તરસ પ્રેમની - ૫૬ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૫૬


રતિલાલભાઈ:- "બહું રાત થઈ ગઈ છે. તમે લોકો હવે જાઓ. હું અહીં રોકાઈ જાઉં છું."

પરેશભાઈ:- "ક્રીના અમારી જવાબદારી છે. અમે અહીં રોકાઈ જઈશું. તમે ઘરે જાઓ."

નિખિલ:- "કોઈએ અહીં રોકાવાની જરૂર નથી. ક્રીના ઠીક છે હવે. તમે બધાં ઘરે જાઓ. હું છું અહીં ક્રીના સાથે."

રજત:- "હા તમે લોકો જાઓ. કંઈ ચિંતા ન કરો. હું નિખિલ સાથે છું અહીં."

પરેશભાઈ - મમતાબહેન અને રતિલાલભાઈ - સાવિત્રીબહેન બધા નીકળી રહ્યા હતા.

મમતાબહેન:- "મેહા શું બેસી રહી છે? ચાલને."

મેહા:- "મમ્મી હું પણ અહીં રહેવા માંગું છું."

રજત:- "મેહા તું જા. હું ક્રીનાનુ ધ્યાન રાખીશ કે તારું?"

મેહા:- "હું તો ઠીક છું. મને શું થયું છે જો તું મારું ધ્યાન રાખવાનો."

મેહાએ મમતાબહેન તરફ જોઈ કહ્યું "મમ્મી તમે
જાઓ."

મમતાબહેન:- "સારું અને તમે બધાં જમી લેજો."

રજત:- "ઑકે."

મમતાબહેન:- "નિખિલ ખબર છે ને ક્રીનાને શું ખવડાવવાનું છે."

નિખિલ:- "હા મમ્મી...તમે જે કહ્યું છે એ જ ખવડાવીશ... તમે જરાય ચિંતા ન કરો. હું અને રજત છીએ અહીં. તમે શાંતિથી જાઓ."

રજત:- "નિખિલ તું અંદર રહે. હું બહાર જ છું. કંઈ જરૂર હોય તો મને બોલાવજે."

નિખિલ:- "ઑકે."

મેહા પણ રજતની પાછળ પાછળ જાય છે.

નિખિલ:- "હવે તું ક્યાં જાય છે?"

મેહા:- "હું રજત સાથે બહાર છું."

રજતને રૂમની બહાર બેઠેલો જોઈ મેહા રજતની બાજુમાં બેસી ગઈ.

રજત:- "મેહા તું શું કરવા અહીં રોકાઈ. તારે ઘરે જતું રહેવું જોઈએ. મારે હવે ક્રીના સાથે સાથે તારું પણ ધ્યાન રાખવું પડશે."

મેહા:- "રજત મને કંઈ નહીં થાય. હું ઠીક છું."

એટલામાં જ મેહાને ઉબકા આવવા લાગ્યા.

રજત:- "શું થયું મેહા?"

મેહા:- "અરે કંઈ નહીં...આ હોસ્પિટલની સ્મેલને લીધે આવું થાય છે. થોડીવારમાં જ સારું થઈ જશે."

રજત:- "શું કહેતી હતી કે મને કંઈ પણ નહીં થાય. હવે શું થયું?"

મેહા:- "રજત હમણાં સારું થઈ જશે. એ તો અહીં ગૂંગળામણ ને લીધે અને આ સ્મેલ નાકમાં ભરાઈ ગઈ એટલે ઉબકા આવે છે. હું થોડીવાર બહાર ખુલ્લી હવામાં જઈશ તો ઠીક થઈ જશે."

મેહા હોસ્પિટલની બહાર જાય છે. હોસ્પિટલના ગેટની અંદર એક વૃક્ષની નીચે બાંકડો હતો ત્યાં જઈને મેહા બેસે છે. મેહા બાંકડા પર માથું ટેકવી ઊંડો શ્વાસ લે છે અને આંખો બંધ કરી દે છે.

દસ મીનીટ પછી મેહા આંખો ખોલે છે. મેહાએ જોયું તો બાજુમાં રજત બેઠો હતો.

રજત:- "બહાર આવીને બેટર લાગ્યું?"

મેહા:- "હા..."

રજત:- "હવે તો તું ઠીક છે ને?"

મેહા:- "હા...''

રજત:- "Thank God કે તું ઠીક છે. જો હવે તને કંઈ થયું તો હું તને ઘરે મોકલી દઈશ."

થોડીવાર પછી મેહા રજતની નજીક નજીક જાય છે.

મેહા મનોમન કહે છે "રજતને જરા પણ ખ્યાલ આવ્યો ને કે મને ઠંડી લાગે છે. તો ચોક્કસ મને ઘરે મોકલી દેશે. તેના કરતા બેટર છે કે ચૂપચાપ બેસી રહું."

થોડીવાર પછી મેહાએ રજતનો હાથ પકડી લીધો.

રજત:- "શું થયું?"

મેહા:- "મને શું થવાનું? શું હું હાથ પણ ન પકડી શકું?"

રજત:- "મને લાગ્યું કે તને કંઈ થયું એટલે તે હાથ પકડ્યો."

થોડીવાર પછી મેહા થોડી થોડી ધ્રજવા લાગી. રજતને ખ્યાલ આવી ગયો.

રજત:- "મેહા ચલ તને ઘરે મૂકી આવું."

મેહા:- "શું કરવા? હું ઠીક છું."

રજત:- "અચ્છા તો ધ્રૂજે કેમ છે?"

મેહા:- "હું ક્યા‌ ધ્રૂજુ છું?"

રજત:- "મેહા બહુ થઈ ગયું. મેં તને પહેલાં જ કહ્યું હતું કે ઘરે જતી રહે. ઠંડીને લીધે બીમાર થઈ ગઈ તો?"

મેહા:- "રજત મારી આટલી ચિંતા કરે છે તું?"

રજત:- "મેહા તું મને બરાબર જાણતી નથી. હું તને એટલાં માટે જવા કહું છું કે તું મારી જવાબદારી છે. અને તને કંઈ થયું તો તારા મમ્મી પપ્પાને હું શું જવાબ આપીશ? મેહા તને ખબર છે તારી પ્રોબ્લેમ શું છે? તું છે ને sympathy ને પણ પ્રેમ સમજી બેસે છે."

મેહા:- "તારા કહેવાનો મતલબ શું છે?"

મેહાને ઊંડા વિચારોમાં ડૂબેલી જોઈ રજતે કહ્યું
"મતલબ કંઈ નહીં... પહેલાં જ તને કહ્યું છે કે તારી પાસે દિમાગ તો છે નહીં પછી શું કરવા વધારે પડતું વિચારે છે?"

મેહા કંઈ બોલતી નથી. મેહાને ધ્રૂજતા જોઈ રજતે મેહાનો હાથ પકડી લીધો. રજતે મેહાનો હાથ પકડી મેહાને ઉઠાડી. મેહા ઉભી થઈ. રજતે મેહાને પોતાની બાહુપાશમાં જકડી લીધી. થોડીવાર સુધી રજત મેહા ના બાવડાં પર હાથ ફેરવવા લાગ્યો. રજતના શરીરની હૂંફ મળતા જ મેહા ધ્રૂજતી બંધ થઈ.

રજત:- "નિખિલને ફોન કરી પૂછ કે બંન્ને શું જમવાના છો. આપણે પાર્સલ લઈ આવીએ."

મેહાએ નિખિલને ફોન કરી પૂછી લીધું.

રજત પાર્કિંગ તરફ જાય છે.

મેહા:- "રજત ક્યાં જાય છે?"

રજત:- "કેમ ચાલતા જવાનો વિચાર છે? હું કાર લઈને આવું છું."

મેહા:- "રજત ચાલતા જઈએ. મજા આવશે. એમ પણ રેસ્ટોરન્ટ નજીક જ છે."

રજત:- "ઑકે."

રજત અને મેહા જમવા જાય છે. જમીને મેહા અને રજત હોસ્પિટલ આવે છે.

મેહા:- "રજત અંદર મને ગૂંગળામણ થાય છે. અને હોસ્પિટલની સ્મેલને લીધે ફરી મને ઉબકા આવશે."

રજત:- "એવું કંઈ નહીં થાય. ચાલ તો ખરી!"

રજત નિખિલ અને ક્રીનાને જમવાનું આપી આવે છે.

રજત ક્રીનાના રૂમની બહાર રહી આસપાસ જોય છે. રજતે એક જગ્યા શોધી કાઢી.

રજત:- "મેહા ત્યાં જઈએ. વેઈટિગ રૂમમાં."

રજત વેઈટિગ રૂમમાં જાય છે. એક બાંકડા પર જઈને બેસે છે. મેહા પણ રજતની પાસે બેસે છે.
રજતે રૂમની બારી ખોલી.

રજત:- "હવે તને ગૂંગળામણ નહીં થાય. તું અહીં બેસ. હું બસ હમણાં જ આવ્યો."

થોડીવાર પછી મેહાની આંખો ઘેરાવા લાગે છે. મેહા રજતના ખભા પર માથું મૂકી સૂઈ જાય છે. પણ મેહાને ઊંઘ નથી આવતી.

મેહા:- "રજત મને ઊંઘ નથી આવતી."

રજત:- "તો તને કોણે ઊંઘવા કહ્યું?"

મેહા:- "મારો મતલબ છે કે મારે બેસીને નથી ઊંઘવું."

રજત:- "તો આટલી પહોળી જગ્યા છે..સૂઈ જા."

મેહા રજતના ખોળામાં માથું મૂકી સૂઈ જાય છે.
રજતનો એક હાથ મેહાના બાવડાં પર અને બીજો હાથ મેહાના વાળમાં ફરે છે. મેહા આંખો બંધ કરી સૂઈ જાય છે. પણ મેહા પડખાં બદલતી રહે છે.

રજત પણ ટેકો લઈને સૂઈ ગયો હતો.

રજત:- "મેહા શું કર્યાં કરે છે. તું ચૂપચાપ સૂઈ નથી શકતી."

મેહા:- "રજત જગ્યા બદલાય છે તો મને ઊંઘ નથી આવતી."

રજત:- "તને તો ઊંઘ નથી આવતી પણ તું તો મને પણ સૂવા નથી દેતી. હવે ચૂપચાપ સૂઈ જા."

થોડીવાર સુધી મેહાએ ચૂપચાપ સૂવાની કોશિશ કરી.
મેહાએ રજત સામે જોયું તો રજતને ખૂબ મજાથી સૂઈ રહ્યો હતો.

મેહા:- "રજત તું ઊંઘી ગયો?"

રજતે કંઈ જવાબ ન આપ્યો.

થોડીવાર પછી મેહાએ ફરી કહ્યું "રજત...રજત..."

રજત:- "મેહા હવે શું થયું?"

મેહા:- "તું જાગે છે?"

રજત:- "તું ઊંઘવા જ ક્યાં દે છે? હવે બોલ જલ્દી. શું થયું?"

મેહા:- "રજત મને માથું દુઃખે છે."

રજત:- "અચ્છા તો જા નર્સ પાસેથી કોઈ દવા લઈ આવ. દવા પીને સૂઈ જા. માથું દુખતું બંધ થઈ જશે."

મેહા:- "રજત મારું માથું દવા લેવાથી નહીં સારું થાય."

રજત:- "તો?"

મેહા:- "મને ઊંઘ આવશે ત્યારે આપોઆપ સારું થઈ જશે."

રજત:- "તો સૂઈ જા અને મને પણ સૂવા દે."

મેહા:- "રજત મેં તને કહ્યું તો ખરું કે મને નવી જગ્યાએ ઊંઘ નથી આવતી."

રજત:- "મેહા મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે ઘરે જતી રહે એમ."

મેહાએ ઘડિયાળમાં જોઈ કહ્યું "રજત રાતના પોણા ત્રણ વાગ્યે પણ તારે મારી સાથે ઝઘડવું છે?"

"તો ચૂપચાપ સૂઈ જા." એમ કહી રજત મેહાને હળવે હાથે માથું દબાવી આપે છે.

મેહા:- "ઑહ રજત So sweet..."

રજતે મેહા સામે જોયું.

રજત:- "પહેલી વાર સાંભળું છું."

મેહા:- "I know કે આ થોડું અજીબ હતું. મારા માટે બોલવું અને તારા માટે સાંભળવું."

થોડીવાર પછી રજત મેહાને કહે છે "મેહા ક્યારનો માથું દબાવુ છું. હવે તો સૂઈ જા."

મેહાથી હસાઈ જાય છે.

મેહા:- "રજત તું તો મને એક દિવસ પણ સહન ન કરી શક્યો."

રજત:- "હું તને સહન કરી રહ્યો છું. અને તને ખબર છે જેમની વચ્ચે પ્રેમ ન હોય એ જ એકબીજાને સહન કરે."

મેહા થોડી ગંભીર થઈ ગઈ. મેહા રજતના ખોળામાંથી સફાળી ઉઠી ગઈ.

મેહા:- "મતલબ..."

"મેહા‌ કેટલી વાર મતલબ પૂછીશ? મતલબ તું સારી રીતના જાણે છે કે હું શું કહેવા માંગું છું તે. અને હવે હું કંટાળી ગયો છું તારે સૂવું હોય તો સૂઈ જા નહીં સૂવું હોય તો મહેરબાની કરીને મને હેરાન ન કરતી."
આટલું કહી રજત આંખો બંધ કરી દે છે.

થોડીવાર પછી રજત કહે છે "શું થયું હવે? કેમ ચૂપચાપ બેસી રહી છે? એમ ત્યારે બહું બકબક કરતી હોય છે ને!"

મેહાનો કોઈ જવાબ ન આવતા રજત ફરી કહે છે "મેહા કંઈ તો બોલ. સૂઈ ગઈ કે શું?"

રજતે આંખો ‌ઊઘાડીને જોયું તો મેહા નહોતી. રજત ને ટેન્શન થયું કે મેહા ક્યાં જતી રહી?

રજત આમતેમ મેહાને શોધવા લાગ્યો. આખું હોસ્પિટલ ચેક કરી આવ્યો. પણ મેહા ન મળી.

રજત સ્વગત જ બોલે છે "મારી વાતને વધારે મન પર લઈ લીધી કે શું? ઑહ ક્યાંક બહાર બાંકડા પર નથી બેઠી ને. એમ પણ એને અહીં suffocation
થતું હતું.

રજત લગભગ દોડીને બહાર ગયો. રજતે ધડકતા દિલે વૃક્ષ નીચેના બાંકડા પર નજર કરી તો મેહા નીચી નજર કરી બેસી રહી હતી.

રજતે બંને હાથ કમર પર મૂકી દીધા અને સ્વગત જ બોલ્યો "Thank God કે મેહા અહીં જ છે. આ છોકરીનું કંઈ નક્કી નહીં. ગમે ત્યારે મને હાર્ટ એટેક આપીને જ રહેશે."

રજત મેહાની નજીક ગયો.

રજત:- "કેમ ત્યાંથી ચૂપચાપ આવતી રહી?"

મેહા કંઈ બોલતી નથી.

રજત:- "મેહા..."
મેહા કંઈ ન બોલી.

રજતે એક હાથે મેહાનો ચહેરો પકડી પોતાની તરફ ફેરવતા બોલ્યો "મેં કહ્યું કે ત્યાંથી ઉઠીને કેમ આવતી રહી?"

મેહા:- "તે જ તો કહ્યું હતું કે તારે સૂવું છે. તે જ તો કહ્યું કે હું તને હેરાન ન કરું."

રજત:- "એમ તો મારી વાત ક્યારેય નથી માનતી અને આ વાત તો ફટ દઈને માની ગઈ."

મેહા:- "બધી વાત તો માનું છું."

રજત:- "અચ્છા ચલ હવે અંદર જઈને સૂઈ જઈએ."

મેહા:- "રજત મારે અંદર નથી ઊંઘવું. મને ગૂંગળામણ થાય છે."

રજત:- "મેહા અહીં ઠંડી લાગે છે."

મેહા:- "હું ઠંડી સહન કરી લઈશ. પણ અંદર નહીં જાઉં."

રજત આસપાસ જોયું. રજતની નજર પોતાની કાર પર જાય છે.

રજતે મેહાનો હાથ પકડ્યો અને કહ્યું "ચાલ મારી સાથે."

મેહા રજતની સાથે ગઈ.

રજતે કારની પાછળનો દરવાજો ખોલ્યો. પોતે સીટ પર લંબાવી દીધું. રજતે મેહા તરફ જોઈ કહ્યું "શું કરે છે? સૂવું નથી? અહીં આવીને સૂઈ જા."

મેહા:- "રજત મારા માટે જગ્યા નથી. તું આગળ જતો રહે."

રજત:- "હું બેઠાં બેઠાં સૂવાનો નથી. અને શું કહ્યું તે? જગ્યા નથી. આટલી બધી તો જગ્યા છે."

મેહા:- "ક્યાં છે જગ્યા?"

રજત:- "મેહા તારી સામે જ તો જગ્યા છે. મતલબ કે મારી ઉપર સૂઈ જા."

મેહા:- "રજત..."

રજત:- "મેહા તું તો એવી રીતના બિહેવ કરે છે જાણે કે આપણે પહેલીવાર એકબીજા સાથે ઊંઘીએ છે."

મેહા:- "પણ રજત..."

રજતે મેહાનો હાથ પકડી મેહાને અંદર ખેંચી લીધી. રજત કારનો દરવાજો બંધ કરી દે છે. રજત લાંબા પગ કરી સૂઈ જાય છે. મેહાની કમર પકડીને મેહાને પોતાની આઘોષમા લઈ લે છે. મેહા પણ રજતની આઘોષમા સૂઈ જાય છે.

રજત:- "હવે તો બધું બરાબર છે ને! હોસ્પિટલની સ્મેલ નથી...અને તને અહીં ઠંડી પણ નહીં લાગે... ઊંઘ આવી જશે તો માથું પણ નહીં દુઃખે."

રજત મેહાના માથા પર હાથ ફેરવતો રહ્યો. થોડી જ વારમાં બંનેને ઊંઘ આવી જાય છે.

સૂરજના કિરણો પડતાં રજતની આંખો ઊઘડી જાય છે. મેહા હજું પણ સૂઈ રહી હતી. થોડી જ વારમાં મેહા પણ ઉઠી જાય છે. મેહા ઉઠીને કારનો દરવાજો ખોલે છે. રજત પણ બહાર આવે છે. રજત અને મેહા ક્રીનાના રૂમમાં જાય છે. ક્રીનાના હાથમાં એક બાળક હોય છે. રજત બીજા બાળકને લઈ લે છે.

"તમે બહાર જાઓ. હું ડોક્ટરને જરા મળીને આવ્યો." એમ કહી નિખિલ ડોક્ટરને મળવા જાય છે.

થોડી જ મીનીટોમાં નિખિલ બહાર આવે છે.
નિખિલ ક્રીના અને મેહાને કારમાં બેસવા કહે છે.

ક્રીના અને મેહા બંને એક એક બાળકને લઈને બેસી જાય છે. રજત બધાને bye કહી ઘરે જવા નીકળે છે.

ઘરે જઈને થોડીવાર મેહાએ બાળકો સાથે સમય વિતાવ્યો. બપોરે મેહા જમીને સૂઈ ગઈ. સાંજે મેહા ગાર્ડનમાં ગઈ. ગાર્ડનમાં જતાં જ મેહાને રજત નજરે પડ્યો.

મેહા રજતની બાજુમાં બેઠી.

મેહા:- "રજત તું અહીં?"

રજત:- "કેમ હું અહીં ન આવી શકું?"

મેહા:- "મારો મતલબ એ કે હું અહીં આવીને તારી રાહ જોઉં છું. અને આજે તું આવીને મારી રાહ જોઈ રહ્યો છે."

રજત:- "હું ક્યાં રાહ જોઉં છું? મેં તને ફોન કરીને બોલાવી? નહીં ને? તો પછી?"

મેહા:- "તને ખબર છે હું કોઈકવાર અહીં આવું છું એટલે તું અહીં આવીને મારી રાહ જોય છે."

રજત:- "ઑકે મને કંઈ ફરક નથી પડતો. તારે જે સમજવું હોય તે સમજ."

થોડીવાર બંને એમજ બેસી રહે છે.

મેહા:- "રજત બાળકોનું શું નામ રાખીશું?"

રજત:- "હજી તો વાર છે ને? હજી તો આપણાં લગ્ન નથી થયા?"

મેહા:- "રજત આ મજાક કરવાનો ટાઈમ નથી. તને ખબર છે કે હું ક્યાં બાળકોની વાત કરું છું પણ નહીં તારે તો જાણી જોઈને આ વાત કહેવી હતી ને!"

રજત:- "આ જ તો મજાક કરવાનો ટાઈમ છે. મેહા નાનપણથી તને ઓળખું છું. તું કેમ બહું ગંભીર બની જાય છે. તું દરેક વાતને સીરિયસલી લઈ લે છે. તું નાની નાની વાતોમાં ખુશ નથી રહી શકતી. હંમેશાં તારે તો રડવું જ હોય છે."

મેહા:- "મારી પ્રકૃતિ જ એવી છે તો હું શું કરું એમાં?
તને ખબર છે ને પહેલાં શ્રેયસ સાથે બ્રેક અપ, મમ્મી પપ્પાના ઝઘડા...પછી તારી સાથે પણ બ્રેક અપ..."

રજત:- "Oh God મેહા...ફરી પાછી રડવા લાગી...દરેક વખતે આ જ વાતનાં રોદણાં રડવા છે."

મેહા:- "રજત હું તારી જેમ હંમેશા ખુશ નથી રહી શકતી. અંદરથી દુઃખી હોઉં તો બહારથી પણ દુઃખી જ રહું છું. મને આ બીજાની જેમ નાટક કરવું નથી ગમતું કે અંદર દુઃખી હોવ અને બહારથી ખુશ દેખાવાનો પ્રયત્ન કરો. હું આવી જ છું સમજ્યો?"

રજત:- "મતલબ તને એમ લાગે છે કે હું અંદરથી દુઃખી છું અને બહારથી ખુશ છું એમ."

મેહા:- "રજત હું તને નથી કહેતી. હું બીજાઓની વાત કરું છું. મેં ઘણાં ને જોયાં છે જે અંદરથી કંઈક અલગ હોય છે અને બહારથી કંઈક અલગ. મને એ વાત સમજમાં જ નથી આવતી કે બીજા લોકોને શું કામ દેખાડવાની જરૂર છે કે પોતે કેટલાં ખુશ છે. દેખાડવા માટે ખુશ થવું...એ વાત મારા પલ્લે નથી પડતી. ખુશી તો અંદરથી આવવી જોઈએ નહીં.
તું કેટલો ખુશ રહે છે. મને ઘણીવાર વિચાર આવે છે કે હું તારા જેવી કેમ નથી?"

રજત:- "મેહા તું જેવી છે એવી જ બરાબર છે."

મેહા:- "સારું છોડ એ બધી વાત. બાળકોનું નામ શું રાખીશું?"

રજત:- "ફોઈ તું છે તો તું વિચાર. મને શું કામ કહે છે?"

મેહા:- "રજત યાર વિચારને. તું પણ મામા છે ને."

રજત:- "ફોઈ નામ રાખે ને!"

મેહા:- "એ બધું તો પહેલાં થતું હતું પણ તું સજેશન આપ ને."

રજત:- "નિખિલ અને ક્રીના વિચારી લેશે. તું તો એવી રીતના કહે છે કે જાણે તું જ મમ્મી બની ગઈ હોય."

મેહા:- "મમ્મી તો નથી. પણ ફોઈ તો છું ને. અને તું પણ મામા બન્યો છે. તો મને કોઈ નામ સજેસ્ટ કર."

રજત:- "રાશિ જોવડાવી લઈએ. પછી નામનું વિચારીશું."

મેહા:- "ઑકે."

ક્રમશઃ