ગુનેગાર કોણ? Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુનેગાર કોણ?

ઓફિસે કોઈ સ્ટાફ નહોતો,સૌ બ્રેક ટાઈમ માં નીચે આટો કરવા ગયા હતાં,વીકેશ એકલો હતો, આશરે દોઢ વાગ્યાની આજુબાજુની વેળા હશે, વાતાવરણ શાંત હતું, એંસી ની ઠંડકમાં નિંદર ક્યાંક ડોકાતી હતી, પણ ઓફિસે લિહાજ રાખી રીંગ ના અવાજથી વિકેશ સફાડો ઊભો થઈને સામે પડેલા ટેબલ પાસે આવી ગયો. 'મોબાઈલના જમાનામાં હજીય આ ડબલાં જીવે છે' આવું કંઇક બબડતો લાગ્યો અને ડાયલ ઉચક્યુ.


"હેલ્લો.....વી કે બોલો?" સામેથી હાફડોફાફડો અવાજ આવ્યો.


"હા બોલું છું." એને શાંત અવાજથી જવાબ આપ્યો જાણે એને આવા વ્યાતુર અવાજોની આદત ના હોય!


"સાહેબ, મારે તમને અર્જન્ટ માં મળવું છે. ક્યારે આવું?"


" હું અત્યારે ઓફિસ જ છું આવી જાવ."


" ઓકે શ્યોર!" ફોન કટ થઇ ગયો.


ઉતાવળ ભરેલી નાનકડી આ વાતચીતથી વિકેશ ને અણસાર આવી ગયો કે સામે વાળી વ્યક્તિ કોઈ મુશ્કેલી માં છે, અને એની મદદ લેવા માટે થઈને એને મળવા માંગતી હશે.


થોડી વારમાં સાચે સામેથી એ વ્યક્તિ એમના કેબિનમાં આવી પહોંચી, આવતાની સાથે વિકૅશ એ એમને પાણી ઓફર કરીને બેસાડ્યા.


" બોલો શું થયું છે?" પાણીનો ગ્લાસ આપતી વખતે એમને પૂછી જ લીધું.


" સાહેબ , વાત એવી છે કે એનો ઉકેલ તમે જ આપી શકશો."


" હા એ તો મારું કામ જ છે, વિશ્વાસ સાથે આવ્યા છો તો ઉકેલ લાવ્યા વગર છૂટકો નથી!" સાંત્વના આપતા વિકેષ બોલ્યો. આધેડ વયના એ વ્યક્તિની માથાની કરચલીઓ ટેન્શનમાં વધારે ગાઢ થઈ ગઈ હતી, એનું દુઃખ સાંભળવા વિકેશ્ તૈયારીમાં જ હતો. અને એના ઉકેલ માટે મનથી ત્તૈયાર પણ!


વીકેશ મૂળ વિજ્ઞાન સાથે જોડાયેલો માણસ હતો, લેબોરેટરી ના કામ સાથે જોડાયેલો પહેલાં પણ આજે તે ખંત અને કુનેહના કારણે એ જાસૂસ તરીકે કામ કરી આપતો, એની ચાલતી ડીટેક્ટિવ એજન્સીમાં એનો સ્વભાવ જ મહત્વનો હતો, એના ત્યાં આવતા વ્યક્તિઓના વિશ્વાસ જીતીને પોતાની જિજ્ઞાસુ વૃત્તિને કારણે એ સફળતા મેળવતો ગયો, આજે એનો નાનકડો સ્ટાફ અને એના અનુભવના કારણે એક સફળ જાસૂસ બની ગયો હતો.


"સાહેબ મારી એક ગાડી ખોવાઈ ગઈ છે અને હું આર ટી ઓ માં જવા કરતાં તમારા પાસે આવવાનું વધારે યોગ્ય લાગ્યું એના કારણે આવ્યો છું."


" ભલે, કઈ ગાડી હતી, વિગતે જણાવશો?"


" હા, હું મનીષ મિસ્ત્રી, અનુરથ કાર્ગો નો ડાયરેકટર, મારી નાનકડી એક ફાર્મ ચાલે છે, એમાં મારી એક ગાડી જે મે બેંગલોર થી લગાવેલી અમદાવાદ માટે, પણ અચાનક એનું જીપીએસ સિસ્ટમ બંધ થઈ ગયું અને ત્યાં થી ગાડીની કનેક્ટિવિટી જતી રહી છે, આમ તો કાલે સવારે આવી જવી જોઈએ પણ હજીય આવી નથી, ડ્રાઈવરનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે."


" શું હતું એ ગાડીમાં?"


" બેંગલોરની ગુડવિલ ફેબ્રિક ના કાપડના રોલ હતા, એફ ટી એલ હતી, અહી અનુભવ મિલ માટે બુક હતો માલ!"


" ક્યાંથી જીપીએસ કોન્ટેક્ટ ખોવાયો?"


" ભિવંડી થી આગળ હાઇવે પર..."


"મને એનું લાસ્ટ લોકેશન મોકલી આપજો."


"હા સાહેબ."


"તમને કોઈ પર શક ખરો?"


" ના એવું તો કોઈ નથી."


"ભલે, ચાલો કઈ નહિ જોઈશું એ તો હવે, થોડી કાર્યવાહી કરવાની છે એ કરી લો પહેલાં, હું આશા રાખું છું કે બધા ડેટા સાચા જણાવશો તમે, જેથી મૂળ સુધી પહોંચવામાં સરળતા રહે!"


" હા સાહેબ."


"તનય, આવી ગયા બધા?" વિકેશે બૂમ પાડી ને બધા સ્ટાફ આવવાની ખાતરી કરી.


" યસ સર, અહી જ છીએ બધા."


" સારું, આ મનીષ મિસ્ત્રી, એમના કેસ ની વિગતો લઈ ને કેટલા વખતમાં મને મળશો તમે?"


" તમને ત્રણેક વાગ્યે મળીએ."


" ભલે, પણ કોઈ કસર નહિ હા!"- ઈશારામાં લીધેલા શબ્દોથી તનય સમજી ગયો અને નવા કેસની નવી માહિતી માટે ટીમ સજ્જ કરી નાખી.


" મનીષભાઈ, જાઓ તમે એમની જોડે અને નિશ્ચિંત થઈને જણાવશો."


મનીષ તનય ની પાછળ બીજી કેબિન માં ગયો, જ્યાં બે ત્રણ વ્યક્તિઓ હાજર હતા. વીકેશએ બનાવેલી વ્યૂહ સખત હતી, એમના ત્યાં કામ કરવાની ઢબ, અનુકુળતાઓ અને એમના નેજા હેઠળ થતું ટીમ વર્ક જ એમની ઓળખ હતી.


વિકેશ એના જાસૂસ દિમાગથી નવા આવેલા કેસ વિશે વિચારવા લાગ્યો, એને પહેલો શક મનીષ પર જ થયો, કે એના કોઈ સ્વાર્થ માટે થઈને આ કોઈ કહાની ઉપજાવી તો નથી દીધી ને? કે પછી કોઈ આદવાદ માં એને કોઈ એવું પગલું ભર્યું અને એના ભાગરૂપ એને એવું કઈ ચિત્ર અદરી નાખ્યું હોય! મૂળ તો જાસૂસીનો કામ એટલે દરેક વસ્તુ પર જાસુસની રીતે વિચારવું એના માટે સ્વાભાવિક હતું, અને એ દરેક વસ્તુ માટે આવી રીતે વિચારે એનો જ એને લાભ મળતો ઘણી વાર!


સાંજની વેળાએ વળી હવે, મનીષભાઈના કેસ ની ફાઈલ એમના ટેબલ પર પડી હતી, સ્ટાફ એ એમની જોડે એના લગતી પ્રોફાઈલ જણાવી દીધી હતી, એમને મન હવે જેટલું બને એટલું આ મેટર પતાવવી હતી, કેમ કે જો માલ જો અાડો અવડો થઈ જાય તો બહુ મોટું નુકશાન આવી જાય એમ હતું મનીષભાઈ ને , અને જોડે એમના ટ્રાન્સપોર્ટ ના ધંધાને પણ, એમના પ્રત્યેનો વિશ્વાસ અને આસ્થા હવે સાબિત કરવાનો વખત હતો, એમને ડ્રાઈવરનો ફોન નંબર લગાવ્યો, પણ સ્વીચ ઓફ હતો, વીકેશ એની રીતે દરેક પાસા પર જાતે કામ કરવા લાગ્યા, સ્ટાફ ને આપેલી કામગીરીના પહેલું ને પણ જોડે નિહાળવા માંડ્યા.


હવે વારો આવ્યો સામેની બંને ની મિલ માં વેરીફીકેશન કરવાનો, હવે ત્યાં ગાડી ચોરાયાની વાત તો કરાય નહી, નહિ તો બધે કોલાહલ મચી જાય, એમને ત્યાં ના ડિશ્પેચ ના માણસોની એને કોઈને ખબર ના પડે એમ ઊલટતપાસ કરવાનું ચાલુ કરી દીધું, એ પણ કોઈ પણ અણસાર ના આવે એ રીતે ફેક કૉલ કરીને, એની ત્યાં થતી વાતો પરથી જાણી શકાતું હતું કે એ કેટલા હોનહાર કલાકાર છે, વાત વાતમાં દરેકને કોઈ પણ વાતનો અણસાર ના આવે એ રીતે વાત કઢાવવી એ એમની ખૂબી હતી.


આજે નક્કી કરી લીધું હતું જ્યાં સુધી કોઈ ચાવી મળી ના જાય ત્યાં સુધી એમને જપવું નથી, ભલે ને રાતે જાગવું પડે તો પણ! સવાર સુધી એમને ગાડી શોધી લેવી જ હતી, એના માટે થતાં બધી કોશિશ કરવા માટે એ અડીખમ હતા.


ફોન પર એક એક શંકાસ્પદ સાથે એ વાતનો કરતાં હતાં હતા, ડ્રાઇવર સાથે જોડાયેલા દરેક જોડે હવે વાત કરવાનો વારો હતો, પહેલાં ને ડ્રાઇવરના ઘરના માણસો જોડે વાત કરવાની તક જડપી, એમને ડ્રાઈવરનો પત્ની ને ફોન જોડ્યો પણ એમને કશી ખબર હતી નહિ, અને ડ્રાઇવર હજી ઘરે પહોંચ્યો નહોતો, અને એમની છેલ્લે વાત કાલે રાતે નવ વાગ્યાની આજુબાજુ જમ્યા પહેલાં થઈ હતી એમ જાણવા મળ્યું.જમીને એ ગાડી લઈને એ હાઇવેથી ગુજરાત બોર્ડર આવવાના સમાચાર હતાં, પણ પછી એમની કોઈ જાણકારી એમના પરિવારને હતી નહિ.


એના બાદ આવી હવે જીપીએસ સિસ્ટમ ના ટ્રેકિંગ ની, છેલ્લે એનું લોકેશન જ્યાં હતું ત્યાં એ કંઇક ધારીને જોઈ રહ્યા હતા, એમને મગજમાં કંઇક ચમક શી આવી ગઈ, એમના મનમાં ખુશીની એક લહેરખી જણાઈ, તરત જ એમને કોઈ વ્યક્તિને ફોન કર્યો.


" હેલ્લો!'


" હા સાહેબ, શું કામ પડ્યું? આદેશ કરો."


" હું એક ડેટેલ મોકલું છું, અને હું કહું એ પ્રમાણે પહોંચી જાવ એ જગ્યા એ."


" હા ભલે!"


આટલા સંવાદ થી એટલું તો નક્કી થઈ ગયું કે એમનો કોઈ વિશ્વાસુ ખબરી હતો, એમને ફોન પર માહિતી મોકલી આપી. એ વ્યક્તિને કોઈ કામગીરી કરવા એમણે જોતરી દીધી, જાણે એવું હતું કે એ ક્યાંક એ નજીકના વિસ્તારમાં જ હતો.


ત્યાર બાદ મનીષના સ્ટાફની માહિતી કાઢી, દરેકના પોર્તફોલીઓ ઉઘડ્યો, સ્ટાફ આમ તો સારો હતો, પણ અમુક વાર અંદોઅંદરના બધા અવિશ્વાસ દાખવતા મનીષ માટે, આ માહિતી મનીષના કોઈ બહારના જાણીતા એ જણાવી હતી, છેલ્લે એકાદ મહિનાથી એમના ફ્લીટ ના સ્ટાફ જોડે મગજમારી ચાલતી હતી, એમનો એ બાબત પર મંતવ્ય સાવ નિરસ હતું, સ્ટાફ ભૂલ કરે તો વઢવું તો પડે જ ને! એવું કંઇક મનીષનું સ્ટેટમેન્ટ કોઈ એ મગજ પર ના લીધું, પણ વીકેષ એ મનમાં લઈ લીધું.


એમને ફ્લીટ ના સ્ટાફ જોડે વાત કરતા પહેલા એમને બીજા સ્ટાફ જોડે વાત કરી, જમણા દ્વારા જાણવા મળ્યું કે એમને છેલ્લા અઠવાડિયા પહેલાં આલોક જોડે ડ્રાઇવરના પગારના બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી, અને ત્યાર બાદ બન્ને એકબીજાના સામે નથી આવ્યા. વાત મા કશું હતું નહિ છતાંય આલોક એમની જોડે બોલવાનું બંધ કરી દીધું હતું.


એમને આલોક ને ફોન કર્યો.


" હેલ્લો"


" હા કોણ?


" હું વિકેશ, તમને ખ્યાલ છે અનુરાગ કાર્ગો જ્યાં તમે કામ કરો છો ત્યાં ની એક ફ્લીટ જીજે વન એફ એલ પત્રિશ પિસ્તાલીસ કાલ રાતની ગુમ છે."


" તમને કેવી રીતે ખબર?" એ જરા ઘબરાયો, સામે કોઈ અજાણ વ્યક્તિ હતો એના કારણે કદાચ.


" હું બધું જાણું છું, બોલો ક્યાં છે ગાડી?"


" મને શું ખબર?" આલોક જરા બેબાકળો બનીને બોલી ગયો.


" મતલબ?" વીકેશ જરા મોટા અવાજે બોલ્યો.


" મતલબ, હું કાલ નો ટ્રાય કરું છું પણ જીપીએસ બંધ આવે છે." એને અશાંત વદને વાત કરી.


" તમે કોને કોને કીધી છે આ વાત?"


" અમારા સર ને કહી છે, બીજું કોઈ નથી જાણતું."


" તો એક કામ કરો અત્યારે આઠ વાગ્યા છે, તમે અડધા કલાક માં મારી ઓફિસ આવી જાવ, તમારા સાહેબ અહી જ છે.હું એડ્રેસ સેંડ કરું છું તમને."


" હા પણ તમે કોણ છો?"


" તમે આવો પછી જાણવું" એટલું કહીને ફોન મૂકી દીધો.


વીકેશ એ મનીષને કૉલ કર્યો તરત જ એને જણાવ્યું કે ગુનેગાર મળી ગયો છે, આવી જાવ ઓફિસ તાત્કાલિક.


થોડા વખતમાં બન્ને ઓફિસ આવી ગયા, એમની કેબિનમાં બન્ને એક બીજાને જોઈ રહ્યા, શું થયું એ વાતનો અણસાર કોઈને હતો નહી.


" વીકેશભાઈ શું થયું? આલોકને કેમ અહી બોલાવ્યો?" - મનીષ બોલ્યો જાણે એને કશું ખબર જ નહોતું.


" એ જ તો ગુનેગાર છે."


" શું" મનીષ અને આલોક બન્ને આશ્ચર્યના ભાવ સાથે બોલી ઉઠ્યા.


" સાહેબ, મે કઈ નથી કર્યું." આલોક થોથવાતી જોબ સાથે બોલવા માંડ્યો.


" હા તો કહી દો કે ડ્રાઇવર ને જીપીએસ બંધ થાય બાદ આગળના ચાર રસ્તે થી ડાબી બાજુ જંગલના રસ્તે ગાડી લઈ જવા માટે કેટલા રૂપિયા આપ્યા છે?"
" શું વાત કરો છો? મને કઈ સમજ નથી પડતી." એના કપાળ પર પરસેવો છૂટવા માંડ્યો.
" સમજ તો હવે મને બધી પડી ગઈ છે, મનીષભાઇ જોડે થયેલા ઝગડામાં થયેલા અપમાનનો બદલો લેવા માટે તમે આટલી હદ સુધી જઈ શકો છો."
" ના મે કઈ નથી કર્યું, મને આ વાતની કઈ માહિતી નથી."
" અને હું સાબિત કરી ને બતાવું તો?" એટલું બોલતાં એમને એક વીડિયો કૉલ કર્યો.
સામે ગાડીનો ડ્રાઇવર હતો,જે કોઈ જંગલમાં જેવા વિસ્તારમાં જાણતો હતો, એને પકડી રાખેલો હતો કોઈ બે અજાણ્યા શખ્સે. એમાંથી એક એ અજાણ ખબરી હતો, તુકારામ જે ભિવાંડીમાં રહીને વીકેશ માટે કામ કરે છે.
ડ્રાઈવરે કબૂલ્યું કે આલોક એ એને ઉશ્કેર્યો હતો એવું કરવા માટે.એના પગારને લઈને મગજમારી કરતી વખતે ઝગડો કર્યા બાદ બન્ને ને ગુસ્સો આવેલો એટલે મનીષભાઇ સબક શીખવાડવા માંગતા હતા એ.
આ બધી કબૂલાત બાદ આલોક ખૂબ શરમિંદા થઈ ગયો, એ કશું બોલી જ ના શકતો. મનીષભાઈ પણ નીચું જોઈ ગયા કે સાવ દસેક હજાર માટે થઈ ને એમને એમના જ સ્ટાફ જોડે દુશ્મની વહોરી લીધી.
વિકેશ એના ગુનેગારને શોધીને જંપ્યા, હવે શું કરવું એનો નિર્ણય મનીષભાઈ એ કરવાનો હતો.