hu pan ek stree chhu books and stories free download online pdf in Gujarati

હું પણ એક સ્ત્રી છું

કાજલ એક સંસ્કારી ઘરની સંસ્કારી દિકરી.બચપણથી કાજલનો ઉછેર પારકા ઘરે જવાની છે એ રીતે જ થયો હતો.હંમેશા એને એમ જ કહેવામાં આવતું કે દિકરી એ તો પારકું ધન છે.

સંયુક્ત પરિવારમાં રહેનારી કાજલ એનાં મમ્મી પપ્પાનું પહેલું સંતાન.પણ દિકરીનાં જન્મથી માં સિવાય બીજા કોઈને ખુશી થઈ ન હતી.

કાજલની દાદી કાજલની સામે જ એના કાકાનાં દીકરાઓને ખૂબ જ લાડ લડાવે.દિકરાઓને ખોળામાં બેસાડે.તેઓ ને જે જોઈએ એ અપાવે.પણ કાજલ કાઈ પણ કહે કે કોઈપણ વસ્તુ માંગે એટલે બસ કહી દે દિકરીથી આવુ ન કરાય.

કાજલનાં પરિવારમાં સ્ત્રીઓનું કાઈ મહત્વ જ ન હતુ.દાદી એક સ્ત્રી હોવાં છતાં પણ એક સ્ત્રીને સમજતા ન હતા. ઘરમાં સ્ત્રીઓને કોઇપણ પ્રકારની છૂટ આપવામાં ન આવતી.

આવા વાતાવરણમાં કાજલ મોટી થતી ગઈ. એ જ સમય દરમિયાન કાજલની માતા એ બીજા ત્રણ સંતાનો ને જન્મ આપ્યો.કાજલની માં ની તબિયત સારી ન હતી.તેમ છતાં પણ કાજલની માં ચાર સંતાનોની માતા બની હતી.જેમને બે દિકરા અને બીજી એક દિકરી અને કાજલ પોતે.આમ તેઓ ચાર ભાઈ બેન હતાં.

જેમ જેમ કાજલ મોટી થતી ગઈ તેમ તેમ એની ઉપર બધા ધારા ધોરણો લાદવામાં આવી રહ્યાં હતાં.

કાજલનાં પપ્પા એની દાદીની જેમ જ ખુબ જ તેજ સ્વભાવનાં હતાં.બસ બધાએ દાદી કહે એમ જ કરવાનું.

કાજલના પપ્પાનું નામ રમેશભાઈ અને માતાનું નામ સવિતાબેન.દાદીનું નામ મંગુ બા.

ઘરની સ્ત્રીઓ માટે મંગુ બા એ જે નિયમો બનાવ્યા હતાં એ જ નિયમોનું પાલન કરવામાં આવતું હતુ.

જેમ કે ઘરની સ્ત્રીઓ એ સાડી જ પહેરાવી,ઘરની બહાર ન નીકળવું,પતિ જમી લે પછી જ જમવું,સાંજનાં સમયે બહાર ન નીકળવું, ઘર સિવાય બહારનાં કોઈની પણ જોડે વાત ન કરવી.સારુ જમવાનું હમેશા પુરુષોને જ વધુ આપવુ.

આવા અનેક નિયમો મંગુ બાએ બનાવ્યા હતા જેનું પાલન દરેક સ્ત્રી એ હંમેશા કરવું પડતુ.

કાજલ આ બધુ શાંતિથી જોયા કરતી.

કાજલ અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી.પણ ઘરમાંથી એને આગળ વધવાની નાં કહેવામા આવી હતી.

કાજલે ગ્રેજયૂશન સુધીનો અભ્યાસ કર્યો હવે એને આગળ અભ્યાસ કરવો હતો પણ ઘરનાં નિયમો તેની આડે આવી રહ્યાં હતાં.પણ સવિતાબેન આમ દિકરીને હાર માનવા દે એમ ન હતા.

સવિતાબેનને થયુ આજ સમય છે બોલવાનો અને કઈક કરવાનો.જો હુ આજે પીછેહઠ કરીશ તો હંમેશા આવુ ને આવુ જ રહેશે.અને મારી દિકરીનું ભવિષ્ય આમ જ બરબાદ થઈ જશે.

એટલે સવિતાબેન બધાની વિરૂદ્ધ જઈને દિકરીને એલ.એલ.બી માં એડમિશન અપાવ્યું.ઘરમાં રોજ આ બાબત માટે ઝઘડાઓ થતા.પણ સવિતાબેન અને કાજલ બંને મક્કમ રહ્યાં આ બાબત પર અને ભણવાનું ચાલુ રાખ્યું.

સવિતાબેને કાજલને ઘરનાં બધાથી છુપાવીને કોમ્પ્યુટર ક્લાસ પણ કરાવ્યાં.

આમ જ અનેક રકઝકની વચ્ચે કાજલનાં એલ.એલ.બી.નાં ત્રણ વર્ષ પુર્ણ થઈ ગયા.હવે પાછી બન્ને માટે સંઘર્ષની ઘડી આવી.ઘરનાં લોકો હવે કાજલનાં લગ્ન કરાવવાની વાત કરતા હતાં જ્યારે કાજલની ઇચ્છા પ્રેક્ટિસ કરવાની હતી.

પણ આ વખતે સવિતાબેને કાજલને સમજાવી.

કાજલ બેટા હુ જાણુ છું તુ લગ્ન કરવા માટે કેમ નાં કહે છે.કેમ કે તે બચપણથી આ ઘરમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારોને જોયા છે.એટલે તુ તારા પગભર થવા માંગે છે.પણ બેટા એક સ્ત્રી માટે લગ્ન પણ કેરિયર જેટલુ જ મહત્વનું છે.આ સમય લગ્ન માટે યોગ્ય છે.બેટા જરૂરી નથી કે જે આપણે ત્યાં થાય છે એ ઉ બીજી જગ્યા એ પણ થાય.

હુ માણું છું ત્યાં સુધી બેટા તને તારુ સાસરું સારુ જ મળશે.હુ તને એક પ્રોમિસ તો કરુ જ છું બેટા કે કોઈપણ ગમે એવી વ્યક્તિ જોડે તારા લગ્ન ન થવા દઉ.

મમ્મીની વાત સાંભળી ને કાજલ લગ્ન માટે તૈયાર થઈ ગઈ.

કાજલ માટે છોકરાઓ જોવાનું ચાલુ કરાયું.ત્યાં કાજલ માટે એક સારા ઘરનું માંગુ આવ્યુ.જે કાજલને લાયક હતુ.

કાજલને પણ એ યોગ્ય લાગ્યું એટલે કાજલે લગ્ન માટે હા કહી.કાજલની સગાઈ થઈ ગઈ અને એક વર્ષ પછી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી.આ સમય દરમિયાન કાજલને એનાં સાસરીવાળા તરફથી પ્રેક્ટિસ કરવાની મંજુરી પણ મળી ગઈ હતી.

આ સાંભળીને કાજલ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

કાજલે પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી અને જોડે નાના ભાઈ બહેનોનું પણ એ એટલું જ ધ્યાન રાખતી હતી.

એજ સમય દરમિયાન શહેરમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યું કાજલ લોકોનાં એરિયામાં કરફ્યૂ લાદવામાં આવ્યો. જ્યારે કરફ્યૂ હતો એ સમય દરમિયાન કાજલનાં કાકાનાં દિકરાનો કોઈની જોડે ઝગડો થઈ ગયો અને આ ઝગડો મારમારી સુધી પહોચી ગયો. કાજલે આ બધુ જોયું એટલે કાજલ ભાઈને બચવવા માટે વચ્ચે પડી. પણ પોલીસવાળા કાજલનાં કાકાનાં દિકરાને પકડીને લઈ ગઈ.

એ સમય દરમિયાન કાજલ વકીલની પ્રેક્ટિસ કરતી હોવાને કારણે પોલીસ સ્ટેશન ગઈ અને અનેક માથાકૂટ કરીને એનાં કાકાનાં દિકરાને એને છોડાવ્યો.

કાજલ જ્યારે ઘરે આવી ત્યારે દાદીએ એની આરતી ઉતારી.અને કહ્યુ મને માફ કરી દે. હુ આ ઘરની બધી જ સ્ત્રીની ગુનેગાર છું.આજે દિકરા તે એ કામ કર્યું છે જે એક દિકરો પણ ના કરી શકે.જો તુ વકીલ બની જ નાં હોત તો આજે આને છોડાવવા માટે કેટલી માથાકૂટ કરવી પડતે.

હુ તમારા બધાની ગુનેગાર છુ.હુ સમજી ગઈ છું કે એક સ્ત્રી ધારે એ કરી શકે છે.અને હંમેશા એનું સ્થાન ઊંચું જ રહેવુ જોઈએ.આ હુ હવે સમજી.હા સમજતા થોડી વાર લાગી. પણ મને સમજાય ગયુ હવે કેમ કે,

" હું પણ એક સ્ત્રી છું..."

રાજેશ્વરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED