મેહા ચેન્જ કરી રજતને મોબાઈલ આપવા જાય છે.
રજત મેહાનાં રૂમમાંથી નીકળી ક્રીનાના રૂમમાં જાય છે. ક્રીનાના રૂમમાં જતાં જ રજત ક્રીનાને વળગી પડે છે.
ક્રીના રજતની પીઠ પસવારે છે. મેહા રજતને મોબાઈલ આપવા જતી હતી કે ક્રીનાના બેડરૂમમાં રજતને જોય છે. મેહા ક્રીનાના રૂમ તરફ આગળ વધે છે.
નિખિલ:- "સાલે સાહેબને શું થયું?"
નિખિલના શબ્દો સાંભળી મેહા અટકી જાય છે. મેહાને પણ જાણવાની ઈચ્છા થાય છે કે રજતને શું થયું? મેહા રૂમની બહાર સંતાઈને સાંભળે છે.
ક્રીના:- "રજત આજે થોડો ઈમોશનલ થઈ ગયો છે. ને એ જ્યારે જ્યારે ઈમોશનલ થાય છે ત્યારે ત્યારે એ મને આમ જ ગળે વળગી પડે છે. અને હા રજત ભાગ્યે જ ઈમોશનલ થાય છે."
રજત:- "તું હંમેશાં આમ જ ખુશ રહેજે."
નિખિલ:- "બસ કરો યાર...આ ભાઈ બહેનનો પ્રેમ જોઈ મને પણ હવે રડવું આવી જશે."
મેહા રજતનુ આ રૂપ જોઈ રહી.
રજત:- "હું સૌથી પહેલાં તારા જ રૂમમાં આવવાનો હતો પણ તું અને જીજુ કંઈક પર્સનલ વાત કરતા હતા અને રોમેન્ટિક મૂડમાં હતા એટલે હું ન આવ્યો."
મેહા નિખિલના બેડરૂમની બહાર ઉભી ઉભી રજતની વાતો સાંભળી રજત વિશે વિચારી રહી.
રજત:- "હું નીચે જાઉં છું. તમે આવો."
રજત રૂમમાંથી બહાર નીકળ્યો તો મેહાને ઉભેલી જોઈ.
રજત:- "બહાર છૂપાઈને કોઈની વાત સાંભળવી... Bad manners મેહા..."
રજતે કહ્યું ત્યારે જ મેહા નું ધ્યાન રજત તરફ ગયું.
મેહા પોતાના રૂમમાં જઈ વાળ સંવારવા લાગી.
રજત નીચે જઈ સોફા પર બેસી રતિલાલભાઈ અને પરેશભાઈ સાથે વાતોએ વળગ્યો.
ક્રીના અને નિખિલ બંને રતિલાલભાઈ અને સાવિત્રીબહેનને મળે છે.
થોડીવાર પછી બધાં જમવા બેસે છે. મેહા અને રજતની સગાઈની વાત ચાલે છે. કોઈ શુભ મુહૂર્ત જોવા માટે પંડિતને બોલાવવાનું નક્કી થાય છે.
જમીને થોડીવાર બેસી બધાં વાતોએ વળગ્યા.
રજત મેહાને ધીરેથી કહે છે "ચાલ ને બહાર ગાર્ડનમાં બેસીએ."
મેહા અને રજત બહાર ગાર્ડનમાં જઈ બેસે છે.
રજત:-"આજનું જમવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું."
મેહા:- "હા મમ્મી ના હાથમાં ખબર નહીં શું જાદું છે..."
રજત:- "બધી વાનગીઓ ખૂબ સ્વાદિષ્ટ હતી."
મેહા:- "બધી વાનગીઓ મમ્મી અને ભાભીએ જ બનાવી હતી તો સ્વાદિષ્ટ તો હોવાની જ ને?"
રજત:- "અચ્છા તો બધી વાનગીઓ આંટી અને ક્રીના એ બનાવી હતી તો તે શું કર્યું?"
મેહા:- "રજત હું શું કામ જમવાનું બનાવુ? મમ્મી છે...ભાભી છે...સુનિતા છે...બીજા નોકરો પણ છે."
રજત:- "ઑહ હું તો ભૂલી જ ગયો હતો કે તું તો ઘરમાં બધાની લાડલી છે."
મેહા:- "હાસ્તો વળી! ઘરમાં સૌથી નાની છું એટલે લાડલી તો હોવાની જ. મને બધાં જ લાડ કરે છે...તારા સિવાય..."
રજત:- "તારા કહેવાનો શું મતલબ છે?"
મેહા:- "મતલબ તું સારી રીતના જાણે છે."
રજત:- "તારે સીધેસીધું કહેવું હોય તો કહે નહીં તો હું ચાલ્યો."
મેહા રજતનો હાથ પકડીને કહે છે "રજત બીજા યુવકો એની પ્રેમિકાની કેટલી કેર કરે છે. એની પ્રેમિકાને કેટલી ખુશ રાખે છે...અને તું તો મને..."
રજત:- "શું કહ્યું તે? હું તને ખુશ નથી રાખતો એમ?"
મેહા:- "પહેલાં ધોરણથી તું મને ઓળખે છે અને નવમાં ધોરણથી મને લવ કરે છે...એકવાર પણ તે મને બર્થ-ડે ગિફ્ટ આપી? બર્થ ડે ગિફ્ટ આપવાની વાત દૂર રહી તે મને વિશ પણ નથી કર્યું."
રજત:- "Listen મેહા મને આવું બધું પસંદ નથી. ગિફ્ટ આપવું...ફૂલો આપવું...ચૉકલેટ આપવી...
અને મેહા હવે આપણે નાના નથી રહ્યા ઑકે...ને આમ પણ આ બધું ટાઈમ વેસ્ટ છે. થોડું તો મેચ્યોર બિહેવ કર. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આપણી વચ્ચે એટલા સ્વીટ રિલેશનશીપ નથી...આજે પણ હું એ જ કહીશ."
થોડીવાર બંન્ને વચ્ચે મૌન છવાઈ જાય છે.
રજત:- "તને ગમે છે આ ગિફ્ટ..ફૂલો..ચૉકલેટ..."
મેહા:- "હા..."
રજત:- "મને તો આવું બધું પસંદ નથી પણ તને તો પસંદ છે તો તે મને ક્યારેય ગિફ્ટ, ફૂલો કે ચૉકલેટ આપી?"
મેહા:- "રજત આ ગિફ્ટ,ફૂલો ચૉકલેટ મોટેભાગે આ બધું તો એક પ્રેમી પોતાની પ્રેમિકાને જ આપે ને!"
રજત:- "અચ્છા કઈ બુકમાં એવું લખ્યું છે કે પ્રેમિકા એના પ્રેમીને ગિફ્ટ,ફૂલો અને ચૉકલેટ ન આપી શકે.
Listen મેહા હું આવો જ છું...અને હા મારા પર બહું expectations (અપેક્ષાઓ) ન રાખતી."
મેહા કંઈ બોલી નહીં. થોડીવાર બંન્ને મૌન બેસી રહ્યા.
મેહા થોડી ક્ષણો તો રજતને જોઈ રહી.
"પ્લીઝ મેહા મને આ રીતે ન જો. તું મને આ રીતે જોય છે તો મને તારા પર દયા આવે છે." આટલું કહી રજત ઘરમાં જતો રહે છે. મેહા પણ રજતની પાછળ પાછળ ઘરમાં જતી રહે છે.
થોડીવાર પછી સાવિત્રીબહેન અને રતિલાલભાઈ ઘરે જવા નીકળ્યા. બધા આંગણાં સુધી ધીરે ધીરે ચાલતાં ગયા. છેલ્લે મેહા અને રજત રહ્યાં.
મેહા:- "તું ઘરે પહોંચે એટલે ફોન કરજે."
રજત:- "ઑકે...bye..."
મેહા પોતાના રૂમમાં જાય છે.
થોડીવાર પછી મેહા વિચારે છે "આટલી વારમાં તો પહોંચી જ ગયો હશે ઘરે. પણ રજતે ફોન કેમ ન કર્યો? હું જ ફોન કરીને પૂછી લઉં છું."
મેહા રજતને ફોન કરે છે.
મેહા:- "રજત તને કહ્યું હતું ને કે ઘરે પહોંચે એટલે ફોન કરજે."
રજત:- "હું ભૂલી ગયો તને ફોન કરવાનું."
મેહા:- "તું પહોંચી ગયો ઘરે?"
રજત:- "હા... સારું ચલ ફોન મૂક. મને ઊંઘ આવે છે."
મેહા:- "રજત થોડીવાર વાત કરીએ ને!"
રજત:- "વાત...! આપણી વચ્ચે વાતચીત થાય છે કયારેય? આપણી વચ્ચે તો હંમેશાં ઝઘડો જ થાય છે."
મેહા:- "રજત આપણે વાત કરવાની કોશિશ જ નથી કરતા પછી ઝઘડો ન થાય તો શું થાય?"
"મેહા મને ઊંઘ આવે છે. તારી આવી વાતો મને boring કરે છે. bye...good night..." આટલું કહી રજતે ફોન ડિસકનેક્ટ કરી દીધો.
મેહા:- "રજત મારી વાત તો સાંભળ. હૅલો રજત."
મેહા સમજી ગઈ કે રજતે કંટાળીને ફોન કટ કરી દીધો.
મેહા સવારે ઉઠે છે. ઉઠતાં જ મેહાને ગઈ કાલે રજત સાથેની વાતો યાદ આવી જાય છે. મેહા વિચારે છે કે "રજતને મારા પર દયા આવે છે. શું મતલબ છે રજતની વાતનો. તો એનો મતલબ હું એમ સમજું કે રજતને મારા પ્રત્યે પ્રેમ નથી. મારા પ્રત્યે માત્ર sympathy (સહાનુભૂતિ) છે. મેહા ક્યાંક તું વધારે પડતું તો નથી વિચારી રહી ને! રજત તને લવ કરે છે. એકવાર મારી અને રજતની સગાઈ થઈ જાય પછી બધી મૂંઝવણ દૂર થઈ જશે."
સવારે રજત મેહાને ફોન કરે છે.
રજત:- "તૈયાર રહેજે. હું આવું છું."
મેહા:- "ક્યાં જવાનું છે?"
રજત:- "મારા ઘરે આવવાનું છે હું તને લેવા આવું છું."
મેહા:- "ઑકે સારું."
રજત મેહાના ઘરે પહોંચે છે.
રજત:- "આંટી તમે મંજુરી આપો તો હું મેહાને લઈ જાઉં?"
મમતાબહેન:- "સારું..."
મેહા રજતની પાછળ બાઈક પર બેસી જાય છે.
મેહા:- "રજત તું મને ઘરે શું કરવા લઈ જાય છે?"
રજત:- "કારણ કે ઘરે કોઈ નથી."
મેહા મનોમન વિચારે છે કે "લાગે છે આજે રજત રોમેન્ટિક મૂડમાં છે."
મેહા:- "મમ્મી પપ્પા ક્યાં ગયા છે?"
રજત:- "સવારની પહોરમાં જ મમ્મી પપ્પા બરોડા ગયા છે."
મેહા:- "અને શીતલકાકી?"
રજત:- "એ એમના ગામ ગયા છે."
રજત અને મેહા બંન્ને ઘરે પહોંચે છે.
રજત સોફા પર બેઠો. મેહા પણ રજતની પાછળ પાછળ આવી.
રજત:- "મેહા મને ભૂખ લાગી છે."
મેહા:- "તો કંઈ ખાઈ લે."
રજત:- "તું બનાવીશ તો હું ખાઈશ ને? એટલે જ તો હું તને અહીં લઈ આવ્યો છું."
મેહા:- "મારે રસોઈ બનાવવાની છે?"
રજત:- "હાસ્તો વળી!"
મેહા:- "ઑકે શું ખાઈશ તું?"
રજત:- "તું જે બનાવે તે."
મેહા રસોઈ બનાવવા રસોડામાં જાય છે. રજત પણ રસોડામાં આવે છે.
મેહા:- "રજત તું બહાર જા હું બનાવી લઈશ."
રજત:- "હું પણ તો જોઉં કે તું કેવી રીતના બનાવે છે."
મેહા:- "રજત પ્લીઝ...સમજ ને... તું અહીં રહીશ તો હું થોડી નર્વસ થઈ જઈશ."
રજત:- "એમાં શું નર્વસ ફીલ કરવાનું...મમ્મી પપ્પા હોય તો તું નર્વસ ફીલ કરે તો ચાલે પણ અહીં તો હું અને તું જ છે...તો પછી તું શું કામ ટેન્શન લે છે."
મેહા:- "ઑકે હું બનાવું છું."
રજત કઈ વસ્તુઓ ક્યાં ક્યાં મૂકી છે એ કહેતો ગયો.
મેહા રસોઈ બનાવતી ગઈ. રજત વચ્ચે વચ્ચે સજેશન પણ આપતો ગયો કે કઈ કઈ વસ્તુ નાંખવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે.
મેહા:- "ઑહ તો તને કૂકિગનો શોખ છે."
રજત:- "હાસ્તો વળી!"
મેહા:- "તું ડાઇનિંગ ટેબલ પર બેસ. હું લઈને આવું છું."
રજત અને મેહા બંન્ને જમવા બેસે છે.
રજત:- "Good... જમવાનું તો સ્વાદિષ્ટ છે."
મેહા:- "જમવાનું સ્વાદિષ્ટ તો હોવાનું... તું જો મારી સાથે હતો."
રજત:- "અચ્છા તો હું નહીં હોઉં તો જમવાનું સ્વાદિષ્ટ નહીં બને એમ."
મેહા:- "હા તું જો ન હોય તો મારી રસોઈ સ્વાદિષ્ટ નહીં બને. તું જો સાથે ન હોય તો મારી લાઈફમાં કંઈ જ નથી. રજત હું independent girl નથી. હું dependent girl છું. હું નાની નાની બાબતે બીજા પર આધાર રાખું છું."
રજત:- "હા મને ખબર છે કે તું નાની નાની વાતે બીજા પર આધાર રાખે છે એટલે જ તો હું તને અહીં લઈ આવ્યો છું."
મેહા:- "મતલબ?"
રજત:- "લગ્ન પછી તું અહીં આવીશ તો તારે જ ઘર સંભાળવાનું છે. ઘરમાં તો તને બધા લાડ કરે છે. ત્યાં તને કોઈ કશું નહીં કહે પણ અહીં તો તને કદાચ સાંભળવું પણ પડે. એટલે હું ઈચ્છું છું કે હું તને બધું સમજાવી દઉં કે અહીં કેવી રીતના રહેવાનું છે. એટલે તું અહીં સેટ થઈ જાય."
મેહા:- "ઑકે."
એક દિવસ મેહા અને રજતના પરિવારે પંડિતને બોલાવી સગાઈની તારીખ નક્કી કરી લીધી.
રજત અને મેહાના પરિવારે ભેગાં મળી શોપીંગ પણ કરી લીધી. રજત અને મેહા ફ્રેન્ડસને invitation (આમંત્રણ) આપી આવે છે.
સગાઈ ફંક્શન એક હૉટેલમાં રાખવામાં આવ્યું હતું.
બધાં હૉટલ પહોંચી ગયા.
ક્રીના સગાઈની તૈયારીમાં લાગેલી હતી. ક્રીના ઉતાવળમાં દાદરા ઉતરીને નીચે આવતી હતી. ઉતાવળમાં ક્રીના એક પગથિયું ચૂકી જાય છે.
ક્રીનાના પેટ પર પગથિયાની ધાર વાગવાની હોય છે કે નિખિલ ક્રીનાના પેટ પર હાથ મૂકી ક્રીનાને નીચે પડતા બચાવી લે છે. ક્રીના નીચે પડતા પડતા રહી જાય છે. નિખિલ ક્રીનાને પોતાની બાથમાં ભરી લે છે.
નિખિલ ક્રીનાને પોતાની બાહુપાશમાં જકડી લેતા કહે છે "ક્રીના તું ઠીક છે ને? ક્રીના રિલેક્ષ..."એમ કહી નિખિલ ક્રીનાના માથે હાથ ફેરવતો રહ્યો. ક્રીના એટલી ગભરાઈ ગઈ હતી કે કંઈ બોલી જ ન શકી.
નિખીલ:-"રિલેક્ષ ક્રીના કંઈ નથી થયું..."
નિખિલે ક્રીનાના પેટ પર હાથ મૂકી કહ્યું "રિલેક્ષ બેબીને કશું નહીં થાય ઑકે?"
રજત અને મેહા પણ આ દશ્ય જોઈ ગભરાઈ ગયા.
મેહા પણ ક્રીનાને લઈ ગભરાઈ ગઈ હતી.
રજત પણ ક્રીનાને Hug કરી કહે છે "તું ઠીક છે ને?"
ક્રીના પણ રજતને Hug કરી લે છે.
નિખિલ ક્રીનાને બેડરૂમમાં લઈ જાય છે. ક્રીનાને ઓશીકાનો ટેકો આપી પોતે ક્રીનાની બાજુમાં બેસી જાય છે. નિખિલ ક્રીનાના પેટ પર હાથ મૂકે છે.
ક્રીના પણ પેટ પર મૂકાયેલા નિખિલના હાથ પર હાથ મૂકે છે. ક્રીનાની આંખોમાંથી આંસું સરી પડે છે.
ક્રીના:- "જો આપણાં બેબીને કંઈ થઈ જતે તો હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકતે."
નિખિલ ફરી ક્રીનાને પોતાની બાહોમાં સમાવતા કહે છે "હું આપણાં બેબીને કશું જ નહીં થવા દઉં ઑકે?" નિખિલ ક્રીનાને માથા પર કિસ કરે છે.
નિખિલ ક્રીનાને પાણી પીવડાવે છે.
મેહા રૂમમાં ક્રીના અને નિખિલને જોઈ વિચારી રહી. "ભાઈ પણ કેટલાં ટેન્શનમાં આવી ગયા હતા. ભાઈએ કેટલી કુશળતાથી ભાભીને સંભાળી લીધી. રજત પણ મને આવી રીતે સંભાળી લેશે." મેહાથી અનાયાસે જ રજત તરફ જોવાઈ જાય છે.
એકપછી એક મહેમાનો આવવાં લાગે છે. મેહા અને રજત હૉટેલના અલગ અલગ રૂમમાં તૈયાર થઈ રહ્યા હતા.
મેહાએ dramatic round neck sleeveless floor length pink prom ડ્રેસ with beading વાળો ડ્રેસ પહેર્યો હતો. મેહા ખૂબ સુંદર લાગી રહી હતી. રજત sky blue raw silk embroidered શેરવાનીમા ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો.
રજત અને મેહા તૈયાર થઈ આવે છે. રજત અને મેહાના આવતાં જ બધા તાળીઓ પાડી એમનું સ્વાગત કરે છે. થોડી જ વારમાં ડાન્સનું એનાઉસમેન્ટ થાય છે. રજત અને મેહા કપલ ડાન્સ કરે છે.
રજત મેહાની કમર પર હાથ મૂકે છે અને મેહા રજતના ખભા પર હાથ મૂકી ડાન્સ કરે છે.
રજત:- "મેહા આજે તું એટલી સુંદર લાગે છે કે મારી પાસે શબ્દો જ નથી."
મેહા:- "રિયલી?"
રજત:- "હાસ્તો વળી!"
મેહા:- "તું પણ આજે કોઈ પ્રિન્સથી કમ નથી લાગતો."
મેહાની નજર ડાન્સ કરી રહેલા નિખિલ અને ક્રીના પર જાય છે.
મેહા:- "રજત ક્રીનાભાભી ખૂબ ગભરાઈ ગઈ હતી."
રજત:- "હા મારો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. Thank God કે જીજુએ ખરા સમયે ક્રીનાને બચાવી લીધી."
મેહા:- "રજત ભાઈ અને ક્રીનાભાભી વચ્ચે કેટલો લવ છે. એ બંનેને જોઈને જ ખબર પડે છે કે બંન્ને એકબીજા માટે બન્યા છે."
રજત:- "હા અને આપણે પણ એકબીજા માટે જ બન્યા છે."
મેહા:- "રજત એક વાત પૂછું?"
રજત:- "હા પૂછ ને!"
મેહા:- "રજત તને સાચ્ચે લાગે છે કે આપણે એકબીજા માટે બન્યા છે."
રજત:- "મતલબ શું છે તારો?"
મેહા:- "મતલબ તું સારી રીતના જાણે છે."
રજત:- "તને એમ લાગતું હોય કે આપણે એકબીજા માટે નથી બન્યા તો તું મારી સાથે સગાઈ શું કામ કરે છે?"
મેહા:- "રજત મારી વાતનો આ મતલબ નહોતો."
રજત:- "તો શું મતલબ હતો...સમજાવ મને!"
મેહા:- "રજત કોઈકવાર તું મને સમજમાં નથી આવતો. તારા મનમાં શું ચાલે છે તે કંઈ સમજમાં જ નથી આવતું. ક્યારેક ક્યારેક મને doubt (શંકા) થાય છે કે તું મને લવ પણ કરે છે કે નહીં!"
રજત:- "મેહા આજે આપણી એગેજમેન્ટ છે. એગેજમેન્ટના દિવસે પણ તને આર્ગિવમેન્ટ
કરવી છે નહીં! તારે સગાઈ ન કરવી હોય તો ના પાડી દે. પણ આર્ગિવમેન્ટ કરીને મારું મૂડ તો Spoil ન કર."
મેહા:- "રજત હું તારી સાથે સગાઈ અને લગ્ન કરવા માંગુ છું. હું હંમેશાં તારી જ સાથે રહેવા માંગું છું."
રજત:- "તો પછી આ બધી આર્ગિવમેન્ટ શું કામ કરે છે? કમસેકમ સગાઈના દિવસે તો આર્ગિવમેન્ટ ન કર."
મેહા:- "રજત મારાં માટે એ જાણવું બહું જરૂરી છે કે તું મને લવ કરે છે કે નહીં?"
રજત:- "મેહા હું કેટલી વાર સાબિત કરુ કે હું તને લવ કરું છું...પણ મને લાગે છે કે તું જ મારા પર વિશ્વાસ નથી કરતી."
મેહા:- "વિશ્વાસ કરું છું પણ..."
રજત:- "પણ શું મેહા?"
મેહા:- "રજત તે તો કહ્યું હતું કે સાવિત્રી આંટી કડક છે પણ સાવિત્રી આંટી તો બહુ પ્રેમાળ છે. તો તે દિવસે તે મને એમ કેમ કહ્યું કે આંટી કડક છે.
તે દિવસે પણ આપણને ટાઈમ spend કરવાનો મોકો મળતે પણ તે એ અવસર પણ ગુમાવી દીધો. મને એ સમજમાં નથી આવતું કે તું મને જૂઠું કેમ બોલ્યો?"
રજત:- "હા બોલ્યો જૂઠું...તો?"
મેહા:- "રજત તું કેમ મને વધારે હર્ટ કરે છે. તું ઈચ્છે ત્યારે મારી નજીક આવે છે અને હું તારી નજીક આવવા ઈચ્છું ત્યારે તું મને તારાથી દૂર કરી દે છે."
"એક પણ આંસુ પડ્યું ને તો તારો મેકઅપ બગડી જશે અને ચહેરો કાજળને લીધે કાળો થઈ જશે અને હું નથી ઈચ્છતો કે તારો ચહેરો સ્હેજ પણ ખરાબ થાય." મેહાની આંખોમાં ઝળઝળીયા આવી જતા રજતે કહ્યું.
ક્રમશઃ