Taras Premni - 6 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૬શ્રેયસ મેહાને ઘરે મૂકીને આવ્યો. શ્રેયસના ફ્રેન્ડ અને RRના ગ્રુપ વાળા પણ શ્રેયસની પાછળ પાછળ આવ્યા.

RR ની નજર મેહાને શોધી રહી હતી.

SRએ મેહાના ઘરની બાલ્કની તરફ જોઈ કહ્યું "મેહા તો પહોંચી ગઈ ઘરે હવે આપણે પણ નીકળવું જોઈએ."

RRએ મેહાની બાલ્કની તરફ જોયું. પણ મેહા ત્યાં નહોતી. RR સ્હેજ ઉદાસ થઈ ગયો.

RRએ વિચાર્યું કે "એકવાર પાછળ ફરીને જોઉં. જો આ વખતે મેહા નહીં હોય તો હું માની લઈશ કે મેહા કોઈ દિવસ મારી નહીં થાય અને જો હશે તો એ મારી થઈને રહેશે અને હું એનો સાથ ક્યારેય નહીં છોડુ."

મેહા મનોમન વિચારે છે કે "મારો પ્રિન્સ ચાર્મિગ જો મારી રાહ જોતો ઉભો હશે તો એ મારો થઈને રહેશે." RRએ મેહાના ઘરની બાલ્કની તરફ જોય રહ્યો પણ ત્યાં કોઈ નહોતું. મેહાએ ધડકતા હૈયે નીચે તરફ નજર કરી અને RRને મેહા નજરે પડી. RR ખુશ થઈ ગયો.

RRએ મેહાને હાથના ઈશારાથી Bye કહ્યું. મેહાએ પણ સ્માઈલ આપી Bye કહ્યું.

RR પરથી નજર હટાવી મેહાએ શ્રેયસ તરફ નજર કરી. શ્રેયસ તો પોતાના ફ્રેન્ડ સાથે વાત કરવામાં બિઝી હતો.

શ્રેયસ:- "RR શું કરે છે? ચાલ."

શ્રેયસ અને એના ફ્રેન્ડ બાઈક સ્ટાર્ટ કરી નીકળી ગયા. મેહાને એમ હતું કે "શ્રેયસ મારી તરફ એક નજર કરશે." પણ એવું કંઈ થયું નહીં.

RR એ પણ બાઈક સ્ટાર્ટ કરી ત્યારે RR અને મેહાની ફરી નજર મળે છે. RR તરફ એક નજર કરી મેહા અંદર જતી રહી.

RR અને એના ગ્રુપે પણ બાઈક હંકારી મૂકી. સુમિત અને પ્રિતેશ બંન્ને RR અને રૉકી સાથે પાંચ દસ મિનીટ ગપ્પા મારી જતા રહ્યાં. RR અને રૉકી નું ઘર થોડે દૂર હતું.

રૉકી:- "ચલ કાલે મળીએ."

RRએ પોતાની બાઈક સાઈડ પર લીધી અને બાઈક પર બેસતા પૂછ્યું "શું કરવાનો છે ઘરે જઈને?"

રૉકી સમજી ગયો કે RRને મારી સાથે કંઈક વાત કરવી છે. રૉકીએ બાઈક સાઈડ પર લીધી અને બાઈક પર બેસીને ચાવી લીધી અને ચાવીને આંગળીથી ગોળ ગોળ ફેરવવા લાગ્યો અને કહ્યું "શું કરવાનો છે એટલે? રાતના ૨ વાગ્યા છે તો ઘરે જઈને સૂવાનો જ હોય ને..!"

રૉકીએ RR ના ચહેરાને ધ્યાનથી જોયું. RR ના ચહેરા પરની નજીવી ઉદાસી રૉકીએ પારખી લીધી.

રૉકી:- "શું વાત છે RR? કંઈ પ્રોબ્લેમ છે?"

RR:- "પ્રોબ્લેમ જેવું તો કંઈ નથી પણ..."

રૉકી:- "પણ શું? શું વાત છે મને કહે."

RR:- "એક છોકરી મને ગમે છે. હવે હું એને Like કરું છું કે Love કરું છું એ મને ખ્યાલ નથી પણ મને એ છોકરી બધાથી અલગ લાગે છે. શું ખબર એનું અલગપણુ જ મને આકર્ષી ગયું હોય..."

રૉકી:- "તો એ છોકરી સાથે ફ્રેન્ડશીપ કર. એના મનની વાત જાણવાની કોશિશ કર."

RR:- "પણ મને લાગે છે કે એ કોઈ બીજાને પસંદ કરે છે. જે રીતના એ છોકરી સ્પેશિયલ વ્યક્તિ તરફ જે નજરથી જોતી હતી એવી રીતના મારી તરફ એ નજરોથી નથી જોતી. મતલબ કે એને મારા પર વિશ્વાસ નથી. હું Bad boy તરીકે પ્રખ્યાત છું એટલે કદાચ એને મારા પર વિશ્વાસ નહીં આવતો હોય. કદાચ એ મારી સાથે અન્કમ્ફરટેબલ ફીલ કરે છે."

રૉકી:- "થોડી ધીરજ રાખ. એ તારી જ થશે. અમે બધા છીએ ને. અમે કંઈક કરીશું."

RR:- "મને ખબર છે કે તમે મને હેલ્પ કરશો. હું ધારું તો એ મારી ગર્લફ્રેન્ડ બની જાય પણ એ બીજા કોઈને ચાહે છે. એના મનમાં મારા પ્રત્યે લાગણી આપોઆપ ઉદ્ભવી જોઈએ. અને હું કોઈના પ્રેમને છીનવવા નથી માગતો."

રૉકી:- "તું તો સાચે જ મજનુ બની ગયો છે યાર.
હવે જઈને ઊંઘવું છે કે હજી પણ મેહા વિશે વાત કરવી છે."

મેહા નું નામ સાંભળતા જ RRએ રૉકી તરફ આશ્ચર્યથી જોયું.

રૉકી:- "મને આમ આશ્ચર્યથી ન જો. તું ભલે દુનિયાને ઉલ્લું બનાવે. પણ તારા મનમાં શું ચાલે છે તે મને ખબર છે. તારી રગેરગથી સારી રીતે વાકેફ છું. કોઈને ખ્યાલ પણ ન આવે એ રીતે તું મેહાને જોય છે."

RR:- "જાણે છે તો વાંધો નથી પણ આ વાત બીજા કોઈને એટલે કોઈને પણ ન ખબર પડવી જોઈએ."

રૉકી:- "હું જાણું છું તને. હું કોઈને નહીં કહું. સુમિત અને પ્રિતેશને પણ નહીં કહું."

RR:- "ચલ હવે જઈએ."

બંન્ને પોતાના ઘર તરફ જતા રહે છે.

મેહા ઊંઘતા ઊંઘતા વિચારે છે કે "મેં એવું વિચાર્યું કે મારો પ્રિન્સ ચાર્મિગ જો મારી રાહ જોતો ઉભો હશે તો એ મારો થઈને રહેશે. અને નીચે જોયું તો RR મને નજરે પડ્યો. શ્રેયસ પણ ત્યાં ઉભો હતો. તો RR અને મારી કેમ નજર મળી. તો શું RR મારો પ્રિન્સ ચાર્મિગ છે? નહિ શ્રેયસ જ મારો પ્રિન્સ ચાર્મિગ છે. એ પણ ઉભો હતો મારી રાહ જોઈને. પણ RR શું કરવા ઉભો હતો ને એણે મારા તરફ કેમ નજર કરી. Oh God આ તો કન્ફ્યુઝન થઈ ગયું. એક કામ કરું હું સૂઈ જાઉં. કાલે બધી મૂંઝવણ દૂર થઈ જશે."

RR વિચાર કરતો હતો કે "મેં વિચાર્યું હતું કે
હું પાછળ ફરીને જોઈશ અને આ વખતે મેહા બાલ્કની માં નહીં હોય તો હું માની લઈશ કે મેહા કોઈ દિવસ મારી નહીં થાય અને જો હશે તો એ મારી થઈને રહેશે અને હું એનો સાથ ક્યારેય નહીં છોડુ. અને મેં પાછળ ફરીને જોયું તો તે જ સમયે મેહા અને મારી નજર મળે છે. મતલબ કે મેહા જરૂર એક દિવસ મારી થશે." RR પણ મેહાના વિચાર કરતા કરતા સૂઈ ગયો.

મેહા ખૂબ ઉદાસ હતી. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મેહા પોતાની જાતને સંભાળી ન શકી. મેહાને ઢળી પડવાનું મન થયું. પણ એને ફીલ થયું કે પોતાને સંભાળવા વાળું કોઈ નથી. મને ચાહવા વાળું કોઈ નથી. મેહાએ અનુભવ્યું કે એની પ્રેમની તરસ અધુરી રહી ગઈ છે. પોતાને આ વિશાળ દુનિયામાં કોઈ ચાહતું નથી એ વિચાર આવતા જ મેહાના દુઃખની પરાકાષ્ઠા એ હદે વધી ગઈ હતી કે મેહાને મરી જવાનો વિચાર આવ્યો. એણે આંખો મીચી દીધી. અને મેહા પહાડ પરથી નીચે પડવાની હતી કે કોઈએ એનો હાથ પકડી એક ઝટકા સાથે મેહાને પોતાની બાહોમાં ભરી લીધી. એ વ્યક્તિએ મેહાને બંન્ને હાથોથી ઉંચકી લીધી. પહાડ પર એક સુંદર ઘર હતું. એ વ્યક્તિ મેહાને એ ઘરમાં લઈ ગયો. મેહાને કપાળ પર કિસ કરી એ વ્યક્તિ મેહાને ખૂબ વ્હાલ કરવા લાગ્યો. અચાનક જ મેહા આંખો ચોળતી ચોળતી ઉઠી.

મેહાને સ્વપ્નમાં એવું ફીલ થયું કે આ બધું જાણે ખરેખર બન્યું. હજી પણ એ સપનાની અસર મેહાના ચહેરા પર વર્તાઈ રહી હતી. એ ખુશ હતી કે મને કોઈ પ્રેમ કરે છે. પણ એ વ્યક્તિ કોણ હતી. એ વ્યક્તિનો ચહેરો તો દેખાયો નહીં. જે હોય તે પણ મને પ્રેમ કરે છે મારા માટે એ જ મહત્વનું છે.

મેહાને મોબાઈલમાં મેસેજની ટોન સંભળાઈ. મેહાએ જોયું તો થોડા ફ્રેન્ડસના ગુડ મોર્નિંગ ના મેસેજ હતા. એક અજાણ્યા નંબરથી એક Good morning નો મેસેજ હતો.

મેહાએ પ્રોફાઈલ ચેક કર્યું તો શ્રેયસનો પિક હતો.
મેહા તો ખુશ ખુશ થઈ ગઈ. મેહાએ પણ Good morning નો મેસેજ મોકલ્યો. Thank God કે કન્ફ્યુઝન દૂર થઈ ગયું. મેહાએ વિચાર્યું કે "સપનામાં જે વ્યક્તિ મને બચાવે છે તે શ્રેયસ જ હશે. શ્રેયસ જ મારો પ્રિન્સ ચાર્મિગ છે. RR ની તો ટેવ છે બધી છોકરીઓને આવી રીતના જોવાની. RR પર જરાય વિશ્વાસ કરવા જેવો નથી. છોકરીઓ સાથે ફ્લર્ટ કરવામાં જ ઉસ્તાદ છે. RR તો બધી છોકરીઓને like કરે છે તો એ મારો પ્રિન્સ ચાર્મિગ કેવી રીતના હોવાનો...!"

મેહા શ્રેયસ વિશે વિચારતા વિચારતા તૈયાર થઈ.
મેહા સ્કૂલે પહોંચે છે. મેહાને આજનું વાતાવરણ ખુશનૂમા લાગ્યું. મેહા રિહર્સલ હોલમાં ગઈ. રિહર્સલ હૉલ માં કોઈ હજી સુધી આવ્યુ નહોતું. મેહાએ બેગ સાઈડ પરની બેન્ચ પર મૂકી દીધું. મ્યુઝિક ચાલું કર્યું અને ડાન્સ કરવા લાગી.

चलें जैसे हवायें सनन सनन
उड़ें जैसे परिंदे गगन गगन
जायें तितलियां जैसे चमन चमन
यूंही घूमूं मैं भी मगन मगन
मैं दीवानी दिल की रानी
ग़म से अन्जानी
कब डरती हूं, वो करती हूं जो है ठानी
चलें जैसे हवायें सनन सनन
उड़ें जैसे परिंदे गगन गगन

whats up? say what?
कोई रोके कोई आये
कितना भी मुझ को समझाये
मैं ना सुनूंगी कभी
अपनी हि धुन मैं रहती हूं
मैं पगली हूं मैं झिद्दी हूं
कहते हैं ये तो सभी
कोई नहीं जाना के अरमान क्या है मेरा
चलें जैसे हवायें सनन सनन
उड़ें जैसे परिंदे गगन गगन
जायें तितलियां जैसे चमन चमन
यूंही घूमूं मैं भी मगन मगन
मैं दीवानी दिल की रानी
ग़म से अनजानी कब डरती हूं
वो करती हूं जो है ठानी

મેહા આ song પર ડાન્સ કરી રહી હતી ત્યારે RR મેહાને છૂપાઈને એકીટશે જોઈ રહ્યો. RR ના ફ્રેન્ડ અને મેહાના ફ્રેન્ડને આ તરફ આવતા જોઈ RRએ મેહા તરફથી નજર હટાવી લીધી.

બધાને જોતાં મેહા ડાન્સ કરતા અટકી ગઈ.

મેહા:- "Sorry તમે અત્યારે પ્રેક્ટીસ કરવાના હશો ને..!"

નેહા:- "પણ તું અટકી કેમ ગઈ?"

RR:- "મેહા તમે બંને પછી વાતો કરજો. અત્યારે નેહા બહું બિઝી છે. નેહા Come આપણી પાસે વાત કરવાનો સમય નથી. પ્રેક્ટીસ કરીએ."

RR ની વાત સાંભળી બધા પ્રેક્ટીસ કરવા લાગે છે.
મેહાને વિચાર આવ્યો કે "RRને વળી શું થયું કે નેહા ને મારી સાથે વાત પણ ન કરવા દીધી."

રૉકી:- "મેહા Come અમારી સાથે ડાન્સ પ્રોગ્રામમાં ભાગ લેવાની તો ના પાડી પણ અમને ડાન્સ કરતા જો. કોઈ સ્ટેપ ઉમેરવા જેવો લાગે તો અમને સજેસ્ટ કરજે."

મિષા:- "હા મેહા તું બેસ."

RR:- "મેહા નું સજેશન લેવાની કોઈ જરૂર નથી. હું છું ને તમને સજેસ્ટ કરવાવાળો પછી મેહાને પૂછીને શું કામ છે?"

મેહા વિચારે છે RR નુ મૂડ આજે સારું નથી લાગતું.
પણ RR ને મારાથી વળી શું પ્રોબ્લેમ છે? મને સજેસ્ટ કરવા પણ ના પાડી. હશે કંઈક પ્રોબ્લેમ. ક્યાંક નૈનશી જોડે કંઈ ઝઘડો તો નથી થયો ને! જે થયું હોય તે મારે શું?"

ડાન્સ કરી બધા ક્લાસમાં ગયા.

ક્લાસમાં ટીચર ભણાવી રહ્યા હતા.
મેહા અને મિષા ધીરે ધીરે વાતો કરે છે.

મેહા:- "સાંભળ ને એક વાત પૂછું?"

મિષા:- "હા બોલ શું થયું?"

મેહા:- "શું સવારનું સપનું સાચું પડે છે?"

મિષા:- "હા મેં ક્યાંક વાંચ્યું હતું અને મને અનુભવ પણ છે. એટલે ૧૦૧ ટકાની ગેરંટી સાથે કહું છું કે સવારનું સપનું સાચું પડે છે."

મિષાની વાત સાંભળી મેહા ખૂબ ખુશ થઈ.

મિતાલીમેડમ:- "કોણ વાતો કરે છે? શાંતિ રાખો."

RR:- "મેડમ ક્યાં છે શાંતિ? હોય તો હું રાખવા તૈયાર જ છું."

RR ની વાત સાંભળી બધા હસવા લાગ્યાં.

મેહા મનોમન કહે છે "RR ના કહેવાનો મતલબ શું છે? એની વાતનો ક્યાં કોઈ મતલબ જ હોય છે..! હંમેશાં ડબલ મિનીગમા જ વાત કરે છે."

મિતાલીમેડમ:- "Shut up અને ચૂપચાપ ભણવામાં ધ્યાન આપો."

RR:- "તમે ભણાવો છો તો ભણવામાં ધ્યાન જ ક્યાં હોય છે? બધું ધ્યાન તો તમારા પર જ કેન્દ્રિત હોય છે."

ફરી ક્લાસમાં બધા હસવા લાગ્યાં.

મિતાલી મેડમના ચહેરા પર પણ સ્માઈલ આવી.

રૉકી અને RR એકલા હતા ત્યારે રૉકી એ કહ્યું
"શું વાત છે RR તારું મૂડ ખરાબ લાગે છે."

RR:- "હું કેવી રીતના મારા દિલમાં એક જ છોકરીને જગ્યા આપી શકું. મારા માટે એક જ છોકરી સ્પેશિયલ હોય એવું કેવી રીતના બની શકે. મેહાને લઈને ગઈકાલે ખબર નહિ મને શું થઈ ગયું હતુ. હું કેમ એના વિશે જ વિચારતો હતો. મારા માટે તો બધી છોકરીઓ સમાન છે. આજે સવારે દિમાગથી વિચાર્યું તો ખ્યાલ આવ્યો કે મેહા થોડી dumb છે. એટલી સ્માર્ટ નથી. હા ક્યૂટ છે અને એ મને ગમે છે. જેવી રીતના બધી છોકરીઓ મને ગમે છે એવી રીતના જ મેહા પણ મને ગમે છે."

રૉકી:- "મતલબ કે તારા દિલમાં એના માટે કોઈ સ્પેશિયલ ફીલીગ્સ નથી."

RR:- "ના કોઈ ફીલીગ્સ લાગતી નથી. ટાઇમપાસ માટે ચાલે. તે જોયું નહીં કેટલી સહેલાઈથી એ શ્રેયસ તરફ આકર્ષાઈ ગઈ."

રૉકી:- "હા એ બીજી છોકરીઓ જેટલી સ્માર્ટ નથી. અને ઓછું બોલે છે."

RR:- "મેહાનો ટોપિક સાઈડ પર રાખ. નૈનશી આ તરફ આવી રહી છે. આજે અમારો ખાસ પ્રોગ્રામ છે. મેહાના ચક્કરમાં બધુ ભૂલી ગયો. પણ હવે આ ભૂલ નહીં થાય. રૉકી તને પછી મળું."

RR નૈનશી પાસે જાય છે.

નૈનશી:- "બધા ક્લાસરૂમમાં કોઈને કોઈ હોય છે. હવે ક્યાં જઈએ?"

RR:- "લાઈબ્રેરી માં જઈએ."

RR અને નૈનશી લાઈબ્રેરી માં જાય છે.

RR:- "Thank God કે લાઈબ્રેરી માં કોઈ નથી."

RR અને નૈનશી લાઈબ્રેરીના ખૂણામાં જાય છે.

મેહાને કોઈનો અવાજ આવ્યો. મેહાએ ખૂણામાં પડેલા લાકડાના કબાટમાં રહેલા પુસ્તકો હટાવી જોયું તો RR અને નૈનશી હતા.

RR:- "Are you ready?"

નૈનશી:- "હા તારા જેવો હેન્ડસમ છોકરો હોય તો મને શું વાંધો હોય."

મેહા મનોમન કહે છે "આ લોકો અહીં શું કરી રહ્યા છે?"

RRએ એકદમ વ્હાલથી નૈનશીના ચહેરા પર હાથ મૂક્યો અને નૈનશીના વાળ સરખા કરતા કહ્યું "Come સ્ટાર્ટ કરીએ. You know what તું પહેલી છોકરી છે જેને હું લિપ ટુ લિપ કિસ કરવા જઈ રહ્યો છું."

નૈનશી તો મેહાની આ અદાથી જ ઘાયલ થઈ ગઈ.

મેહા વિચારે છે કે "Wow! યાર RR ના અવાજમાં અને પર્સનાલિટી માં એવો જાદુ છે કે સામેવાળા પાસે કંઈ પણ કરાવી શકે."

મેહાને પણ જોવાનું મન થયું કે કિસ કેવી રીતના કરાય. મેહા RR અને નૈનશીને જોઈ રહી.

RR નૈનશીની એકદમ નજીક ગયો.

મેહાને આ લોકોને આવી રીતે જોવામાં થોડી શરમ આવી.

મેહાએ RR અને નૈનશી પરથી નજર હટાવી લીધી.

મેહા વિચારે છે કે કોઈને ચોરીછૂપીથી આવી રીતના જોવું બરાબર નથી.

RR નૈનશીને કિસ કરવાનો જ હતો કે મેહાએ કહ્યું કે "Wait હું અહીં જ છું."

મેહાનો અવાજ સાંભળતા જ RR અને નૈનશીએ મેહા તરફ જોયું.

RR:- "તું અહીં શું કરે છે?"

મેહા:- "હું તો નૉવેલ વાંચતી હતી. ઑકે હું જાઉં છું."

મેહા બહાર નીકળી ગઈ કે મેહાને RR ના શબ્દો સંભળાયા "કેટલા સારા મૂડમાં હતા. મેહાએ બધો મૂડ ખરાબ કરી નાંખ્યો. "

નૈનશી:- "Come RR હવે તો એ જતી રહી છે. તો ફરી સ્ટાર્ટ કરીએ."

RR:- "wait એ અહીં જ બહાર ઉભી હશે. હું ચેક કરું છું."

RRએ બહાર જોયું તો મેહા ત્યાં જ ઉભી હતી.

RR:- "પહેલેથી મારું મૂડ ખરાબ છે. જા અહીંથી. નહીં તો તારી સાથે કિસ કરવાનું મૂડ બનાવી લઈશ."

RR ની વાત સાંભળતા જ મેહાએ નજરો ઝૂકાવી લીધી અને ત્યાંથી દોડીને સીધી પોતાના ક્લાસમાં જતી રહી."

મેહા હાંફી ગઈ હતી. મેહાએ બેગમાંથી પાણીની બોટલ કાઢી અને પાણી એકીસાથે ગટગટાવી ગઈ.
મેહા વિચારવા લાગી "ગઈકાલ સુધી તો RR સારો જ હતો. આજે અચાનક શું થઈ ગયું RRને. God knows કે RRએ નૈનશી સાથે શું કર્યું હશે."

મેહા આવું બધુ વિચારતી જ હતી ત્યાં જ RR પોતાના હોઠ સાફ કરતો કરતો આવ્યો. મેહા તો મોટી મોટી આંખો કરીને RR ને જોઈ રહી. પાછળથી નૈનશી પણ હોઠ સાફ કરતી આવી. RR ની નજર મેહા પર ગઈ. RRએ મેહા તરફ જોયું અને કહ્યું "Hey મેહા. લાઈબ્રેરી માં જે થયું તે કોઈને કહીશ નહીં. સમજી?"

મેહા:- "કોઈને નહીં કહું. અને કહીશ તો પણ કોઈને વિશ્વાસ નહીં આવે. કાલ સુધી કેવો હતો અને આજે અચાનક તારું વર્તન બદલાઈ ગયું. તો વિશ્વાસ તો કોઈને નહીં આવે ને."

RR:- "ઑ હેલો ક્યા ડ્રીમ વર્લ્ડ માં જીવી રહી છે. હું બદલાયો નથી. હું તો તેવો જ છું અને હું કેવો છું તે તો બધા જાણે જ છે એટલે તારે મારા વિશે કોઈને કહેવાની જરૂર નથી. હું તો મારા અને નૈનશી વચ્ચે થયું તે કહેવા ના પાડું છું."

RR મનમાં જ કહે છે "ખરેખર આ છોકરી dumb છે."

મેહા:- "Ok હું કોઈને નહીં કહું."

મેહાએ નૈનશી તરફ જોયું. નૈનશી પોતાની બેગમાથી મેકઅપ નો સામાન કાઢી લિપસ્ટિક લગાવી રહી હતી.

ઘરે જઈને પણ મેહા નૈનશી અને RR વિશે જ વિચારી રહી હતી. RRએ કેવી રીતના કિસ કરી હશે? નૈનશીને શરમ નહીં આવી હોય! કિસ કરતા સમયે કેવું ફીલ થતું હશે."

મેહાને એક છોકરો અને એક છોકરી કેવી રીતના કિસ કરે છે તે જોવું હતું. મેહાએ લેપટોપ લીધું અને જોવા લાગી. મેહા નું હ્દય જોરજોરથી ધડકવા લાગ્યું. છોકરો છોકરીને કિસ કરે છે ત્યાં જ મેહા આંખો બંધ કરી દે છે. આંખો ખોલી લેપટોપ બંધ કરી દે છે. અને વિચારે છે કે "વીડીયો જોવામાં જ આટલું વિઅર્ડ લાગે છે તો કિસ કરવાવાળા કેમ કેમ કિસ કરતા હશે. નૈનશીએ અને RRએ કેવી રીતના કિસ કરી હશે. Oh God આ લોકો વિશે વિચારતી રહીશ તો ચોક્કસ પાગલ બની જઈશ. I think મારે શ્રેયસ વિશે વિચારવું જોઈએ. RR વિશે વિચારવા કરતા તો શ્રેયસ વિશે વિચારવું સારું. RR તો bad boy છે. ખબર નહીં બધી છોકરીઓને RRમા શું દેખાતું હશે. Oh God મેહા તું ફરી RR વિશે વિચારવા લાગી." મેહા શ્રેયસ સાથેની મુલાકાત વિશે વિચારવા લાગી. રાતે પણ મેહા શ્રેયસ વિશે વિચારતા વિચારતા જ ઊંઘી ગઈ.

ક્રમશઃબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED