Taras prem ni - 1 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૧


સવારની પહોરનુ મનને હરી લે એવું મોહક અને શાંત વાતાવરણ. નદીમાં વહેતા પાણીનો ખળખળ મધુર અવાજ. પંખીઓનો મીઠો કલરવ અને એમની પાંખોનો ફફડાટ, મોરના મીઠા ટહુકા. ધીમા અને ઠંડા પવનની લહેરખીથી પ્રસારિત થતા ફૂલોની સુગંધથી મઘમઘી ઉઠેલો બાગ. ચારે તરફ ઉગી નીકળેલું લીલુછમ ઘાસ અને ઘાસ પર ઝાકળ રૂપી ચમકી રહેલા મોતી. આમતેમ દોડતા શ્વેત વાદળ. બે પહાડોની વચ્ચેથી ઉગતો સૂર્ય. આવી ખુશનુમા સવારની પહોરમાં મેહા રજાઈ ઓઢીને ઊંઘી રહી હોય છે. બારીના કાચમાંથી કુમળો તડકો મેહા ના ચહેરા પર પડે છે. એક યુવક આવે છે અને મેહાને કપાળ પર મૃદુતાથી ચૂમી લે છે. મેહાને એ ચુંબનમાં લાગણીની ઉત્કટતા, મૃદુતા, ઋજુતા અને હૂંફ મહેસૂસ થાય છે. મેહાના ચહેરા પર હળવું સ્મિત ફરી વળે છે. બંધ આંખો એ જ મેહા ઉઠીને હાથ ફેલાવી આળસ મરોડે છે અને એ આળસને દૂર કરવા એ યુવક મેહાને ગરમાહટ ભર્યું hug કરે છે.

મેહાને hug કરી એ યુવક જવાની તૈયારીમાં હોય છે. મેહા એ યુવકને બોલાવે છે. એ યુવક પાછળ ફરીને જોય છે. એટલામાં જ મેહા ની આંખ ઊઘડી જાય છે.

મેહા પથારીમાંથી ઉઠે છે અને આળસ મરડીને ઉભી થાય છે. મેહા મનમાં જ કહે છે "Wow કેટલું સરસ સ્વપ્ન હતું. કોણ હશે એ યુવક જે મને આવી રીતના પ્રેમ કરશે."

મેહા ચા નાસ્તો કરી સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. ડ્રાઈવર મેહાને સ્કૂલ સુધી મૂકવા જાય છે. સ્કૂલમાં પ્રવેશતા જ મેહાને નેહા,પ્રિયંકા અને મિષા મળે છે.

ચારેય નવમાં ધોરણમાં હતા. નેહા, મિષા અને પ્રિયંકા ત્રણેય મિલનસાર અને બોલકણી જ્યારે મેહા સ્વભાવે શાંત અને અંતર્મુખી.

આજે સ્કૂલનુ વાતાવરણ મેહાને ખુશનુમા લાગ્યું.
સ્કૂલના કેમ્પસમાં લીલાછમ વૃક્ષોની હારમાળા હતી. હળવા હળવા ઠંડા પવનને લીધે વૃક્ષો ઝૂમી રહ્યા હતા અને વૃક્ષો પરથી ફૂલો પડવાને લીધે ધરતી પર રંગબેરંગી ફૂલોની આછી આછી ચાદર પથરાયેલી હતી અને આકાશમાં વાદળોની ચાદર છવાઈ ગઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વિધાર્થીઓ એકબીજાને hi hello કરતા. કેટલાંક વિધાર્થીઓ મજાક મસ્તી કરી રહ્યા હતા. કેટલાંક ફૂટબોલ અને ક્રિકેટ રમી રહ્યા હતા. કેટલાંક પેઇન્ટિંગ કરી રહ્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ ડાન્સ શીખી રહ્યા હતા.

મેહા આ બધું નિરીક્ષણ કરતી કરતી પોતાની બહેનપણીઓ સાથે ક્લાસરૂમ તરફ જતી હોય છે.

મિષા:- "પ્રિયંકા RR ને જો ને યાર શું ડાન્સ કરે છે."

પ્રિયંકા:- "ચાલને યાર ડાન્સના અમુક સ્ટેપ શીખવાના બહાને એના ગ્રુપ પાસે જઈએ."

નેહા:- "Come on girls શું થઈ ગયું છે તમને? આપણે પણ એ લોકોથી કંઈ ઓછા થોડા છીએ. અને એ લોકોને વધારે ભાવ આપવાની જરૂર નથી."

મિષા:- "તારી વાત સાચી છે‌ પણ જો ને યાર RR નું ડાન્સ ગ્રુપ તો જો. એની ટીમમાં કેટલા હેન્ડસમ boys છે. અને ખાસ કરીને રૉકી."

પ્રિયંકા:- "હા RR નું ગ્રુપ તો મને પણ ગમે છે.. અને નેહા તને ગમે છે કે નહીં?"

નેહા:- "હા મને પણ એ ગ્રુપ પસંદ છે. પણ એટલી સહેલાઈથી આપણે એ લોકો પાસે જઈશું તો એ boys આપણને ભાવ થોડા આપશે. આપણે પણ કંઈક છીએ. તો થોડું એટિટ્યુડ તો બતાવવું પડે ને."

પ્રિયંકા:- "હા વાત તો સાચી છે. પણ એ ગ્રુપને આપણામાં ઈન્ટરેસ્ટ છે કે નહિ તે જાણવું પડશે."

મિષા:- "કેવી રીતના જાણી શકીશું?"

નેહા:- "એ તમે મારા પર છોડી દો. હું આના વિશે કંઈક વિચારીશ."

મેહા,નેહા,પ્રિયંકા અને મિષા વાતો કરતા કરતા જાય છે ત્યારે જ તેમની પાછળ સુમિત,રૉકી પ્રિતેશ અને RR ચારેય આવે છે.

RR:- "Hey girls what's up?"

નેહા:- "Hi RR..."

RR:- "ડાન્સ શૉ છે તો તમારે અમારા ડાન્સ પાર્ટનર બનવાનું છે Ok?"

મેહા મનમાં જ કહે છે "ઑર્ડર તો એવી રીતના કરે છે કે જાણે આ સ્કૂલનો પ્રિન્સીપલ ન હોય...!"

નેહા:- "ઑ હેલો ઑર્ડર આપો છો કે રીક્વેસ્ટ કરો છો."

RR:- "Come on નેહા...અમે સારી રીતના જાણીએ છીએ કે તમને પણ બેસ્ટ ડાન્સ પાર્ટનરની જરુર છે. તમને અમારાથી પણ બેસ્ટ ડાન્સર હોય એવું ગ્રુપ આ સ્કૂલમાં તો શું આખા શહેરમાં નહીં મળે તો આટલો એટિટ્યુડ સારો નથી અને ખાસ કરીને તારા જેવી બ્યુટીફૂલ છોકરીએ તો આટલો એટિટ્યૂડ ન જ રાખવો જોઈએ."

RR એ એવી રીતના કહ્યું કે નેહા ના ન પાડી શકી.

નેહા:- "Ok done..."

RR નું ગ્રુપ ક્લાસમાં એન્ટર થાય છે.

ચારેય બહેનપણી ક્લાસ તરફ જાય છે. વચ્ચે મિષાને એક છોકરીએ બોલાવી અને મિષા તેની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મેહા,નેહા અને પ્રિયંકા ત્રણેય ક્લાસમાં પહોંચે છે. પાંચ દસ મિનીટ પછી મિષા પણ ક્લાસરૂમ તરફ જાય છે. એટલામાં જ તનીષા પણ આવી પહોંચે છે. તનિષા અને મિષા બંન્ને સાથે જ ક્લાસમાં એન્ટર થાય છે. બંન્ને એકબીજા સામે જોઈ મોઢું ચઢાવે છે. મિષા મેહા લોકો સાથે અને તનીષા RR ના ગ્રુપ સાથે બેસે છે.

નેહા:- "એક નંબરની ચિપકુ છે ચિપકુ."

મિષા:- "જ્યારે હોય ત્યારે RR સાથે ચિપકેલી જ હોય છે."

મેહા:- "છોડોને યાર. જેવી હોય તેવી આપણે શું?"

બ્રેક ટાઈમમાં નાસ્તો કરી ચારેય ફ્રેન્ડ કેન્ટીનમા બેઠા હોય છે.

પ્રિયંકા:- "Hey guys ચાલોને ત્યાં boys ક્રિકેટ રમે છે. ચાલોને જઈએ."

મેહા:- "ત્યાં જઈને શું કરીશું?"

નેહા:- "તું છે ને બિલકુલ dumb છે. ઈડિયટ જો બધી છોકરીઓ ત્યાં શું કરવા બેઠી છે?"

મેહા:- "કદાચ એ લોકોની ફ્રેન્ડ હશે."

પ્રિયંકા:- "હે ભગવાન આ છોકરીનું હું શું કરું?"

મેહા:- "અરે હવે મારાથી વળી શું કહેવાઈ ગયું જો તું ભગવાનને આવું કહે છે."

નેહા:- "પ્રિયંકા તું કોને સમજાવે છે. આને છે ને બધું ઝીણવટથી સમજાવવું પડશે."

પ્રિયંકા:- "ત્યાં જે છોકરીઓ બેઠી છે તે કોઈ ને કોઈ boys ને ઈમ્પ્રેસ કરે છે. શું ખબર કોઈ છોકરાંને એમાંની કોઈ છોકરી ગમી પણ જાય."

મેહા:- "પણ girls શું કરવા Boys ને ઈમ્પ્રેસ કરે...boys ને તો એવી girl સાથે પ્રેમ થાય જે સાદી સિમ્પલ અને ક્યૂટ હોય..."

નેહા:- "તને કોણે કહ્યું એવું? આ વાત તારા મગજમાં ક્યાંથી આવી?"

મેહા:- "દરેક મુવી અને દરેક ટીવી સીરિયલ માં તો એવું જ થાય છે."

પ્રિયંકા:- "મેહા એ મુવી છે. અને આ આપણી રિયલ લાઈફ છે. સમજી?"

મેહા:- "પણ...."

મિષા:- "પણ બણ કંઈ નહિ. તારે આવવું હોય તો આવ નહીં તો અમે ચાલ્યા."

"ચાલો આપણે જઈએ." એમ કહી ત્રણેય ચાલવા લાગ્યા.

મેહા:- "ઉભા રહો guys. હું તમારા વગર એકલી શું કરીશ. હું પણ આવું છું."

નેહા:- "અમને ખબર જ હતી કે તું અમારા વગર નહીં રહી શકે."

મેહા:- "તમે ત્રણ મારા બેસ્ટ ફ્રેન્ડ છો. તમે લોકો ન હોત તો ખબર નહીં મારું શું થાત?"

પ્રિયંકા:- "ઑહ How sweet... તું એટલી ક્યૂટ અને ભોળી છે ને એટલે જ તારી સાથે ફ્રેન્ડશીપ કરવાનું મન થયું હતું."

નેહા:- "ગ્રાઉન્ડ પર બેસીને વાત કરજો. ચાલો."

ચારેય ચાલતા ચાલતા વાતો કરતાં જાય છે.

પ્રિયંકા:- "નેહા મેહા સાથે મુલાકાત થઈ હતી ત્યારે પણ કેવી ચૂપચાપ બેસી રહી હતી. આપણે બોલાવી ત્યારે વાત કરવાની શરૂઆત કરી હતી."

મેહા:- "મને લોકો સાથે ભળતા સમય લાગે છે એટલે."

મિષા:- "હવે તો આપણે ચારેય બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છીએ."

પ્રિયંકા:- "નેહા આ ક્યાં ક્લાસના boys છે?"

નેહા:- "ખબર નહીં. લાગે છે કે બધા અલગ અલગ ક્લાસના છે. આપણા ક્લાસના પણ Boys છે. જો આપણા ક્લાસનો RR પણ છે."

મેહાનું ધ્યાન RR ની સાથે વાત કરતા એક યુવક પર જાય છે. સિલ્કી વાળ હવામાં ઉડતા હતા. અને વારંવાર એ યુવક પોતાના હાથથી વાળ સરખા કર્યા કરતો હતો. મેહાને પહેલી નજરે જ એ યુવક ગમી ગયો.

મેહા એ યુવકને જોઈ રહી. મેહાને પછી ખ્યાલ આવ્યો કે આસપાસ બધાં છે. અને પોતે આ રીતે યુવકને જોઈ રહી છે એવું કોઈ કહી દેશે તો? કિશોરાવસ્થામાં હોય ત્યારે દરેક છોકરીને લાગે કે લોકો શું કહેશે પોતાના વિશે. આ જ વિચાર આવતા મેહા એ યુવક પરથી નજર હટાવી લે છે.

થોડીવાર પછી એ યુવક એના ફ્રેન્ડસ હોય છે ત્યાં આવે છે. એ યુવકનું બેગ એના ફ્રેન્ડસ પાસે હોય છે.
મેહા અને એના ફ્રેન્ડ ત્યાં જ બેઠા હોય છે.

મેહાથી અનાયાસે જ એ યુવક તરફ જોવાઈ ગયું.
એ યુવક RR ને બૂમ પાડે છે. એ યુવક બેગમાંથી પાણીની બોટલ કાઢે છે. પાણીની બોટલ કાઢતો હોય છે ત્યારે પોતાની તરફ જોઈ રહેલી મેહા તરફ એની નજર જાય છે. મેહા નજર ફેરવી લે છે. એ યુવકે બોટલમાંથી પાણી પીધું. એ યુવકે પાણી પીતા પીતા મેહા તરફ નજર કરી. મેહા એ તિરછી નજરે જોયું. મેહાના દિલને સારું લાગ્યું કે એ યુવકે પોતાના તરફ ધ્યાન આપ્યું.

નજરથી નજર મળતા જ મેહાના દિલમાં ‌એ છોકરો છવાઈ ગયો હતો.

એટલામાં જ RR આવ્યો.

RR:- "બોલ શું કહે છે શ્રેયસ."

શ્રેયસ:- "call me SR...okay?"

RR:- "OK..SR."

SR:- "સારું રમે છે તું? ક્યાં ક્લાસમાં છે તું?"

RR:- "Ninth class. મને બધા RR થી ઓળખે છે. કોણે ઓળખાણ આપી મારી."

SR:- "મારા એક ફ્રેન્ડે કહ્યું હતું કે RR સરસ પ્લેયર છે."

RR:- "thanks.... અને તમે લોકો ક્યાં ક્લાસમાં છો?"

SR:- "eleventh..."

મેહા મનમાં જ કહે છે "ઓહ તો આનું નામ શ્રેયસ છે. મતલબ કે SR..."

મેહાથી અનાયાસે જ શ્રેયસ તરફ જોવાઈ જાય છે.

શ્રેયસે મેહા તરફ જોઈ RR ને કહ્યું "Ok તો પછી મળીયે."

RR:- "ચોક્કસ."

પ્રથમ નજરમાં જ મેહાના હદયમાં શ્રેયસની છબી કોતરાઈ ગઈ હતી.

RR ની નજર પોતાની સાથે ભણતી ક્લાસમેટ તરફ જાય છે.

RR:- "hay girls what's up?"

નેહા:- "Hi RR..."

પ્રિયંકા:- "hey..."

RR:- "Sunday નો શું પ્લાન છે?"

નેહા:- "કંઈ ખાસ નહીં."

RR:- "હવે આપણે ડાન્સ પાર્ટનર બની જ ગયા છીએ તો મુવી જોવા તો જઈ જ શકીએ."

પ્રિયંકા:- "Ok..."

મેહા તો શ્રેયસના વિચારોમાં જ ખોવાયેલી હતી. વારંવાર એને SR ના જ વિચારો આવતા હતા કે "SR એ મારી તરફ જોઈને કેમ કહ્યું કે પછી મળીયે. શું મતલબ હતો. કદાચ મને SR પસંદ કરે છે."

બધા ક્લાસમાં પહોંચે છે.

RR ને રસ્તે ઘણી girls મળે છે.

છોકરીઓ RR ને hi hello કરતી કરતી આવતી હોય છે. કેટલીક છોકરીઓ તો RR ને handsome કહીને પણ બોલાવતી હતી.

મેહા મનમાં જ કહે છે "કેવો છે RR...બધી છોકરીઓ સાથે ફ્લર્ટિંગ જ કરતો રહેતો હોય છે. એટલે જ મને એ ગમતો નથી. અને આ છોકરીઓને ખબર નહિ આ RR માં શું દેખાય છે."

બધા ક્લાસમાં આવે છે. પોતપોતાની જગ્યાએ બેસે છે.

રૉકી અને RR પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે બેસે છે.

રૉકી:- "ખબર નહીં શું સમજે છે પોતાની જાતને?"

RR:- "ઑ હેલો કોને કહે છે?"

રૉકી:- "કોને કહેવાનો? મેહાને. કોઈને બોલાવે નહીં. થોડી અભિમાની છે."

RR:- "મને નથી લાગતું કે મેહા અભિમાની છે. થોડું ઓછું બોલે છે બસ."

મેહા સાંજે ફ્રેશ થઈ ચા નાસ્તો કરે છે. મેહા શ્રેયસના વિચારોમાં ખોવાયેલી હોય છે. શ્રેયસ‌ વિશે વિચારતા વિચારતા મેહાને song સાંભળવાનું મન થાય છે અને મેહા song ચાલું કરે છે.

चाहे तुम कुछ ना कहो, मैने सुन लिया
के साथी प्यार का मुझे चुन लिया
चुन लिया..

पहला नशा.. पहला खुमार..
नया प्यार है.. नया इंतज़ार
कर लू मैं क्या अपना हाल
ऐ दिल-ए-बेकरार
मेरे दिल-ए-बेकरार, तू ही बता
पहला नशा.. पहला खुमार..

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED