કોઈને ન કહેલી વાતો Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોઈને ન કહેલી વાતો

બહાર ઝરમર વરસાદ પડી રહ્યો હતો.બાળકો વરસાદનો આંનદ લઈ રહ્યાં હતાં.પ્રાચી આ બધુ બાલ્કનીમાં ઊભી રહી જોયા કરતી હતી.

જોતાં જોતાં પ્રાચી પોતાના બાળપણમાં ગરકાવ થઈ ગઈ. પ્રાચી પણ આજ રીતે આ બાળકોની જેમ વરસાદની મજા માણતી. એને વરસાદમાં પલળવું ખૂબ જ ગમતુ.

વરસાદ પડ્યો નહીં ને પ્રાચી નીચે ઉતરી નહીં.

એક દિવસની વાત છે પ્રાચી ત્યારે લગભગ 10 વર્ષની હશે.એ દિવસે પ્રાચી પલળીને ઘરે આવી રહી હતી.ત્યારે તેમની પડોશમાં રહેતાં અશોક અંકલે પ્રાચીને એમનાં ઘરે બોલાવી.

પ્રાચી અહિ બેટા. તુ તો આજે ખૂબસુંદર દેખાઈ રહી છે બેટા.

સારુ અંકલ હુ ઘરે જાઉ છું.હુ આખી પલળી ગઈ છું.તમારુ ઘર પણ પાણીથી ભીનું થઈ જશે.

અરે બેટા કાઈ વાંધો નહી તુ આવ અહિ મારા ખોળામાં બેસ તને સારુ લાગશે.

પ્રાચીને સમયે કઈ ખબર ન હતી.એટલે એ તો બાળક ભાવથી અંકલનાં ખોળામાં જઈને બેસી ગઈ.

અશોક અંકલ એ સમયે પ્રાચીનાં પ્રાઇવેટ પાર્ટ્સ ઉપર હાથ ફેરવવા લાગ્યા.

પ્રાચીને થોડુ અજુગતું લાગ્યું એટલે પ્રાચીએ ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો.

અરે બેટા કેમ આવુ કરે છે.હુ તો તારો અંકલ છું તુ કેમ ડરે છે.હુ તો તને વ્હાલ કરૂ છું.જો લે આ ચોકલેટ આપુ. તુ રોજ મારી પાસે આવજે હો.હુ તને રોજ આવી મસ્ત મસ્ત અને મોટી મોટી ચોકલેટ આપીશ.પણ હા તુ કોઈને કહેતી નઈ હો.કેમ કે તારી મમ્મી તો તને ચોકલેટ ખાવા જ નથી દેતી ને.એટલે તારે કોઈને કહેવાનું નઈ હો.

સારુ અંકલ તમે મને રોજ ચોકલેટ આપશો ને તો હુ તમારી પાસે રોજ આવીશ.

પ્રાચીને એની મમ્મી ચોકલેટ વધું ખાવા નતી દેતી.એટલે પ્રાચી રોજઅશોક અંકલ પાસે જતી. એ સમયે પ્રાચીને આવી બધી વાતોની કઈ ખબર પડતી ન હતી.

પણ એક વર્ષ પછી પ્રાચીમા આ બાબતની સમજણ આવી ગઈ એટલે પ્રાચી એ અશોક અંકલનાં ઘરે જવાનુ બંધ કરી દીધું.

પણ અશોક અંકલને પ્રાચી કોઈપણ હાલતમાં પોતાની પાસે જોઈતી હતી.

એટલે એક વખત સોસાયટીમાં નવરાત્રીમાં ગરબા ચાલી રહ્યાં હતાં.એ સમયે અંકલની નજર પ્રાચી પર જ હતી.

પ્રાચી પાણી પીવા માટે એનાં ઘરે જઈ રહી હતી ત્યારે અશોક અંકલ પણ એની પાછળ ગયા અને પ્રાચીનો હાથ પકડીને પોતાના ઘરમાં પ્રાચીને લઈ લીધી.

પછી પ્રાચીને અશોક અંકલે ધમકી આપી કે જો તુ કોઈ ને પણ કહેશે તો તને ઉપાડીને લઈ જઈશ.

પ્રાચી આ સાંભળી ગભરાઈ ગઈ અને અશોક અંકલને વશ થઈ ગઈ.

પહેલી વાર કોઈ પુરુષના સ્પર્શથી પ્રાચીનાં રોમમાં કઈક અલગ જ અનુભૂતિ થઈ.

પ્રાચીને અંકલનું આમ સ્પર્શ કરવું ગમવા લાગ્યું.

હવે પ્રાચીને ધીરે ધીરે અંકલની આદત પડવા લાગી હતી.એની હાલત પણ એવી થઈ ગઈ હતી કે એને પણ પુરુષોનો સહવાસ ગમવા લાગ્યો હતો.

એજ સમય દરમિયાન પ્રાચીનાં પપ્પાનું જોબ ટ્રાન્સફર થયુ અને એમને એ શહેર છોડી ને બોમ્બે આવવું પડયુ.

પ્રાચીને ના ગમ્યું.પણ જવું પડે એવું જ હતુ.

પણ પ્રાચી હવે બેબાકળી બની ગઈ હતી કેમ કે તેને હવે અશોક અંકલનો સાથ હતો.

પ્રાચી હવે 15 વર્ષની થઈ ગઈ હતી.અને તેં હવે દરેક પુરુષ જોડે ખૂબ જ હળીભળી જતી હતી.

અશોક અંકલે લગાવેલી આદતને કારણે પ્રાચી કૉલગર્લ બની ગઈ હતી.

જ્યારે પ્રાચી 18 વર્ષની થઈ ત્યારે પ્રાચીને બધુ સમજાયું કે મારી જોડે જે થયુ છે એ ખૂબ જ ખોટી થયુ છે પણ એની હાલત તો એવી હતી કે એ વાત તે કોઈને કહી શકે એમ હતી જ નહીં.

આ કારણે પ્રાચી અંદર ને અંદર પરેશાન રહેવા લાગી.

એક દિવસ અચાનક અશોક અંકલનો ફોન આવે છે.તેમનુ પણ ટ્રાન્સફર થયુ હોવાને કારણે બોમ્બે જયાં પ્રાચી લોકો રહેતા હતાં ત્યાં.

વાત સાંભળીને પ્રાચીને વધું ગુસ્સો આવે છે.એને ખબર હતી કે અશોક અંકલ સીધા તો રહેશે નહી. એટલે પ્રાચી કોઈપણ બહાનું કાઢીને ઘર છોડી જવાનુ વિચારે છે.

પ્રાચી એની મમ્મી જોડે વાત કરે છે.

મમ્મી મારો નંબર નર્સિંગ કોર્ષમાં લાગી ગયો છે.

અરે વાહ બેટા આ તો ખૂબસરસ વાત છે.

હા પણ મમ્મી એક પ્રોબ્લેમ છે.મારે ત્યાં જ રહેવુ પડશે હોસ્ટેલમાં રહેવુ પડશે.

હા તો વાંધો નહીં ને બેટા.તુ એક કામ કર તારો બધો સામાન પેક કરી લે હુ અને તારા પપ્પા તને મુકવા આવીશું.

સારુ મમ્મી તમે લોકો મને મુકવા આવજો.

અશોક અંકલ આવે એ પહેલા જ પ્રાચી એની હોસ્ટેલ પહોચી જાય છે.

અશોક અંકલ આવીને પ્રાચીનાં મમ્મી પપ્પાને પ્રાચી વિશે પૂછે છે.

ત્યારે એનાં મમ્મી પપ્પા અશોક અંકલને બધુ જણાવે છે.

આમ જ 6 મહિના નીકળી જાય છે.

6 મહિના પછી પ્રાચીને વેકેશન પડે છે.એટલે એ ઘરે રહેવા માટે આવે છે.પ્રાચી ઘરે રહેવા આવે છે અને એનાં મમ્મી પપ્પાને કોઈ કારણસર બહાર જવું પડે છે.

એ જ સમયે આખા દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ જાય છે.મહારાષ્ટ્રમાં એની અસર વધું પ્રમાણમાં જોવા મળે છે.

કોરોનાને કારણે પ્રાચીનાં મમ્મી પપ્પા જયાં હતાં ત્યાં જ રોકાઈ ગયા હતા. પ્રાચી આ સમયે ઘરે એકલી જ હતી.

એ માટે બધા જ ખૂબ જ સાવચેતી રાખી રહ્યાં હતાં.પણ પ્રાચી આ બીમારીથી બચી ન શકી.પ્રાચીને કોરોનાની અસર થઈ ગઈ હતી.એ એને એનાં લક્ષણ પરથી ખબર પડી ગઈ હતી.પણ એ માટે એને કોઈ તપાસ કરાવી ન હતી.

પ્રાચી એ આ વાતની કોઈને જાણ કરી ન હતી.એ સમયે પ્રાચીએ અશોક અંકલને ઘરે બોલાવ્યા હતાં.અને એની જોડે એને વધુ સમય પસાર કર્યો હતો.

પછી પ્રાચીએ પોતાની તપાસ કરાવી અને એનો રિપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો હતો.પ્રાચીને કારણે એની જોડે સંપર્કમાં રહેવાને કારણે અશોક અંકલને પણ કોરોના થઈ ગયો હતો.

પ્રાચી 14 દિવસ હોસ્પિટલમાં રહી.પછી પાછો એનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે પ્રાચીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

પણ અશોક અંકલનો રિપોર્ટ ફરી પાછો પોઝેટીવ આવ્યો હતો.એમની તબિયત પણ સારી ન હતી અને એમણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં.એમની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી.

જ્યારે પ્રાચીનો બીજી વાર રિપોર્ટ કરાવ્યો એ પણ નેગેટિવ આવતા પ્રાચીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

પણ અશોક અંકલની હાલત ખૂબખરાબ થઈ જતા.તેઓ મૃત્યુ પામ્યા. હોસ્પિટલમાંથી જ એમનુ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ.

પ્રાચીને આ વાતનો રંજ હતો કે એને કારણે અશોક અંકલને કોરોનાં થયો.પણ એને એ વાતની શાંતિ પણ મળી હતી કે મારી જિંદગીને નર્ક બનાવનાર વ્યક્તિને ભગવાને સજા આપી.

પ્રાચીએ આજે પણવાત કોઈને કરી નથી. પ્રાચી કોફીનો મગ લઈ બાલ્કનીમાંથી બાળકોને રમતા જોઈને મનમાં બોલી ઉઠી કે કોઈપણ દિકરી જોડે ભગવાન આવુ ન થવા દે.

રાજેશ્વરી