Taras premni - 4 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૪


મેહા જમીને ઊંઘી ગઈ. ઊંઘતા ઊંઘતા પણ એને શ્રેયસ જ યાદ આવતો. મેહા શ્રેયસના પ્રેમમાં પડી ગઈ હતી. મેહાને શ્રેયસ સાથે ઉગતા સૂરજનો નજારો માણવો હતો. ફૂલની ખૂશ્બુને દિલમાં ભરી લેવી હતી. રંગબેરંગી ફૂલો પર રંગબેરંગી પતંગિયાંના રંગોને નીરખવા હતા. શ્રેયસ સાથે બેસી આ સુંદર નજરાણું માણતા માણતા ચા પીવી હતી. મેહાને વિશ્વાસ હતો કે પોતાના આ સપનાને શ્રેયસ હકીકત બનાવશે.

ગઈ કાલની મુલાકાત બાદ શ્રેયસ સાથે હવે વાતચીત થશે એ વિચાર આવતા જ મેહા શ્રેયસને મળવાની ખુશીમાં સવારે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ.

મેહા સ્કૂલે ગઈ. સ્કૂલમાં એન્ટર થતાં જ મેહાની નજરો શ્રેયસને શોધે છે. મેહાની આસપાસની ભીડમાંથી પસાર થતા દરેકના ચહેરામા બસ શ્રેયસને જ શોધતી હતી. ક્રિકેટના ગ્રાઉન્ડમાં શોધી આવી ત્યાં પણ શ્રેયસ નહોતો. લાઈબ્રેરી માં જઈ આવી ત્યાં પણ નહોતો. મેહા આખી સ્કૂલમાં જઈ આવી પણ શ્રેયસ ન મળ્યો. શ્રેયસ હમણાં જ પોતાના ક્લાસમાં આવશે એ વિચારે મેહાની નજર ક્લાસના દરવાજા પર જ મંડાયેલી હતી.

ટીચર પણ ભણાવવા આવી ગયા. પણ મેહા નું તો ભણવામાં ધ્યાન જ નહોતું. મેહાએ વિચાર્યું કે "કદાચ આજે શ્રેયસને મોડું થયું હશે. શું ખબર કે એ આવી ગયો હોય. કંઈ વાંધો નહીં બ્રેક ટાઈમમાં શ્રેયસના ક્લાસમાં તપાસ કરીશ."

બ્રેક ટાઈમમાં પણ મેહાએ શ્રેયસની રાહ જોઈ પણ શ્રેયસ ન આવ્યો.

મેહા:- "પ્રિયંકા ચાલને SR ના ક્લાસમાં જઈ આવીએ."

પ્રિયંકા:- "સારું ચાલ."

બંન્ને શ્રેયસના ક્લાસમાં જાય છે. શ્રેયસના ક્લાસમાં શ્રેયસ સિવાય બધા હતા. શ્રેયસના ફ્રેન્ડ સર્કલ તરફ નજર કરી તો ત્યાં પણ નહોતો. પ્રિયંકાએ શ્રેયસના ફ્રેન્ડ સર્કલને પૂછ્યું તો જાણવા મળ્યું કે SR તો આજે રજા પર છે. આ સાંભળતા જ મેહા થોડી ઉદાસ થઈ ગઈ. પ્રિયંકા અને મેહા કેન્ટીનમા નેહા અને મિષા હતા ત્યાં ગયા. મન ઉદાસ થવાથી મેહાને આજે સ્કૂલનુ વાતાવરણ ઉદાસીનતા ભર્યું લાગ્યું.

RR અને એના ફ્રેન્ડસ નેહાના ગ્રુપ પાસે ગયા.

RR:- "Hey girls What's up?"

નેહા:- "Hi boys..."

"આજે મૌસમ બદલાયેલું લાગે છે. મૌસમમાં ગમગીની છવાઈ છે નહિ?" RRએ મેહા તરફ જોઈ કહ્યું.

પ્રિયંકા:- "હા આજે કંઈક તો બદલાયેલું છે. આજે કોઈક રજા પર છે."

RR:- "Oh i see."

કેન્ટીનમા નાસ્તો કરી બધા ક્લાસમાં આવે છે.

RR:- "આજે છેલ્લો લેક્ચર ફ્રી છે તો રિહર્સલ રૂમમાં આવી જજો."

મિષા:- "Ok..."

છેલ્લાં લેક્ચરમાં રિહર્સલ રૂમમાં જવા લાગ્યા.

નેહા:- "મેહા શું બેસી રહી છે ચાલને."

મેહા:- "પણ હું ડાન્સ શોમાં ભાગ નથી લઈ રહી. તો ત્યાં આવીને શું કરીશ?"

પ્રિયંકા:- "ખબર છે કે તું ભાગ નથી લેવાની પણ ત્યાં બેસી રહેજે."

મેહા:- "ઓકે."

ચારેય રિહર્સલ હોલમાં જાય છે. રિહર્સલ હોલમાંથી મ્યુઝિક સંભળાઈ રહ્યું હતું.

રિહર્સલ હૉલમાં ચારેય ખૂણામાં બબ્બે બેન્ચીસો હતી. બધા પોતપોતાની બેગો બેન્ચો પર મૂકે છે અને પ્રેક્ટીસ કરવા લાગે છે. મેહા બારી પાસેની બેન્ચ પર બેસી બધાને ડાન્સ કરતા જોઈ રહી હતી. થોડીવાર પછી બેન્ચ પર માથું ઢાળી બારીની બહાર જોઈ રહી. મેહા બહારનું દશ્ય જોવામાં ખોવાઈ ગઈ. ઢળતી સાંજે કેસરિયા આકાશમાં પંખીઓ મીઠા કલરવ કરતા ઉડી રહ્યા હતા. મેહાને બસ ચૂપચાપ બેસી શ્રેયસના વિચારો કરતા કરતા આ ઢળતી સાંજને જોયા જ કરવાનું મન થયું.

RR નેહા સાથે ડાન્સ કરી રહ્યો હતો.

RR:- "મેહાને શું થયું છે. થોડી લૉ લાગે છે."

નેહા:- "અરે કંઈ નહીં. મેહાની તો આદત છે નાની નાની વાતોમાં ઉદાસ થવાની. એ છોકરીને અમે કેટલી વાર સમજાવી કે જીંદગીમાં હંમેશાં ખુશ રહેવાનું હોય. પણ એની ખુશી હંમેશા બીજા પર આધારિત હોય."

પ્રેક્ટીસ કરી મેહા અને એના ફ્રેન્ડસ ઘરે પહોંચે છે.

સાત વાગ્યે મેહા પર પ્રિયંકાનો ફોન આવે છે કે ચાલને ખાઉધર ગલીમાં કંઈક ખાવા જઈએ.

મેહા:- "તમે જઈ આવો. મારું મન નથી."

પ્રિયંકા:- "અરે યાર ચાલને. મજા આવશે."

મેહા:- "સારું આવું છું. પણ નાસ્તો કરીને તરત જ આવતા રહીશું."

મેહા તૈયાર થઈ એના ફ્રેન્ડસની રાહ જોવા લાગી.
પ્રિયંકા અને મિષા વ્હીકલ લઈને આવે છે.
પ્રિયંકાની તો લેડીઝ વ્હીકલ હતી. પણ મિષા ની તો બાઈક હતી.

મેહા પ્રિયંકા સાથે બેસે છે અને નેહા મિષા સાથે.
ઢળતી સાંજ અને કલરફુલ લાઇટ સાથે રંગીલા સુરત શહેરમાં ભીડ જામવા લાગે છે.
ઉત્સાહી મિજાજ ધરાવતા એવા સુરતના મોજીલા લોકોને મેહા જોઈ રહી. દૂર દૂર સુધીની ભીડમાં મેહાની નજરો બસ શ્રેયસને શોધે છે. સાંજે લોકોની અવરજવર અને રોશની ભર્યું વાતાવરણ હતું.
એટલે મેહાને બહાર નીકળી થોડું સારું લાગ્યું. શું ખબર ક્યાંક શ્રેયસની એકાદ ઝલક જોવા મળે એ વિચારે મેહાએ આસપાસ નજર કરતી કરતી આવી.

સાઉથ ઇન્ડિયન વાનગી અને પંજાબી વાનગી, પાવભાજી,લોચો,આલુપુરી,ફાફડા,ખમણ,પુલાવ,
તવાસબ્જી,વડાપાંવ,ખમણી,ભેળ,છોલે-ભટુરે,
સમોસા,ભજીયા,પાણીપુરી,દહીં પુરી, આઇસ્ક્રીમ
વગેરે અનેક જાતના ખાણીપીણીની લિજ્જત માણવા આ ખાઉધરા ગલીમાં આખા શહેર થી ખાવા માટે લોકો આવતા.

ચારેય પાણીપુરીની લારી પાસે આવે છે. એટલામાં જ ત્યાં RR અને એનું ગ્રુપ આવે છે. બધા નાસ્તો કરે છે. નાસ્તો કરી RR અને એના ફ્રેન્ડ બાઈક પર બેઠાં બેઠા ગપ્પા મારતા હતા. સાથે સાથે પ્રિયંકા મિષા અને નેહા પણ ગપ્પાં મારવા લાગ્યા. મેહા આજે સવારથી જ થોડી ગુમસુમ હતી.

મેહા:- "ચાલોને હવે જઈએ. જઈને હોમવર્ક પણ કરવાનું છે."

પ્રિયંકા:- "સારું ચાલ."

એટલામાં જ ત્યાં શ્રેયસ અને શ્રેયસના ફ્રેન્ડ આવે છે અને RR લોકો સાથે‌ ગપ્પા મારે છે. શ્રેયસને જોઈને મેહાના ચહેરા પર ખુશી આવી જાય છે. શ્રેયસને જોઈને જ મેહાની આંખો ચમકી ઉઠે છે. શ્રેયસને જોતા જ મેહાના દિલને રાહત મહેસૂસ થાય છે. શ્રેયસના આવતા જ મેહાને લાગ્યું કે શહેરની રોનક વધી ગઈ.

પ્રિયંકા અને મેહા થોડે દૂર ઉભા હતા.

પ્રિયંકા:- "ચાલ આપણે નીકળીએ. નેહા અને મિષા પછી આવશે."

મેહા:- "યાર શાની ઉતાવળ છે. જઈએ ને શાંતિથી."

પ્રિયંકા:- "ફોન પર કોણ કહેતું હતું કે નાસ્તો કરીને તરત જ આવતા રહેશું. ને હવે શ્રેયસને જોઈને મેડમના પગ નથી ઉપડતા."

મેહા:- "જાણે છે પછી શું કામ પૂછે છે? અને ધીમેથી બોલ શ્રેયસ સાંભળી જશે તો?"

પ્રિયંકા:- "સારું ને સાંભળી જાય તો. તું તો તારા મનની વાત કોઈને કહેવાની નથી. સાંભળી જાય તો શું ખબર શ્રેયસ જ સામેથી પ્રેમનો પ્રસ્તાવ મૂકે."

મેહા:- "ના ના મારા માટે તો એ જ સારું છે કે ન સાંભળે તો સારું. જો એના મનમાં મારા પ્રત્યે ફીલીગ્સ જ ન હોય તો?"

પ્રિયંકા:- "મને નથી લાગતું કે એ તારા માટે કંઈ ફીલ નથી કરતો. મને તો લાગે છે કે એના મનમાં કંઈક તો છે તારા માટે."

નેહા:- "તમે બંન્ને ત્યાં શું ગુસપુસ કરો છો? અહીં આવો ને."

પ્રિયંકા:- "હા બસ આવીએ જ છીએ."

મેહા અને પ્રિયંકા ગ્રુપ પાસે જાય છે. મેહા અને શ્રેયસની નજર મળતા મેહા નું દિલ ધક ધક કરવા લાગે છે.

થોડીવાર વાતો કરીને બધા જતા રહે છે. મેહા ઘરે પહોંચે છે તો મમતાબહેન અને પરેશભાઈ વચ્ચે ઠંડો ઝઘડો થઈ રહ્યો હતો. મેહાએ એમના બેડરૂમમાં ડોકિયું કર્યું. મમ્મી એકદમ ઉદાસ થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે હમણાં જ રડી પડશે. થોડીવાર પછી બંન્ને શાંત થયા. મેહા બેઠક રૂમમાં બેઠી.

પરેશભાઈ અને મમતાબહેન આવ્યા.

"ચાલો જમી લઈએ." એમ કહી મમતાબહેન પીરસવા લાગ્યા.

મેહાએ જમી લીધું અને હોમવર્ક પતાવ્યું.
મેહા વિચારવા લાગી કે "મમ્મીને આ દુઃખમાંથી ક્યારે છૂટકારો મળશે. પપ્પા કેમ મમ્મીને સમજતા નથી. ક્યાંક મારી જીંદગી પણ મમ્મી જેવી ન થઈ જાય. શ્રેયસ પ્લીઝ સમજી જા કે હું તને ચાહું છું. મારે તારી પાસે જ રહેવું છે. પ્લીઝ મને અહીંથી લઈ જા."
આવું બધું વિચારતા વિચારતા જ મેહાને ઊંઘ આવી ગઈ.

બીજા દિવસે સ્કૂલમાં બહુ ભીડ જમા થઈ હોય છે.
મેહા અને એના ફ્રેન્ડ ભીડ કેમ જમા છે તે જોવા જાય છે. ભીડમાં અંદર જઈને જોયું તો અતુલ કોમલને પ્રપોઝ કરી રહ્યો હતો.

કોમલનો હકારાત્મક પ્રસ્તાવ આવતા જ બધાએ તાળીઓ પાડી. બધા અતુલને કહેવા લાગ્યા "આજે રાતે પાર્ટી જોઈએ."

અતુલે ત્યાં હાજર રહેલા બધાને પાર્ટીમાં ઈન્વાઈટ કર્યા.

બધા ત્યાંથી વિખેરાયા.

મેહા:- "Wow! યાર કોમલ કેટલી લકી છે. એને એનો પ્રિન્સ ચાર્મિગ મળી ગયો."

પ્રિયંકા:- "હજી તો આ શરૂઆત છે. પણ બંન્ને જેમ જેમ એકબીજાને સમજતા જશે તો ઝઘડા વધશે. આ પ્રેમ બેમ છે ને શરૂઆતમાં સારું લાગે."

મિષા:- "જોઈએ આગળ શું થાય છે તે. પણ આજે તો પાર્ટીમાં જઈશું."

મેહા વિચારતી કે કોમલ અત્યારે કેટલી ખુશ હશે. એ કેવું ફીલ કરતી હશે. કોમલને અત્યારે એવું ફીલ થતું હશે કે પોતે કેટલી સ્પેશિયલ છે. અતુલે કોમલને કેટલું સ્પેશિયલ ફીલ કરાવ્યું. કોમલ તો અત્યારે કેટલી ખુશ હશે. કાશ મને પણ કોઈ અહેસાસ કરાવે કે હું પણ કોઈના માટે ખાસ છું. આવી બેસ્ટ ફીલીગ્સનો અહેસાસ મને ક્યારે થશે."

નેહા:- "આજે પાર્ટીમાં જવાનું જ છે તો થોડી શોપિંગ કરી લઈએ. અને બ્યુટીપાર્લરમાં પણ જઈ આવીશું."

મિષા:- "ઑકે આપણે ત્રણેય સાંજે જઈશું."

મેહા:- "અને હું?"

પ્રિયંકા:- "તું તો પાર્ટીમાં અમારી સાથે ક્યાં આવે છે?
દર વખતે તો અમે ત્રણ જ હોઈએ છીએ."

મેહા:- "આ વખતે તો મારે પણ આવવું છે."

નેહા:- "મેહા શું થયું છે?"

મેહા:- "મને વળી શું થવાનું!"

નેહા:- "આજકાલ તારું વર્તન બદલાયેલું લાગે છે."

મિષા:- "હા આજકાલ મેહા ખોવાયેલી ખોવાયેલી રહે છે."

પ્રિયંકા:- "કોના વિચારોમાં ખોવાયેલી રહે છે?"

મેહા:- "તમે મને ચીડવો નહીં ચલો ક્લાસમાં."

મેહા મનોમન મલકાય છે.

નેહા:- "મેહા શ્રેયસ તને બોલાવે છે."

શ્રેયસનું નામ સાંભળતા જ મેહાએ એક્સાઈમેન્ટથી કહ્યું "ક્યાં છે શ્રેયસ"?

મેહા આસપાસ જોવા લાગી.

મેહા:- "શ્રેયસ તો અહીં નથી. ઑહ તો શ્રેયસ નું નામ લઈને તમે મને ચીડવો છો."

નેહા:- "શ્રેયસનું નામ સાંભળતા જ કેવી મલકાઈ ગઈ."

મેહા કંઈ બોલી નહીં.

સાંજે ચારેય પાર્ટીમાં ગયા. મેહાની નજર શ્રેયસને શોધતી હતી. મેહા વિચારતી કે કદાચ શ્રેયસ અને એના ફ્રેન્ડસને આ લોકો સાથે ઓળખાણ નહીં હોય. એટલે કદાચ શ્રેયસ નહીં આવે.

આસપાસની છોકરીઓ વાત કરી રહી હતી "હવે પાર્ટી રૉકિગ લાગશે. નહીં તો પાર્ટી કેટલી બોરિગ લાગતી હતી. RR અને SR ના આવતા જ પાર્ટીમાં જાન આવી ગઈ.

મેહાએ જોયું તો RR અને SR નું ગ્રુપ આવી રહ્યું હતું.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED