Taras premni - 55 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૫



"એક પણ આંસુ પડ્યું ને તો તારો મેકઅપ બગડી જશે અને ચહેરો કાજળને લીધે કાળો થઈ જશે અને હું નથી ઈચ્છતો કે તારો ચહેરો સ્હેજ પણ ખરાબ થાય." મેહાની આંખોમાં ઝળઝળીયા આવી જતા રજતે કહ્યું.

મેહા:- "રજત તને મારા મેકઅપ અને ચહેરાની પડી છે. મારી લાગણી, મારી ભાવનાઓનો તને જરાય ખ્યાલ નથી."

રજત:- "મેહા પ્લીઝ યાર. આજે આપણી સગાઈ છે."

મેહાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા.
રજતથી કહેતા તો કહેવાઈ ગયું. રજતે ધીરે રહીને મેહાને પોતાની બાહુપાશમાં લઈ લેતા કહે છે
"બસ બસ ચૂપ."

રજત મેહાના વાળમાં હાથ ફેરવી મેહાને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે. રજતના અવાજમાં અને સ્પર્શમાં ખબર નહીં શું હોય છે કે મેહા શાંત થઈ જાય છે. દરેક વખતે રજતના સમજાવટથી અને સ્પર્શથી મેહા શાંત થઈ જતી.

મેહા:- "રજત બધાં જોઈ રહ્યા છે."

થોડી જ વારમાં એન્ગેજમેન્ટ માટે રજત અને મેહાને બોલાવવામાં આવે છે. રજત અને મેહા એકબીજાને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવે છે.

રજત અને મેહા ફરી ડાન્સ કરવા લાગે છે.

સાવિત્રીબહેન રતિલાલભાઈ પણ ડાન્સ કરે છે.

ક્રીના મમતાબહેન અને પરેશભાઈ પાસે જઈ બંનેને ડાન્સ કરાવડાવે છે.

મેહા ક્રીનાને આમ કરતાં જોઈ રહે છે. મેહા મનોમન વિચારે છે "ક્યાંક મારા લીધે મમ્મી પપ્પા વધારે ઝઘડો ન કરે એ વિચારે હું હંમેશા મમ્મી પપ્પાના ઝઘડાની બાબતમાં કંઈ નથી કહેતી. ક્રીનાભાભીની આ હરકતને લઈ ક્યાંક મમ્મી પપ્પા વચ્ચે ફરી ઝઘડો શરૂ ન થઈ જાય. મમ્મી પપ્પા તો નાની નાની બાબતમાં પણ ઝઘડો કરે છે."

મેહા:- "રજત ક્રીનાને ના પાડ કે મમ્મી પપ્પાને જબરજસ્તી ડાન્સ ના કરાવડાવે."

રજત:- "રિલેક્ષ અંકલ આંટી વચ્ચે ઝઘડો નહીં થાય."

મેહા:- "રજત તું હંમેશાં કેવી રીતના મારા મનની વાત સમજી જાય છે."

રજત:- "બે માંથી કોઈ એક તો એવું હોવું જોઈએ ને જે સામેવાળાના મનની વાત સમજી શકે. તું મારા મનની વાત નથી સમજતી તો મારે તો તારા મનની વાત સમજવી જ પડશે ને?"

મેહા:- "તું મને સંભળાવવાનો એક મોકો નથી છોડતો. હવે તું કહે ઝઘડાની શરૂઆત કોણે કરી?"

રજત:- "મેહા હું સંભળાવતો નથી. જે સાચું છે એ જ કહ્યું."

થોડીવાર બંને ચૂપ થઈ ગયા.

રજત:- "શું થયું? ચૂપ કેમ થઈ ગઈ?"

મેહા:- "Are you sure ને કે મમ્મી પપ્પાનો ઝઘડો નહીં થાય."

રજત:- "નહીં થાય."

મેહા:- "તું કેવી રીતના કહી શકે! આપણી વચ્ચે પણ ઝઘડાં થાય છે ને!"

રજત:- "આપણી વચ્ચે પણ ઝઘડાં અટકી શકે પણ તું તો તૈયાર જ રહે છે મારી સાથે ઝઘડો કરવા."

મેહા:- "હું એકલી ઝઘડો નથી કરતી. તું પણ મારી સાથે ઝઘડો કરે છે."

રજત:- "શરૂઆત તો તું જ કરે છે."

મેહા:- "રજત તને ખબર છે ને હું જલ્દી કોઈ સાથે હળીભળી નથી શકતી અને હું ઓછું બોલું છું. સ્કૂલ અને કૉલેજમાં પણ હું એવી જ હતી. પણ હું તારા સાથે જલ્દી ભળી ગઈ કેમ કે હું તને પ્રેમ કરું છું. અને હું તને પ્રેમ કરું છું એટલે તું મને સંભળાવે છે. એના લીધે હું ઝઘડુ છું પણ રજત જે દિવસે હું ઝઘડવાનુ બંધ કરી દઈશ ને તે દિવસે તું મારો અવાજ સાંભળવા તરસી પડશે. પણ જોઈ લેજે હું તારી સાથે એક શબ્દ પણ નહીં બોલું. હું મૌન થઈ જઈશ."

રજત:- "મેહા ઘરેથી કોઈ ઈમોશનલ ડ્રામા મુવી જોઈને આવી છે જે આવા ડાયલોગ મારે છે."

મેહા:- "રજત તને તો કંઈ અસર જ નથી ને!"

રજત:- "જાણે છે પછી શું કામ પૂછે છે?"

મેહા:- "તને કોઈ અસર નથી થતી પણ ભૂખને લીધે મારી હાલત ખરાબ થાય છે. રજત મને ભૂખ લાગી છે."

રજત:- "હા તો ચાલને જમી‌ લઈએ."

બધાં જમીને ઘરે પહોંચે છે. મેહા ખૂબ થાકી ગઈ હોય છે એટલે શાવર લઈ રાતે જમીને તરત જ સૂઈ જાય છે. સવારે મેહા ઉઠી ચા નાસ્તો કરે છે. ક્રીનાને જોઈ મેહાને ગઈકાલે ક્રીના સાથે દુર્ઘટના થતાં થતાં રહી ગઈ હતી તે યાદ આવી જાય છે."

મેહા:- "મમ્મી આવી હાલતમાં ભાભીને શું કરવા કામ કરાવો છો?"

ક્રીના:- "મેહા મમ્મીજી મને કામ નથી કરાવતાં...ઉલ્ટા તો મમ્મી મને આરામ કરવા કહે છે."

મેહા:- "તો તમે કામ શું કરવા કરો છો?"

મમતાબહેન નિખિલનો કાન ખેંચતા કહે છે "આ સાહેબે ક્રીનાને ઓર્ડર જો કર્યો છે."

નિખિલ:- "મમ્મી મારો કાન છોડોને પ્લીઝ."

મેહા:- "ભાઈ ગઈ કાલે તો ભાભીની આટલી ચિંતા કરતા હતા તો આજે અચાનક શું થઈ ગયું?"

નિખિલ:- "આવી હાલતમાં કામ કરવું જોઈએ. અને હરવું ફરવું પણ જોઈએ. સાંજે આપણે ચાલવા જઈશું ક્રીના. હવે હું ઑફિસે જાઉં છું...bye..."

નિખિલ ઑફિસે જવા નીકળી ગયો. મેહા નાસ્તો કરતાં કરતાં વિચારી રહી.

ક્રીના:- "શું વિચારે છે?"

મેહા:- "ભાઈએ કહ્યું તે કંઈ સમજમાં ન આવ્યું."

મમતાબહેન:- "એક રીતે નિખિલે સાચું જ કહ્યું. આવી હાલતમાં નિયમિત કરવામાં આવતાં રોજેરોજનાં કામ ચાલુ રાખવાં જોઈએ. હળવી કસરતો પણ કરવી જોઈએ. ટૂંકમાં વધારે પડતો આરામ ન કરવો અને વધારે પડતું કામ પણ ન કરવું.
પાછળથી કંઈ પ્રોબ્લેમ ન આવે એટલે કામ કરતા રહેવું જોઈએ. જેથી નોર્મલ ડિલિવરી થાય."

ક્રીના:- "હવે સમજમાં આવ્યું?"

મેહા:- "હા સમજમાં આવી ગયું."

બપોરે મેહા મુવી જોય છે. સાંજે ગાર્ડનમાં બેસી રજત વિશે વિચારે છે. "તો રજતને મારા પર દયા આવે છે. પણ દયા કેમ આવે છે. તો શું રજત મને પ્રેમ નથી કરતો? ના રજત મને પ્રેમ કરે છે. રજત મને શું કરવા કન્ફ્યુઝ કરે છે." મેહા ખાસ્સી વાર સુધી રજત અને પોતાના વિશે વિચારી રહી. રજત મને પ્રેમ પણ નથી કરતો અને નફરત પણ નથી કરતો પણ અમારા બે વચ્ચે કંઈક તો છે.

નિખિલ અને પરેશભાઈ ઑફિસેથી આવે છે. બધા રાત્રે જમી લે છે.

નિખિલ:- "ક્રીના ચલ."

ક્રીના:- "આટલી રાતના ક્યાં જવાનું છે?"

નિખિલ:- "અરે આપણે ચાલવા જવાનું છે."

ક્રીના:- "નહીં Nik... ચાલને રૂમમાં જઈને એકાદ મુવી જોઈએ."

નિખિલ:- "ચલ હવે આમાં આળસ કરવી સારી નહીં."

ક્રીના:- "નહીં નિખિલ."

"ક્રીના તારા સારા માટે કહું છું. એકવાર કહ્યું સમજમાં નથી આવતું. ચૂપચાપ મારી સાથે ચાલ."
નિખિલે સ્હેજ ગુસ્સામાં કહ્યું.

ક્રીના:- "ચાલ."

નિખિલ અને ક્રીના બહાર ચાલવા જાય છે. ક્રીના નિખિલનો હાથ પકડી લે છે.

થોડીવાર ચાલ્યા પછી ક્રીના કહે છે "નિખિલ હવે મારાથી નહીં ચલાય."

નિખિલ:- "બસ થોડે સુધી."

બંને થોડે સુધી ચાલવા ગયા.

ક્રીના:- ''નિખિલ હવે મારા પગ દુઃખે છે."

નિખિલ:- "સારું ચલ હવે ઘરે જઈએ."

નિખિલ અને ક્રીના ઘરે પહોંચે છે. ક્રીના તો ઘરમાં આવીને જ સોફા પર બેસી પડે છે. નિખિલ દરવાજો બંધ કરી દે છે.

નિખિલ:- "ચાલ હવે સૂઈ જઈએ."

ક્રીના:- "મારાથી‌ હવે નહીં ચલાય."

નિખિલ ક્રીના પાસે આવે છે. ક્રીનાને બંને હાથે ઉંચકી લે છે. ક્રીનાને બેડરૂમમાં લઈ જઈ બેડ પર સુવડાવી દે છે.

ક્રીના:- "Nik તું હવે ક્યાં જાય છે? તું પણ સૂઈ જા."

નિખિલ:- "બસ હમણાં જ આવ્યો."

નિખિલ એક ટબમા હૂંફાળું પાણી લઈ આવે છે.
ક્રીનાના પગ પાસે મૂકે છે.

નિખિલ:- "ક્રીના આમાં તારા પગ બોળી દે."

ક્રીના થોડીવાર પગ બોળી રાખે છે.

નિખિલ:- "હવે સારું લાગ્યું."

ક્રીના:- "હા બહું સારું લાગ્યું."

નિખિલના હાથ ક્રીનાના પગ પર ફરે છે. નિખિલ હળવે હાથે ક્રીનાના પગ દબાવે છે. જેવો પગ દબાવ્યો કે ક્રીના ચમકી ગઈ.

ક્રીના:- "નિખિલ આ શું કરે છે? મને બિલકુલ પસંદ નથી કે તું આ રીતે મારી સેવા કરે."

નિખિલ:- "પણ તને શું વાંધો છે?"

ક્રીના:- "બસ મને નથી ગમતું."

ક્રીના નિખિલનો હાથ ખેંચી પોતાની બાજુમાં નિખિલને સૂવાડી દે છે. ક્રીના નિખિલની છાતી પર માથું મૂકી સૂઈ જાય છે.

એક સાંજે સાવિત્રીબહેન અને રતિલાલભાઈએ જમવા માટેનો પ્રોગ્રામ રાખ્યો હતો. મેહા, ક્રીના, નિખિલ, મમતાબહેન અને પરેશભાઈ આવી પહોંચે છે. બધાં બેઠક રૂમમાં બેઠાં હતા.

મમતાબહેન:- "ક્રીના હજી જમવાની વાર છે તો રૂમમાં જઈને થોડીવાર આરામ કરી લે."

ક્રીના:- "જી મમ્મીજી."

સાવિત્રીબહેન:- "નિખિલ તું પણ ક્રીના સાથે જા."

ક્રીના અને નિખિલ રૂમમાં જાય છે.

મેહાની આંખો રજતને શોધી રહી હતી.

સાવિત્રીબહેન:- "તું જેને શોધી રહી છે તે ઘરની પાછળ છે. જા મળી લે."

સાવિત્રીબહેનની વાત સાંભળી મેહા થોડી શરમાઈ ગઈ. ચૂપચાપ નીચું જોઈ ઘરની પાછળના ભાગે ગઈ.

મેહા રજતને શોધવા લાગી. ત્યાં જ પાણીમાં કોઈ પડ્યું હોય એવો અવાજ આવ્યો. મેહા નું ધ્યાન એ અવાજ તરફ ગયું.

મેહા મનોમન કહે છે "ઑહ તો જનાબ સ્વીમીગ કરી રહ્યા છે."

મેહા રજતની પાસે જાય છે. સ્વીમીગ કરતા કરતાં રજતની નજર મેહા પર જાય છે. મેહાએ રેડ કલરનો ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો.

મેહા ચેર પર બેસી રજતને જોઈ રહી.

રજત પણ મેહા પાસે આવે છે. મેહાનો હાથ પકડી કહે છે "ચલ મારી સાથે સ્વીમીગ કરવા."

મેહા:- "નહીં રજત મને સ્વીમીગ કરવાનું નથી ગમતું."

રજત:- "ઑકે તો હું થોડીવાર સ્વીમીગ કરી લઉં."

રજત સ્વીમીગ પુલમાં જઈ સ્વીમીગ કરે છે.

રજત:- "મેહા તારે સ્વીમીગ ન કરવું હોય તો વાંધો નહીં પણ એટલિસ્ટ પાણીમાં પગ બોળીને તો બેસી જ શકે છે ને!"

મેહા રજતની વાત માની પુલમાં પગ બોળીને બેસે છે. મેહા પાણી સાથે રમત રમી રહી હતી.

રજત:- "પાણી સાથે તને ગમે છે તો અંદર કેમ નથી આવતી. Come અંદર આવ."

મેહા:- "નહીં રજત. મને અહીં જ ગમે છે."

રજતને મેહા સાથે શરારત કરવાનું મન થાય છે.

રજત મેહાની નજીક જાય છે. મેહા સાથે વાતો કરે છે અને વાતો વાતોમાં રજત મેહાની કમર પકડી મેહાને પુલમાં ખેંચી લે છે. અચાનક રજતે આવી હરકત કરતાં મેહા શોક્ડ થઈ જાય છે. રજત હસી રહ્યો હતો. મેહા પાણીની ઉપર આવવા માટે ફાંફાં મારી રહી હતી. મેહાને તડપતી જોઈ રજતનો ચહેરો ગંભીર થઈ જાય છે. તરત જ રજત મેહાને કમર પરથી પકડી મેહાને પોતાના આગોશમાં લઈ માથા પર હાથ ફેરવતા કહે છે "રિલેક્ષ મેહા. સ્વીમીગ પુલ તો છે એમાં આટલું ડરવાની શું જરૂર છે?"

મેહા પણ ગભરાઈને રજતને વળગી પડે છે. રજત મેહાની કમર પકડી મેહાને ઉપર બેસાડી દે છે.

મેહા:- "રજત તને તો હંમેશાં મજાક જ કરવી હોય છે. તને ખબર છે હું કેટલી ગભરાઈ ગઈ હતી. પાણીથી મને ડર લાગે છે."

રજત:- "અત્યારે જ તો પાણી સાથે રમત‌ રમતી હતી એટલે મને લાગ્યું કે તને પાણી ગમે છે. અને હવે કહે છે‌ કે પાણીથી ડર લાગે છે."

મેહા:- "રજત મને પાણી ગમે છે પણ પાણીથી મને ડર લાગે છે."

રજત:- "એમાં ડરવાની શું જરૂર છે?"

મેહા:- "રજત મને તરતાં નથી આવડતું."

રજત:- "મને નહોતી ખબર કે તને તરતા નથી આવડતું. પણ મેહા આ સ્વીમીગ પુલ છે. સ્વીમીગ પુલ કંઈ એટલાં ઊંડા થોડી હોય!"

મેહા:- "હા મને ખબર છે કે સ્વીમીગ પુલ ઊંડા ન હોય પણ અચાનક તે મને ખેંચી લીધી તો હું શોક્ડ થઈ ગઈ અને હું ખૂબ ડરી ગઈ."

રજત:- "ઑકે હવે પાણીની બાબતમાં તારી સાથે મજાક નહીં કરું."

પાણીમાં પડવાથી મેહાને ઠંડી લાગી રહી હતી.

રજત:- "ચલ કપડાં ચેન્જ કરી‌લે."

મેહા:- "રજત અંકલ-આંટી,મમ્મી‌-પપ્પા મને આ હાલતમાં જોશે તો?"

રજત:- "તો શું? કોઈ કશું નહીં કહે."

મેહા:- "રજત તું સમજી નથી રહ્યો. મારે બસ આ હાલતમાં અંદર નથી જવું."

રજત:- "ઑકે હું અંદર જઈને જોઉં છું કે કોણ કોણ અંદર બેઠેલા છે."

રજત બેઠક રૂમમાં જાય છે. રજતે રતિલાલભાઈ અને પરેશભાઈને ઘરની આગળના‌ ગાર્ડનમાં જતા જોયા. સાવિત્રીબહેન અને મમતાબહેન રસોડામાં હતા.

રજત મેહા પાસે આવીને કહે છે "અંદર કોઈ નથી. ચલ."

રજત મેહાને પોતાના રૂમમાં લઈ આવે છે.
પાણીમાં પડવાથી મેહાને ઠંડી લાગી રહી હતી. એસી‌ ચાલુ હોવાથી રૂમમાં આવતાં જ મેહા વધારે ધ્રૂજવા લાગી.

રજતે એસી બંધ કર્યું. રજત ક્રીનાના રૂમમાં જઈને દરવાજો ખટખટાવે છે. ક્રીના દરવાજો ખોલે છે.

ક્રીના:- "શું થયું રજત?"

રજત:- "મેહાને કપડાં જોઈએ છે. એના કપડાં ભીના થઇ ગયા છે."

કંઈક વિચાર આવતા જ મેહા પણ ક્રીનાના રૂમમાં આવે છે.

મેહા ક્રીનાને કાનમાં ધીમેથી કહે છે "ભાભી અંદરના કપડાં પણ છે ને!"

ક્રીના:- "હા. તું ચેન્જ કરી લે."

મેહા રજતના રૂમમાં જાય છે. મેહા બાથરૂમમાં કપડાં ચેન્જ કરી રૂમમાં આવે છે. રજતે પણ ચેન્જ કરી લીધું હતું. મેહા બેડ પર બેસી જાય છે.

રજત પણ મેહા પાસે આવે છે. રજત મેહાને hug કરે છે. રજતના હાથ થોડીવાર સુધી મેહાના બાવડાં પર અને પીઠ પર ફરે છે. મેહા પણ રજતને વળગી પડે છે.

રજત:- "feeling better? હવે તો ઠંડી નથી લાગતી ને?"

મેહા:- "ના."

રજત બેડ પર ઑશીકાના ટેકે સૂઈ જાય છે. મેહાની પીઠ રજત તરફ હોય છે. રજતનો હાથ મેહાની કમર પર મૂકાય છે. રજતનો હાથ કમર પરથી સરકી મેહાના પેટ પર ફરે છે."

રજત:- "શું વિચારે છે?"

મેહા:- "કંઈ નહીં બસ એમજ."

રજત:- "તો પણ...કહે તો ખરી."

મેહા:- "રજત મને બહું ડર લાગે છે."

રજત:- "હવે શું થયું?"

મેહા:- "આપણાં જલ્દી લગ્ન થઈ જશે રાઈટ?"

રજત:- "હા."

મેહા:- "લગ્ન પછી કદાચ પ્રેગનેન્ટ પણ થઈ જઈશ...પણ રજત મને એના લીધે બહુ ડર લાગે છે.
મેં સાંભળ્યું પણ છે કે ડીલીવરીમા ઘણી સ્ત્રીઓ પોતાનો જીવ પણ ગુમાવી દે છે."

રજત:- "મેહા તારી આ પહેલેથી જ ટેવ છે કે શું? તું કંઈક વધારે પડતું જ વિચારે છે. Come અહીં આવ મારી પાસે."

મેહા રજતની છાતી પર માથું મૂકી દે છે.
રજત મેહાના માથે હાથ મૂકતાં કહે છે "Don't worry તને કશું નહીં થાય. હું છું ને તારી સાથે."

થોડીવાર પછી બધાં જમી લે છે. મેહા,નિખિલ,ક્રીના,પરેશભાઈ,મમતાબહેન ઘરે પહોંચે છે.

બંને પરિવારોનો એકબીજાના ઘરે જમવાનો પ્રોગ્રામ થતો રહેતો. મેહા અને રજતની પણ વાતો થતી રહેતી. દિવસો પર દિવસો વિતતા ગયા. ક્રીનાને નવમો મહીનો ચાલી રહ્યો હતો. નિખિલ અને મમતાબહેને ક્રીનાનુ ખૂબ ધ્યાન રાખ્યું હતું.

એક સાંજે ક્રીનાને થોડો દુઃખાવો થયો. ક્રીનાએ નિખિલ ને કહ્યું. નિખિલ તરત જ કારમાં ક્રીનાને હોસ્પિટલમાં લઈ ગયો.

નિખિલ ક્રીના સાથે હોસ્પિટલ પહોંચી ગયો. ક્રીનાને હજી સુધી એટલો દુઃખાવો ઉપડ્યો નહોતો. ક્રીનાને એડમિટ કરી દીધી.

નિખિલે ક્રીનાના પરિવારને ફોન કરી હોસ્પિટલ બોલાવી લીધા હતા. બધાં હોસ્પિટલમાં નવા મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં બાળકનો રડવાનો અવાજ આવ્યો. ડોક્ટરે બહાર આવી નિખિલને કહ્યું "કોન્ગ્રેચ્યુલેશન...જુડવા બાળકો થયા છે." એક બેબી અને એક બાબો. સૌથી પહેલાં નિખિલ અંદર ગયો.

ક્રીનાના એક હાથમાં બાળક હતું. નિખિલે બેબીને લઈ માથા પર કિસ કર્યું. બધા વારાફરતી બંને બાળકોને લેવા લાગ્યા.

મેહાએ બંને બાળકોના હાથ પકડ્યા.

ક્રીના:- "મેહા અહીં બેસ. લે તને બેબી ખોળામાં આપું."

મેહા:- "નહીં ભાભી મને ડર લાગે છે."

રજત:- "અરે એમાં ડરવાની શું જરૂર છે?"

મેહાએ બચ્ચાંને સાવચેતીથી લીધું.

રજત અને મેહા બંનેએ બાળકને સાવચેતીથી હાથમાં લીધા હતા. રજતે બાળકને કિસ કરી.
રજતે ધીરે રહીને બાળક મેહા પાસેથી લઈ લીધું.
રજત બંને બાળકોને વારાફરતી લઈ ખૂબ વ્હાલ કરી રહ્યો હતો. મેહા રજતના આ રૂપને અનિમેષ નજરે જોઈ રહી.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED