જરૂરી નથી કે દુનિયાના બધા જ પ્રયોગાત્મક પુરુષો લાગણી શૂન્ય હોય છે અને જરૂરી પણ નથી જ કે સૂક્ષ્મ જગત ને લગતી બધી જ સમસ્યાઓ એક માત્ર આધ્યાત્મિકતાથી જ ઉકેલી શકાય .જો માનવીની પ્રયોગાત્મક બુધ્ધિ સનમાર્ગી હોય તો તે સૂક્ષ્મ જગત ના મહાકાય પ્રશ્નોને પણ તે પુરુષ પોતાની પ્રયોગાત્મક બુદ્ધિથી ઉકેલી શકે છે .તેમાં જરાય સંદેહ નથી અને જરાય સંશય નથી. રોમન ગમે તેટલો પ્રેક્ટીકલ મેન હતો પરંતુ તેની બુદ્ધિ સનમાર્ગી હતી અને તે અન્યો નું અહીત કર્યા વગર જ પોતાનું હિત સાધવા માં વિશ્વાસ પણ રાખતો હતો. રોમન તેનુ વૉલેટ પાછું ડ્રોવર માં મૂકે છે અને લસ્સિ ની સામું જોઈને બોલે છે કે પ્લીઝ તું કોઈ ઉધમ ના મચાવતી .કારણ કે રોમન જાણતો હતો કે લસ્સિ ભારતીય મૂળની છે અને તેમાં પણ હિંદુ પરિવારની છે એટલે એ આ પ્રશ્નને આધ્યાત્મિકતાથી સોલ કરવાનો પ્રયત્ન અવશ્ય કરશે જ અને સંભવ છે કે તેમા ને તેમાં કેટલાક ઉઠાવગીર તાંત્રિકો અને પોતાની જાતને કેવડાવતા યોગીઓ નો પણ જીવનમાં ત્રાસ ઊભો થશે જ. જોકે રોમન ને લસ્સિ માટે પણ એ જ ઘડીએ માન ઉપજયુ હતું કે જ્યારે લસ્સિ ખખડતા જુમમર ને જોઈને એક જ સેકન્ડમાં કહી દીધું હતું કે ઈટ્સ અ ઘોસ્ટ .રોમન જાણતો હતો કે લસ્સિ સિવાય બીજી કોઈ સ્ત્રીને અનુમાન લગાવવા માટે પણ થોડોક સમય તો લાગતે જ . રોમન લસ્સિ ની સામું જુએ છે અને હસી પડે છે .અને તેના બેડ ઉપર આવીને બેસી જાય છે .રોમન સૂર્યોદય ની પ્રતીક્ષા કરી રહ્યો છે અને પ્રકાશની ગંધ પરખવાનો પ્રયત્ન કરી રહ્યો છે .થોડીવાર પછ રોમને ધ્યાન પૂર્વક સુઘયુ અને બોલ્યો its મોર્નિંગ.
રોમન ઉભો થઈ ને જાતેેેે જ ચાહ બનાવવા કિચનમાં જવા જાય છે અને તે માનસિક રીતે તૈયાર પણ હતો જ કે કિચનમાં પણ કોઈક વસ્તુ તો વાઇબ્રેટ થશે જ. પરંતુ રોમન નો અંદાજો ખોટો હતો. રોમન શાંતિ પૂર્વક ચા બનાવી લે છે ત્યાંં સુધી તો કઈ નથી પરંતુ અચાનક જ રોમન ગભરાય છે અનેે વિચારે છે કે જો એ અહીં કીચન માં મારી આસપાસ નથી તો શું એ મારા બેડરૂમમાં લસ્સિ ની આસપાસ છે? આમ વિચારીને રોમન ચાા છોડી ને દૌડિ તેેના બેડરૂમમાં લસ્સિ પાસે જાય છે. પરંતુ લસ્સિ તો શાંતિ પૂર્વક સુતી હતી.રોમન તેના બેડરૂમમાં આમતેમ જોઇ ને તેનાંં બાળકો ના રૂમનો દરવાજો જોરથી ખોલે છે. જેના અવાજથી રોમન ના બાળકો જાગી જાય છે.અને રોમન નેે વ્હાલથી કહેેે છે ગુડ મોર્નિંગ પાપા . રોમન પણ હાશકારો લઈ ને તેના બાળકોને કહે છે સેમ યુ માય ચાઈલ્ડ.
રોમન ની સૂંઘવાની શક્તિ ગજબની છે એ ફરીવાર કિચનમાં તેની ચા લેવા જાય છે ત્યાં જ એ ચાહ ને કપ મા કાઢતા કાઢતા સુઘવા નો પ્રયત્ન કરેે છે.અને તેને મરેલા ઉંદર ની ગંધ realise થાય છે . રોમન એકાગ્ર થઈ ને ગંધની દિશાને સમજવા નો પ્રયત્ન કરેે છે.અને ધીમા અવાજે બોલે છે ઓહ આઈ સી. રોમન ફરીથી તેેની ચાહ ત્યાં ને ત્યાં જ મૂકે છે અને તેના બંગલાની મેઈન ડ્રેનેજ લાઈન બાજુ દોડે છે. રોમન તેના બંગલા થી તેના મેઈન ગેટ સુધી ની ડ્રેનેજ લાઈન નુ કવર ખોલીને તેમાં નીચે ઉતરે છે.અને બીજી જ સેકન્ડે્ તેનું નાક દબાવીને બહાર આવી જાય છે. રોમન તેના બંગલા ની અંદર ની ડ્રેનેેજ મા ફરીથી મોહ ઉપર કપડું લપેટીને ડ્રેનેજ માં ઉતરે છે.અને દસ જ મિનિટમાં તેના મેન ગેટ પાસે નુ ડ્રેનેજ કવર ઉઘાડીને તેમાંથી એક એક કરીનેેે ચાલીસેક જેટલા મરેલાા ઉંદરો બહાર ફેકે છે.