Sourabhni rajkumari books and stories free download online pdf in Gujarati

સૌરભની રાજકુમારી

બોમ્બેની ધારાવી ઝૂંપડપટ્ટીમાં એ રહેતી હતી.એનું નામ બબલી હતુ.બબલી હંમેશા બધાની મદદ કરે.બાળકોની પ્યારી બબલી દીદી.એ જે પણ કઈ કામ કરે એ બધુ એ બાળકો માટે જ કરે.પછી એ ચોરી હોય કે કોઈ ગુન્હો હોય એ બાળકની ખુશી માટે જ બધુ કરે.

એક વખત બબલી ટ્રાફિક સિગ્નલ પર ફુલ વેચી રહી હતી.એ સમય દરમિયાન ત્યાં એક ગાડી આવી ને ઉભી રહી. એ ગાડી એક ખૂબ જ હેન્ડસમ છોકરો બેઠો હતો અને આગળની સીટ પર ડ્રાઇવર બેઠો હતો.

બબલી એની પાસે ગઈ.

સાહબ યે ફુલ લે લિજીયે નાં.ઘર જા કે અપની મેમ સાબ કોં દેના વો બહોત ખુશ હો જાયેગી.

ઠીક હૈ ચલ દેડે.

આમ એ છોકરો બબલી પાસેથી રોજ જ ફુલ લેતો હતો.હવે તો એ બબલીને ખૂબ જ સારી રીતે ઓળખતો થઈ ગયો હતો.

ચાલો આપણે હવે એ છોકરાંની ઓળખ કરી લઈએ .એ છોકરાનું નામ હતુ સૌરભ.સૌરભ ખૂબ જ અમીર ઘરનો હતો.પણ એની પાસે પોતાનુ કહેવાય એવું કોઈ ન હતુ. કહેવાય ને કે બધા પાસે હતાં પણ પાસે કોઈ ન હતુ. એવું હતુ સૌરભ નું.

સૌરભનાં ઘરે બધુ જ હતુ પણ એકબીજાને સમય આપવા વાળુ કોઈ ન હતુ.એટલે સૌરભ એવું ઇચ્છતો હતો કે કાશ એવું કોઈક હોય જેની જોડે એ બધી વાતો શેર કરી શકે.એની જોડે બે ઘડી બેસી શકે.

બબલીનાં આજે બધા ફુલ વેચાઈ ગયા હતાં એટલે બબલી ખૂબ ખુશ હતી.બબલીને આ ખુશીને કારણે ઘર પાસે રહેલા બધા બાળકોને પાંઉ ભાજી ખવડાવવાની ઈચ્છા થઈ હતી.પણ એની પાસે પૈસા ન હતા. તેમ છતાં પણ બબલી બધાને નજીકમાં આવેલી ચોપાટી પાસે ખાવા માટે લઈ ગઈ.ત્યાં એ બધાને એક બાજુ બેસાડે છે અને બધા માટે એ ખાવાનાની ચોરી કરે છે.

જયાં એ પાઉં ભાજી ખાતી હતી ત્યાં સૌરભ પણ ખાવા માટે આવ્યો હતો.કેમ કે સૌરભને લારી પરની પાઉં ભાજી બહુ જ ગમતી.

સૌરભ બબલીને ચોરી કરતા જોઈ લે છે.

બબલી એને જોઈને અવાક રહીં જાય છે અને કોઈને કઈ પણ ના કહેવા માટે ઈશારો કરે છે.

સૌરભ બબલી ને એની પાસે બોલાવે છે.

એય છોકરી અહિ આવ. કેમ આમ ચોરી કરે છે.ચોરી કરવું એ ગુન્હો છે તને ખબર નથી.

સાહેબ ખબર તો બધી છે પણ શુ કરીએ.અમે રહ્યાં ગરીબ આજે આ બાળકોને મને ખવદવાની ઈચ્છા થઈ એટલે આવુ કર્યું.આટલી પાઉં ભાજી ચોરી કરી લેવાથી આ લારીવાળાનું તો કાઈ નુકશાન નથી થવાનું પણ આ છોકરાઓને ખૂબ ખુશી થશે ખાવાથી.

બસ એટલે જ હુ ચોરી કરૂ છું.

સારુ સાંભળ બીજી વાર એમ ચોરી ન કરતી.જ્યારે પણ ખાવું હોય ને ત્યારે આ છોકરાઓને લઈ ને અહિ આવી જજે અને આ લારીવાળાને મારુ નામ અને મારુ કાર્ડ બતાવજે.તને જે ખાવું હોય એ ખાઈ લેજે.

આ સાંભળી બબલી ખૂબ જ ખુશ થઈ ગઈ.

હવે જ્યારે પણ ખાવું હોય ત્યારે બબલી બધા છોકરાઓ ને લઈ ને ત્યાં આવે.

એક રાતે સૌરભને ઉંઘ જ નથી આવતી.અચાનક સૌરભ બબલી વિશે વિચારવા લાગે છે.

કેવું જીવન છે આ લોકોનું પૈસા પાસે નથી તેમ છતાં પણ એમનાં જીવનમાં કોઈ ચિંતા નથી. જ્યારે મારી પાસે પૈસા ખૂબ છે પણ શાંતિ બિલકુલ નથી.

આવા વિચારો કરતા કરતા સૌરભને ક્યાં ઉંઘ આવી જાય છે એ ખબર જ નથી રહેતી.

રાતે સૌરભ સૂતો હોય છે ત્યારે એને સપનામાં એક રાજકુમારી દેખાય છે.રાજકુમારી એ વ્હાઇટ કલરનું સિઁધ્રેલા ગાઉન પહેરેલું હતુ.હોઠ એનાં ગુલાબની પંખડી
જેવા હતાં.રૂ જેવું મુલાયમ ધોળું એનું શરીર હતુ.હાથ લગ઼ાવીએ તો મેલું થઈ જાય એટલું સુંદર હતુ.સપનામાં એ રાજકુમારી સૌરભને જોઈને હસી રહી હતી.ત્યાંજ અચાનક કેટલાંક લોકો આવી ને આ રાજકુમારીને ઉંચકીને લઈ ગયા.

સૌરભ અચાનક ઉંઘમાંથી જાગી જાય છે.અને જઇ સપનુ આવ્યુ હતુ એ વિશે વિચારવા લાગે છે.સૌરભને એવું લાગે છે કે આ રાજકુમારીને પહેલા હુ ક્યાંક મળ્યો છું.

અરે આ રાજકુમારીને તો મે ક્યાંક જૌઈ છે.અચાનક એને યાદ આવે છે હા આ તો પેલી જ છોકરી હતી જે મને રાજકુમારીનાં રૂપમાં દેખાઈ હતી.છોકરાઓને ખવડાવવા આવી હતી એ.

એ જ રાતે સૌરભ ત્યાં લારી પર ખાવા માટે જાય છે.ત્યાં બબલી પણ આવેલી હોય છે.

સૌરભ જેવો ગાડીમાંથી બહાર ઉતરે છે એવા તરત જ કેટલાંક લોકો એને ઘેરી વળે છે.અને એને ખૂબ જ માર મારે છે.આ બધુ જોઈને ત્યાં ઉભેલા લોકો ગભરાઈને ભાગવા લાગે છે.

એક જણ સૌરભનાં માથા ઉપર ઘા કરવા જાય છે ત્યાં બબલી એને બચાવી લે છે.પણ બીજુ બાજુથી બીજો માણસ આવીને સૌરભનાં પેટમાં ચાકુ મારે છે અને ત્યાંથી પુરપાટ ઝડપથી ગાડીમાં બેસીને ભાંગી જાય છે.

બબલી ફટાફટ સૌરભને ડૉક્ટર પાસે લઈ જાય છે.

ડૉક્ટર બબલીને શુ બન્યુ એ વિશે બધુ જણાવવા કહે છે.

બબલી જે પણ કઈ બન્યુ યે બધુ જ ડૉક્ટરને કહે છે.

ડૉક્ટર ફટાફટ ઓપરેશન ચાલુ કરે છે.પણ સૌરભને લોહી વધુ વહી ગયુ હોવાને કારણે સૌરભને લોહીની જરૂર પડે છે.

તાત્કાલિક લોહી ક્યાંથી લાવવું એ વિશે ડૉક્ટર વિચારી રહ્યાં હોય છે ત્યાં બબલી સૌરભને લોહી આપવા માટે તૈયાર થઈ જાય છે.

ડૉક્ટર પહેલા બબલીનું લોહી ચેક કરે છે.બંનેનું ગ્રુપ સેમ આવે છે એટલે બબલી સૌરભને લોહી આપે છે.

થોડા કલાક પછી સૌરભને હોશ આવે છે ત્યારે બબલી એની પાસે જ હોય છે.

નર્સ ફટાફટ ડોક્ટરને બોલાવીને આવે છે.

મી.સૌરભ જો આજે આ છોકરી એ તમને લોહી ન આપ્યું હોત તો તમારુ બચવાનું મુશ્કેલ હોત.

સૌરભ બબલી સામે એક મીઠી સ્માઈલ કરે છે અને બબલીને પૂછે છે,

મારા સપનામાં આવનારી મારી રાજકુમારી, મારી હકિકતની રાજકુમારી બનીશ?

બબલીને તો શુ કહેવું એની કાઈ સમજણ જ ન પડી અને તો સીધી સૌરભ પાસે જઈને સૌરભનાં માથા પર હળવું ચુંબન કરી આવી અને શરમાઈ ગઈ.

આ જોઈને ત્યાં ઊભેલા તમામ તાળી વગાડી સૌરભ અને બબલીનું અભિવાદન કરવા લાગ્યા.

રાજેશ્વરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED