ranveerno chhad books and stories free download online pdf in Gujarati

રણવીરનો છળ

યાશિકાનું ઘર રોશનીથી ઝગમગી રહ્યુ હતુ.આખી શેરીમાં મંડપ બાંધવામાં આવ્યો હતો.આખી શેરીને લાઈટોથી શણગારવામાં આવી હતી.આખું ગામ રોશનીથી ઝગમગી રહ્યુ હતુ.

ઘરમાં લગ્નની પુરજોશ તૈયારી ચાલી રહીં હતી.દરેક રશમમાં કોને શુ પહેરવું એ બધુ જ નક્કી થઈ ગયુ હતુ.

આ બધાની વચ્ચે યાશિકા માત્ર બે જ વ્યક્તિની આતુરતાથી રાહ જોઈ રહી હતી.એ કોણ હતુ એ તમને થોડી જ વારમાં ખબર પડી જશે.

જો આજે તો મમ્મી એને આવવા દેને એની જોડે મારે વાત જ નથી કરવી.હંમેશા મને વાયદો કરે અને મોડી જ આવે. મમ્મી હુ કહી દઉ છું યે જયાં સુધી ન આવે ત્યાં સુધી હુ કોઈપણ રશમ કરવાની નથી.

અરે મમ્મી જલ્દી કર નહીં તો યાશુ આખું ઘર માથે લઈને ફરતી હશે.અને હુ જયાં સુધી ત્યાં નાં પહોચીશને ત્યાં સુધી એ કઈ ન કરે.

લે આ સારુ છે તારુ હો.હંમેશાની જેમ મમ્મીને જ દરેક વાતમાં સંડોવાણી.પોતે મોડું કરી રહી છે અને નામ મારુ લઈ રહી છે.ચાલ જલ્દી નીચે ઉતર. જો પાંચ મિનીટમાં નીચે ન ઉતરી ને તો હુ અને તારા પપ્પા એકલા જતા રહીશું તને મુકીને.સમજી.

કાનમાં ઓક્સોડાઇઝના લાંબા ઝૂમખાં, અણીયારી આંખોમાં કાજલ અને આઈ લાઈનર,માથા પર નાની એવી બિંદી, હાથોમાં ખન ખન કરતી ઓકસોડાઈઝની બંગડી,હોઠો પર પિંક કલરની લિપસ્ટિક અને ડાર્ક પિંક કલરની લિપ લાઈનર એની સુંદરતામાં ખૂબ જ વધારો કરી રહી હતી.

લાઈટ બ્લુ કલરનાં ડ્રેસમાં તેં ખૂબ જ મોહક લાગી રહી હતી.માથાના વાળમાંથી ટપકતું પાણી એની સુંદરતામાં વધારો કરી રહ્યુ હતુ.હિલ્સ પહેરી નીચે ઉતરતી બોલી ચાલો મમ્મી હવે હુ લેટ ન કરુ.

ત્રણેય યાશિકાનાં ઘરે પહોચે છે.જેવી એ ગાડીમાંથી નીચે ઉતરવા જાય છે કે ત્યાં એ એક છોકરાં જોડે અથડાય જાય છે.

અરે અરે આટલી બધી ઉતાવળ શેની છે.સામે કોણ છે એ જોયા વગર આમ જ દોડાદોડ કરવાની.

જુઓ મેડમ હુ તમારી જોડે પછી વાત કરીશ પહેલા મારે ઘરમાં જવું પડશે. નહીં તો ઓલી મને કાચો ખાઈ જશે.બાય હુ તમને પછી મળુ.

અજીબ છોકરો છો.મનમાં બોલતી એ ઘરમાં ગઈ.

ઘરમાં જાય છે એટલે જ યાશિકાનું રૌદ્ધ સ્વરૂપ જોઈ છે.એટલે સમજી જાય છે ગુસ્સો શાંત કરવા માટે યાશુને થોડુ બટર લગાડવું પડશે.

હા હો યાશુ સાચી વાત છે તારી.જોને કોઈ તારી વેટ4 જ નથી માનતુ.

તુ આવી ગઈ મેડમ. તુ પણ ક્યા કઈ કમ છે.કેટલી રાહ જોવડાવી તે.

સોરી બકા, ચાલ ને હવે માફ કરી દે ને.પ્લીઝ.....કાન પકડીને એ બોલી રહી હતી.

સારુ સારુ જા માફ કરી. તુ પણ શુ મને યાદ કરશે.

ચાલ તને એક સ્પેશિયલ વ્યક્તિ જોડે મળાવું.જેટલી તુ મારા માટે ખાસ છે એટલો જ એ પણ મારા માટે ખાસ છે.

આ રણવીર છે.મારી માસીનો દિકરો. જે તારા આવવા પહેલા જ આવ્યો છે.રણવીર અમેરિકા રહે છે.

અચ્છા તો તમે છો રણવીર. જેની વાતો સાંભળીને મારા કાન પાકી જાય છે.

હા હો માતા આ એજ રણવીર છે.

આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ યસ્વી. અમે બંને કૉલેજમાં જોડે જ છીએ.

ચાલો હવે તો તમને પરિચય થઈ જ ગયો યાશિકા માટે કોણ ખાસ છે જેની તેં આતુરતાથી રાહ જોતી હતી.

અરે તુ ચુપ રહે જો એનો પરિચય હુ જ આપી દઉ. આ તારી માસીનો દિકરો રણવીર જે અમેરિકા રહે.બરાબર.

ચાલ હુ મારો પરિચય પણ આપી દઉ.

એક મિનીટ તારો પરિચય હુ આપીશ.

તુ યાશિકાની બેસ્ટ ફ્રેન્ડ અને એની લાઈફ લાઈન યસ્વી.રાઈટ?

લ્યો તમે તો બંને એકબીજાને ઓળખો જ છો.

ઓળખીયે જ તુ જ્યારે પણ અમને મળે એટલે મારી વાત રણવીરને અને રણવીરની વાત મને કરે.તો અમે બંને ભલે એકબીજાને પ્રત્યક્ષ રીતે નાં ઓળખીએ પણ પરોક્ષ રીતે તો અમે બંનેને ઓળખીએ જ છીએ.

આમ બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે.બંનેનાં આવવાથી યાશિકા ખૂબ જ ખુશ થઈ જાય છે.

યાશિકાનાં બધા જ ફંક્શન ત્રણેય ખૂબ જ સારી રીતે મનાવે છે.

એય યસ્વી આજે સાંજે તારે ચણીયા ચોળી જ પહેરવાના છે હો. મને ખબર છે તને એવું બધુ પઃએરવય નથી ગમતુ અને તારી પાસે એવા કપડા છે પણ નહીં.એટલે મે તારી માટે આ સ્પેશિયલ ચણીયા ચોળી કરાવ્યાં છે જે તારે આજે રાતે દાંડિયા રાસમાં પહેરવાના છે.

સારુ પહેરી લઈશ બસ.

રાતે યસ્વી મરૂન અને ક્રીમ કલરનાં કોમ્બિનેશનવાળા ચણીયા ચોળી પહેરે છે.ગોરો વાન હોવાને કારણે એ કલર યસ્વી પર ખુબ જ દીપી રહ્યો હતો.કમર સુધીનાં લાંબા વાળ ખુલ્લા રાખીને જ્યારે યસ્વી મેદાનમાં ઉતરે છે. ત્યારે દરેકની નજર એની ઉપરથી હટતી નથી.

ખબર નહીં કેમ પણ બધાનું આ રીતે યસ્વીને જોવું રણવીરને ગમતૂ નથી.

ઓહ હો શુ વાત છે રણવીર તેં અને યસ્વીએ તો આજે મેચિંગ કર્યું છે ને.રણવીરની ટીખળ કરતી યાશિકા બોલી.

અરે હા રે અમારાં બંનેના ડ્રેસ તો સેમ કલરનાં થઈ ગયા.

Hahaha.

આજે રણવીરની નજર વારે વારે યસ્વી પર જાય છે.એટલે રણવીર પોતાની જોડે જ વાતો કરવા લાગે છે.

અરે યાર આ મને શુ થઈ ગયુ છે.હુ કેમ યસ્વીને આમ વારે વારે જોયા કરૂ છું.કેમ એનાં વિશે વિચાર્યા કરુ છું કેમ એને જોવું મને ગમી ગયુ છે.શુ મને યસ્વીથી પ્રેમ થઈ ગયો છે?

જો ઉપરનાં દરેક પ્રશ્નો જવાબ હા જ હોય તો મને લાગે છે મને યસ્વી જોડે પ્રેમ થઈ ગયો છે.

બીજા દિવસે રણવીર પોતાના દિલની વાત યસ્વીને બતાવે છે.

યસ્વી રણવીરના પ્રપોઝલ નો સ્વીકાર કરે છે.

યસ્વી અને રણવીરનાં પ્રેમની વાત જાણી યાશિકા ખૂબ જ ખુશ થઈ જાય છે.કેમ કે યાશિકાનાં લગ્ન પણ અમેરિકા જ થવાના હોય છે.

અરે વાહ રણવીર અને યસ્વી હવે આપણે ત્રણેય પાછા અમેરિકામાં પણ જોડે જ રહીશું.

પણ યસ્વી મારે તને એક વાત કહેવી હતી.હુ અત્યારે લગ્ન ન કરી શકુ.મારે અત્યારે મારા કેરિયર માટે ધ્યાન આપવુ પડશે.એટલે તારે 1 વર્ષ મારી રાહ જોવી પડશે.

રણવીર તારા માટે હવે એક વર્ષ શુ પુરી જિંદગી રાહ જોવા માટે તૈયાર છુ.

આમ યસ્વી અને રણવીર જયાં સુધી રણવીર ઇન્ડિયામાં છે ત્યાં સુધી રોજ જ એકબીજાને મળે છે.

આ વાતની બધાને ખબર પડી ગઈ હોય છે કે રણવીર અને યસ્વી એકબીજાને પ્રેમ કરે છે.એટલે બંનેનું ફેમિલી મળીને બંનેની સગાઈ નક્કી કરી નાંખે છે.ખૂબ જ સાદાઈથી સગાઈ કરીને રણવીર પાછો અમેરિકા જતો રહે છે.

પણ એનાં જવા પછી યસ્વી ખૂબ જ રડે છે.

આમ ને આમ જ 6 મહિના વીતી જાય છે.એ સમય દરમિયાન યાશિકા પણ અમેરિકા જતી રહે છે.

યસ્વી અને રણવીરનો કોંન્ટેક રોજ જ થાય છે.

પણ છેલ્લાં થોડા દિવસ રણવીરનું વર્તન બદલાયું હોય એવું યસ્વીને લાગી રહ્યુ હતુ.

રણવીરે યસ્વી જોડે ધીરે ધીરે વાત કરવાનું ઓછું કરી દીધું હતુ.યસ્વી ફોન કરે તો એ યસ્વીનો ફોન પણ રિસીવ ન કરે.ક્યારેક ફોન ઉપાડી લે તો કહે કામનું પ્રેસર વધું છે.

પણ હકીકત તો કઈક જુદી જ જોવા મળતી હતી.

રણવીર એની ઓફિસનાં માલિકની દિકરી તરફ આકર્ષાયો હતો.માલિકની દિકરી પણ રણવીરને પ્રેમ કરવા લાગી હતી.માલિકની દિકરીનું નામ હતુ સ્ટેફી.

માલિકને એ વાતની જાણ થતાં માલિકે રણવીરને પોતાની ઓફિસમાં બોલાવીને સ્ટેફી જોડે લગ્ન કરવા માટે કહ્યુ હતુ.અને બીજી પણ એક ઓફર કરી હતી કે જો એ સ્ટેફી જોડે લગ્ન કરશે તો આ કંપની એનાં નામ પર કરી થઈ જશે.

લાલચમાં આવીને રણવીરે આ ઓફર સ્વીકારી લીધી હતી.પણ એની સામે એક પ્રશ્ન હતો કે યસ્વીને શુ કહેશે?

એટલે એને ધીરે ધીરે યસ્વીને ઇગ્નોર કરવાનું ચાલુ કર્યું હતુ.

એક દીવસ યસ્વી એની યાદમાં આત્મહત્યા કરવા પ્રેરાય છે.ત્યારે જ યાશિકાનો ફોન આવે છે અને એ યાશિકાની સામે ખૂબ જ રડે છે.રણવીરનાં વર્તનની બધી વાત તે યાશિકાને કરે છે.

યાશિકા રણવીર પર ખૂબ જ ગુસ્સે થાય છે.એ યસ્વીને દિલાસો આપે છે અને કહે છે કે હુ રણવીર પાસે જાઉ છું અને એને સમજાવવાની કોશિશ કરુ છું.

રણવીર આ હુ શુ સાંભળું છું.તુ યસ્વીને કેમ ઇગ્નોર કરી રહ્યો છે.તને ખબર પણ છે એ તારી યાદમાં આજે આત્મહત્યા કરવા જઈ રહી હતી.જે હોય એ તુ એની જોડે એક વાર વાત તો કરી જ શકે ને.

યાશિકાનાં કહેવાથી રણવીર યસ્વીને ફોન કરે છે.

યસ્વી તુ મને માફ કરી દે. હુ તારી જોડે લગ્ન ન કરી શકુ.મારા જીવનમાં સ્ટેફીનો પ્રવેશ થઈ ચુક્યો છે.મને જે જોઈએ એ બધુ જ મને સ્ટેફી પાસેથી મળ્યું છે.એટલે હુ તારી જોડે હવે કોઇપણ સંબંધ ન રાખી શકુ મને ભૂલી જજે.


આવુ કહી ને રણવીર ફોન મુકી દે છે.

આ સાંભળી યસ્વી એક જીવતી લાશ બની જાય છે.એને શુ કરવું એ વિશે કઈ જ ખબર નથી પડતી. એને રડવું હોય છે પણ એ રડી નથી શક્તી.

આ બાજુ આ બધુ સાંભળીને યાશિકા ખૂબ જ ગુસ્સે થાય છે અને એની જોડે બધા જ સંબંધ કાપી નાંખે છે.

રણવીર યાશિકાને એકવાર વાત કરવા માટે કઃર છે પણ યાશિકા ત્યાંથી જતી રહે છે.

યાશિકા તરત જ યસ્વીને ફોન કરે છે.યસ્વી ખૂબ જ રડે છે.

યાશિકા યસ્વીને શાંત્વનાં આપે છે પણ યસ્વી કઈપણ ભૂલી નથી શક્તી.

રણવીરે કરેલા છળને યસ્વી આજે પણ મનમાં ભરીને બેઠી છે.યસ્વી રણવીરે કરેલા છળને ભૂલી નથી શક્તી.

રણવીરને કારણે યસ્વી આજે પણ કુંવારી રહીને જ જીવન જીવી રહી છે.કેમ કે તેને રણવીરને કહ્યુ હતુ કે રણવીર તારા માટે હુ આખી જિંદગી તારી રાહ જોઈશ.

રાજેશ્વરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED