DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 19 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 19

0 રોમન લસ્સી ને કહે છે એ બધી વાતો અત્યારે વિચારવાની જરૂર નથી ફક્ત એટલું જ વિચાર હતી આ પ્રોબ્લેમ કેવી રીતે સોલવ કરવો .લસસી પણ ખખડતા ઝુમ્મર ની સામે જોઈને રોમન ને કહે છે કે પરંતુ આ માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ શેની આવે છે?
રોમન કહે છે she was pregnant when she died.
લસસી રોમન ને કહે છે હાઉ કેન યુ સે કે ઈટ ઈઝ સી, maybe it is he.

રોમન કહે છે i know it is she.

લસસી પૂછે છે who is she.

એટલે રોમન લસસી ની સામે જોઈ ને લસસી બીલીવ નહીં જ કરે તેવુ માનીને લસ્સિને કહે છે કોબ્રા, she is female કોબ્રા.

રોમન ના બેડરૂમ ની વોલ ક્લોક માં ચાર બઝર વાગે છે અને રોમન તેના મનમાં બોલે છે ચાર વાગ્યા.

અચાનક જ ઝુમ્મર ખખડતુ બંધ થાય છે અને અચાનક જ દુર્ગંધ પણ આવતી બંધ થાય છે.અને અચાનક જ રોમનના બેડરૂમમાં નેચરાલીટી ફરીથી છવાઈ જાય છે.

લસ્સિ તેની છાતી પર હાથ મૂકીને કહે છે i think its ગોન રોમન.

રોમન લસ્સિ થી થોડોક દૂર થાય છે અને તેના બંને ઘૂંટણો પર માથું મૂકીને બોલે છે ખબર નથી કઈ મુસીબતમાં ફસાઈ ગયો છું.

લસ્સિ રોમન ની વાત પર થોડીક શંકા કરતા કરતા રોમન ની પાસે જાય છે અને રોમન ને શંકા ભરેલા સ્વરમાં પૂછે છે કે કોબ્રાના પણ ઘોસ્ટ હોય છે.

રોમન લસ્સિ પર અકળાય છે અને લસ્સિ
ને કહે છે કેમ ghost બનાવવાનો ઇજારો ખાલી માનવીઓ પાસે જ હોય છે?
લસ્સિ શાંતિ પૂર્વક રોમન ને કહે છે ઓકે ઓકે ગુસ્સે ના થા પણ મને આખી વાત તો તું કર કે આ બધું કેવી રીતે થયું?


રોમન આફ્રિકાના જંગલ થી લઈને પ્રોફેસર અલી કોચર સાથેના વાર્તાલાપ સુધીની આખી વાત લસ્સિ ને કહી સંભળાવે છે .પ્રોફેસર અલી કોચર વાળી વાત સાંભળીને લસ્સિ ને પણ થોડોક વિશ્વાસ બેસે છે કે હા મે બી પશુઓના પણ પ્રેત હોય શકે છે .
લસ્સિ એ રોમન ને પૂછ્યું કે પ્રોફેસર અલી કોચરે તને કોઈ સોલ્યુશન તો બતાવ્યું જ હશે ને?

રોમને કહ્યું ના તેમણે તો હાથ ઊંચા કરી દીધા છે .પરંતુ એક ફોન નંબર મને આપ્યો છે ત્યાં કાલે જઈને મળવાનું છે.
લસ્સિ એ પૂછ્યું શું નામ છે તેમનું.
રોમન ને કહ્યું ગૌતમ ,ગૌતમ સીસા.
લસ્સિ એ કહ્યું હું પણ તારી સાથે કાલે મિસ્ટર સીસાને મળવા માટે આવીશ.
રોમને કહ્યું વેલ અત્યારે તો સુઈ જા, કાલની વાત કાલે.
લસ્સિ રોમન ની સામે ભયભીત થઈને જોતા જોતા સૂવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને નિદ્રા નથી આવતી છેવટે લસ્સિ રોમન ની પાસે જાય છે અને તેને લપેટાઈ જાય છે.અને થોડી જ વારમાં લસ્સિ ના નસકોરા બોલવા ના ચાલુ થઈ જાય છે.
રોમન હળવે રહી ને લસ્સિ નું માથું લસ્સિના ઓશિકા પર મૂકે છે અને એકલો એકલો વિચારોમાં ઘૂમરાયા કરે છે.આની પાછળ પણ એક જ કારણ હતું કે રોમન એકમાત્ર એવો માણસ હતો કે જે99 પોઇન્ટ 99 પરસેન્ટ પ્રેક્ટીકલ હતો. બાકી મોટા ભાગના લોકો પાંચ દસ ટકા જેટલા તો ડિવાઇન હોય છે જ. પરંતુ રોમન પૂર્ણ પ્રયોગાત્મક પુરુષ હતો એટલે એને મોટાભાગના લોકોની વાતો બક્વાસ જ લાગે એ પણ સ્વાભાવિક હતું અને એટલે જ રોમન વૈચારિક પરિસ્થિતિઓમાં એકલો પણ પડી જતો હતો.
રોમન તેના ડ્રોવર માં થી તેનુ વોલેટ કાઢે છે અને તેમાંથી ગૌતમ સીસા નો ફોન નંબર કાઢે છે અને તેના પર તેની આંગળી પછાડીને વિચારતો વિચારતો બોલે છે આઈ એમ કમિંગ મિસ્ટર સીસા.