તરસ પ્રેમની - ૨ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૨


શ્રેયસ વિશે વિચારતા વિચારતા મેહા નું હદય ઝૂમી ઉઠ્યું હતું. હૈયામાંથી હરખ ઉભરાઈ રહ્યો હતો. એટલામાં જ મેહાનો મોટો ભાઈ નિખિલ આવ્યો.

નિખિલ:- "શું કરે છે? હોમવર્ક પતાવ્યું કે નહીં?"

મેહા:- "હા ભાઈ હોમવર્ક જ કરવા બેસું છું."

નિખિલ:- "હું બહાર જાઉં છું. હોમવર્કમા જો કંઈ ન સમજ પડે તો અત્યારે જ સમજાવી દઉં."

મેહા:- "ના ભાઈ. હું જાતે કરી લઈશ."

નિખિલ:- "ઠીક છે તો હું જાઉં છું."

મેહા:- "સારું ભાઈ."

નિખિલ બહાર જતો રહે છે અને મેહા હોમવર્ક કરવા બેસે છે.

હોમવર્ક પતાવી મેહા બેઠક રૂમમાં જાય છે.

મેહા:- "મમ્મી શું બનાવ્યું છે.બહુ ભૂખ લાગી છે."

મમતાબહેન:- "સારું તું ખાઈ લે. અમે ત્રણેય પછી ખાઈશું."

મેહા:- "મમ્મી તમે પણ જમી લો ને."

મમતાબહેન:- "તારા પપ્પાને આવવા દે. પછી જમીશું. તું જમી લે."

મેહા:- "પપ્પાની રાહ જોવાની શું જરૂર છે? તમે પપ્પા માટે ગમે એટલું કરશો એમને કંઈ ફરક નહીં પડે."

મમતાબહેન:- "તને કેટલી વાર સમજાવ્યું છે કે પપ્પા વિશે કંઈ ન બોલતી. તને સમજમાં નથી આવતું કે શું?"

મેહા:- "કેમ હું કંઈ ન બોલું? પપ્પા તારી સાથે કેવી રીતના વર્તે છે તે મને બધી ખબર છે."

"જો બેટા તું હજી બહુ નાની છે. દરેક ઘરમાં નાના મોટા ઝઘડા તો થતાં જ રહે છે. સ્કૂલેથી થાકીને આવી છે. જમીને સૂઈ જા." મમતાબહેને મેહાને પ્રેમથી કહ્યું.

મેહા:- "પ્રિયંકાના મમ્મી પપ્પાને તો મે ક્યારેય ઝઘડતા નથી જોયા. આપણા પાડોશી નયનાઆંટી અને અમૃતઅંકલને તો ઝઘડતા નથી જોયા. એ લોકોના પણ અરેન્જ મેરેજ છે. એ લોકો વચ્ચે કેટલો પ્રેમ છે એવો પ્રેમ તમારા વચ્ચે કેમ નથી?"

એટલામાં જ ઘરની ડોરબેલ રણકી ઉઠે છે.

મેહા મનમાં જ કહે છે "કાશ મમ્મીના લગ્ન કોઈ પ્રેમાળ વ્યક્તિ સાથે થયા હોત."

મમતાબહેન દરવાજો ખોલે છે. પરેશભાઈના
હાથમાંથી મમતાબહેને બેગ લઈ લીધું.

મેહા ચૂપચાપ જમવા લાગી.

મમતાબહેન:- "તમે ફ્રેશ થઈ જાઓ. હું જમવાનું પીરસુ છું."

પરેશભાઈ:- "ના ના તું પહેલાં મારા માટે ગરમા ગરમ ચા બનાવ. થોડીવાર પછી ખાઈશું."

મેહા:- "પપ્પા જમીને ચા પીજો ને."

પરેશભાઈ:- "ના ના જમીને પછી મજા નહીં આવે."

મમતાબહેન ચા બનાવવા રસોડામાં જાય છે.

નિખિલ પણ બહારથી આવે છે.

નિખિલ પણ જમવા બેસે છે.

પરેશભાઈ:- "બંનેનું ભણવાનું કેવું ચાલે છે?"

નિખિલ:- "ફર્સ્ટ ક્લાસ પપ્પા."

મમતાબહેન ચા લઈને આવે છે.

મેહા અને નિખિલે જમી લીધું. મેહા અને નિખિલ પોતાના રૂમમાં જાય છે.

મમતાબહેન અને પરેશભાઈ જમવા બેસે છે.

મેહા પોતાના રૂમમાં જઈ પથારીમાં સૂઈ રહીને છતને તાકી રહે છે અને મનમાં જ કહે છે "સારું છે કે આજે મમ્મી પપ્પા વચ્ચે કોઈ તકરાર નથી થઈ." મેહા પોતાની મમ્મી વિશે વિચારે છે. મેહા મમ્મીને લઈ થોડી દુઃખી થાય છે. થોડીવાર સુધી એમ જ વિચારો કર્યાં કરે છે. મેહાને ઊંઘ નથી આવતી. બધા સૂઈ ગયા હોય છે. મેહા બેઠક રૂમમાં આવે છે. અને ધીમા અવાજે ટીવી ચાલું કરે છે. રોમેન્ટીક મુવી જોવા લાગે છે.

મુવી જોતા જોતા મેહાના દિલના તાર ઝણઝણી ઉઠે છે અને વિચારે છે કે "એકવાર શ્રેયસ મારો બોયફ્રેન્ડ બની જાય તો હું એને મારી બધી વાત શેર કરીશ. મમ્મી પપ્પા વિશે પણ કહી દઈશ. જો કે મમ્મીએ જ મને ના પાડી છે કે આવી વાત કોઈ બહારની વ્યક્તિને પણ નહીં કરવાની. મારા બેસ્ટ ફ્રેન્ડને પણ જણાવવાની ના પાડી છે. મમ્મીએ કહ્યું છે તો કંઈ વિચારીને જ કહ્યું હશે. મારી લાઈફ પણ ક્યાંક મમ્મી જેવી ન થાય. મને વિશ્વાસ છે કે શ્રેયસ મને ખૂબ પ્રેમથી રાખશે. મેહા હજી તો નજરથી નજર જ મળી છે ને તું શ્રેયસ સાથે ઘર વસાવવાના સપના જોય છે. તું પણ ને પાગલ જ છે."

એટલામાં જ whats app group પર મેસેજ આવે છે. એ વોટ્સઅપ ગ્રુપ ચાર ફ્રેન્ડ નું હતું.

પ્રિયંકા:- "hi મેહા શું કરે છે?"

મેહા:- "મુવી જોઉં છું."

પ્રિયંકા:- "સારું તારો દરવાજો ખોલ."

મેહા:- "Oh God તમે લોકો મારા ઘરમાં શું કરવા આવ્યા."

મિષા:- "અરે યાર તારે જે પૂછવું હોય તે પછી પૂછજે. પહેલાં દરવાજો તો ખોલ."

મેહાએ ટીવી બંધ કરી ઝડપથી જઈ જરા પણ અવાજ ન આવે એવી રીતે દરવાજો ખોલ્યો.

મેહા:- "તમે ત્રણે ત્રણ અહીં શું કરો છો? ક્યાં જવા નીકળ્યા છો?"

નેહા:- "અમે લોર્ડ પ્લાઝા હોટલમાં પાર્ટી રાખી છે ત્યાં જઈએ છીએ. બહુ મજા આવશે. તને લેવા આવ્યા છીએ."

મેહા:- "તમે લોકો જાઓ. મારે નથી આવવું."

પ્રિયંકા:- "અરે ચાલને યાર બહુ મજા આવશે. ડાન્સ કરીશું. નવા નવા લોકો મળશે. ખૂબ જ મજા આવશે."

મેહા:- "ના યાર પછી સવારે જલ્દી ઉઠાશે નહીં."

નેહા:- "પ્રિયંકા તું ગમે તેટલું સમજાવશે તો પણ મેહા નહીં આવે. ચાલો શ્રેયસ રાહ જોઈને થાકી ગયો હશે. ચાલો જલ્દી."

શ્રેયસ નું નામ સાંભળતા જ મેહાએ કહ્યું "શ્રેયસ પણ આવે છે?"

મિષા:- "હા ત્યાં કારમાં છે."

મેહા:- "ઑકે તમે કહો જ છો તો હું તૈયાર થઈ જાઉં છું."

નેહા:- "શ્રેયસનું નામ સાંભળતા જ તૈયાર થઈ. ચક્કર શું છે મેહા."

મેહા:- "શું વાત કરો છો? એવું કંઈ જ નથી."

નેહા:- "રહેવા દે હવે. આજે તમારો જે આઈ કોન્ટેક્ટ થયો તે જોયો હો. પાછી એવું કહે છે કે એવું કંઈ જ નથી."

મેહાના ચહેરા પર આછું સ્મિત લહેરાય છે.

મેહા:- "હું હમણાં ચેન્જ કરીને આવું છું."

નેહા:- "તારે ચેન્જ કરવાની જરૂર નથી. શ્રેયસ નથી. અમે તો ખાલી એમજ કહ્યું હતું. તોપણ તારે આવવું હોય તો ચાલ."

મેહા:- "ના નથી આવવું. તમે જઈ આવો."

મિષા:- "ચાલો guys બીજા ફ્રેન્ડસ આપણી રાહ જોય છે."

મેહા:- "ચલો bye. પાર્ટીમાં શું કર્યું તે કાલે સ્કૂલમાં કહેજો."

ક્રીના સ્કર્ટ અને ટૂંકી ટીશર્ટ પહેરી બહાર જવા નીકળે છે.

RR:- "ક્રીના ક્યાં જાય છે?"

ક્રીના:- "ફ્રેન્ડ સાથે પાર્ટીમાં ડાન્સ કરવા."

RR:- "કોઈ જવાની જરૂર નથી. અને આવા કપડાં પહેરીને તો નહીં જ જવા દઉં."

ક્રીના:- "તું મને આવી રીતના ઓર્ડર નહીં આપી શકે સમજ્યો?"

RR:- "કેમ હું ઓર્ડર ન આપી શકું."

ક્રીના:- "હું તારાથી મોટી છું. તું નહીં...સમજ્યો?"

RR:- "ઉંમરમાં મોટી હોય તો શું થઈ ગયું...પણ તું એટલી મેચ્યોર નથી કે પોતાનું ધ્યાન રાખી શકે. મમ્મી પપ્પાએ તારું ધ્યાન રાખવા મને કહ્યું છે."

ક્રીના:- "મોટી બહેન સાથે કોઈ આવી રીતના વાત કરતું હશે? ક્રીના ક્રીના શું લગાવી રાખ્યું છે. દીદી કહીને બોલાવ સમજ્યો?"

RR:- "એક જ વર્ષનો તો ફર્ક છે. હું અને તને દીદી કહીને બોલાવું. પોતાની જાતને મોટી કહેવડાવવાનો બહું શોખ છે પણ તારી હરકત જ એવી છે કે તું ઘરમાં નાની છે એમજ બધા સમજે છે."

શીતલકાકી આવીને કહે છે "ઘરના તો ઘરનાને પણ બહારથી આવેલા મહેમાનોને પણ તું નાની લાગે છે."

RR હસી પડ્યો. શીતલકાકી પણ હસી પડી.

RR:- "જોયું એક કામ કરીએ તું છે ને સૌથી નાની બનીને જ રહે."

ક્રીના:- "જાઓ જેટલું હસવું હોય એટલું હસી લો. મારે તમારી સાથે વાત જ નથી કરવી."

એટલામાં જ હોર્નનો અવાજ આવે છે.

ક્રીના:- "લાગે છે કે મારા ફ્રેન્ડસ આવી ગયા. Bye હું જાઉં છું."

RR:- "મેં ના કહ્યું ને કે નથી જવાનું."

ક્રીના:- "ના હું જઈશ જ."

RR:- "સારું ક્યાં જાય છે એ તો કહી દે."

ક્રીના:- "હું તને કહી દઈશ એટલે તું મારી પાછળ આવીશ એમ ને?"

RR:- "તું નહીં કહે તો તારી ફ્રેન્ડસ તો કહેશેને."

RR બહાર જાય છે.

RR:- "hey beautiful girls what's up? વિચારું છું કે હું પણ તમને join કરું."

ક્રીનાની ફ્રેન્ડ મીતાએ કહ્યું "why not..."

ટીના:- "ક્રીના તે કહ્યું નહીં તારો ભાઈ આટલો હેન્ડસમ છે."

RR:- "ક્યાં પાર્ટી કરવા જાઓ છો?"

ટીના:- "લોર્ડ પ્લાઝા હોટલ..."

RR:- "okay girls તમે જાઓ હું તૈયાર થઈ ને આવ્યો."

RR લોર્ડ પ્લાઝા હોટલ પહોંચે છે.

RR પોતાના ફ્રેન્ડસને પણ બોલાવી લે છે.

RR ને જોઈ નેહા RR ને બોલાવે છે.

નેહા:- "hai..."

RR:- "hi girls...તમે ત્રણ... તમારી ચોથી ફ્રેન્ડ ક્યાં ગઈ?"

પ્રિયંકા:- "અમે કેટલું કહ્યું પણ ન આવી એટલે ન જ આવી."

RR:- "થોડી જીદ્દી છે, નહીં?"

મિષા:- "મેહા ખરેખર Lucky છે."

RR:- "કેમ એ લકી છે?"

મિષા:- "અમે ત્રણ અહીં હાજર છીએ અને તું અમારા વિશે વાત કરવાનું રહેવા દઈ જે ગેરહાજર છે તેના વિશે પૂછે છે. તો મેહાને lucky ન કહું તો શું કહું?"

રૉકી:- "ઑહો લાગે છે કે મિષા જેલીસ ફીલ કરે છે."

મિષા:- "બહુ મજાક મસ્તી થઈ ગઈ. Lets dance..."

રૉકી:- "ચાલો guys lets dance..."

RR:- "તમે જાઓ હું હમણાં જ આવ્યો."

ક્રીના:- "What's up bro? શું છે આ બધું."

RR:- "what! શું કહી રહી છે તું."

ક્રીના:- "તારી બહેન છું. તો મારાથી તો તું કશું છૂપાવીશ જ નહીં સમજ્યો. તું સારી રીતના જાણે છે કે હું શું કહી રહી છું તે."

RR:- "ક્રીના તું સ્પષ્ટ વાત કર મને તો કંઈ સમજમાં નથી આવતું."

ક્રીના:- "RR મારી સામે આ એક્ટીગ ન કર. સમજ્યો? તારી ફ્રેન્ડ સાથે વાત થઈ તે મેં સાંભળી. તો તું સ્પષ્ટ સાંભળવા માંગે છે ને! તો મને એ વાતની સ્પષ્ટતા આપ કે આ તારી સાથે અહીં કેટલીય છોકરી છે પણ તું મેહા વિશે પૂછે છે. કોણ છે મેહા? સાચું કહ્યું મિષાએ. મેહા ખરેખર લકી છે. એ છોકરી તો લકી જ હોવાની. એના Absent માં તું એને યાદ કરે છે."

એટલામાં જ ત્યાં તનીષા આવે છે.

RR:- "RR મેહાને યાદ કરવાનો? ક્રીના કેવી વાત કરે છે. એના કરતા પણ સુંદર અને સ્માર્ટ છોકરીઓ છે આ શહેરમાં. મેહા ને જોઈ છે તે. થોડી અલ્લડ ટાઈપ છે. એને તો સરખી રીતના તૈયાર થતાં પણ નથી આવડતું."

ક્રીના:- "મને એવું લાગ્યું કે કદાચ તારા મનમાં એના પ્રત્યે....."

RR:- "ના એવું કંઈ જ નથી. તું વધારે પડતું જ વિચારે છે."

તનીષા:- "મેહા કેટલી dumb છોકરી છે. એને કપડાં નું જરા પણ સેન્સ નથી. ખબર નહીં કંઈ દુનિયામાં રહે છે."

RR:- "સારું હવે ચાલો પાર્ટી એન્જોય કરીએ."

સવારે મેહા ઊંઘમાથી ઉઠે છે. મેહાને સૌથી પહેલાં શ્રેયસના જ વિચારો આવે છે. શ્રેયસ વિશે વિચારે છે ને મેહાના ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ચા નાસ્તો કરી સ્કૂલે જવા નીકળે છે.

ક્લાસમાં કે.કે.પટેલ ભણાવી રહ્યા હતા. આખા ક્લાસને આ તાસમાં ખૂબ કંટાળો આવતો હતો. કોઈ બગાસા ખાઈ રહ્યા હતા તો કોઈ નોટબુક ખોલીને નોટબુકને બેંચ પર ઉભી કરી નોટબુકની આડશમાં બેંચ પર માથું મૂકી સૂઈ ગયું હતું. કોઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યું હતું તો કાગળમાં લખીને એકબીજા પર ફેંકી રહ્યા હતા.

RR અને મેહાની અનાયાસે જ નજર મળે છે. RRએ મેહાને સ્માઈલ આપી. મેહાએ પણ ક્યૂટ સ્માઈલ આપી.

નૈનશી નામની છોકરીએ એક કાગળ મેહા તરફ ફેંક્યો. મેહાએ નૈનશી તરફ જોયું. નૈનશીએ હાથના ઈશારાથી કાગળ આગળ પાસ કરવા કહ્યું.

મેહાએ કાગળમાં જોયું તો એમાં લખ્યું હતું. "RR તારો રિપ્લાય નહીં આપી શકી. મોબાઈલની બેટરી લૉ થતા ફોન સ્વીચ ઑફ થઈ ગયો છે."

મેહાએ બાજુની બેચ પર બેઠેલા સુમિતને કાગળ આપ્યો. સુમિતે RR ને કાગળ આપ્યો. RR એ નૈનશી તરફ જોયું. RR એ એ જ કાગળમાં લખ્યું. એ કાગળ સુમિતને પાસ કર્યો. સુમિતે મેહાને ઈશારાથી નૈનશી તરફ કાગળ પહોંચાડવા કહ્યું. મેહા એ કાગળમાં જોયું તો RRએ નૈનશીને મળવા માટે બોલાવી હતી. તે પણ રાતના.

મેહાએ કાગળ નૈનશી તરફ પહોંચાડ્યો. RR અને નૈનશી ઈશારાથી કંઈક વાત કરી રહ્યા હતા. મેહાની નજર તો RR અને નૈનશી પરથી હટતી જ નહોતી.

મેહા મનમાં જ વિચારે છે કે "આટલી રાતના RR એ શું કામ મળવા બોલાવી હશે. નૈનશી પણ મળવા તૈયાર થઈ ગઈ. કાશ RR ની જેમ શ્રેયસ પણ મને બોલાવે."

બ્રેક ટાઈમમાં મેહા એની ફ્રેન્ડ જોડે કેન્ટીનમા જાય છે. ક્લાસની બહાર મેહા તનીષા સાથે ભટકાય છે.

મેહા:- "Sorry..."

તનીષા:- "ધ્યાનથી ચાલવું જોઈએ ને!"

નેહા:- "તારે પણ ધ્યાનથી ચાલવું જોઈએ ને! એ તો મેહા સારી છે કે તને Sorry બોલે છે. ઉલ્ટા તારે Sorry બોલવું જોઈએ. Sorry બોલ."

તનીષા:- "હું અને મેહાને Sorry બોલું. આ બહેનજીને... Impossible!"

પ્રિયંકા:-"listen તનીષા તું limit માં રહે સમજી?"

મેહાને એમ લાગ્યું કે મારા લીધે આ ઝઘડો વધી જશે.

મેહા:- "guys ચાલો મને બહું ભૂખ લાગી છે. તમારે આવવું હોય તો આવો નહીં તો હું ચાલી."

મેહા ચાલવા લાગે છે.

મિષા:- "મેહાએ તને અમારાથી બચાવી લીધી. બીજી વખત આ ચાન્સ તને નહીં મળે સમજી?"

મિષા,પ્રિયંકા, અને નેહા ઝડપથી ચાલીને મેહા સાથે કદમ મિલાવે છે.

પ્રિયંકા:- "તારે તનીષાને sorry કહેવાની જરૂર નહોતી."

મેહા:- "મોઢામાંથી નીકળી ગયું. છોડો એ વાતને."

નેહા:- "મેહા પ્રિયંકા સાચું કહી રહી છે. તનીષાએ તારું અપમાન કર્યું. કેવી રીતના વાત કરતી હતી. એની વાત સાભળીને તો મને એના પર ખૂબ ગુસ્સો આવતો હતો. અને તને તો કંઈ અસર જ ન થઈ."

મેહા:- "તનીષા મારી ફ્રેન્ડ નથી. બસ હું એને માત્ર નામથી જાણું છું. એ મારી કંઈ જ નથી તો મને એની વાતનું જરાય ખોટું નથી લાગ્યું. તો તમે મારી ચિંતા ન કરો."

મિષા:- "listen મેહા આ તનીષા સાથે તો જેવા સાથે તેવા રહેવું જોઈએ."

મેહા:- "please guys તનીષાની વાત બંધ કરો. પ્લીઝ."

ત્રણેય કેન્ટીનમા જાય છે. તનીષા પોતાની ફ્રેન્ડસ સાથે બેઠી હતી. તનીષા મનમાં જ બોલી "મારી પાસેથી સૉરી સાંભળવું છે ને તો ઠીક છે હું સૉરી બોલી દઉં છું."

તનીષા મેહા પર એક ગ્લાસ પાણી નાખે છે અને કહે છે "સૉરી સાંભળવું હતું ને. Sorry...બસ."

મિષા:- "તનીષા હું તને છોડીશ નહીં. એમ કહી મિષા તનીષા તરફ ધસે છે કે મેહા અને રૉકી મિષાને પકડે છે."

મિષા:- "છોડો મને આજે હું એને છોડીશ નહીં."

મેહા:- "મિષા મારે ફાલતું માં કોઈ સાથે લડાઈ નથી કરવી. રહેવા દે."

રૉકી:- "તનીષા અહીંથી જા."

તનીષા નીકળી જાય છે.

મિષા:- "તમે લોકોએ કેમ મને રોકી?"

મેહા:- "છોડ ને યાર આપણે એના જેવું નથી થવું."

૪ વાગ્યે ફ્રી તાસ હોવાથી ચારેય બહેનપણીઓ ગ્રાઉન્ડ પર બેઠા હતા. મેહાની નજર શ્રેયસને શોધે છે. મેહા નું હ્દય શ્રેયસને ઝંખી રહ્યું હતું. એટલામાં જ શ્રેયસ અને શ્રેયસના ફ્રેન્ડ આવતા દેખાય છે.
મેહા ખુશ થઈ જાય છે.

બાજુમાં જ તનીષા અને તનીષાનું ફ્રેન્ડ સર્કલ બેઠું હતું.

તનીષાને જોઈ મિષાએ મોઢું મચકોડ્યુ.

તનીષાએ નોટીસ કર્યું. તનીષાએ દૂરથી આવતા RR ને હાથ ઊંચો કર્યો. RR એ પણ હાથ ઊંચો કર્યો.

તનુ:- "તનિષા તું લકી છે કે RR તારો ફ્રેન્ડ છે. નહીં તો RR એટલી આસાનાથી કોઈના હાથમાં આવતો નથી. RR પોતાની મરજી મુજબ પોતાના ફ્રેન્ડસને પસંદ કરે છે. તને ખબર છે એક છોકરીએ RR સાથે ફ્રેન્ડશીપ કરવા કેટલી કોશિશ કરી પણ RR એ એને પોતાની ફ્રેન્ડ ન બનાવી."

તનીષા મિષાને સંભળાય એવી રીતના કહ્યું "RR અને હું નાનપણથી જ ફ્રેન્ડ છીએ. RR એવી છોકરીઓને પસંદ કરે છે જે એના લાયક હોય."

નેહા:- "હા એટલે જ RR એ અમને ડાન્સ પાર્ટનર માટે કહ્યું છે. કારણ કે RR ને પણ ખબર છે કે અમારાથી બેસ્ટ ડાન્સ પાર્ટનર કોઈ જ નથી."

તનીષા:- "What? તમને ડાન્સ પાર્ટનર બનાવ્યા. પણ RR એ તો મને આ વિશે કંઈ કહ્યું પણ નહીં."

"કમાલ છે તું તો RR ની નાનપણથી ફ્રેન્ડ છે અને તને કંઈ કહ્યું નહીં. So sad...બિચારી તનિષા..."એમ કહી પ્રિયંકા અને નેહા એકબીજાને તાળી આપે છે."

તનીષા:- "વધારે ખુશ થવાની જરૂર નથી. એ તો તમને ફક્ત ડાન્સ માટે કહ્યું હશે. પણ તમને ખબર છે કે RR એ તમારા ગ્રુપ વિશે શું કહ્યું હતું."

નેહા:- "એવું શું કહ્યું હતું. અમે પણ તો સાભળીએ."

તનીષા:- "RRએ કહ્યું હતું કે એ તો તમે ડાન્સ સારો કરો છો એટલે એ તમારી સાથે છે. અને મેહા ન તો સુંદર છે ન તો સ્માર્ટ. એને તો તૈયાર થવાનું પણ સેન્સ નથી."

મેહા મનમાં વિચારે છે કે RR એ મને કેમ એવું કહ્યું. માન્યું કે હું સાદી સિમ્પલ જ રહું છું. RR પોતાના વિશે શું વિચારે છે તને કંઈ ફરક ન પડવો જોઈએ. RR થી ધ્યાન હટાવ અને શ્રેયસ પર ધ્યાન આપ."

મિષા:- "તને શું લાગ્યુ કે તું RR નુ નામ લઈને કહીશ તો અમે માની જઈશું."

તનીષા:- "ઑકે મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો RR ને જ પૂછી લો."

RR અને એના ફ્રેન્ડ આવે છે.

નેહા:- "RR મેહા વિશે શું કહ્યું હતું તે? મેહા ન તો સુંદર છે ન તો સ્માર્ટ. મેહાને તૈયાર થવાનું સેન્સ નથી."

મેહા નું ધ્યાન શ્રેયસ તરફ હતું. ખુલ્લી આંખે શ્રેયસના સપના જોઈ રહી હતી. મેહા શ્રેયસ સાથે પોતાને Imagination કરી રહી હતી. મેહાને તો RRના કે નેહાના શબ્દો સંભળાતા જ ન હતા.

RR:- તમે મેહાની ફ્રેન્ડ છો રાઈટ? બેસ્ટ ફ્રેન્ડ...
તમે ત્રણ પોતાની જાતને ધ્યાનથી જુઓ અને મેહાને ધ્યાનથી જુઓ. મેહાને થોડીક Makeoverની જરૂર છે.

નેહા,પ્રિયંકા અને મિષાએ કેટલીય વાર મેહાને કહ્યું હતું કે આવી રીતના અલ્લડ ટાઈપ ન રહે. પણ નહીં મેહાને તો પોતાની દુનિયામાં જ ખોવાયેલું રહેવું હતું.

એક રીતે ત્રણેયને RRની વાત સાચી લાગી. મેહા ખબર નહીં કંઈ દુનિયામાં જીવે છે.

નેહા:- "RR એ કહ્યું તે સાંભળ્યું કે...."

RR:- "જોયું એ કોઈ બીજી જ દુનિયામાં ખોવાયેલી છે."

સુમિત:- "હા યાર મેહાની નજર શ્રેયસ પરથી હટતી જ નથી."

પ્રિયંકાએ મેહાને હલાવી ત્યારે મેહા નું ધ્યાન શ્રેયસ પરથી હટીને એના ફ્રેન્ડસ તરફ ગયું.

ક્રમશ: