂબ જ ખુશ હતાં.

કીંજલ બકા જો હજી પણ તને કહુ છું મારી જિંદગીનું કઈ નક્કી નથી.

અક્ષત હવે પછી આવી વાત નાં કરીશ.

બંનેનાં લગ્નનો દિવસ આવી જાય છે.

એક બાજુ કીંજલની મહેંદીની રસમ ચાલી રહી હોય છે અને બીજી બાજુ અક્ષતને તાત્કાલિક ફરજ પર હાજર થવાનું કહેવામાં આવે છે.અક્ષત બધુ છોડી દેશની સેવા માટે જવા તૈયાર થઈ જાય છે પણ એ પહેલા તે કીંજલ ને મળવા જવાનુ વિચારે છે.

આ બાજુ કીંજલે અક્ષતનાં હાથની મહેંદી રચાવી લીધી હોય છે.

એ સમયે અક્ષત યુનિફોર્મ પહેરીને લગ્ન મંડપ પર પહોચે છે એટલે બધા અક્ષતને જોઈને સ્તબ્ધ રહી જાય છે.

અક્ષત સીધો કીંજલ પાસે જાય છે.

અક્ષતને જોઈને કીંજલ એની પાસે દોડી જાય છે.

કીંજલ મે તને કહ્યુ હતુ ને કે હુ મૌતને મારા હાથમાં લઈને ફરુ છું.કીંજલ મને માફ કરી દે.હું માં ભોમની રક્ષા કરવા જઈ રહ્યો છું.ખબર નથી મને માં ભોમની રક્ષા કરતા કરતા હું માં ભોમને પ્યારો થઈ જાઉ.બસ એટલે જ હુ સૌ પહેલા તને મળવા આવ્યો છું.જેથી તુ મને દગાબાજ ન સમજે. તારા મનમાં મારા પ્રત્યે કોઈ ગલત ફ્રેમીનાં અનુભવે.

કીંજલ મારી એક વાત માન.મને માફ કર અને મારા જવા પછી તુ બીજા કોઈની જોડે.....

અક્ષત તુ આ શુ બોલે છે?તને ખબર પણ છે.સાંભળ અક્ષત હું તારા સિવાય બીજા કોઈનો વિચાર પણ કરી શકુ એમ નથી. હવે તો આ મહેંદી તારા નામની લગાવી છે તો અર્થિ પણ તારા નામ જોડે જ ઉઠશે.

કીંજલ મારી વાત સમજવાની કોશિશ કર.હું પાછો આવીશ કે નહીં એ પણ મને નથી ખબર.એટલે તુ હવે યોગ્ય પાત્ર જોડે લગ્ન કરી દેજે.

અક્ષત એ તો હવે નાં બને.આ ભવમાં તો હુ તારી જ બનીશ.મને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ છે.તુ જેવો જાય છે એવો જ પાછો આવીશ.જા અક્ષત જા.મારા પ્રેમની તાકાત તારી સાથે છે.તુ નીશ્ચિંત થઈ ને જા. કીંજલ તારો ઇંત્ઝાર કરશે.મને વિશ્વાસ છે તુ વિજય થઈને જ આવશે.

કીંજલ અક્ષતની આરતી ઉતારે છે. તિલક કરે છે અને મસ્તક પર એક કિસ કરે છે અને કહે છે,

અક્ષત આજે મે તારા નામની મહેંદી લગાવી છે અને મને વિશ્વાસ છે આ તારા નામની મારા હાથની મહેંદી સાચે જ રંગ લાવશે.અક્ષત તુ જા.હુ તારી વાટ જોઈશ.

અક્ષત જયાં સુધી જાય છે ત્યાં સુધી કીંજલ એને જોયા કરે છે.

આમ ને આમ જ પંદર દિવસ થઈ ગયા.પણ અક્ષતની કોઈ ખબર ન આવી.એને કારણે કીંજલનાં માતા પિતાને ચિંતા થવા લાગી. પણ કીંજલને વિશ્વાસ હતો કે અક્ષત આવશે જ.

આમ જ બીજા દસ દિવસ પણ વીતી જાય છે.

આજે કીંજલનાં મનમાં કઈક અલગ જ ખુશી થઈ રહી હતી.કઈક સારુ થવાનો અહેસાસ એને થઈ રહ્યો હતો.

દુરથી કીંજલને એક ગાડી આવતી દેખાય છે. કીંજલનાં મનમાં એક અલગ જ ખુશીનો અહેસાસ થયો.એનું દિલ જોર જોર થી ધડકવા લાગ્યું.

ગાડીમાંથી પહેલા બે ફૌજી ઉતર્યા પછી એક ફૌજી એનાં શાનદાર યુનિફોર્મમાં ઉતર્યો.એ બીજુ કોઈ નહીં પણ અક્ષત હતો.

અક્ષતને જોઈ એ ખુશીની મારી ઝુમવા લાગી. અક્ષત ગાડીમાંથી ઉતર્યો અને કીંજલને બાથમાં ભરી લીધી. કીંજલ તારી મહેંદીનો રંગ રંગ લાવ્યો.કીંજલને તારા પ્રેમનો વિશ્વાસ મને તારી પાસે લઈ અવ્યો.

આવું કહી બંને એકબીજાને વળગી રહ્યાં.

રાજેશ્વરી
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED