બીજી સવારે મેહા સ્કૂલે પહોંચે છે. ક્લાસમાં RRને જોતાં જ મેહાને સ્હેજ ગુસ્સો આવે છે. ગઈકાલે શ્રેયસ સાથે ટાઈમ મળતે પણ આ RRએ મમ્મીને બધું કહી દીધું. અને મારી સાથે અત્યારે એવી રીતના વાત કરશે કે જાણે કંઈક બન્યું જ ન હોય.
RR:- "hey મેહા. What's up? શું ચાલે છે લાઈફમાં?"
મેહા મનોમન કહે છે "તું છે ત્યાં સુધી તો મારી લાઈફમાં પરેશાની જ પરેશાની ચાલે છે. તું મારી લાઈફમાંથી જાય તો રાહતનો શ્વાસ લઉં."
RR:- "કેમ કંઈ બોલી નહીં. મારે લીધે તું પરેશાન છે ને?"
મેહા:- "નહીં એવું કશું જ નથી."
મેહાને મનોમન કહ્યું કે "હા તારા લીધે જ હું પરેશાન છું. એક મિનીટ પણ આ મારા દિલની વાત કેમ કેમ જાણી ગયો?"
RR:- "મને ખબર છે કે તને મારા પર ગુસ્સો આવી રહ્યો છે."
મેહા મનોમન કહે છે "હા સખત ગુસ્સો આવી રહ્યો છે?"
મેહા:- "ના રે એવું કંઈ નથી. અને મને શું કામ ગુસ્સો આવવાનો?"
RR:- "કાલે શ્રેયસ સાથે પાર્ટીમાં જવાના હતા અને મેં તારી મમ્મીને સાચેસાચું કહી દીધું એટલે."
મેહા મનોમન કહે છે "જાણે જ છે પછી શું કામ પૂછે છે?"
મેહા:- "વાંધો નહીં હું અને શ્રેયસ કોઈક દિવસ મળી લઈશું."
RR મનોમન કહે છે "હું તમને મળવા દઈશ તો ને?"
RR:- "Ok bye..."
મેહા:- "bye bye..."
દિવસ દરમ્યાન મેહા અને RR સાથે એકાદ-બે વાર નજરો મળી જતી.
મેહા વિચારતી કે RR થોડો રહસ્યમયી લાગે છે. શું ચાલે છે એના મનમાં?"
દિવસ દરમ્યાન કોઈક બહાને શ્રેયસ સાથે પણ મેહાની મુલાકાત થતી.
RR એના મિત્રો અને શ્રેયસના ગ્રુપ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. મેહા અને એની બહેનપણીઓ પણ આવે છે. મેહા અને શ્રેયસની નજર મળે છે. RR આ બંન્નેને નોટીસ કરે છે. થોડીવાર પછી શ્રેયસ મેહાના ગ્રુપ સાથે બેસી ક્રિકેટ જોય છે અને મેહા સાથે વાત કરે છે. RRને થોડી જેલીસીની ફીલીગ્સ આવી. RR નું ધ્યાન મેહા અને શ્રેયસ પર હોવાથી ક્રિકેટ રમવામાં ધ્યાન નથી આપતો.
RR:- "તમે લોકો રમો હું હમણાં જ આવ્યો."
મેહા મનોમન કહે છે "RR આ તરફ આવે છે. ચોક્કસ અમને ડિસ્ટર્બ કરવા જ આવતો હશે."
મેહા:- "શ્રેયસ મારે તારું કામ છે. ચાલને ક્લાસમાં જઈએ."
શ્રેયસ:- "સારું ચાલ."
મેહા અને શ્રેયસ ક્લાસમાં જાય છે. RR સમજી ગયો કે મેહા મને ઈગ્નોર કરે છે.
RR:- "નેહા આ લોકો શું કરવા ગયા ક્લાસમાં? ક્લાસમાં તો અત્યારે કોઈ નથી."
મિષા:- "કોઈ નથી એટલે જ ગયા હશે. અહીં તો ડિસ્ટર્બ કરવાવાળા ઘણાં છે. પણ ક્લાસમાં કોઈ હશે નહીં."
RR:- "અત્યાર સુધી તો ડિસ્ટર્બ નહોતા થયા અને હું આવ્યો ત્યારે જ મેહા જતી રહી. લાગે છે કે મેહા મારાથી થોડી નારાજ છે."
નેહા:- "કદાચ હોઈ શકે. તે જવા દીધી નહોતીને પાર્ટીમાં."
પ્રિયંકા:- "RR કેમ જવા દીધી નહોતી. ક્યાંક તારા મનમાં મેહા પ્રત્યે Soft corner તો નથી ને?"
RR:- "તમે પણ શું વિચારો છો? હું અને મેહા એકસાથે...તમે લોકોએ વિચારી પણ કેવી રીતે લીધું? ક્યાં મેહા અને ક્યાં હું..! મને જુઓ અને મેહાને જુઓ. Guys મેહા સાથે તમે મને compare જ કેવી રીતે કરી શકો. મારા સાથે તો કોઈ સ્માર્ટ and હોટ છોકરી શોભે."
નેહા:- "RR તું અમારી જ સામે અમારી ફ્રેન્ડ વિશે આવું બોલે છે."
RR:- "પ્રિયંકાએ સવાલ જ એવો પૂછ્યો કે મારે clarify આપવું તો પડે ને કે....."
મિષા:- "કે તારા મનમાં મેહા પ્રત્યે Soft corner નથી."
RR:- "હા એ જ તો સમજાવવાની કોશિશ કરું છું."
નેહા:- "પણ તારે અમારી સામે કેમ clarify કરવું પડ્યું?"
પ્રિયંકા:- "તારા દિલમાં મેહા પ્રત્યે soft corner નથી તો એના માટે આટલી બધી સ્પષ્ટતા શું કામ આપે છે? Guys લાગે છે કે RR આપણાથી તો કંઈક છૂપાવે છે."
RR:- "પ્લીઝ હા હું મજાકના મૂડમાં બિલકુલ નથી."
મિષા:- "હા અમે પણ મજાકના મૂડમાં નથી. તો સાચું શું છે કહી દે."
"તમે લોકો આજે મને છોડવાના નથી." આટલું કહેતા કહેતા તો RR થી હસાઈ જાય છે.
નેહા:- " તો તું હસ્યો કેમ?"
પ્રિયંકા:- "હસ્યો એનો મતલબ કંઈક તો છે."
RR:- "Come on gyus તમે તો મારી પાછળ હાથ ધોઈને લાગી ગયા છો."
મિષા:- "એવું અમને તો ખબર જ નથી કે અમે હાથ ધોયા છે."
RR:- "હા હા હા આ કેવું સેન્સ ઑફ હ્યુમર છે."
મિષા:- "છે તો ખરું ને. Guys તમને નથી લાગતું કે RR વાત બદલવાની કોશિશ કરે છે."
પ્રિયંકા:- "હા યાર. મેઈન મુદ્દો શું હતો? હા તો તારા મનમાં મેહા પ્રત્યે કંઈક તો છે."
RR:- "હું તમને કેવી રીતના વિશ્વાસ દેવડાઉ કે મારા મનમાં કંઈ જ નથી."
નેહા:- "તો તું હસ્યો કેમ?"
RR:- "લો હવે મારે હસવાનું પણ નહીં એમ."
મિષા:- "પણ તું ત્યારે જ કેમ હસ્યો?"
RR:- "ત્યારે જ કેમ હસ્યો એટલે? એ તો ગમે તે સમયે હસવું આવી શકે."
પ્રિયંકા:- "રહેવા દે મિષા RR એટલી સહેલાઈથી નહીં માને. પણ એક દિવસ આપણે એને રંગે હાથ પકડીશું."
RR:- "Girls એટલી આસાનાથી હું હાથમાં નહીં આવવાનો."
સાંજે RR ઘરે જઈ પોતાના રૂમમાં મેહાના ફોટા અને વીડીયો જોતો હતો. વીડીયોમાં વરસાદની બુંદો સાથે રમતી મેહાને એકીટશે RR જોઈ રહ્યો. વાળમાંથી વિખેરાયેલી એક લટ પવનની લહેરખી ને કારણે મેહાની પલકો પર આવી જતી અને મેહા એ લટને સરખી કરતા કરતા મંદ મંદ હાસ્ય કરતી. એની આ અદા પર તો RR ઘાયલ જ થઈ ગયો.
બીજા દિવસે મેહા,પ્રિયંકા,નેહા અને મિષા ચારેય સ્કૂલના ગ્રાઉન્ડ પર ફરતા હોય છે. મેહાની નજર અતુલ અને કોમલ પર જાય છે. અતુલ અને કોમલ હાથ પકડીને ખૂણામાં બેઠા હતા. મેહાને એ જોડી પરફેક્ટ લાગતી. મેહા વિચારતી કે "આ બંન્ને વચ્ચે કેટલો પ્રેમ છે. જાણે કે બંન્ને એકબીજા જ માટે બન્યા હોય. થોડા દિવસ પછી હું અને શ્રેયસ પણ આવી રીતના બેઠેલા હોઈશું. દુનિયાની ભીડથી દૂર બસ પોતાનામાં જ ખોવાયેલા હોઈશું."
મેહા:- "Wow! આ લોકો વચ્ચે શું કેમેસ્ટ્રી છે યાર..!"
પ્રિયંકા:- "કોની વચ્ચે?"
મેહા:- "અતુલ અને કોમલ વચ્ચે. બંન્ને કેટલા ખુશ છે."
મિષા:- "એ તો હજી શરૂઆત છે. આ પ્રેમ બેમ છે ને એ થોડા દિવસમાં ઉડી જશે."
મેહા:- "તને કેવી રીતના ખબર?"
મિષા:- "બંન્ને એકબીજાને જાણી જશે તો ધીરે ધીરે ઝઘડા થશે. અત્યારે તો બંન્નેને એકબીજાની ખામી નહીં દેખાય પછી ખામી દેખાશે અને ઝઘડાઓ થશે. શરૂઆતમાં બધા પરફેક્ટ લાગે પણ એ માત્ર એક વ્હેમ હોય છે."
મેહા:- "પણ મને તો આ જોડી પરફેક્ટ લાગે છે."
મિષા:- "તુ હજી લોકોને જાણી જ શકી નથી મેહા. બધા તારા જેવા સીધા ન હોય."
એટલામાં જ મિષા રૉકી સાથે ભટકાય છે.
રૉકી:- "Hi."
મિષા:- "Hi."
રૉકી:- "ચાલો ત્યાં જઈને બેસીએ."
બધા ગ્રાઉન્ડ પર જઈને બેસે છે.
પ્રિયંકા:- "બધાનો ફેવરીટ કાનુડો નથી દેખાતો ને? ક્યાં રહી ગયો?"
પ્રિતેશ:- "એ તો હશે કોઈ ગોપી સાથે. પ્રેમના રાસ રમી રહ્યો હશે."
સુમિત:- "કાનુડો આપણી તરફ જ આવી રહ્યો છે."
RR:- "hey guys what's up?"
પ્રિયંકા:- "તો રમી લીધી રાસલીલા ગોપીઓ સાથે."
RR:- "હા બહુ મજા આવી."
નેહા:- "ગોપી સાથે તો બહુ મજા કરી લીધી. પણ રાધા મળશે ને તો ગોપીઓને પણ ભૂલી જશે આ કાનુડો."
RRએ મેહા તરફ નજર કરી કહ્યું "એકવાર રાધા તો મળી જાય."
મેહા મનોમન કહે છે "પોતાની સરખામણી કૃષ્ણભગવાન સાથે..? જ્યારે હોય ત્યારે I am something માં જ રહે છે."
સાંજે ચા નાસ્તો કરી હોમવર્ક પતાવી મેહા બેઠી હોય છે એટલામાં જ મિષાનો ફોન આવે છે.
મિષા:- "મેહા બહાર નીકળ અમે તને લેવા આવીએ છીએ."
મેહા:- "ક્યાં જવાના છો?
મિષા:- "એમજ થોડીવાર રખડવા જઈએ અને કંઈક ખાઈ પણ આવીશું."
મેહા:- "સારું હું હમણાં આવી."
મિષા,પ્રિયંકા અને નેહા મેહાને લેવા ઘરે પહોંચી જાય છે. ચારેય વ્હીકલ લઈને નીકળી પડે છે.
ચારેય ગોપીતળાવ ફરવા ગયા. ફરીને આવ્યા પછી ખૂબ ભૂખ લાગી. રેસ્ટોરન્ટમાં જઈને મન્ચુરિયન અને સેન્ડવીચનો ઓર્ડર આપ્યો. એ જ રેસ્ટોરન્ટમાં RR એના ફ્રેન્ડસ જોડે આવ્યો હતો. મેહાને લાગ્યું કે કાશ શ્રેયસ પણ અહીં આવત. મેહાએ વિચાર્યું અને બીજી જ ક્ષણે શ્રેયસ અને એના ફ્રેન્ડસ પણ દેખાયા. મેહા તો ખુશ થઈ ગઈ.
નાસ્તો કરતા કરતા બધા એમજ વાતો કરી રહ્યા હતા.
રૉકી:- "યાર કેટલા દિવસ થઈ ગયા. કશે બહાર ફરવા નથી ગયા."
પ્રિતેશ:- "તું બોલ તો ખરો તારે ક્યાં જવું છે?"
રૉકી:- "ગુજરાતની બહાર જવું છે. મુંબઈ જવું છે."
સુમિત:- "વિચાર તો સારો છે. તું શું કહે છે RR?"
RR:- "બધાએ જવાનો પ્લાન બનાવી જ લીધો છે તો હું શું કહું? લેટ્સ ગો."
રૉકી:- "girls તમે આવશો ને?"
નેહાએ પ્રિયંકા અને મિષા તરફ નજર કરી.
મિષા:- "હા અમે પણ આવીશું."
RR:- "SRના ગ્રુપવાળા શું કહે છે?"
SR:- "અમે પણ રેડી જ છીએ."
સુમિત:- "પણ ક્યારે જઈશું?"
RR:- "આ friday અને saturday રજા છે અને પછી રવિવારની રજા. તો ગુરુવારે સાંજે નીકળીએ."
બધાએ Ok કહ્યું.
નાસ્તો કરી બધા છૂટા પડે છે. મેહા ઘરે જઈને થોડું જમી પોતાના રૂમમાં જાય છે. મેહાને પણ જવાની ઈચ્છા હતી. મેહાએ વિચાર્યું કે મમ્મી પપ્પા મને જવા દેશે. જવા જ દેશે. નેહા લોકો છે એટલે વાંધો નહીં.
બીજા દિવસે મેહા સ્કૂલે પહોંચે છે.
મેહાના ફ્રેન્ડસ ક્લાસમાં આવે છે.
નેહા:- "શું થયું? ચહેરો કેમ ઉતરેલો છે?"
મેહા:- "મારે પણ તમારી સાથે મુંબઈ આવવું છે."
મિષા:- "હા તો તને લઈ જ જઈશું ને?"
મેહા:- "પણ મમ્મી પપ્પા આવવા દેશે તો ને?"
પ્રિયંકા:- "તું ટેન્શન ન લે. આજે સાંજે તારા ઘરે આવીને અમે વાત કરીશું Ok?"
RRએ પોતાના ઘરે વાત કરી લીધી હતી. RRએ વિનોદકાકા હેમાકાકી તથા મીનાક્ષીમાસી નવિનમાસાને તૈયાર કર્યા હતા. RR અને રૉકીએ એક મિનીબસ બુક કરાવી લીધી.
સાંજે મેહાની ત્રણેય સખીઓ મેહાના ઘરે જઈને પરેશભાઈને વાત કરે છે.
મિષા:- "અંકલ અમે ત્રણ દિવસ મુંબઈ ફરવા જઈએ છીએ. મેહાને પણ અમારી સાથે આવવું છે."
પરેશભાઈ:- "તમે છોકરીઓ એકલી જ જાઓ છો કે કોઈ જેન્સ છે?"
નેહા:- "હા અંકલ અમારી સાથે boys પણ છે."
મમતાબહેન:- "શું નામ છે એનું? નેહા તે દિવસે તારા ફોન પર મારી વાત થયેલી એનું નામ શું છે? એ છોકરા પર ભરોસો કરી શકાય. છોકરો સારો છે."
નેહા:- "હા આંટી એને બધા RR કહીને બોલાવે છે."
મમતાબહેન:- "તે દિવસે મેહા રાતે ખોટું બોલીને એકલી જ પાર્ટીમાં જવાની હતી. સારું થયું કે એ છોકરાએ બધું સાચેસાચું કહી દીધું. બહુ ભલો છે એ છોકરો."
મેહા મનોમન કહે છે "કેટલો ભલો છોકરો છે તે તો હું જ જાણું છું. મમ્મી હજી RR ને ક્યાં ઓળખે છે? ઓળખશે ત્યારે જાણશે. અત્યારે તો બહું વખાણ કરે છે RR ના. પછી ખબર પડશે. RR કરતા તો શ્રેયસ બહુ ભલો છે."
પરેશભાઈ:- "એ છોકરાને ફોન કરો નેહા બેટા."
નેહા:- "જી અંકલ."
મેહા ફરી વિચારે છે "What? હવે મારે મુંબઈ જવા માટે પણ RR નો આધાર લેવો પડશે. મને તો ચોક્કસ ખાતરી છે કે RR ના જ પાડી દેશે."
નેહા RR ને ફોન લગાવે છે.
નેહા:- "Hello RR મેહાના પપ્પા પરેશઅંકલ તારી સાથે કંઈ વાત કરવાના છે."
નેહા પરેશભાઈને ફોન આપે છે.
પરેશભાઈ:- "Hello."
RR:- "જી અંકલ."
પરેશભાઈ:- "તમે લોકો ફરવા મુંબઈ જવાના છો તો સાથે કોણ છે?"
RR:- "અંકલ અમે બધા ફ્રેન્ડસ જવાના છીએ અને સાથે કાકા કાકી અને મારા માસા માસી આવવાના છે."
પરેશભાઈ:- "Ok તારું ફેમિલી અને તું જાય છે એટલે હું તારા ભરોસે મેહાને મોકલું છું."
RR:- "અંકલ તમે જરા પણ ચિંતા ન કરતા. મારી ફેમિલી અને હું મેહાનું ધ્યાન રાખીશું."
મેહા મનોમન કહે છે "કમાલ છે મારા મમ્મી પપ્પા RR પર ભરોસો કરે છે અને મારા પર તો વિશ્વાસ જ નથી."
પરેશભાઈ:- "સારું તો ફરી આવો."
RR:- "જી અંકલ."
મેહા ખુશ થઈ કે શ્રેયસ સાથે એકલામાં ટાઈમ મળશે.
બીજા દિવસે મેહા સ્કૂલે પહોંચી. રાતથી જ વરસાદ વધારે હતો અને સવારે પણ ચાલું જ હતો. બપોર પછી સ્કૂલમાંથી રજા આપી દીધી. મેહા ઘરે પહોંચે છે. હોમવર્ક પતાવી ચેનલો એક પછી એક બદલે છે. એક ચેનલ પર મુવી આવતું હતું. મુવી જૂની હતી છતા પણ મેહાને આ મુવી જોવાની ઈચ્છા થઈ. મૈંને પ્યાર કિયા મુવી અગાઉ પણ જોઈ હતી. હજી તો મુવી ચાલું જ થઈ હતી. એટલે મેહા સૂઈને મુવી જોવા લાગી. 'મૈંને પ્યાર કિયા' મુવી મેહાને ખૂબ જ ગમતી. ફરી એ જ મુવી ચેનલ પર આવતા મેહા એ મુવી જોવામાં વ્યસ્ત થઈ ગઈ.
સાંજે મેહા અને શ્રયસે મેસેજથી વાત કરી.
ગુરુવારે સવારે સ્કૂલમાં બધા ભેગા મળી વાતો કરતા હતા. આપણે મુંબઈ જઈ આમ કરીશું અને તેમ કરીશું. ત્યાં બહુ મજા આવશે.
RR:- "બધાએ મારા ઘરે સાત વાગ્યે એટલે આવી જવાનું Ok?"
બધાએ Ok કહ્યું.
સાંજે ઘરે જઈને મેહાએ ફટાફટ પેકિંગ કરી. મેહાના ફ્રેન્ડસ RR ના ઘરે પહોંચી ગયા હતા. મેહા એના ભાઈની રાહ જોઈ રહી હતી. નિખિલ એના ફ્રેન્ડસ જોડે ગયો હતો. મેહાને કહીને ગયો હતો કે પોતે મૂકવા આવશે.
મેહાએ નિખિલને ફોન કર્યો.
મેહા:- "ભાઈ ક્યાં છે તું?"
નિખિલ:- "હું ટ્રાફિકમાં ફસાયો છું. બસ હમણાં જ આવ્યો."
મેહા ફોન ડિસકનેક્ટ કરે છે ત્યાં જ નેહાનો ફોન આવે છે. મેહા તરત જ નેહાનો ફોન રિસીવ કરે છે.
નેહા:- "હેલો મેહા ક્યાં રહી ગઈ?"
મેહા:- "ભાઈ આવે એટલે આવું જ છું. હું હમણાં જ આવી જતે પણ ડ્રાઈવર અંકલ પણ રજા પર છે."
નેહા:- "મેહા તારા સિવાય બધા અહીં આવી ગયા છે. તારી જ રાહ જોઈ રહ્યા છે."
મેહા:- "શું બધા આવી પણ ગયા... હું એકલી જ બાકી છું."
નેહા:- "હા જલ્દી આવ."
નેહાએ ફોન ડિસકનેક્ટ કર્યો.
મેહાએ નિખિલને ફરી ફોન કર્યો તો નિખિલ હજી પણ ટ્રાફિકમાં ફસાયેલો હતો.
દસ મિનીટ પછી મેહા નેહાને ફોન કરે છે.
નેહા:- "હા બોલ."
મેહા:- "યાર ભાઈ તો હજી પણ ટ્રાફિકમાં ફસાયેલાં છે. એક કામ કરો તમે લોકો જઈ આવો. કારણ કે પહેલાં જ મોડું થઈ ગયું છે."
નેહા:- "Are you sure?"
મેહા:- "હા તમે મારી ચિંતા નહીં કરો. આપણે ફરી ક્યારેક જઈશું."
નેહા:- "યાર તારા વગર મજા નહીં આવે."
મેહા:- "મને પણ નહીં ગમશે. પણ it's ok. તમે એન્જોય કરી આવો. ત્યાં કેટલી મજા કરી તે પછી મને જણાવજો. Bye.."
નેહા:- "સારું bye..."
મિષા:- "શું કહ્યું મેહાએ?"
નેહા:- "યાર એ નહીં આવી શકે."
પ્રિયંકા:- "What? પણ કેમ?"
નેહા:- "એનો ભાઈ ટ્રાફિકમા ફસાયો છે. અને ઘરે તો કોઈ નથી."
આ લોકોની વાત સાંભળી તનિષા વિચારે છે "સારું થયું કે મેહા નથી આવવાની નહીં તો RR નું ધ્યાન મેહા પર જ રહેતે."
તન્વી:- "સારું થયું કે મેહા નથી આવવાની. એ બહાને તું ખુશ તો થઈ."
તનિષા:- "તું મારા મનની વાત જાણે તો છે."
શ્રેયસે મેહાને ફોન કર્યો.
શ્રેયસ:- "હેલો મેહા ક્યાં રહી ગઈ?"
મેહા:- "સૉરી શ્રેયસ મારાથી નહીં અવાય."
શ્રેયસ:- "પણ કેમ?"
મેહા:- "મને કોણ મૂકવા આવે. ભાઈ તો ટ્રાફિકમા ફસાયેલાં છે."
શ્રેયસ:- "પહેલાં કહેવું જોઈએ ને? હું તને લેવા આવી જાત."
મેહા:- "વાંધો નહીં next time તું લેવા આવજે."
શ્રેયસ:- "Bye..."
મેહા:- "Bye..."
ફોન ડિસકનેક્ટ કરે છે. મેહા વિચારે છે કે "શ્રેયસ સાથે ફરવા જવાની કેટલી મજા આવતે." મેહાની જવાની ખૂબ ઈચ્છા હતી. શ્રેયસ વિશે વિચારતા વિચારતા મેહાની આંખોમાંથી આંસુ ટપકી પડે છે. મેહા ઘરની બહારના પગથિયા પર જ બેસી પડે છે. મેહા પોતાનો જ વાંક કાઢવા લાગી. "કાશ મેં શ્રેયસને પહેલાં જ કહ્યું હોત કે ભાઈ મને મૂકવા આવી શકે એમ નથી તો શ્રેયસ મને લેવા આવત. અને શ્રેયસે પણ કહ્યું કે તે પહેલાં કહ્યું હોત તો? મારે પહેલાં જ કહી દેવું જોઈતું હતું."
મેહાને મનમાં લાગ્યું કે કાશ શ્રેયસ પોતાની બાઈક પર આવે અને મને લઈ જાય."
ક્રમશઃ