તરસ પ્રેમની - ૯ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૯



મેહાએ સાંજે શ્રેયસને Hi નો મેસેજ કર્યો.

શ્રેયસે પણ મેહાને મેસેજ કર્યો. મોડી રાત સુધી મેહા અને શ્રેયસે મેસેજ દ્રારા વાત કરી.

છેલ્લે મેહાએ પૂછ્યું "Sunday ક્યાં મળીશું?"

શ્રેયસ:- "Sunday કદાચ નહીં મળાય. મારો મતલબ છે કે એકલામાં નહીં મળાય. RR એના ગ્રુપ સાથે અને મારા ફ્રેન્ડસ સાથે મુવી જોવાનો પ્લાન બનાવી રહ્યા છે."

મેહા:- "Ok વાંધો નહીં."

શ્રેયસ:- "Ok તો bye...good night."

મેહા:- "Good night."

મેહા મનોમન કહે છે "RRને શું જરૂર હતી આ જ રવિવારે મુવી જોવાનો પ્લાન બનાવવાની. હું કેટલી ખુશ હતી કે શ્રેયસ સાથે એકાંતમાં મળવાનું થશે. શું ખબર કદાચ શ્રેયસ મને પ્રપોઝ પણ કરી દેત. RR એ મારો બધો મૂડ બગાડી નાખ્યો. ખબર નહીં RR ના મનમાં શું ચાલે છે? શ્રેયસ સામે મારા વિશે કેવું બોલતો હતો કે મને ફેશનનું સેન્સ નથી. હું dumb છું. અને તનિષાએ મને પાડી ત્યારે મને હેલ્પ કરવા માટે આગળ હાથ લંબાવ્યો. RR દુનિયા સામે સારો દેખાવાનો પ્રયત્ન કરે છે અને મારી પીઠ પાછળ શ્રેયસને મારા વિશે બોલી મારો વાંક કાઢે છે. અને હવે RRએ મુવી જોવાનો પ્લાન બનાવી લીધો. RR મારી લાઈફમાં શું કરવા આવ્યો?" આવા વિચારો કરતા કરતા મેહા ઊંઘી ગઈ.

સવારે મેહા સ્કૂલે પહોંચે છે. ડાન્સની પ્રેક્ટીસ કરી નેહા,પ્રિયંકા અને મિષા ક્લાસમાં આવે છે. RR અને એના ગ્રુપ વાળા પણ આવે છે.

RR:- "Hey મેહા."

મેહા:- "Hi RR."

મેહાને વિચાર આવે છે કે "RR તો એવી રીતના વર્તે છે કે જાણે કંઈ બન્યું જ નથી. એક તો મુવી જોવાનો પ્લાન બનાવી મારો બધો મૂડ બગાડી નાંખ્યો."

SR એના ફ્રેન્ડસ જોડે મેહાના ક્લાસમાં આવે છે.

RR:- "શ્રેયસ તો આવતીકાલે ચોક્કસ ને?"

શ્રેયસ :- "હા ચોક્કસ."

RR:- "તમને ચારેયને કહી દઉં છું. કાલે સાંજે તૈયાર થઈ જજો. મુવી જોવા જઈશું."

મેહા મનોમન કહે છે "મુવી જોવાની ઈચ્છા તો નથી પણ શ્રેયસ છે એટલે જઈશ."

નેહા:- "Ok અમે ચારેય તૈયાર રહીશું."

બપોરે બધા કેન્ટીનમા જવા નીકળ્યા.

નેહા:- "મેહા શું કરે છે? જલ્દી ચાલ. બહુ ભૂખ લાગી છે."

મેહા:- "હા એક મીનિટ. મારી નોટબુક મૂકી દઉં."

મિષા:- "જલ્દી."

મેહા:- "સારું તમે જાઓ. નાસ્તાનો ઓર્ડર આપતા થજો. હું બસ હમણાં જ આવી."

પ્રિયંકા:- "અમે જઈએ છીએ. જલ્દી આવજે."

ત્રણેય જતા રહે છે.

RR અને એના ગ્રુપવાળા પણ કેન્ટીનમા જાય છે.

RR:- "તમે લોકો જાઓ. હું બસ હમણાં આવ્યો."

RR ના ફ્રેન્ડસ કેન્ટીનમા જાય છે.

ક્લાસમાં RR અને મેહા બે જ જણ હતા.

RR:- "તું અને શ્રેયસ રવિવારે કશે જવાના હતા."

મેહા મનોમન કહે છે "ખબર જ હતી તો મુવી જોવાનો પ્લાન જ શું કરવા બનાવ્યો?"

RR:- "હા ખબર હતી તો પણ મુવી જોવાનો પ્લાન બનાવ્યો"

મેહા મનોમન કહે છે "મારા મનની વાત કેવી રીતે જાણી ગયો?"

મેહા:- "હા હું અને શ્રેયસ એકલામાં મળવાના હતા. પણ તને કોણે કહ્યું?"

RR:- "મને શ્રેયસે જ કહ્યું."

RR મનોમન કહે છે "તું અને શ્રેયસ એકલામાં ન મળો એટલે જ તો મુવીનો પ્લાન બનાવ્યો છે."

મેહા વિચાર કરવા લાગી કે "શ્રેયસે RRને કેમ કહ્યું કે અમે એકલામાં મળવાના છીએ. આ વાત તો મારા અને શ્રેયસ વચ્ચે જ રહેવી જોઈએ. પણ કદાચ શ્રેયસ કોઈથી છૂપાવવા માંગતો ન હોય. નહીં તો બીજા છોકરા કેટલું છૂપાવે છે. શ્રેયસ એના ફ્રેન્ડસને અને દુનિયા સામે અમારા સંબંધ વિશે છૂપાવશે નહીં. શ્રેયસ તો ડેરિંગ વાળો છે. એની આ જ અદા પર હું ઘાયલ થઈ ગઈ."

RR:- "શું વિચારે છે? કેન્ટીનમા જવું છે કે નહીં?"

મેહા:- "હા ચાલ."

બંન્ને ચાલતા ચાલતા કેન્ટીનમા જાય છે.

RR:- "આખી સ્કૂલમાં તને શ્રેયસ જ ગમ્યો."

મેહા અવઢવમાં મૂકાઈ ગઈ કે શું બોલવું અને શું ન બોલવું.

મેહા:- "તું વિચારે છે એવું કંઈ જ નથી. અમે તો Just friend છીએ."

RR:- "Just friend જેવું કશું લાગતું તો નથી અને Just friend કોઈ દિવસ એકલામાં ન મળે."

મેહા કંઈ બોલતી નથી.

બંન્ને કેન્ટીનમા પહોંચે છે. RR અને મેહાને જોતા તનિષાની આંખો ઝીણી થઈ ગઈ. તનિષા મનોમન કહે છે "RR ના મનમાં મેહાને લઈને શું ચાલે છે?"
RR અને મેહા ફ્રેન્ડસ જોડે નાસ્તો કરે છે.

ફ્રી તાસ હતો એટલે નેહાએ કહ્યું "ક્લાસમાં બેસીને શું કરશું? ચાલોને બહાર ગ્રાઉન્ડ પર જઈને બેસીએ."

મેહા:- "હા ચાલો."

મિષા:- "બહારનું વાતાવરણ તો જો. વાદળો ઘેરાયા છે. એવું લાગે છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે."

પ્રિયંકા:- "વરસાદ આવશે ત્યારે પાછા ક્લાસમાં આવી જઈશું."

ચારેય બહાર નીકળે છે કે હળવો હળવો વરસાદ વરસવા લાગે છે.

વરસાદ આવતાં જ ક્લાસના થોડા છોકરા છોકરીઓ બહાર આવ્યા. RR અને એના ગ્રુપ વાળા પણ વરસાદની મજા માણવા બહાર આવે છે.

વાદળો છવાઈ ગયા હતા. વરસાદનું વાતાવરણ નયનરમ્ય હતું. હળવા હળવા પવનને લીધે માટીની સરસ મહેક આવતી હતી. ઠંડો પવન બદનને સ્પર્શ કરી રહ્યો હતો. મેહા હાથમાં વરસાદની બુંદો ને હાથમાં લે છે. વરસાદની બુંદોને ચહેરા પર છાંટે છે.

RR ની નજર મેહા પર જ હોય છે. મેહા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. એના ચહેરા પર અને આંખોમાં માસૂમિયત ઝલકી રહી હતી. RR આ સુંદર પળને કેદ કરવા માંગતો હતો. ખિસ્સામાંથી મોબાઈલ લીધો અને મેહાનો વીડીયો બનાવ્યો. થોડા ફોટા પણ ખેંચ્યા.

રવિવારે બધા મુવી જોવા જાય છે.

મુવી જોઈને બધાએ વડાપાઉં નો નાસ્તો કર્યો.

મેહા ઘરે પહોંચીને શ્રેયસને મેસેજ કરે છે.

મેહા:-"Hi ઘરે પહોંચી ગયા."

શ્રેયસ:- "ના એમજ ફ્રેન્ડસ સાથે બાઈક પર બેસી ગપ્પા મારીએ છીએ."

મેહા:- "Ok સારું."

શ્રેયસ:- "શું કરે છે?"

મેહા:- "કંઈ ખાસ નહીં."

એટલામાં જ મેહાને મમતાબહેન બોલાવે છે.

મેહા મમતાબહેન પાસે જાય છે. શ્રેયસ મેહાને ફોન કરે છે પણ ફોન મેહા પોતાના જ રૂમમાં મૂકી આવી હોય છે.

SR અને RR ના ગ્રુપવાળા ચા પીવા રોકાયા હતા.

"હું ચા નો ઓર્ડર આપું છું. તમે લોકો બેસો. RR મારો ફોન સાચવજે." એમ કહી SR ચાનો ઓર્ડર આપે છે.

મેહા પોતાના રૂમમાં આવે છે. મોબાઈલમાં જોયું તો શ્રેયસનો ફોન હતો.

મેહા ફોન કરે છે. RR એ જોયું તો મેહાનો ફોન આવી રહ્યો હતો. શ્રેયસ મારો ફોન કેમ નથી રિસીવ કરતો એમ વિચારી મેહા ફરી ફોન કરે છે.

RR એ જોયું તો ફરી મોબાઈલની સ્ક્રીન પર મેહા નું નામ વંચાયું.

RR એ ફોન રિસીવ કર્યો.

મેહા:- "Hi SR. મેં અત્યારે તારો ફોન જોયો. શું કરવા ફોન કર્યો હતો. આજે આપણે એકલામાં મળવાના હતા પણ RR એ બધો મૂડ ખરાબ કરી નાંખ્યો."

RR:- "તો તારે અને SRએ કહેવું જોઈએ ને? અમે અમારી રીતે જઈ આવતે. તો બધો blame મારા પર નાંખવાની જરૂર નથી. સમજી?"

RR નો અવાજ સાંભળી મેહા ચમકી.

મેહા:- "RR તું? શ્રેયસ ક્યાં છે?"

RRએ ફોન કટ કરી દીધો.

મેહા વિચારે છે કે "SR અને એના ફ્રેન્ડસ જ હશે. પણ સાથે સાથે RR ના ગ્રુપવાળા પણ હતા. SR ને શું જરૂર હતી RR ને પોતાનો ફોન આપવાની. એક તો RRએ મૂડ બગાડી નાંખ્યો અને ઉપરથી એવું કહે છે કે મારા પર Blame નાંખવાની જરૂર નથી. Oh God આ RR નું હું શું કરું? હું કંઈ બોલતી નથી એટલે RR મને સંભળાવે છે. અને મારી સાથે કેવું બિહેવ કર્યું. હજી તો હું વાત કરતી હતી અને ગુસ્સામાં ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.
કાલે સ્કૂલે જઈશ ત્યારે RR ને બરાબર સંભળાવીશ. શું સમજે છે પોતાની જાતને? Oh no મને શું થઈ ગયું છે? મારે શ્રેયસ વિશે વિચારવું જોઈએ એને બદલે RR વિશે હું શું કામ વિચારું છું. આ RR મને પરેશાન કરવા જ મારી લાઈફમાં આવ્યો છે. કાલે તો હું RR સાથે વાત કરીને જ રહીશ.

બીજા દિવસે મેહા સ્કૂલે જાય છે. મેહાએ નક્કી કરી લીધું હતું કે RR પાસે આજે બધી વાતનો ખુલાસો માંગીશ. મારી ગેરહાજરીમાં શ્રેયસ સામે મારા વિશે બોલી મારો વાંક કાઢે છે.

મેહા રૂઆબથી ચાલતી ચાલતી રિહર્સલ રૂમમાં પહોંચે છે. RR અને એની ટીમ પ્રેક્ટીસ કરી રહી હતી. મેહા સીધી RR પાસે જાય છે અને આંખો માં આંખો મળાવી કહે છે "મારે તારી સાથે વાત કરવી છે."

RR:- "તને ખબર નથી અમારી પ્રેક્ટીસ ચાલી રહી છે. એવી તો શું વાત છે કે તું અમને ડીસ્ટર્બ કરવા આવી ગઈ. જે વાત કરવી હોય તે જલ્દી બોલ."

RR ના બોલવામાં સ્હેજ ગુસ્સો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. RR નો ગુસ્સો જોતા જ મેહા તો ઢીલી પડી ગઈ.

મેહા:- "મ....મ....મારે તો પ્રિયંકાનું કામ છે. હું એને લઈ જાઉં?"

RR:- "જે કામ હોય તે પછી. અત્યારે અમારે રિહર્સલ કરવી જરૂરી છે સમજી?"

મેહા:- "હા સમજી ગઈ."

મેહા તો રિહર્સલ રૂમમાંથી ફટાફટ બહાર આવી અને મનોમન બોલી "Oh God RR ની સામે આવતા જ મારી બોલતી કેમ બંધ થઈ જાય છે. એની સામે હું કેમ કંઈ બોલી શકી નહીં. મેહા તારું કંઈ નહીં થાય." એમ વિચારતી વિચારતી ક્લાસમાં આવીને બેસી રહે છે.

થોડીવારમાં RR અને એની ટીમ ક્લાસમાં આવે છે.
મેહા બેસીને કંઈક નોટ્સ લખતી હતી. અચાનક બોલપેન જ લખતી બંધ થઈ ગઈ. મેહાએ બોલપેનને જોરથી હલાવી. જેવી બોલપેન હલાવી કે બોલપેનની ઈન્ક એક છોકરીના સ્કૂલ યુનિફોર્મ પર પડી.

મેહા નું ધ્યાન એ છોકરીના કપડાં પર જ હતું. મેહાએ એ છોકરીનો ચહેરો જોયા વગર જ Sorry કહ્યું. પછી ઉપર જોયું તો તનિષા હતી.

તનિષા:- "Oh God શું કર્યું તે? અને તારી હિમ્મત જ કેમ થઈ મારો યુનિફોર્મ બગાડી નાંખવાની?"

મેહા:- "Sorry મેં જાણી જોઈને નથી કર્યું."

તનિષા:- "આ Sorry તારી પાસે જ રાખ અને અત્યારે ને અત્યારે આ સાફ કર."

મિષા:- "મેહાએ જાણી જોઈને નથી કર્યું. સમજી?"

RR:- "તનિષા શું થયું? એણે કહ્યું ને Sorry."

RRએ તનિષા સામે જોઈ એવી રીતના કહ્યું કે તનિષા સમજી ગઈ.

મેહાને સમજ જ ન પડતી કે તનિષા મારી સાથે આવું કેમ કરે છે? મેં તો એનું કોઈ દિવસ કંઈ બગાડ્યું નથી. તનિષા જ્યારે હોય ત્યારે મને જ કેમ હેરાન કરે છે. તનિષા મને જ કેમ બોલે છે? કદાચ હું કોઈ સામે ઊંચા અવાજે બોલતી નથી એટલે તનિષા જેવી છોકરીઓ મારા મૌનનો ફાયદો ઉઠાવે છે. કદાચ RR પણ મારા મૌનનો ફાયદો ઉઠાવે છે. કંઈ નહીં એકવાર શ્રેયસ મારો બોયફ્રેન્ડ બની જશે પછી મારે કોઈ સામે બોલવાની જરૂર નહીં પડે. શ્રેયસ જ મારા માટે Stand લેશે અને બધાની બોલતી બંધ કરી દેશે. શ્રેયસ મારી જીંદગીમાં આવશે ને તો બધી પ્રોબ્લેમ Solv થઈ જશે."

સાંજે મેહા હોમવર્ક પતાવી શ્રેયસને મેસેજ કરે છે.

શ્રેયસ:- "શું કરે છે?"

મેહા:- "કંઈ ખાસ નહીં. And you?"

શ્રેયસ:- "તું અત્યારે મળી શકીશ?"

મેહા:- "ક્યાં મળવું છે?"

શ્રેયસ:- "મારા એક ફ્રેન્ડની પાર્ટી છે. મેં તારા વિશે મારા ફ્રેન્ડને કહ્યું. આપણને બંન્નેને ઈન્વાઈટ કર્યાં છે."

મેહા:- "સારું આવું છું."

શ્રેયસ:- "હું તને લેવા આવું છું."

મેહા:- "સારું."

મેહા તૈયાર થાય છે.

મમતાબહેન:- "મેહા ક્યાં જાય છે?"

મેહા:- "મમ્મી એક ફ્રેન્ડને ત્યાં પાર્ટી છે."

મમતાબહેન:- "નેહા લોકો આવે છે?"

મેહા મનોમન કહે છે "નેહા લોકો નથી આવવાના એવું કહીશ તો પાર્ટીમાં મને જવા દેશે નહીં. ને શ્રેયસ સાથે જવાનો મોકો મળ્યો છે તો આ ચાન્સ તો જવા નહીં દઉં. શું કરું હવે? હવે તો મારે ખોટું બોલવું પડશે. પણ શ્રેયસ માટે તો હું આટલું તો કરી જ શકું."

મમતાબહેન:- "ક્યાં ખોવાઈ ગઈ? જો તારી ત્રણેય બહેનપણીઓ ન આવતી હોય ને તો હું તને નહીં જવા દઉં."

મેહા:- "મમ્મી એ ત્રણે ત્રણ આવે છે."

મમતાબહેન:- "સારું."

મેહા ઘરની બહાર નીકળી તરત જ નેહાને ફોન કરે છે.

મેહા:- "Hello નેહા ક્યાં છો તમે?"

નેહા:- "અમે લોકો સુમિતના ઘરે છીએ. થોડીવાર માટે પ્રેક્ટીસ કરવા માટે આવેલા છે. પણ તે કેમ ફોન કર્યો?"

મેહા:- "મને શ્રેયસ એક પાર્ટીમાં લઈ જવાનો છે. અને તમે ત્રણેય...."

નેહા:- "સમજી ગઈ. મમ્મીને ખોટું બોલીને આવી છે કે અમે ત્રણેય પણ તારી સાથે છીએ. વાંધો નહીં આન્ટીનો ફોન આવશે તો અમે કહી દઈશું કે મેહા સાથે અમે પાર્ટીમાં જવાના છે."

મેહા:- "Thank you નેહા. તમે ત્રણ ન હોત તો મારું શું થાત. હું લકી છું કે મને તમે લોકો મળ્યા."

નેહા:- "બસ હવે. વધારે મસ્કા મારવાની જરૂર નથી. ચાલ તો કાલે સ્કૂલે મળીયે."

નેહા ફોન મૂકે છે એટલામાં જ મમતાબહેનનો ફોન આવે છે.

નેહા:- "હેલો આન્ટી."

મમતાબહેન:- "નેહા તમે પાર્ટીમાં જવાના છો? અને ક્યાં ફ્રેન્ડની પાર્ટીમાં જવાના છો? અને દર વખતે તમે એને લેવા આવતા હતા અને આજે તો આવ્યા નહીં."

નેહા કંઈ બોલે એ પહેલાં તો RRએ નેહા પરથી ફોન લઈ લીધો અને મમતાબહેનને કહ્યું કે " આંટી મેહા તમને ખોટું બોલે છે. મિષા,નેહા અને પ્રિયંકા તો અહીં પ્રેક્ટીસ કરી રહ્યા છે.

મમતાબહેન:- "શું? મેહા ખોટું બોલીને ગઈ છે? હમણાં જ એને ફોન કરું. Thank you બેટા."

RR:- "it's ok. આંટી. Thank you કહેવાની જરૂર નથી. છોકરીઓ આમ રાતના રખડે તે સારું ન કહેવાય. મારે પણ એક બહેન છે એટલે હું તમારી ચિંતા સમજી શકું છું."

મમતાબહેન:- "સારું થયું બેટા કે તે સાચેસાચું કહ્યું. હું હમણાં ફોન કરું છું."

મેહા શ્રેયસની રાહ જોતી ઉભી હતી ત્યાં જ મમતાબહેનનો મેહા પર ફોન આવે છે.

મમતાબહેન:- "મેહા ક્યાં છે? પાર્ટીમાં પહોંચી ગઈ?"

મેહા:- "મમ્મી હજું તો પાંચ જ મિનીટ થઈ છે. અને મમ્મી પ્લીઝ મારી ચિંતા ન કરો. મારી સાથે નેહા, મિષા અને પ્રિયંકા છે.

મમતાબહેન દરવાજો ખોલી બહાર આવે છે.

મેહા:- "મમ્મી તમે?"

મમતાબહેન:- "નેહા લોકો આવે છે તને લેવા?"

મેહા:- "હા મમ્મી."

એટલામાં જ શ્રેયસ પોતાની બાઈક લઈને આવે છે.

મેહા:- "શ્રેયસ આ મારી મમ્મી."

શ્રેયસ:- "Hello આંટી."

મમતાબહેન:- "Hello બેટા. પણ મેહાની તબિયત સારી નથી એટલે એ પાર્ટીમાં નહીં આવી શકે. તમે જાઓ."

શ્રેયસ:- "જી આંટી. Bye મેહા."

મેહાના ચહેરા પરની ખુશી તરત જ ગાયબ થઈ ગઈ.

મમતાબહેન:- "મેહા સાચેસાચું બોલ. કોની સાથે પાર્ટીમાં જવાની હતી? મેં નેહાને ફોન કર્યો હતો."

મેહા:- "હું અને શ્રેયસ જ જવાના હતા. Sorry મમ્મી."

મમતાબહેન:- "હવેથી મને ખોટું બોલતી નહીં. આજે તો જવા દઉં છું. પણ જો મને ખબર પડી કે તું ખોટું બોલે છે તો તારા પપ્પાને કહી દઈશ."

મેહા:- "મમ્મી પ્લીઝ પપ્પાને નહીં કહેતા."

મમતાબહેન:- "સારું."

મેહા ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી.

રૂમમાં જતા જ નેહાનો ફોન આવ્યો.

નેહા:- "મેહા તારા મમ્મીએ મારા પર ફોન કર્યો હતો."

મેહા:- "હા મને ખબર પડી. પણ તમારે થોડું ખોટું બોલવું જોઈએ ને?"

નેહા:- "હું ખોટું બોલવાની જ હતી પણ...."

મેહા:- "પણ શું?"

નેહા:- "પણ RRએ મારા પરથી ફોન લઈ બધું સાચેસાચું કહી દીધું."

મેહા:- "RR ને શું પ્રોબ્લેમ છે મારાથી? અત્યારે પણ તું મારી સાથે વાત કરે છે તો એનું ધ્યાન એમાં જ હશે અને એ અત્યારે બેઠાં બેઠાં આપણને વાત કરતા જોતો હશે."

નેહાએ RR તરફ જોયું તો મેહાએ કહ્યું હતું તેમ જ થયું.

નેહા:- "Wow! મેહા કહેવું પડે યાર. તું જેટલું SR ને નથી જાણતી એટલું તો તું RRને જાણે છે. I think તમારા વચ્ચે કંઈક તો છે."

મેહા:- "મારા અને RR વચ્ચે કંઈ હોઈ શકે? Impossible....આ જે થાય છે ને તે RR ને લીધે જ થાય છે. આજે પણ એના લીધે જ હું અને શ્રેયસ મળી ન શક્યા."

નેહા:- "સારું ચલ કાલે વાત કરીશું."

મેહા:- "હા કાલે વાત કરીશું નહીં તો ફરી RR તારો ફોન લઈ હું શું કહું છું તે સાંભળવા લાગશે. Bye."

નેહા:- "bye..."

ક્રમશઃ