afsos books and stories free download online pdf in Gujarati

અફસોસ

ભાર્ગવ એક ખૂબહોનહાર અને સુશીલ છોકરો.12th સાયન્સમાં પાસ થઈને એને મેડીકલમાં એડમિશન લીધુ હતુ.પપ્પાની પરિસ્થિતિ મધ્યમ. પણ દિકરાને આગળ વધારવા માટે એમનામાં ખૂબ જ ઉત્સાહ.એટલે જ એમને વર્ષોની પોતાની બધી જમા પૂજી એનાં અભ્યાસમાં નાખી દીધી હતી.ભાર્ગવ પણ એટલો જ હોનહાર.એટલે જ એ અભ્યાસની જોડે જોડે ટ્યુશન પણ કરાવતો.એટલે એનાં માતા પિતાને થોડી રાહત રહે.

આજે કૉલેજમાં પહેલો દિવસ હતો.ત્યાંનું વાતાવરણ રંગીન હતુ.દરેકે જાત ભાતનાં વસ્ત્રો પરિધાન કર્યા હતાં.આવુ તો કૉલેજમાં એ પહેલી વારજોઈ રહ્યો હતો.પહેલા તો સ્કુલમાં બધા એ યુનિફોર્મ જ પહેરવાનો હતો.એટલે આ બધુ એની માટે નવું હતુ.

કૉલેજ ગ્રાઉન્ડ તો જાણે કોઈક ફેશન શો નો મંચ લાગી રહ્યુ હતુ.ભાર્ગવ વિચાર કરવા લાગ્યો કે અહિ લોકો ભણવા માટે આવે છે કે ફેશન કરવા?

આવુ વિચારતો હતો ત્યાં જ એ એક છોકરી જોડે અથડાય ગયો. એ માટે એને એ છોકરીને સોરી કહ્યુ.પણ એ છોકરી તો હતી એટીટ્યુડ વાળી એટલે એટલે ભાર્ગવને ગમે બોલવા લાગી. ભાર્ગવ તો એને શાંતિથી બસ સાંભળ્યા કરતો હતો અને સ્માઈલ કરી રહ્યો હતો.આ જોઈ છોકરીને વધુ ગુસ્સો આવી રહ્યો હતો.એ ગુસ્સો કરીને ત્યાંથી જતી રહી છે.

દેખાવે બહુ સુંદર ન હતી.પણ એની પર્સનાલિટી ગજબની હતી.કોઈ પણ જોઈ તો એનાં પ્રેમમાં પડી જાય એવી એની પર્સનાલિટી હતી.ભાર્ગવ પણ એમાંથી બચી ન તો શક્યો.

હા ભાર્ગવને પણ એનાથી પ્રેમ થઈ ગયો હતો.એની અદાથી, એની વાણીથી, એનાં ગુસ્સાથી ભાર્ગવને પ્રેમ થઈ ગયો હતો.

ભાર્ગવ એ છોકરી વિશે વિચારી રહ્યો હતો. ત્યાં જ એક છોકરી એની પાસે આવી અને કહેવા લાગી,

હાઈ, હુ સામ્યા. શુ તમે મારી જોડે દોસ્તી કરશો?

હાઈ હુ ભાર્ગવ.ok આપણે હવે મિત્રો.

આવી વાતો કરતા કરતા બંને નોટિસ બોર્ડ તરફ જવા લાગ્યા.ત્યાં જોયું તો ખૂબભીડ હતી.એટલે ભાર્ગવ અને સામ્યા બંને સાઈડ પર ઉભા રહી ગયા.ત્યાં જ પેલી છોકરી જે ભાર્ગવ જોડે ટકરાય હતી એ આવી ચઢી.

Omg અહિ તો કેટલી ભીડ છે.કોઈ વ્યવસ્થા જ નથી.

સામ્યાની સામે જોઈને એ બોલી.

થોડીવાર શાંતિથી ઉભી રહે.હમણાં ભીડ ઓછી થઈ જશે.

Btw હુ સામ્યા.

હુ રાશી.

Meet my friend bhargv.

ઓહ,તુ!

આને તો હુ મળી ચૂકી છું અને એની માટે અમારી બન્ને વચ્ચે તુ તુ મેં મેં પણ થઈ ગઈ.જોકે એ તો કશુ જ બોલ્યો ન હતો.હુ જ બક બક કરતી હતી અને એ મારી સામું જોઈ હસી રહ્યો હતો.એટલે મને એની ઉપર વધુ ગુસ્સો આવી રહ્યો હતો.

હા તો શુ કરુ. એક નાની વાત માટે આટલુ બધુ પેનીક થવાની શી જરૂર. હવે અથડાય ગયા તો અથડાય ગયા.એમા ક્યાં આટલુ બધુ પેનીક થવાનું.એટલે મને હસવું આવી રહ્યુ હતુ.પણ એ સમયે જો કઈ પણ બોલતે તો તુ તો કાઈ સાંભળવાની હતી નહીં એટલે હુ એ સમયે ચુપ રહી તને જોઈ હસી રહ્યો હતો.

આમ સામ્યા, રાશી અને ભાર્ગવ વચ્ચે દોસ્તી થઈ જાય છે.ત્રણેય કૉલેજમાં ત્રિમૂર્તિનાં નામે પ્રખ્યાત થઈ ગયા.જયાં પણ હોયત્રણેય સાથે જ જોવા મળે.

આમ ત્રણેય વચ્ચેની દોસ્તી દિવસે દિવસે ખૂબગાઢ બની ગઈ હતી.ભાર્ગવને એ સમય દરમિયાન રાશી ગમવા લાગે છે.રાશીનું વર્તન પરથી ભાર્ગવને પણ એવું જ લાગતુ હતુ કે રાશીને પણ એ ગમે છે.એટલે એક સારો દિવસ જૌઈ રાશીને પ્રપોઝ કરવાનું વિચારે છે.આ વાત એ સામ્યાને જણાવે છે.

પણ આ સાંભળી સામ્યાનાં મોઢા પર ખુશી નથી રહેતી.પણ એ ભાર્ગવની સામે ખુશ રહૈવસનો પ્રયત્ન કરે છે.

અરે વાહ ભાર્ગવ તેં તો બહુ સરસ વાત કહી.તને સામ્યા ગમે છે એ.તો તુ એક કામ કરને એની બર્થ ડેનાં દિવસે તુ એને પ્રપોઝ કરી દે.

અરે હા આ તો તે ખૂબ જ સારી વાત કરી.

બંને વાતો કરતા હોય છે ત્યાં જ રાશી આવે છે.

હાઈ સામ્યા.

હાઈ ભાર્ગવ.

બંને સાંભળો 4 દિવસ પછી મારી બર્થ ડે અને તમારે બંને એ મારા ઘરે પાર્ટીમાં આવવાનું છે.એ દિવસ મારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હશે કેમ કે એ દિવસે હુ તમને બંનેને કોઈ જોડે મુલાકાત કરાવવાની છું
જેને હજી એક પણ વાર તમે નથી મળ્યા.

આવુ કહી રાશી ત્યાંથી જતી રહે છે.એટલે ભાર્ગવ અને સામ્યા બંને વાતો કરવા લાગે છે.

કોણ હશે એટલું સ્પેશિયલ જેને રાશી આપણને મળવવાનું કહે છે.જે હશે એ સામ્યા પણ તુ આજે બપોરે મારી જોડે આવજે મારે રાશી માટે ગિફ્ટ લેવાનું છે.

સારુ ભાર્ગવ.

આવુ કહી સામ્યા લાઈબ્રેરીમાં ગઈ અને ભાર્ગવ ક્લાસ રૂમ તરફ ગયો.

4 દિવસ પછી સાંજે બધાં રાશીની બર્થડે પાર્ટીમાં જાય છે.

ડેનિમ જીન્સ અને બ્લેક ટી શર્ટમાં ભાર્ગવ આજે ખૂબસુંદર દેખાઈ રહ્યો હોય છે.

જ્યારે સામ્યા એ મરૂન કલરનું ઈવનીંગ ગાઉન પહેર્યું હતુ.જેમાં એ ખૂબસુંદર લાગી રહીં હતી.

બધા ભેગા થઈ ગયા હતાં ત્યારે ત્યાં રાશીની એન્ટ્રી થાય છે .જાણે કોઈ સેલિબ્રિટી આવી હોય એ રીતે.

કોપર કલરનાં વનપીસમાં રાશી કોઈ હિરોઈનથી કમ નતી.લાગી રહીં.

શરીરને ચપોચપ અડેલું વી નેકનું વનપીસ એનાં અંગોનાં બધા વળાંકોને દર્શાવી રહ્યાં હતા.

ભાર્ગવ અને સામ્યા એની પાસે જાય છે અને બર્થ ડે વિશ કરે છે.

રાશી મારે તને કઈ કહેવું છે.શુ તુ મને તારી 5 મિનીટ આપીશ.

હા ભાર્ગવ બોલ શુ કહેવું છે તારે બોલ.

ભાર્ગવ ઘૂતણીયે બેસી જાય છે અને રાશીને પ્રપોઝ કરે છે.

પણ રાશી કોઇપણ જવાબ આપ્યાં વગર ત્યાંથી જતી રહે છે.

એટલા મા જ ત્યાં બ્લુ bmw આવી ને ઊભી રહે છે.બધાની નજર એની ઉપર ગઈ જાય છે.

ગાડીમાંથી એક ટોલ, ડાર્ક હેન્ડસમ છોકરાની એન્ટ્રી થાય છે.

રાશી દોડીને એની પાસે જાય છે.

હાઈ મૉન્ટુ.

હેય બેબી હેપ્પી બર્થ ડે.

રાશી એને અંદર લાવે છે અને બધાની સામે એનો પરિચય કરાવે છે.

મિત્રો જેની હુ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી.એ આ મારો મૉન્ટુ છે.મૉન્ટુ અને હુ છેલ્લાં 6 મહિનાથી એકબીજાને ડેટ કરીએ છીએ.

Montu is my love.

રાશી ભાર્ગવ પાસે જઈને ભાર્ગવને ગમે તેમ બોલે છે.

ભાર્ગવ તુ મને પ્રપોઝ કરવાનું કંઈ રીતે વિચારી શકે.પહેલા તારી ઓકાત તો જો.ક્યાં હુ અને ક્યાં તુ.ટેરો5 અને મારો મેળ ક્યારેયથાય.

આ સાંભળી ભાર્ગવનું દિલ તુટી જાય છે એટલે ભાર્ગવ કઈ પણ બોલ્યા વગર પાર્ટીમાંથી જતો રહે છે.એની પાછળ સામ્યા પણ જાય છે.

ભાર્ગવ સામ્યાને વળગીને ખૂબ જ રડે છે.

સામ્યા એ જ સમયે ભાર્ગવને પ્રપોઝ કરે છે.

ભાર્ગવ સામ્યાનું પ્રપોઝલ સ્વીકારી લે છે અને કહે છે,

"અફસોસ એ વાતનો છે કે,
હુ સાચા પ્રેમ ને ઓળખી નાં શક્યો...

જે હતુ ન મારુ એને હુ શોધી રહ્યો હતો,
અફસોસ એ વાતનો હતો કે હુ સાચા પ્રેમને ઓળખી ન શક્યો."

રાજેશ્વરી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED