લગ જા ગલે - 6 Ajay Nhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

લગ જા ગલે - 6

સાંજનો સમય હતો. ત્રણેય સાથે જમી રહ્યા હતા. નિયતિ ને થોડું માથું દુખી રહયું હતું. તન્મય એ નિયતિ ને કહયું,"હમણાં આપણે એક presentation નો ડેમો કરવાનો છે બરાબર દેખાય છે કે નહી એ ચેક કરવા માટે." નિયતિ એ માથું હલાવ્યું. જમીને બંને presentation માટે તૈયાર કરેલ રૂમ માં ગયાં. તન્મય કેમેરા પાસે ગયો અને નિયતિ ને સામે ઉભી રાખી અને એને કઇ પણ બોલવા માટે કહયું. નિયતિ એ પોતાના કામ નું થોડું વર્ણન કર્યું.

ત્યારબાદ તન્મય એ શાંતિ થી ફરી એ વિડિયો જોયો અને કહ્યું કે,"અવાજ થોડો મોટો રાખજે અને હિન્દી માં ગુજરાતી લહેકો ના આવે એનું ધ્યાન રાખ ફરી એક વિડીયો લઇએ." નિયતિ એ કહયું કે "હમણાં મારૂં માથું દુખે છે. કાલે કરીએ તો નહી ચાલે?" તન્મય એ કહ્યુ,"વાંધો નહીં તું સૂઇ જા." નિયતિ રૂમ માં આવી ગઇ.

ઘણી વાર થઇ છતા પણ નિયતિ નું માથું દુખી જ રહયું હતું. બે રાત થી સૂતી ન હતી એના લીધે પણ હોઈ શકે. તન્મય રૂમ માં આવ્યો અને બેડ પર બેઠો. નિયતિ ને મનમાં હતું કે તન્મય માથું દબાવી આપશે. પણ તન્મય એ એવું કંઈ પૂછયું પણ નહી.નિયતિ એ તન્મય ને પૂછયું,"માથામાં નાખવાનું તેલ છે?" તન્મય એ કહ્યુ,"હા, પેલા રૂમમાં હશે." નિયતિ બીજા રૂમમાં ગઇ તેલ લાવીને માથામાં મસાજ કરવા લાગી.હવે એને થોડું સારું લાગ્યું.

તન્મય એ નિયતિ ને પૂછયું,"બરાબર ઉંઘ તો આવે છે ને?" નિયતિ એ ના પાડી. તન્મય એ કહ્યુ,"તું જેવી રીતે તારા ઘરે સૂતી હોય એવી રીતે તને અહી સૂવા ના મળતું હોય. એટલે પણ ઉંઘ ના આવે." નિયતિ એ તન્મય ને કહયું,"મારી પાસે એક મોટું બ્લેન્કેટ છે. ઠંડી હોય કે ગરમી હું એને હંમેશા સાથે લઇને જ સૂઇ જઉં છું." તન્મય એ કહ્યુ,"હા તો તને અહી પણ મોટું બ્લેન્કેટ આપી દઇશ એ લઇને સારી રીતે સૂઇ જજે." ખરેખર તો નિયતિ ને બ્લેન્કેટ નહીં કોઈ બીજા ને ગળે મળીને સૂવું હતું. પણ એ બરાબર પણ ન હતું. જેના પર આપણો અધિકાર નથી એના શરીરને તે વ્યક્તિ ની મરજી વગર અડવુ ના જોઇએ અને આ વાત નિયતિ ઘણી સારી રીતે સમજતી હતી.

નિયતિ મોટું બ્લેન્કેટ લઇ એના પર હાથ પગ નાખી સૂઇ ગઇ. આજે નિયતિ ને ઘણી જ સારી ઉંઘ આવી. એ સવારના દશ વાગ્યા સુધી સૂતી જ રહી. જયારે એણે ઉઠીને જોયું તો તન્મય બેડ પર ન હતો. એ રસોડામાં ગઇ તો ત્યાં તન્મય ચા બનાવી રહયો હતો. તન્મય એ નિયતિ ને જોઈ ને પૂછયું,"આજે ઘણું મોડે સુધી સુતી રહી?" નિયતિ એ કહયું,"હા, ઘણી સરસ ઉંઘ આવી હતી." તન્મય ચા લઈને લિવિંગ રૂમ માં ગયો બધાએ ચા પીધી. આજે ફરી વિડીયો શૂટ કરવાનો હતો. તેથી ફટાફટ જમવાનું બનાવી અને જમી લીધું. નિયતિ એ વિડિયો માટે અલગ અલગ કપડા બદલી ને તન્મય ને બતાવ્યાં પણ તન્મય ને એકપણ ના ગમ્યા. આખરે નિયતિ એ બ્લેઝર પહેરવાનું નકકી કર્યું.

નિયતિ તૈયાર થઈ ને વિડીયો શૂટ માટે કેમેરા સામે ઉભી થઈ ગઈ. હજુ વિડીયો શરૂ જ થયો હતો ત્યાં જ તન્મય ના ફોન પર રીંગ વાગી. તન્મય ની વાત પરથી લાગ્યું કે એ પલક નો ફોન હતો. નિયતિ એ આ વખતે પોતાના મનને કાબુ માં રાખી લીધું હતું. પલક તન્મય ને બોલાવી રહી હતી. તન્મય એ ફોન પર જ એને ના પાડી દીધી કે,"હું કામ માં છું હમણાં નહી આવી શકું." આ સાંભળી નિયતિ ને થોડું સારું લાગ્યું. તન્મય એ ફરી ફોન પર કહયું,"મારાથી નહી અવાય હું વિડીયો શૂટ કરૂ છું." પલક એ તો પણ જીદ ના છોડી એ બોલાવતી જ રહી. તન્મય એ કહ્યુ કે,"ઠીક છે હું થોડી વાર પછી આવું છું." નિયતિ ત્યાં જ ઊભી ઊભી બીજી બાજુ મોં કરી સાંભળી રહી હતી. પલક ન માની તે ના જ માની અને છેવટે તન્મય એ જવું પડયું. તન્મય નિયતિ ને કહેતો ગયો કે,"હું થોડી વાર માં આવું છું તુ વિવેક ને અહી ઉભો રહેવા કહી દે અને તુ બોલવાનું શરુ કરી દે." નિયતિ એ હા પાડી. તન્મય ચાવી લઇને ફટાફટ ચાલ્યો ગયો.

નિયતિ વિચારવા લાગી કે, "પલક ની જગ્યાએ હું હોત તો પણ શું તન્મય આ રીતે જ કામ મૂકી ને મારી પાસે આવી જાત? પણ હું આટલી જીદ તો ના જ કરૂં જેમા સામે વાળા એ પોતાનું કામ મૂકી ને ભાગવુ પડે."

નિયતિ એ વિવેક નો દરવાજો ખટખટાવ્યો. વિવેક એ દરવાજો ખોલ્યો. નિયતિ એ કહયું કે,"તન્મય બહાર ગયો છે તો તમે થોડી વાર માટે કેમેરા પાસે રહી શકો?" વિવેક એ કહ્યુ,"વાંધો નહીં મારા એક ક્લાયન્ટ નો ફોન આવે ત્યાં સુધી તો હું ફ્રી જ છું પછી જવુ પડશે."

વિવેક અને નિયતિ રૂમ માં આવ્યાં. નિયતિ નું presentation શરુ થયા ને હજી પાંચ મિનિટ પણ ના થઇ ત્યાં જ વિવેક ના ક્લાયન્ટ નો ફોન આવી ગયો તો એણે જવુ પડ્યુ. હવે નિયતિ એકલી જ કેમેરા ને સેટ કરી સામે ઉભી રહી જતી અને વિડીયો શૂટ કરતી. કલાક ઉપર થઇ ગયો પણ હજી તન્મય આવ્યો નહી. નિયતિ એ પોતાનું કામ ચાલુ જ રાખ્યું. થોડી વાર પછી તન્મય આવ્યો. ખૂબ જ જલદી માં આવ્યો હોય એવું લાગતું હતું. નિયતિ એ ત્યાં સુધી માં એક દિવસ નો કન્ટેન્ટ પૂરો કરી નાખ્યો હતો.

તન્મય એ નિયતિ ને કહયું,"પલક ની કાર પંચર થઇ ગઇ હતી. કારનું ટાયર બદલવાનુ હતું જે મારાથી જ થઇ શકે એટલા માટે જવું પડયું." નિયતિ એ તન્મય તરફ જોયું, નિયતિ પણ તન્મય ને આ બાબતે સામે બોલી શકતી હતી પણ એ તન્મય ને બે છોકરીઓ વચ્ચે પીસવા ન માંગતી હતી. છોકરાઓ એમ પણ બે વ્યક્તિ વચ્ચે ઘણી વાર પીસાતા હોય છે. કયારેક પત્ની અને મા વચ્ચે, કયારેક બહેન અને ગર્લફ્રેન્ડ વચ્ચે, તો વળી ક્યારેક બે ગર્લફ્રેન્ડ વચ્ચે.

નિયતિએ આ વાત ને ભૂલી કપડા બદલી નાખ્યા અને તન્મય ને વિડીઓ બતાવવા લાગી. તન્મય એ કહ્યુ,"હજુ પણ કન્ટેન્ટ બરાબર નથી અને વચ્ચે હિન્દી પણ બરાબર નથી અને આપણે ઉભા ઉભા જ વિડીયો કરવાના છે બેસીને નહી. તું રિહર્સલ કર જમવાનું હું બનાવી દઇશ પણ મને આ બરાબર જોઇએ." નિયતિ એ કહયું,"ઠીક છે કાલે ફરી કરી દઇશ. એમા આટલા ભડકો છો શું કામ?" તન્મય એ કહ્યુ,"હું કયાં ભડકુ છું મારો અવાજ જ આવો છે." નિયતિ એ કહયું,"ઠીક છે હું રિહર્સલ કરૂં છું પણ હું એકલી નહી કરૂં તમારે સાંભળવું પડશે." ઠીક છે એમ કહી તન્મય રસોડામાં રસોઇ બનાવવા ગયો.નિયતિ પણ એની પાછળ નોટ્સ લઇને ગઇ.

તન્મય જમવાનું બનાવતો અને નિયતિ એને બેઠી બેઠી સંભળાવતી. તન્મય જમવાનું બનાવતા બનાવતા ચમચા ને કઢાઈ સાથે જોર જોરથી ઠોકી રહયો હતો. નિયતિ એ હસતાં હસતાં પૂછ્યું, "આટલું કેમ ઠોકો છો??" તન્મય એ કહ્યુ,"એમ...જ, મજા આવે છે ઠોકવાની." નિયતિ તન્મય ના ગાંડા વેળા જોઇને હસવા લાગે છે. તન્મય એ કહ્યુ,"તું તો જયારે હોય ત્યારે મારા પર હસતી જ હોય છે." નિયતિ એ કહયું, "પણ તમે કરો જ એવું તો હસવું આવે જ ને, કયાંક ચમચો ઠોકવા લાગશો ને કયાંક વાંદરા ની જેમ આખાં ઘરમાં કુદવા લાગશો." આમ બંને હસવા લાગે છે અને આખું વાતાવરણ ખુશી માં ફેરવાય જાય છે. એક ફિલ્મી સીન જેવું બની જાય છે.

તન્મય ની રસોઇ બની ગઇ પછી ત્રણેય ફરી જમવા બેઠા. આજે નિયતિ કાલ કરતા વધારે ખુશ હતી અને કેમ ના હોય આજે એણે પલકનો ફોન આવ્યા છતાં પણ ઇર્ષા ન કરી. તો પોતાના મન સામે એક જંગ તો જીતી ને. નિયતિ અને તન્મય સૂવા પડયા. તન્મય દર વખતે જલદી જ સૂઈ જતો. નિયતિ ને આજે ફરી ઉંઘ નહી આવતી હતી. આજે એનાથી રહેવાયુ નહી. કોઈ માણસ કયાં સુધી મનને કાબુ માં રાખી શકે? અને જયારે પોતાને જ ગમતી વ્યક્તિ બાજું માં સૂતી હોય તો તો જાણે આપણું મન ચૂંબક ની જેમ આકર્ષાય છે. એણે પડખું ફેરવી તન્મય ની છાતી પર હાથ મૂકી જ દીધો.
નિયતિ ને તન્મય ના દિલ ની ધડકન ખૂબ જ સારી રીતે મહેસુસ થતી હતી. એવું લાગતું હતું કે જાણે નિયતિ નો છાતી પર હાથ પડતાં જ તન્મય ના દિલ ની ધડકન વધી ગઇ હોય. તન્મય એ ધીરે થી નિયતિ નો હાથ બાજુ પર મૂકી દીધો અને પડખું ફેરવીને સૂઇ ગયો.

નિયતિ માટે આટલું પણ ઘણું હતું. એ દરેક વસ્તુ માં ખુશી શોધવાનું શીખી ગઇ હતી. દરેક વસ્તુ માં એ પોઝિટીવ વિચારતી. આજે પણ એણે એ જ વિચાર્યું કે ભલે થોડી વાર માટે પણ મારો હાથ તન્મય ના દિલ પર તો હતો. આમ એ ખુશ થઈ સૂઇ ગઇ.

સવાર પડી અને નિયતિ ને અચાનક યાદ આવ્યું કે રાત્રે એણે તન્મય ની છાતી પર હાથ મૂકયો હતો. તો આજે એ વાત ને લઇને તન્મય નિયતિ ને કઇ બોલશે તો નહી ને? અને બોલશે તો? હું બીજી વાર કયારેય એમને અડી પણ નહી શકું. શું થશે???

તન્મય આ બાબતે નિયતિ ને શું કહે છે, એ પછીના ભાગમાં જોઇશું.

મને અનુસરવાનું અને અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.
આભાર.