તરસ પ્રેમની - ૮ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૮


બીજી સવારે મેહા અને નિખિલ સ્કૂલે પહોંચે છે.

નિખિલ પોતાના ક્લાસમાં જાય છે અને મેહા પણ પોતાના ક્લાસમાં જાય છે.

મેહા ક્લાસમાં બેસી એની બહેનપણીઓની રાહ જોતી હતી. મેહા મનોમન કહે છે "આ લોકો કેટલી પ્રેક્ટીસ કરે છે. આટલી વખત આવી જવું જોઈએ ને!"

બાજુની બેન્ચ પર બેઠેલી બે-ત્રણ છોકરીઓ વાત કરી રહી હતી.

સોનલ:- "તમને ખબર છે કાલે મારી સાથે શું થયું?"

પલ્લવી:- "શું થયું? કોઈએ કિસ કરી? કે કોઈએ પ્રપોઝ કર્યું."

સોનલ:- "કાલે મને RRએ મળવા બોલાવી હતી."

પલ્લવી:- "શું વાત કરે છે? રિયલી? RR તને બોલાવવાનો. વિશ્વાસ નથી આવતો."

સોનલ:- "RRએ મને લિપ ટુ લિપ કિસ કરી. અને મને એમ પણ કહ્યું કે આ મારી પહેલી કિસ છે."

મેહા આ લોકોની વાત સાંભળી રહી હતી. મેહા મનોમન બોલે છે " RR કેટલું જૂઠું બોલે છે. તે દિવસે નૈનશીને એમ કહેતો હતો અને આજે સોનલને. એવી તો કેટલીય છોકરીને કહ્યું હશે કે આ મારી પહેલી કિસ છે. અને આ છોકરીઓ પણ RR ની વાતમાં આવી જાય છે. પોતાની બુધ્ધિ તો ચલાવવી જોઈએ ને! એ છોકરીઓ પાસે દિમાગ નથી કે શું?"

એટલામાં જ RR અને એના ફ્રેન્ડસની ક્લાસમાં એન્ટ્રી થાય છે.

RR:- "Good morning class. What's up?"

ક્લાસમાં જેટલા બેઠાં હતા તેઓએ Good morning કહ્યું.

RR અને એનું ગ્રુપ ક્લાસમાં આવતા જ બધા મસ્તીના મૂડમાં આવી ગયા. RR અને એના ફ્રેન્ડ ક્લાસમાં ખૂબ મસ્તી કરતા. પોતે તો મસ્તી કરતા અને બીજાને પણ મસ્તી કરાવતા. RRના આવતા જ જાણે કે ક્લાસ જીવંત થઈ ગયો હતો. RR અને એના ફ્રેન્ડ હોય તો ક્લાસમાં રોનક રહેતી.

RR છોકરીઓ સાથે વાત કરવામાં બિઝી થઈ જાય છે. મેહાની ત્રણેય બહેનપણીઓ પણ ક્લાસમાં આવે છે.

મેહા નું ધ્યાન RR પર જાય છે.
RRની નજર સોનલ પર જાય છે. સોનલ RR પાસે આવે છે.

RR:- "Hi સોનલ."

સોનલ:- "Hi RR."

RR:- "આજે પાછા મળવું છે?"

સોનલ:- "Ok."

મેહા સોનલ અને RRને વાત કરતા જોય છે. મેહા વિચારે છે કે "શું વાત કરતા હશે આ લોકો?
RR સોનલને કેવી રીતે જોઈ રહ્યો છે. આટલી નાની ઉંમરે આવું કરે છે તો પછી પાછળ જતા RR શું કરશે. Oh God હું તો આગળનું વિચારી પણ શકતી નથી. અને આ સોનલ. સ્કૂલનુ સ્કર્ટ તો કેટલું શોર્ટ પહેર્યું છે. અને RR વાત કરતા કરતા સોનલના પગને કેવી રીતના જોઈ રહ્યો છે. ધીરે ધીરે RRની નજર તો સોનલની કમર પર અને કમરથી ઉપર....મેહાથી મનોમન બોલાઈ જાય છે disgusting."

RRને ખ્યાલ આવે છે કે મેહા મારી તરફ જોઈ રહી છે. તરત જ RR મેહા તરફ નજર છે. મેહા નજરો ઝૂકાવી લે છે.

મેહા:- "મને લાગે છે કે તમારે નવા સ્કર્ટ લેવા જોઈએ."

પ્રિયંકા:- "કેમ?"

મેહા:- "છોકરાઓની નજર ક્યાં ક્યાં પડે છે તેમનો તમને જરાય ખ્યાલ નથી આવતો એટલે કહું છું."

મિષા:- "તું શું જાણવાની છોકરીઓ વિશે. Boys ની નજર જાય એટલા માટે તો છોકરીઓ શોર્ટસ કપડાં પહેરે છે. સમજી?"

મેહા ફરી વિચારોમાં ખોવાઈ ગઈ. એટલામાં જ ટીચર આવે છે અને બધાને ભણાવવા લાગે છે.

બપોરે કેન્ટીનમા મેહા એના ગ્રુપ સાથે બેસી નાસ્તો કરતી હતી. RR અને SR નું ગ્રુપ પણ મેહા લોકો સાથે બેસી નાસ્તો કરે છે.

સાંજે જઈ મેહા હોમવર્ક કરીને બાલ્કની માં જઈને બેસે છે. મેહા વિચારોમાં ખોવાઈ જાય છે. RR ની નજર સોનલના દેહ પર કેવી રીતના ફરતી હતી. સોનલને કંઈ પણ ફીલ નહીં થયું હોય. SR જો મારી તરફ આવી રીતના જોય તો તો હું લજામણીની જેમ સંકોચાઈ જાવ. એટલામાં જ પ્રિયંકાનો ફોન આવે છે.

પ્રિયંકા:- "મેહા તૈયાર રહેજે. અમે તને લેવા આવીએ છીએ."

મેહા:- "હા પણ જવાનું ક્યાં છે?"

પ્રિયંકા:- "પ્રિતેશના ઘરે નાનકડી પાર્ટી છે. પ્રિતેશે તને ફોન કર્યો હતો પણ તારો ફોન લાગ્યો નહીં. મને કહ્યું કે મેહાને પણ લઈ આવજે. SR પણ આવે છે."

SR નું નામ સાંભળતા જ મેહા ખુશ થઈ ગઈ.

મેહા ફટાફટ તૈયાર થઈ ગઈ. બહાર એની બહેનપણીઓની રાહ જોઈને ઉભી હતી. મેહાની ફ્રેન્ડ, SR અને RR નું ગ્રુપ પણ મેહાના ઘરે આવી પહોંચે છે.

SR:- "મેહા Come..."

મેહા SR સાથે બાઈક પર બેસી ગઈ.

બધા પ્રિતેશના ઘરે પહોંચે છે.

મેહા અને એના ફ્રેન્ડસને જોઈને તનિષા અને તન્વી નું મોઢું ચઢી ગયું.

તનિષા:- "આ લોકોને ઇન્વાઇટ કરવાની શું જરૂર હતી?"

તન્વી:- "હા યાર. આ લોકોને જોઈને જ મારો મૂડ ખરાબ થઈ ગયો."

મિષા:- "આપણને જોઈને આ લોકોનું મોઢું કેવું ચઢી ગયું છે. એ લોકોનો મૂડ ખરાબ થઈ ગયો. અને મને તો મજા આવી ગઈ આ લોકોને આવી રીતે હેરાન કરવાની."

મિષાએ તનિષા સામે એવી રીતના જોયું કે તનિષા સમજી ગઈ.

તનિષા:- "તન્વી આપણો મૂડ ખરાબ થઈ ગયો તો જો એ લોકો કેટલાં ખુશ થાય છે. પણ હું એવું થવા નહીં દઉં. આપણે પણ સારા મૂડમાં આવી જઈએ."

તનિષા અને તન્વી પણ એન્જોય કરે છે. પ્રિતેશે બધા માટે નાસ્તો મંગાવ્યો હતો.

મ્યુઝિક ચાલું કરી બધા ડાન્સ કરી રહ્યા હતા.

થોડીવાર ડાન્સ કરી બધા નાસ્તો કરવા લાગ્યા.

મેહા એની ફ્રેન્ડસ સાથે બેઠી હતી અને SR એના ફ્રેન્ડ જોડે. ત્યાં જ તનિષા આવે છે.

SR પર કોઈનો ફોન આવતા ઘરની બહાર લોનમાં વાત કરવા જાય છે.

તનિષા પણ SR ની પાછળ આવે છે. SR વાત કરીને આવતો હોય છે કે સામે જ તનિષા મળે છે.

તનિષા:- "Hi SR..."

SR:- "Hi."

તનિષા:- "તો શું ચાલે છે લાઈફમાં?"

SR:- "મોજ મસ્તી."

તનિષા:- "બસ ખાલી મોજ મસ્તી. કોઈ ગર્લફ્રેન્ડ બનાવી કે નહીં?"

SRને મેહાનો વિચાર આવ્યો અને કહ્યું " હા બનાવવાનો ઈરાદો તો છે."

એટલામાં જ ત્યાં RR આવે છે.

RR:- "Hey guys શું વાત કરો છો?"

તનિષા:- "કંઈ નહીં. SRની કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં એ જ પૂછું છું."

RR:- "So કોઈ ગર્લફ્રેન્ડ બનાવી કે નહીં?"

SR:- "હા એક છોકરી ગમે છે."

તનિષા:- "એનું નામ અમને જણાવીશ નહીં?"

SR:- "એનું નામ છે..."

RRને ખ્યાલ હતો કે SR મેહા નું જ નામ લેશે. RR નું દિલ જોરથી ધડકવા લાગ્યું.

SR:- "એનું નામ છે મેહા."

તનિષાથી હસી પડાયું અને કહ્યું "What? તું મેહાને ગર્લફ્રેન્ડ બનાવવાનો છે. તું મજાક તો નથી કરી રહ્યો ને? Are you serious?

SR:- "કેમ મેં કંઈ ખોટું કહ્યું કે તું આમ હસી પડી."

તનિષા:- "Sorry...પણ મને તો હજી પણ આ મજાક જ લાગે છે. આપણી સ્કૂલમાં આટલી સુંદર છોકરીઓ છે અને તને ગર્લફ્રેન્ડ બનાવવા મળી તો મેહા જ મળી. એ બહેનજીને કોણ ગર્લફ્રેન્ડ બનાવવાનું!"

SR ને ન જોતા મેહા બહાર આવી.

મેહા વિચારે છે કે "RR,SR અને તનિષા શું વાત કરતા હશે? છુપાઈને સાંભળવું પડશે. કદાચ SR પોતાના મનની વાત જણાવે. SR ના મનમાં મારા પ્રત્યે કંઈક હોય તો કદાચ આ લોકોને જણાવશે.

મેહા એક ઝાડની પાછળ સંતાઈને આ લોકોની વાત સાભળવા લાગી.

RR કંઈ બોલવા જતો હતો પણ અચાનક જ એને એક વિચાર આવ્યો.

RR:- "હા મેહા બીજી છોકરીઓની જેમ સ્માર્ટ નથી. ડફ્ફર અને ડમ્બો છે. કપડાંનું પણ સેન્સ નથી. અને તૈયાર થવાનું પણ સેન્સ નથી. એના કપડાં જ જોઈ લે ને આજે પણ કેવા જીન્સ અને ટી શર્ટ પહેર્યાં છે."

RR અને તનિષાની વાત સાંભળી SR તો વિચાર કરતો થઈ ગયો. RR વિચારવા લાગ્યો કે "જો શ્રેયસ પણ મેહાને ચાહતો હશે તો એના પર અમારી કોઈ વાતની અસર નહીં થાય. અને નહીં ચાહતો હોય તો એ મેહા જેવી બહેનજી ટાઈપની છોકરીને ગર્લફ્રેન્ડ નહીં બનાવે. અને ન બનાવે તો મેહાને હું મારી બનાવીશ. Oh God મારા મનમાં આવો ખ્યાલ આવ્યો ક્યાંથી? હું મેહાને Like કરવા લાગ્યો છું...
No RR પ્રેમના ચક્કરમાં તો બિલકુલ ન પડતો. તારી આસપાસ આટલી બધી સુંદર છોકરીઓ છે ને તું ક્યાં આ મેહાના ચક્કરમાં પડ્યો. મેહાના ચક્કરમાં તો પડવા જેવું નથી. પણ મારે જાણવું પડશે કે મેહાને SR ખુશ રાખશે કે નહીં?"

RR:- "મેહા એટલી બધી પણ સારી નથી લાગતી. સાદી અને સિમ્પલ. એટલી સ્માર્ટ પણ નથી. કોઈ સાથે હળેભળે નહીં."

શ્રેયસ કંઈ બોલ્યો નહીં.

તનિષા વિચારે છે કે "મને તો મેહા નથી ગમતી પણ RRને મેહાથી શું પ્રોબ્લેમ છે? શ્રેયસને એ કેમ મેહાથી દૂર કરે છે. દાળમાં કંઈક તો કાળું છે. એવું તો નથી ને કે RR શ્રેયસને મેહાથી દૂર કરી પોતે મેહાની નજીક આવવા માંગતો હોય. મારે RR પર નજર રાખવી પડશે."

RR:- "શ્રેયસ ક્યા વિચારોમાં ખોવાઈ ગયો."

શ્રેયસ:- "કોઈના નહીં. ચાલો અંદર જઈ પાર્ટી એન્જોય કરીએ."

મેહાએ આ લોકોની બધી વાત સાંભળી. મેહા વિચારે છે કે "RR ને શું જરૂર છે શ્રેયસને મારા વિશે કહેવાની? RR ને શું લાગ્યું કે શ્રેયસને મારા વિશે કહેશે એટલે મને પ્રેમ નહીં કરે? પણ પ્રેમમાં બાહ્ય દેખાવ તો ગૌણ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે RR ની વાત સાંભળી SR મને ક્યારેય Judge નહીં કરે."

મેહા પણ ઘરમાં જાય છે. મેહા પોતાના ધ્યાનમાં જ આવતી હોય છે. તનિષા જાણી જોઈને મેહાને પાડવા માટે પગ આગળ લાવે છે. મેહા નું ધ્યાન ન હોવાથી મેહાને તનિષાનો પગ લાગતા નીચે પડે છે.
મેહાને પડ્યા પછી ખ્યાલ આવ્યો કે તનિષાનો પગ વચ્ચે આવી ગયો હતો. મેહાએ તનિષા તરફ જોયું તો તનિષા લુચ્ચું હસી રહી હતી. મેહાને સમજતા વાર ન લાગી કે તનિષાએ જ મને નીચે પાડી છે.

મેહા નીચે પડે છે એટલે બધાનું ધ્યાન મેહા પર જાય છે.

RR:- "Are you ok?"

મેહા:- "હા..."

SR:- "મેહા વાગ્યું તો નથી ને?"

મેહા:- "ના..."

મેહાને ઉઠાડવા માટે SR અને RR બંન્ને મેહા આગળ હાથ લંબાવે છે. મેહાએ બંન્ને તરફ નજર કરી. મેહાએ SR ના હાથમાં હાથ મૂક્યો. RRએ લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો.

મિષા:- "તનિષા તે મેહાને પાડી છે ને?

મેહા તરફ જોઈ મિષાએ કહ્યું "બોલ તનિષાએ તને પાડી છે ને?"

મેહા કંઈ બોલવા જતી હતી કે મેહાને વિચાર આવ્યો "જો હું તનિષા નું નામ લઈશ તો મિષા,પ્રિયંકા,નેહા તનિષાને છોડશે નહીં અને આવી બધી ધમાલ થશે તો પાર્ટીની મજા બગડી જશે. મારા લીધે કોઈની પાર્ટી બગડવી ન જોઈએ."

મેહા:- "મારું ધ્યાન જ નહોતું એટલે નીચે પડી ગઈ. હવે હું ઠીક છું."

બધા ફરી ડાન્સ કરવા લાગે છે.

નેહા:- "મેહા શું કરે છે. Come..."

મેહા એ લોકો સાથે ડાન્સ કરવા જતી હોય છે કે તનિષા એને રોકતા કહે છે "Listen RR થી દૂર રહેજે સમજી?"

તનિષા ડાન્સ કરવા જતી રહે છે.

મેહા વિચારે છે કે "તનિષાએ મને કેમ એવું કહ્યું કે RR થી દૂર રહેજે. હું તો SR ને ચાહું છું. અને SR મને. Thank God કે મેં SR અને RR ની વાત છૂપાઈને સાંભળી લીધી. SR મને પ્રપોઝ કરવાનો છે. એટલે જ કદાચ મને રવિવારે એકલામાં મળવા બોલાવી છે."

મોડી રાતે બધાં પ્રિતેશના ઘરેથી નીકળે છે.
મેહા SR સાથે બાઈક પર બેસી જાય છે.

રૉકી સાથે મિષા બેસી જાય છે. રૉકીએ બાઈક હંકારી મૂકી.

થોડે જતા રૉકીએ ચાની લારી પાસે બાઈક રોકી.
રૉકીને જોઈને RRએ પણ બાઈક રોકી.

રૉકી:- "ચાલોને યાર એક એક કપ ચા પી લઈએ."

રૉકી અને RRને જોતા પાછળ આવતા બધાએ બાઈક રોકી. બધાએ ચા પી રહ્યા હતા.

RRએ ચા પીતા પીતા મેહા તરફ નજર કરી. મેહાની પાંપણો ઝૂકેલી હતી. મેહા ધીમે ધીમે ચાના ઘૂંટ ભરી રહી હતી. ચા પીતા સમયે મેહાના ચહેરા પર વાળની એક લટ આવી જાય છે. મેહા હળવેથી પોતાના વાળની લટોને કાન પાછળ ગોઠવી દે છે. મેહાને ખ્યાલ આવ્યો કે RR પોતાને જોઈ રહ્યો છે. મેહાએ RR તરફ જોયું. RR મેહાની અણિયાળી આંખોને જોઈ રહ્યો. મેહાની આંખોમાં માસૂમિયત ઝલકી રહી હતી.

RR થોડી મિનીટો સુધી મેહાને જોઈ જ રહ્યો. મેહાએ RR પરથી નજર હટાવી લીધી. પણ RRએ મેહા પરથી નજર ન હટાવી.

થોડીવાર પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

SRએ બીજી સાઈડ પર બાઈક વાળી લીધી.

નેહા:- "શ્રેયસ બધાનું ઘર આ તરફના રસ્તે છે. તું ક્યાં જાય છે?"

SR:- "Guys તમે જાઓ. મારે મેહા સાથે વાત કરવી છે. એકલામાં..."

પ્રિયંકા,મિષા અને નેહાએ સ્માઈલ આપતા કહ્યું " ઑહ એકલામાં વાત કરવી છે. સમજી ગયા અમે. જાઓ.Carry on..."

RR અપલક નજરે SR અને મેહાને જતા જોઈ રહ્યો.

RR તનિષાને મૂકી આવી ઘરે ગયો. મન વ્યાકુળ થઈ ગયું હતું. RRને મેહાના જ વિચારો આવતા હતા.

મેહા ઊંઘતા ઊંઘતા શ્રેયસના વિચાર કરવા લાગી. "શ્રેયસ મને પ્રપોઝ કરશે ત્યારે કેવું ફીલ થશે એની કલ્પના પણ હું કરી શકતી નથી. એ ખુશી હું સહન કરી શકીશ? હજી તો પ્રપોઝ નથી કર્યું તોપણ મારી આવી હાલત છે જો પ્રપોઝ કરી દેશે તો મારી શું હાલત થાય? Oh God આ ખુશીના ચક્કરમાં ક્યાંક મને હાર્ટએટેક ના આવી જાય. શ્રેયસ હવે મને જલ્દીથી પ્રપોઝ કરી દે. મારાથી વધારે રાહ નથી જોવાતી. શ્રેયસ પ્રપોઝ કરશે ત્યારે હું શરમાઈ જઈશ અને શ્રેયસ તરત જ મને બાથમાં ભરી લેશે. મને એના દિલના ધબકારામાં મારું નામ સંભળાશે. એનો એક હાથ મારા વાળમાં ફરશે અને બીજો હાથ મારી પીઠ પર મૂકેલો હશે. એના આગોશમાં મને કેટલું સૂકુન મહેસૂસ થશે એની કલ્પના પણ નથી કરી શકતી."

બીજા દિવસે સ્કૂલમાં બધા ગ્રાઉન્ડમાં બેઠા હોય છે.

રૉકી:- "RR ચલ ક્રિકેટ રમવા જઈએ."

RR:- "તમે લોકો જાઓ. મૂડ નથી મારું."

સુમિત:- "ડાન્સ કરવા જઈએ."

RR:- "મન નથી ડાન્સ કરવાનું."

રૉકી:- "Ok તો ફૂટબોલ રમવા જઈએ."

RRએ ગુસ્સામાં કહ્યું "મેં કહ્યું ને કે મારું મૂડ સારું નથી. પછી શું કરવા વારંવાર એક જ સવાલ પૂછો છો? મને એકલો છોડી દો‌."

RR નો ગુસ્સો જોઈ મેહા થોડી ડરી ગઈ. મેહાએ RRને ગુસ્સો કરતા પહેલી વાર જોયો હતો. મેહાએ શું બધાએ જ RRને ગુસ્સો કરતા પહેલી વાર જોયો હતો. RRએ મેહા તરફ નજર કરી. મેહાની આંખોમાં RRને ડર દેખાયો.

RRને ત્યારે ખ્યાલ આવ્યો કે પોતે એના ફ્રેન્ડ પર કેટલો ગુસ્સો કર્યો હતો.

RR:- "રૉકી Sorry યાર. મારે તારા પર આટલો ગુસ્સો નહોતો કરવો જોઈતો."

રૉકી:- "તું મને Sorry બોલીશ. મતલબ કે તું મને ફ્રેન્ડ નથી માનતો. જાણે કે હું અજાણ્યો છું."

RR:- "મારો એ મતલબ નહોતો."

રૉકી:- "બહાર ચાલ મારી સાથે."

RR અને રૉકી બહાર જાય છે.

રૉકી:- "કેમ ગુસ્સે થયો? ગઈકાલે મેહા અને SR એકલામાં મળવા ગયા એટલે."

RR:- "ખબર નહીં."

RRને એક છોકરી Hi કરતી કરતી જાય છે.

RR:- "ચાલ હું જાઉં છું. એ છોકરી મારો મૂડ સારો કરી દેશે."

ક્રમશ: