લાગણીની સુવાસ - 46 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 46

પ્રેમની પળો ઓછી જ પડે અને વિરહ એનુ તો કહેવુ જ શું ? મયુર અને ભૂરી પણ ભારે હૈયે અલગ થયા... નયનાબેન ને પણ ઘણુ કામ હતુ એટલે એ પણ ભૂરીને મૂકવા ન જઈ શક્યા.. અને મહૂરત જોવાઈ ગયુ એટલે મયુર પણ મૂકવા ન જઈ શક્યો ભૂરીને એકલી ડ્રાઈવર સાથે મોકલવામાં આવી અને ભૂરી ગઈ એના બે દિવસ પછી આર્યને પણ અમદાવાદ બોલાવી દિધો... મયુર અને આર્યન બન્ને માટે વિરહ નો સમય ચાલુ થયો હતો એમ કહીએ તો પણ ચાલે.. બન્ને ઘરોમાં લગન ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી હતી... ભૂરીને ખૂશ જોઈ ઘરના બધા જ ખૂશ હતાં... રામજી ભાઈ પણ કંઈજ બાકી ન રહી જાય એ વારંવાર ચેક કરી કરી લિસ્ટ બનાવતા જરુર પડે ત્યાં નર્મદાબેન અને શારદા બેન ની સલાહ લેતા.. પોતાની મોટી દિકરીના લગન હોય તેમ રામજીભાઈના મન પર ભાર પણ હતો.. એમના મને તો ભૂરી અને મીરાં સરખા જ હતાં..
લગનમાં બે જ દિવસની વાર હતી .. લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ હતી . મીરાં ને ભૂરી બન્ને બ્યુટી પાર્લરના કામે બહાર ગયા હતાં.. આ બાજુ આર્યન મીરાંને ફોન પર ફોન કરતો હતો પણ મીરાંનો ફોન જ ન્હોતો લાગતો આર્યન ને ગભરામણ વધતી હોય એમ લાગ્યુ.. એને ડર હતો કે ચતુર દ્રારા મળેલ ધમકી સાચી ન પડે...(ભૂરીના સગાઈના દિવસે આર્યન ને એક લેટર વાળુ કવર મળ્યુ હતું... બધા જ મહેમાન એ આપેલ કવરની વચ્ચે એ અલગ પડતુ હતું... કેમકે કવરનો રંગ કાળો હતો.. કોઈ જુએ નઈ એ રીતે આર્યને એ સંતાળી દિધુ સગાઈ પછી બીજા દિવસે એ કવર એને યાદ આવતા એણે ખોલ્યુ... એમાં થી એક ચિઠ્ઠી નીકળી.
." આ કવરના જેમ તમારા બધાની જીંદગી કાળી કરી નાખીશ.. નામ તો ખબર જ હશે..." આ પ્રમાણે એમાં લખેલુ હતું.. આર્યને આ વાત બધાથી છુપાઈ ... જેથી ઘરનું વાતવરણ બગડે નહીં... આ જ મીરાં નો ફોન ન લાગતા એ રઘવયો થઈ ગયો.. ત્યાં જ ફોન ની રીંગ વાગી.. મીરાંનો ફોન હતો..આર્યનના જાણે જીવમાં જીવ આવ્યો..એણે તરત ફોન ઉપાડ્યો..ને બોલ્યો..
" મીરુ..... તું ફોન કેમ ન્હોતી ઉપાડતી... ચિંતા થતી.. તી.."
" ઓ... આટલી બધી ચિંતા આરુ.. પાર્લરમાં હતી અહીં નેટવર્ક પ્રોબ્લેમ હતો..સોરી. "
" હા , પણ ફોન તારે જોડેજ રાખવાનો.. પ્લીસ સમજ.. "
" ઓ..કે.. બસ હવે ધ્યાન રાખીશ.. "
" ભાઈના લગન થઈ જાય પછી હું તો મમ્મીને કહી જ દઈશ તારાને મારા વિશે.. હવે જુદા પડવુ નઈ ગમતુ.. "
" આરુ પહેલા આ મેરેજ તો પતવા દે હું પણ ઘરે કહી દઈશ તું ચિંતા ન કર હવે.. "
" ચિન્તા તો હું કરીશ મારો હક્ક છે.. "
" ઓ..કે . લવ યુ..😘હવે અમે ઘરે જઈએ છીએ.. હું ઘરે જઈ વાત કરુ "
" લવ યુ.. ટુ 😍😘 જલ્દી કરજે ફોન બાય.. "
" બાય.. "
આર્યન એ ફોન મૂક્યોને પાછળ ફર્યો ત્યાં.. એ મયુરને ભટકાઈ ગયો.. એટલે ડરતા ડરતા બોલ્યો..
" સૉરી ભાઈ.. હું જાવ .. નીચે.. "
" એ... કોને લવ યુ.. લવ યુ.. કે તો તો.. "
" એ...તો.. "
" મીરાં હતી.. ને "
" ભાઈ.. તું પણ.. "
" મને એમ તું લાઈક કરે છે વાત લગન સુધી આવી ગઈ તે કિધુ એ નઈ મને.. "
" ભાઈ..... પ્લીસ.. "
" હું વાત કરીશ મમ્મીને બસ.. "
" ઓ... ભાઈ.. તું મસ્ત છે...😘 "કહી આર્યન મયુરને ભેટી પડ્યો..
બન્ને મજાક મસ્તી કરતા કરતા પાછા કામે લાગ્યા..
ક્રમશ: