Taras premni - 46 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૪૬



મેહા એના ફ્રેન્ડસ પાસે ગઈ અને એ લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવાર પછી બધાં જમવા લાગ્યા. મેહા અને મેહાનો પરિવાર ઘરે પહોંચે છે. બધા ખૂબ થાકી ગયા હતા એટલે સૂઈ જાય છે.

બીજા દિવસે સવારે મેહા ઉઠે છે. નાહી ધોઈ ચા નાસ્તો કરે છે. મેહા બહાર બેઠાં બેઠાં રજત સાથે વિતાવેલી પળોને યાદ કરી રહી હતી. રજત મારી લાઈફમાં આવ્યો ત્યારબાદ જીંદગી કેટલી સુંદર લાગતી હતી. અને અત્યારે જીંદગી કેટલી ઉદાસ લાગે છે. ક્યાં સુધી હું રજતની રાહ જોઈશ. શું ખબર રજત કરતાં કોઈ મને બેટર મળી જાય. જે મારું ધ્યાન રાખે. મેહા શું આખો દિવસ રજત વિશે વિચાર્યા કરે છે. હવે તો સેલ્ફ રિસપેક્ટ જેવું પણ કંઈ રહ્યું નથી. મેહા તું રજતના પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ કે સેલ્ફ રિસપેક્ટ ગુમાવી દીધી. સેલ્ફ રિસપેક્ટ મેળવવા તારે જીંદગીમાં આગળ વધવું જોઈએ.
તારે રજત,રજતની યાદો અને એના પ્રેમમાંથી બહાર નીકળવું પડશે. I think હવે મારે મુવ ઓન કરવું જોઈએ.

મેહા બપોરે જમીને સૂઈ ગઈ. ઉઠીને એકાદ મુવી જોઈ. મેહાએ વિચાર્યું કે ઘરે બેઠાં બેઠાં કંટાળી જઈશ. તેના કરતા બેટર છે કે ફ્રેન્ડસને લઈને ક્લબમાં જાઉં. રજત અને ભાઈની સગાઈને લીધે કેટલાય સમયથી ક્લબમાં નથી જવાયું. મેહા એના ફ્રેન્ડસને ફોન કરે છે.

મિષા,રૉકી,નેહા,પ્રિયંકા,મેહા બધાં ડાન્સ કરી રહ્યા હતા. થોડીવાર ડાન્સ કરી બધાં ડ્રીન્ક કરી રહ્યા હતા. મેહાએ આસપાસના લોકો તરફ એક બે નજર કરી. ઘણાં યુવકો મેહા તરફ આકર્ષાયા હતા. કેટલાંકે મેહા સાથે આમતેમ વાતો કરી. એમાંથી એક યુવક મેહાને મેચ્યોર લાગ્યો. મેહાએ એ યુવક સાથે દોસ્તી આગળ વધારવા વિચાર્યું. મેહાની બાજુમાં જ પેલો યુવક બેસી ગયો.

મેહા:- "Hi શું નામ છે તમારું?"

એ યુવકે પોતાનું નામ મયંક જણાવ્યું.

મેહા વિચારતી હતી કે "ચાલો મયંક સારો છોકરો છે. એ તને ખુશ રાખશે. મયંક સાથે થોડો સમય વિતાવું. ને અહીં ડિસ્ટર્બ કરવાવાળું પણ કોઈ નથી. Thank God કે રજત અહીં નથી." એમ વિચારી મેહાએ મયંકને ડ્રીક વિશે પૂછ્યું. બંને કોલ્ડડ્રીક પીવા જતા જ હતા કે મેહાની નજર રજત પર પડી.
મેહા મનોમન કહે છે " શૈતાન કા નામ લિયા ઔર શૈતાન હાજીર...મેં હમણાં જ મુવ ઓન કરવાનું વિચાર્યું જ કે રજત સામે આવી ગયો. હવે રજત મને ડિસ્ટર્બ કર્યાં વિના નહીં રહે."

રજત મેહા પાસે જાય છે.

રજત:- "Hi મેહા."

મેહા:- "Hi રજત."

મેહા મયંક તરફ જોઈને કહે છે "મયંક મારી સાથે ડાન્સ કરીશ?"

મયંક:- "Why not?"

મેહા:- "રજત Bye...પછી મળીએ."

રજત મેહાનું આ પ્રકારનું વર્તન જોઈ રહ્યો. રજત સમજી ગયો કે મેહા મને જેલીસ ફીલ કરાવવાની કોશિશ કરે છે.

મેહા મયંક સાથે ડાન્સ કરતી હતી. મેહાને એમ કે રજત મને અને મયંકને જોઈને જલન ફીલ કરશે પણ એવું કંઈ થયું નહીં. રજત તો ડાન્સ કરવામાં બિઝી હતો. રજત સાથે કેટલીક છોકરીઓ પણ આવી ડાન્સ કરવા. મેહાને બિલકુલ ન ગમ્યું કે કોઈ છોકરી રજતની આસપાસ પણ ફરે. મેહાને થોડી જલન થઈ.

મેહા અને રજતના ફ્રેન્ડસ એકબીજાને Hi કરે છે.

રૉકી:- "યાર બહુ સમય પછી બધા ફ્રેન્ડસ મળ્યા."

મિષા:- "હા યાર ચાલો કંઈક ખાવા જઈએ."

મેહા:- "મયંક ચાલ અમારી સાથે."

"તમે જાઓ. પછી કોઈક વખત તમારી સાથે ચોક્કસ આવીશ." એમ કહી મયંક જતો રહે છે.

બધા નાસ્તો કરવા ગયા.

રજતે મેહાને ધીમેથી કાનમાં કહ્યું "મને યુવતીઓ સાથે જોઈને જલન થઈ ને?"

મેહા:- "એવું કંઈ નથી."

રજત:- "થોડીક તો જલન થઈ હશે."

મેહા:- "ના થોડીક પણ નહીં."

રજત:- "Are you sure?"

મેહા:- "હા એકદમ શ્યોર."

રજત:- "અચ્છા તને જલન નથી થતી તો હું ગર્લફ્રેન્ડ બનાવી શકું રાઈટ?"

મેહા:- "હા બનાવી શકે છે."

રજત:- "તને કોઈ ફરક નહીં પડે ને?"

મેહા:- "મને તો કોઈ ફરક નહીં પડે પણ લાગે છે કે તને ફરક પડી રહ્યો છે."

રજત:- "મને શું કામ ફરક પડવાનો?"

મેહા:- "તું આટલી બધી પૂછપરછ કરે છે એટલે."

રજત:- "એ તો બસ હું કન્ફર્મ કરવા માંગતો હતો એટલે."

રજતને થોડું આશ્ચર્ય થયું કે મેહાને સાચે જ ફરક નથી પડતો.

રજત ઘરે પહોંચે છે. રજત થોડો ડિસ્ટર્બ થઈ ગયો કે મેહાને ફરક નથી પડ્યો. રજત વિચારે છે કે ક્યાંક મેહાએ મુવ ઓન તો નથી કરી લીધું ને? નહીં મેહા આટલી આસાનાથી મુવ ઓન નહીં કરી શકે.
ક્રીના અને નિખિલની સગાઈ પછી બંને પરિવારો એકબીજાના ઘરે લંચ કે ડિનરનો પ્રોગ્રામ બનાવતા રહેતા. એટલે રજત અને મેહાને મળવાનું થતું રહેતું.
જો કે મેહાની મયંક સાથે દોસ્તી વધી ગઈ હતી. મયંક બીજા યુવકો જેવો બિલકુલ નહોતો. મયંક ખૂબ સમજદાર હતો.

એક સાંજે મેહા મયંક સાથે ક્લબમાં હોય છે. રજત અને મેહાના ફ્રેન્ડસ પણ હોય છે. મેહા એના ફ્રેન્ડસને મયંક સાથે પરિચય કરાવે છે.

મેહા:- "મયંક તે દિવસે સરખી રીતના બધા સાથે તારી ઓળખાણ નહોતી કરાવી. મયંક આ રજત છે પણ બધા એને RR થી ઓળખે છે. રજત આ મયંક છે."

રજત મયંક સાથે હાથ મિલાવી Hi કહે છે.

મયંક પણ હાથ મિલાવી Hi કહે છે.

થોડીવાર પછી બધાં ડાન્સ કરે છે. મયંક મેહા સાથે ડાન્સ કરી રહ્યો હતો. મેહા નું ધ્યાન ડાન્સમાં ઓછું અને રજત તરફ વધારે હતું. મેહા જાણવાં માંગતી હતી કે રજત જેલીસ ફીલ કરે છે કે નહીં? પણ રજત તો ડાન્સ કરવામાં જ વ્યસ્ત હતો. મેહાને રજત પર ગુસ્સો આવતો હતો. રજત મારા પર ધ્યાન કેમ નથી આપતો.

ઘરે જઈને પણ મેહા રજત વિશે જ વિચારે છે.
એક દિવસ મયંક મેહા સાથે ડિનર કરી રહ્યો હતો.

મયંક:- "મેહા હું તને કંઈક કહેવા માંગું છું."

મેહા:- "શું કહેવું છે?"

મયંક:- "મેહા હું તને જીવનસાથી બનાવવા માગું છું."

મયંકની વાત સાંભળી મેહા થોડી શોક્ડ થઈ ગઈ.

મેહા:- "મયંક મને વિચારવા માટે સમય જોઈએ છે."

મયંક:- "તને જેટલો સમય જોઈએ એટલો લઈ લે. મને કોઈ ઉતાવળ નથી."

મેહા:- "Thanks મયંક. મને સમજવા માટે."

મયંક અને મેહા ડિનર કરી ઘરે ગયા.
મેહા મયંક વિશે વિચારવા લાગી. મયંક હેન્ડસમ છે,જેન્ટલમેન છે અને ખૂબ સમજદાર છે. મારે મયંક સાથે લગ્ન કરી લેવા જોઈએ. હું મયંક સાથે ખુશ રહીશ. એકવાર મયંક સાથે લગ્ન થઈ જાય પછી બધું ઠીક થઈ જશે. લગ્ન થઈ જાય પછી રજત મને યાદ નહીં આવે. રજત મને ડિસ્ટર્બ નહીં કરે.

જો કે દરરોજ રજત અને મેહાની મેસેજથી વાત થતી રહેતી. મેહા અને રજત મેસેજથી વાત ઓછી કરતા અને આર્ગિવમેન્ટ વધારે કરતા.

મેહા અને મયંક એક કેફેમાં બેઠા હતા અને કોફી પી રહ્યા હતા.

મયંક:- "તો મેહા તે કંઈ વિચાર્યું?"

મેહા:- "શાના વિશે?"

મયંક:- "આપણાં વિશે."

મેહા:- "ઑહ હા મેં વિચારી લીધું છે."

મયંક:- "શું વિચાર્યું?"

એટલામાં જ ઘરેથી ફોન આવે છે. મેહા વાત કરે છે.
મયંક એ જાણવા માટે બેચેન હતો કે મેહાની હા હશે કે ના. મેહા મયંકના ચહેરાના હાવભાવને સમજી ગઈ હતી.

મેહા:- "એ છોકરી લકી હશે જેને તું જીવનસાથીના રૂપમાં મળશે."

મયંક:- "તારો શું વિચાર છે એ તો બોલ."

મેહા:- "હું તારી સાથે..."

મેહાના મોબાઈલમાં મેસેજની ટોન સંભળાય છે.
મેહાએ જોયું તો રજતનો મેસેજ હતો કે "ક્યાં છે?"

મયંક:- "મેહા જલ્દી બોલ. મારાથી રાહ નથી જોવાતી."

મેહા:- "હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું."

મયંક તો ખૂબ ખુશ થઈ ગયો.

મેહાએ રજતને મેસેજ કર્યો કે હું મયંક સાથે કેફેમાં છું.

રજત:- "સારું હવે જલ્દી આવ."

મેહા:- "કેમ? ઘરે તો છે ને બધાં."

રજત:- "હા પણ બધાં બિઝી છે. હું અહીં બોર થઈ રહ્યો છું. જલ્દી આવ."

મેહા:- "ઑર્ડર તો એવી રીતના આપે છે કે જાણે હું તારી ગર્લફ્રેન્ડ હોઉં."

રજત:- "તારે આવવું છે કે નહીં?"

મેહા:- "હા આવું છું. "

મેહા:- "મયંક ઘરેથી ફોન હતો. ઘરે રજતની બહેન અને એના મમ્મી પપ્પા ડીનર માટે આવ્યા છે. તો મારે જવું પડશે."

મયંક:- "રજત તારા ઘરે? લાગે છે કે રજતના પરિવાર અને તમારા પરિવાર વચ્ચે સારા સંબંધ છે."

મેહા:- "ભાઈના લગ્ન રજતની બહેન ક્રીના સાથે થવાના છે."

મયંક:- "ઑહ I see. Ok તો પછી મળીયે."

મેહા:- "ઑકે bye."

મેહા ફટાફટ ઘરે પહોંચે છે.

મેહા ઘરે પહોંચે છે તો રજતની ફેમિલીવાળા આવી ગયા હતા. થોડીવાર વાત કરી મેહા પોતાના રૂમમાં જાય છે. કબાટમાંથી જીન્સ અને ટી શર્ટ લઈ મેહા શાવર લેછે. મેહા શાવર લઈને બહાર આવી તો રજતને પલંગ પર સૂતેલો જોય છે.

રજત:- "લાગે છે મેડમ મયંક સાથે બહુ બિઝી હતા."

મેહા:- "હા મયંક સાથે બીઝી તો રહેવું જ પડશે ને. કેમ કે હું અને મયંક બહુ જલ્દી લગ્ન કરવાનાં છે."

મેહાની વાત સાંભળી રજતને થોડો ઝટકો લાગ્યો.

મેહા:- "શું થયું? ઝટકો લાગ્યો ને?"

રજત:- "નહીં તો?"

મેહા:- "ઝટકો નથી લાગ્યો તો મારી અને મયંકની વાત સાંભળી શોક્ડ કેમ થઈ ગયો?"

રજત મેહાને પોતાની નજીક ખેંચી ને મેહાની કમર પર હાથ મૂકી કહે છે "એ તો હું વિચારતો હતો કે મયંક સાથે લગ્ન કર્યાં પછી આપણે કેવી રીતના મળીશું?"

મેહા:- "હું અને તને મળવા આવીશ? તે વિચારી પણ કેમ લીધું કે હું તને મળવા આવીશ..."

રજત:- "મેહા તું લગ્ન ભલે ગમે તેની સાથે કરી લે પણ તું મારા વગર રહી જ ન શકે. મારી સાથે વાત કર્યાં વગર તો તને એક ક્ષણ પણ ચાલતું નથી. મારી સાથે વાત ન થાય તો તને ખબર છે ને તું ડિસ્ટર્બ થઈ જાય છે અને તારે ડિપ્રેશનની દવા લેવી પડે છે. તે ભલે નોટીસ ન કર્યું હોય પણ જ્યારથી તારી લાઈફમાં આવ્યો છું ત્યારથી તે સાઈકિયાટ્રિસ્ટ પાસે જવાનું બંધ કરી દીધું છે."

રજતના હાથ મેહાની કમર પરથી મેહાની પીઠ પર ફરે છે. મેહા રજતમા, રજતની વાતોમાં ખોવાઈ જાય છે. રજત જે રીતે મેહાને સ્પર્શ કરતો તે સ્પર્શમાં મેહા ખોવાઈ જતી. મેહાને પોતાનામાં ખોવાતી જોઈને રજત મેહાને વળગી પડે છે અને મેહાને પોતાની બાહુપાશમાં વધારે જકડે છે. મેહા પણ રજતને વળગી પડે છે. મેહાના હાથ રજતના વાળમાં ફરે છે.

રજત:- "તું મારા વગર રહી જ નહી શકે. હું તને સ્પર્શ કરું છું તે તને ગમે છે."

મેહા રજતથી અળગી થાય છે.

મેહા:- "I think આપણે બહાર જવું જોઈએ."

રજત અને મેહા બહાર નીકળે છે. બધાં ડિનર કરતાં કરતાં વાતો કરી રહ્યા હતા. નિખિલ અને ક્રીના ખૂબ ખુશ હતા. અને નિખિલ અને ક્રીનાને લીધે બંનેના પરિવારો ખુશ હતા.

જમીને બધા બાગમાં બેસી વાતો કરતા હતા.

રતિલાલભાઈ:- "નિખિલબેટા જાઓ તમે છોકરાંઓ થોડું ચાલી આવો."

પરેશભાઈ:- "મેહા જાઓ તમે પણ સાથે જાઓ. ત્યાં સુધી અમે થોડી વાતો કરી લઈએ."

ક્રીના,નિખિલ,મેહા અને રજત ચાલવા ગયા.

ક્રીના અને નિખિલ આગળ ચાલતા હતા. મેહા અને રજત પાછળ રહી ગયા.

રજત:- "તો મયંક સાથે લગ્ન પછી મળવાની ડીલ ફાઈનલ ને?"

મેહા:- "લગ્ન પછી હું તારી સાથે તો શું કોઈની પણ જોડે અફેર કરવાનું વિચારું પણ નહીં."

રજત:- "તો તું અત્યારે શું કરી રહી છે મયંક સાથે?"

મેહા:- "મતલબ શું છે તારા કહેવાનો?"

રજત:- "આપણાં લગ્ન તો થઈ ગયા છે ને?"

મેહા:- "તું તો નથી માનતો ને આ બધું."

રજત:- "હું નથી માનતો પણ તું તો માને છે ને."

મેહા:- "આપણી વચ્ચે પ્રેમ જ નથી રહ્યો પછી આવી બધી બાબતોમાં બીલીવ કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો."

રજત:- "કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રેમ નથી રહ્યો."

મેહા:- "તું મને લવ કરે છે? નથી ને? તો બસ વાત પૂરી."

રજત:- "પણ તું તો મને લવ કરે છે ને?"

મેહા:- "અત્યારે હું સમજવાની સ્થિતિમાં નથી. મારી સાથે શું થઈ રહ્યું છે તે મારે નથી જાણવું અથવા એમ કહી શકાય કે મને જ નથી ખબર કે મારી સાથે શું થઈ રહ્યું છે. જીંદગી જેમ નચાવે છે તેમ નાચું છું."

રજત:- "તને જીંદગી નહીં હું નચાવું છું એમ તું નાચે છે."

મેહા:- "હા અત્યાર સુધી તે તારા ઈશારા પર તો મને નચાવી છે."

રજત:- "મેં કહ્યું હતું તને નાચવા? નહીં ને? તો પછી?"

મેહા:- "સાચું કહ્યું તે. હું જ બેવકૂફ છું કે તારા પ્રેમમાં પડી ગઈ અને તું જેમ નચાવે તેમ નાચતી ગઈ."

રજત:- "હા એ તો તું છે જ. ચાલો કમસેકમ તે આ વખતે મારા પર તો Blame ન કર્યું."

મેહા:- "રજત તને જરા પણ ફર્ક નથી પડતો ને કે અત્યારે તારી આવી વાતોથી હું કેટલી હર્ટ થાઉં છું તે."

રજત:- "ના જરાય નહીં."

મેહા:- "રજત તું મને તડપાવે છે ને. જોઈ લેજે એક દિવસ એવો આવશે કે તું મારા માટે તડપીશ પણ હું તને નહીં મળું. તું મને જોવા માટે તડપીશ, તું મને પોતાની બનાવવા માટે તડપીશ, તું મને બોલાવીશ પણ હું તારી પાસે ક્યારેય નહીં આવું.
I wish કે હું તને હંમેશા માટે ભૂલી જાઉં."

રજત:- "હું તને ભૂલવા નહીં દઉં. રજત રઘુવંશીને કોઈ ભૂલી જ નહીં શકે."

મેહા કંઈ બોલતી નથી.

રજત:- "આપણે ક્યાં હતા...હા તો લગ્ન પછી મળવાની ડીલ ફાઈનલ ને?"

મેહા:- "રજત મેં તને કહ્યું તો ખરું. લગ્ન પછી તને તો શું બીજા કોઈને પણ મારી જીંદગીમાં આવવા નહીં દઉં."

રજત:- "તું અત્યારે એમ બોલે છે. પણ મને વિશ્વાસ છે કે તું મારી પાસે જ આવશે.મારું નામ પણ રજત રઘુવંશી છે."

મેહા:- "હું તારી પાસે નહીં આવું. તે મને તડપાવી છે એવી જ રીતે તું પણ તડપશે મારા માટે..."

રજત:- "તું મારી પાસે જરૂર આવશે."

મેહા:- "એ તો સમય બતાવી જ દેશે."

રજત:- "ઑકે જોઈએ તો."

ચારેય પાછા ઘર તરફ વળ્યા. રજત અને રજતનો પરિવાર ઘરે પહોંચ્યા.

બીજા દિવસે સવારે મેહાની આંખો ઉઘડી. મેહાએ નિર્ણય લઈ લીધો હતો કે પોતે મયંક સાથે ખુશ રહેશે. મેહા ચા નાસ્તો કરી બહાર બેઠી હતી.
મેહાએ મોબાઈલમાં જોયું તો રજત અને મયંકના મેસેજ હતા. મેહા મયંક સાથે ચેટિગ કરી રહી હતી.
રજતે મેસેજ કર્યો. "ઑનલાઈન હોવા છતાં રિપ્લાય ન આપવો I think મયંક સાથે ચેટિગ કરવામાં બિઝી છે મેડમ..."

મેહા:- "હા મયંક સાથે વાત કરું છું... શું પ્રોબ્લેમ છે તને?"

મયંક:- "Hey ક્યાં ખોવાઈ ગઈ?"

રજત:- "મને કંઈ પ્રોબ્લેમ નથી. તું અને મયંક શું વાતો કરો છો?"

મેહા:- "જો રજત ઑલરેડી આપણું બ્રેક અપ થઈ ગયું છે. હવે હું મયંક સાથે ખુશ રહેવા માંગું છું. તું મારી જીંદગીમાં દખલગીરી નહીં કરતો સમજ્યો?"

મેહાએ ફોન સાઈડ પર મૂક્યો. ફરી મેસેજની ટોન સંભળાઈ. મેહાએ મેસેજ જોયો.

મયંક:- "તો તું અને રજત રિલેશનશીપમાં હતા."

મેહા:- "Sorry મયંક. રજત સાથે ચેટિગ કરતી હતી. મેં આ મેસેજ રજતને કર્યો હતો પણ ભૂલથી તને સેન્ડ કરી દીધો. હા હું અને રજત કૉલેજમાં સાથે હતા. પણ હવે અમારી વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે."

રજત:- "હૅલો ક્યાં ખોવાઈ ગઈ?"

મેહા:- "રજત મારે તારી સાથે વાત જ નથી કરવી. તને ખબર પણ છે કે તારે લીધે શું થયું તે?"

રજત:- "હવે મેં શું કર્યું?"

મેહા:- "તને જે મેસેજ કર્યો તે ભૂલમાં મયંકને સેન્ડ કરી દીધો."

રજત:- "ઑહ સારું છે ને તો. I think આપણાં રિલેશન વિશે જાણીને મયંક પણ તારાથી દૂર થઈ જશે. પણ તું ચિંતા ન કર હું છું ને."

મેહા:- "તું છે એ જ તો પ્રોબ્લેમ છે."

રજતનો કંઈ રિપ્લાય ન આવ્યો. મેહાને થોડી ચિંતા થઈ. મેહા વિચારવા લાગી ગુસ્સામાં મેં ક્યાંક રજતને વધારે પડતું તો નથી કહી દીધું ને? 'તું છે એ જ તો પ્રોબ્લેમ છે' એવું કહેવાની શું જરૂર હતી. ક્યાંક રજત હર્ટ ન થયો હોય. મારી વાતનું એને ખોટું ન લાગ્યું હોય.

મેહાએ રજતને ધડકતા દિલે તરત જ ફોન કર્યો.
રિંગ પર રિંગ વાગી પણ રજતે ફોન જ રિસીવ ન કર્યો. મેહા બેચેન બની ગઈ. રજતે જોયું તો મેહાનો ફોન હતો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED