malikni maansai books and stories free download online pdf in Gujarati

માલિકની માણસાઈ

કાળા દિબાંગ વાદળો મન મુકીને વરસી રહ્યાં હતાં.વીજળીઓ જોર શોરથી ચમકી રહી હતુ.ઘોર અંધારું છવાયેલું હતુ.

એજ સમયે રૂપલીનાં મનમાં દહેશત ફેલાયેલી હતી.એ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન હવે તો કૃપા કરો.આ મેઘ રાજાને બોલો કે કૃપા કરો હવે.

પણ આ મેઘો તો આજે કોઈનું સંભળાવા જ તૈયાર ન હતો.બસ મન મુકીને વરસી જ રહ્યો હતો.

રૂપલી ઘરમાં એનાં ત્રણ છોકરાઓ જોડે એકલી જ હતી.એનો ધણી શહેર તરફ ગયો હતો પણ વરસાદને કારણે એ ત્યાં જ રોકાઈ ગયો હતો.રૂપલીનું ઘર આર સી સી નું ન હતુ.કાચું મકાન હતુ.એટલે રૂપલી ખૂબ જ ડરી રહી હતી.કે જો આ મેઘો વરસવાનું બંધ ન કરે તો મારુ આખું ઘર તણાઈ જાહે.ઘર તણાઈ ઈ તો ઠીક પણ જોડે જોડે આ ત્રણ છોરાનું શુ થાહે.હે ભગવાન તુ જ કઈક ઉપાય બતાવ હવે તો મારા વ્હાલા.

રૂપલી ચિંતામાં ગરકાવ થઈ ગઈ હતી.ત્યાં જ નાનકાએ સાદ કર્યો, બા ભુખ લાગી છે કાઈ ખાવા આપણે.

રૂપલીએ ત્રણેય છોરાઓ ને બાજરાનો રોટલો છાશ અને ખીચડી ખવડાવી.

છોકરાંઓ ખાઈને સુઈ ગયા ત્યાં અચાનક જ ચારે બાજુ પાણી ભરાઈ ગયાની બુમ પડવા મંડી.

રૂપલીની ચિંતા હવે વધી રહી હતી કે હવે શુ કરીશું.

રૂપલી એવું વિચારી રહી હતી ત્યાં જ સામે રહેતાં બંગલાની માલકિને રૂપલીને સાદ કર્યો.

એ રૂપલી તુ અહિ આવી જા.આ ચારે બાજુ પાણી ભરાઈ રહ્યુ છે.ઘર ભલે તારુ કાચું રહયું.પણ છે તો એ પાક્કું.એને કાઈ ન થાય.

તુ ને તારો પરિવાર રહેશો તો ઘર ફરી પાછું બની જશે.ચાલ ચાલ આ છોરાઓને લઈને અહિ આવી જા.

રૂપલીએ થોડા કપડાં જોડે લીધાં.બાકી તો એવી કોઈ કિંમતી વસ્તુ ન હતી એની જોડે.કપડાં લઈ ફટાફટ છોરાઓને લઈ ને એ માલકિનને ત્યાં જતી રહી.

ઘડીભરમાં જોયું તો આખુ ગામ જળબંબાકાર થઈ ગયુ હતુ.રૂપલી તો આ બધુ જોઈને ડરી ગઈ હતી.એનાં ઘરની છત પણ ઉડી ગઈ હતી.ઘરમાં જે થોડો ઘણો સામાન હતો એ પણ તણાઈ રહ્યો હતો.ઘરનું બધુ જતુ જોઈ રૂપલી ખૂબ જ દુઃખી થઈ રહી હતી અને વિચારી રહી હતી કે હવે પછી શુ થશે.

રૂપલી ઓ રૂપલી શુ વિચારી રહી છે.સુઈ જા હવે.રાત બહુ થઈ ગઈ છે.આમ જાગીને શુ કરશે.જે થવાનું હતુ એ તો થઈ ગયુ. અત્યારે એ બધી ચિંતા છોડી શાંતિથી સુઈ જા.દરેક વસ્તુનો ઉપાય હોય જ છે.એમ તારી મુશ્કેલીનો ઉપાય પણ મળી જ જશે.

માલકિનની વાત સાંભળીને રૂપલી થોડીવાર સુઈ ગઈ. સવારે ઉઠીને બધા એ જોયું તો પાણીનું લેવલ વધ્યું હતુ. રૂપલી એનાં ઘર તરફ જોઈ છે તો ત્યાં ઘરની જગ્યાએ પાણી જ પાણી દેખાય રહ્યુ હતુ. રૂપલીની આંખ આ બધુ જોઈને ભીની થઈ ગઈ.

રૂપલીનાં છોરાઓ રૂપલીને પૂછવા લાગ્યા,

માં ઓ માં આપણું ઘર ક્યાં?

માં શુ જવાબ આપે જ્યારે એની પાસે કોઈ જવાબ જ ન હતો.

પણ એની માલકિન બધુ જ જાણતી હતી.એટલે એ રૂપલીને હિંમત આપી રહી હતી.જેટલા દિવસ પાણી રહ્યુ એટલા દિવસ માલકિનએ રૂપલીને અને એનાં છોકરાઓને ઘરનાં સદસ્યની જેમ રાખ્યા.પાણી ઓસરી ગયા હતાં.હવે રૂપલી અને એનાં છોકરાંઓને ચિંતા થઈ ગઈ.

માથે છત તો રહી નથી હવે ક્યાં જઈશું અને શુ કરીશું.રૂપલીનો પતિ વરસાદ શાંત થતા શહેરમાંથી પાછો વળે છે ત્યારે જોઈને દુઃખી થઈ જાય છે કે હવે શુ કરીશું?મારી પાસે તો ધર ફરી બનાવું એટલાં રૂપિયા પણ નથી. હવે અમે ક્યાં રહીશુ અને શુ કરીશું.

રૂપલી અને એનાં પતિની મનોદશા માલિક અને માલકિન જાણી ગયા હતાં.એટલે બંને ને પોતાની પાસે બેસાડયા.

એટલામાં જ એક કોન્ટ્રાકટ બંગલે આવે છે.

માલિક એને રૂપલી અને એનાં પતિ જોડે રૂપલીનાં ઘર પાસેની જગ્યા એ લઈ જાય છે.અને કહે છે આ જગ્યા છે જયાં તમારે એક ઘર બનાવવાનું છે.કેટલો ખર્ચો થશે એ મને માપણી કરીને કહો અને હા સામાન બધો ઓરિજિનલ વપરાવવો જોઈએ.

આટલુ કહી બધા પાછા બંગલે આવ્યાં. ત્યાં કોન્ટ્રાક્ટરે બધી ગણતરી કરી કહ્યુ સાહેબ આ ઘર બનાવવા માટે ચારેક લાખ જેટલો ખર્ચો થશે.

આટલી રકમ સાંભળી રૂપલીનો પતિ ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો.

સાહેબ આટલો બધો ખર્ચો હુ કઈ રીતે કરી શકુ.

રૂપલીનાં પતિનું નામ રઘુ હતુ.

રઘુ તુ એ બધી ચિંતા નાં કર.તમારુ ઘર હુ બનાવી આપીશ. અને હા જયાં સુધી તમારુ ઘરનાં બને ત્યાં સુધી તમે અહિ જ રહો અને બીજી કોઈ વાતની ચિંતા નાં કરતા હુ બધું જ સંભાળી લઈશ.

આ સાંભળી રૂપલી અને રઘુની આંખ ભરાઈ આવી.

સાહેબ સાચા અર્થમાં તમે માણસાઈ નિભાવી છે.બાકી પોતાના ઘરે કામ કરવાવાળા બેનનાં પરિવારની આટલી બધી મદદ કોણ કરે.

સાહેબ ક્યાં શબ્દોમાં તમારો આભાર વ્યકત કરુ.મારી પાસે આભાર વ્યકત કરવા માટે શબ્દો નથી. શબ્દો પણ ઓછાં પડશે તમારી માટે કાઈ પણ કહેવા માટે.

આવુ કહી રઘુ અને રૂપલી બંને માલિકનાં પગે પડવા લાગ્યા.ત્યારે માલિકે કહયું,

અરે ઉભા થાવ બંને જણા.આ શુ કરો છો? મે જે કર્યું એ મારી તમારા પ્રત્યેની ફરજ છે.

રૂપલી આટલાં વર્ષોથી અમારે ત્યાં કામ કરે છે.તો શુ અમે તમારી માટે આટલું ન કરી શકીયે?

ચાલો ચાલો બધા જમવા બેસી જાવ બહુ કકડીને ભુખ લાગી છે.

રાજેશ્વરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED