hu bhodo books and stories free download online pdf in Gujarati

હું ભોળો ?

" હું ભોળો ? " આજે પણ લોકો મારા ભોળપણનો લાભ લે છે.-ધીરજ મનમાં બબડ્યો.. લોકો કેવા પ્રકારના હોય છે એ મને સમજાતું નથી....કાલની જ વાત કરૂં... ઓફિસમાં હું નવો નવો આવ્યો હતો.. આમ તો મારી જોબ જુની...પણ આ ઓફિસમાં નવો.આમેય મારો સ્વભાવ પરગજુ. કોઈ ને તકલીફો પડે તો મદદ કરવા તૈયાર. હા,તો હું શું કહેતો હતો?. હા..કાલે ઓફિસમાં મારી પાસે કામ ઓછું હતું. હું કોમ્પ્યુટર માં ગેમ રમતો હતો. આમેય બધી ઓફિસમાં આવું જ હોય છે. ફ્રી સમયમાં ગેમ રમવાની હોય. એટલામાં મારી ઓફિસની મિસ ગેમ પ્લાન આવી. પહેલાં હું ઓળખાણ કરાવું આ મિસ ગેમ પ્લાન ની. આમતો એનું નામ મિસ ચબરાક...સોરી..સોરી.. આતો ઓફિસમાં બધા એને આ નામ થી (ખાનગીમાં) ઓળખે. એનું સાચું નામ મિસ ચંચલરાની..પણ નામ જુનવાણી લાગતા એણે નામ ફક્ત મિસ રાની લખાવ્યું. હવે મુળ વાત પર આવું.. મિસ રાની ધીરજ પાસે આવી. બોલી:-" મિસ્ટર ધીરજ, તમારા માં કેટલી ધીરજ છે.?" ધીરજ:-" કેમ આવું પુછ્યું?" મિસ રાની ધીરજ ની પાસે આવી ને બોલી:- "આ મારો એક લેટર ચાર પેજ નો છે.". ધીરજ બોલ્યો:- "એમાં શું? ઓફિસ કામ તો કરવું પડે ને?". મિસ રાની થોડી નજીક આવી ને સામે ની ચેર પર બેસી. પછી મારકણી આંખો પટપટાવી ને બોલી:- " કામ તો કરૂં જ છું.પણ આજે મારે એક કામે હમણાં બહાર જવાનું છે.સરે આજે ને આજે લેટર લખવા કહ્યું. મેં જોયું તમે ફ્રી છો.બધા ને મદદરૂપ થાવ છો તો તમને કહું." આવી વાતો સાંભળીને ભોળા ધીરજભાઈ તો પાણી પાણી થઇ ગયા. બોલ્યા:- "સારૂં ,આ હમણાં જ તમારો લેટર પુરો કરી આપું.બસ દસ મિનિટ ને તમે સર ને આપીને જજો. જો હું આપવા જઈશ તો સર મારા પર ગુસ્સે થશે." હસતાં હસતાં મિસ રાની બોલી:- ઓકે ત્યારે.એક તમે જ છો જે મને સમજો છો.હા..જ્યારે તમારે મારૂં કામ હોય ત્યારે કહેજો. તમને તો સદાય હેલ્પ કરવા તૈયાર છું.". આ સાંભળીને ધીરજ મનમાં બોલ્યો.. જોયું મારા ભોળપણનો લાભ કેવો લે છે!. બસ. ...આમ રોજ નું ચાલ્યું.મિસ રાની કોઈ ને કોઈ બહાનું કાઢીને પોતાનું કામ કરાવી જાય. અરે કહેવાનું તો ભુલી ગયો. હું પણ કેટલો ભોળો!. હવે તો જે દિવસે મિસ રાની કામ કરાવવા માટે પાસે ના આવે તો મને બેચેની થાય. હા.. હવે મને એનો સાથ ગમવા માંડ્યો... હવે તમને થશે કે આ કેવો ભોળો? કે ..કે... એક દિવસ ઓફિસ માં ધીરજ સ્કુટર વગર આવ્યો...સ્કુટર ને રીપેરીંગમાં આપ્યું હતું... આ વાત ની મિસ રાની ને ખબર પડી. સાંજે ઓફિસથી છુટ્યા પછી ધીરજ બસમાં જવાનું વિચારતો હતો. એટલામાં મિસ રાની એની કાર લઈને આવી.બોલી:- "હાય.. ફ્રેન્ડ.. હવે તો આપણે મિત્ર બન્યા કહેવાય. ચાલો કાર માં બેસી જાવ. હું તમને તમારા ઘર પાસે મુકી આવું.". આવી સારી ઓફર આવી હોય ને ના પડાય!. ધીરજ કાર માં બેસી ગયો.ધીમે ધીમે કાર ચલાવતી મિસ રાની ધીરજ સામે જોઈ ને સ્મિત આપતી. થોડે આગળ જતાં મિસ રાની બોલી:- "મને તમારો સાથ સારો લાગે છે.કાલ થી તમે સ્કુટર ના લાવતા.. હું તમને pickup કરીશ ને સાંજે.....". ઓહ..એમ વાત છે.એને પણ મારી કંપની ગમે છે.ધીરજ મનમાં બબડ્યો..... "હેં શું કહ્યું..ડીયર..?હા.. મને તારી કંપની ગમે છે." ઓહ..આ મન ની વાત સાંભળી જાય છે કે શું ! હશે મને તો આવી સુંદર કંપની તો મલી. "કંઈ નહીં મિસ રાની..પણ તમે મને ડીયર કેમ કહ્યો?" મિસ રાની બોલી:- "પોતાનું અંગત લાગ્યું.. એટલે.. તું કેવો સારો છે. હવે મને મિસ રાની નહીં પણ ફક્ત રાની જ કહો." ધીરજ મનમાં બબડ્યો.. ઓહો.. આતો વિચાર્યું જ નહોતું. કે આ મિસ રાની....સોરી..સોરી... આટલી નજદીક આવશે. થોડી વારમાં રાની બોલી:- "ડીયર,થોડી કોલ્ડ કોફી પીવાની ઈચ્છા થઈ છે.જો તને વાંધો ના હોય તો..." ધીરજ બોલ્યો:- " નેકી ઔર પુછ પુછ..ઓકે પણ મની તો હું જ આપીશ." "ના. ડીયર ના , મની તો હું જ આપીશ." આમ ધીરજ અને રાની નજદીક આવ્યા. બીજા દિવસે ધીરજ ઓફિસમાં આવ્યો ત્યારે ઓફિસ સ્ટાફ ગુસપુસ વાતો કરતા હતા. આ ધીરજને તો લોટરી લાગી. પણ પરગજુ અને ભોળા ધીરજે એ વાત હસી કાઢી.. સમય જતાં રાની અને ધીરજ ની લવ સ્ટોરી ઓફિસમાં હોટ વિષય બન્યો. એક દિવસ રાની એ કારમાં બેસી ને ધીરજ પાસે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. ભોળો ધીરજ ખુશ થયો... બબડ્યો..ભોળાના તો ભગવાન હોય છે. સહર્ષ ધીરજે પણ એ પ્રેમ સ્વિકારી લીધો. પછી તો પુછવાનું જ ના હોય. એક વર્ષમાં તો રાની અને ધીરજ ના પ્રેમ વિવાહ થયા.. જોયું હું કેટલો ભોળો છું? ધીરજ પોતાની ડાયરીમાં રાની સાથે ની પ્રેમ કહાની લખતો હતો. એટલામાં રાની ધીરજ પાસે આવી. બોલી:-" આજે જન્માષ્ટમી છે. આજે પણ ઓફિસનું કામ કરો છો?". ધીરજે ડાયરીમાંથી માથું ઉચું કરીને રાની સામે જોયું.. જોઈ ને ચકિત થયો.. "ઓહોહો..આજે તો સાડી પહેરીને ક્યાં જવાની તૈયારી કરી." રાની ડાયરી જોઈ ને બોલી:- "ઓહ્.તો તમે આપણી લવ સ્ટોરી લખો છો?. હું પણ ભોળી , તમારી વાતોમાં આવી.આ તમારી બીજાને મદદરૂપ થવાની ભાવના . હું તો એના લીધે તો તમારા પ્રેમમાં ફસાઈ ગઈ. સ્વામી, હું શું કહું છું સાંભળો છો?..અરે હા.. તમે તો ભુલી જ ગયા કે આજે જન્માષ્ટમી છે.. હું તો તૈયાર છું અને આપણા બે જોડીયા સંતાનો આયુષ અને આયુષી કૃષ્ણ બની ને પોતાના પપ્પા ની રાહ જુએ છે.. સ્વામી તમે તૈયાર થઈ જાવ.. આપણે ઇસ્કોન મંદિરનાં શ્રી કૃષ્ણ ભગવાન ના દર્શન કરવાના છે..". બોલો હવે આ ધીરજ અને રાની માં કોણ ભોળું? ચાલો આજે શ્રી કૃષ્ણ ભગવાન ના દર્શન પણ ભોળા બનીને કરીએ.. ઘરમાં બેઠાં બેઠાં... ટીવી પર કે મોબાઇલ માં..આ કપરા કાળમાં આપ બધા સુરક્ષિત રહો... સ્વસ્થ રહો... @ કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED