તરસ પ્રેમની - ભાગ ૪૫
રજત અને મેહા પાણીપૂરી ખાઈ છૂટા પડે છે.
મેહાને રજતની ટેવ પડતી જતી હતી. મેહાને હવે રજત વગર જીવવું અસંભવ લાગતું હતું. મેહાએ રજત સાથે મેસેજથી વાત કરી પછી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે મેહા ઉઠી ચા નાસ્તો કરે છે.
મમતાબહેન:- "ક્રીના અને રજત આવે એટલે તમે સાથે શોપિંગ કરી આવજો."
થોડીવારમાં જ રજત અને ક્રીના આવે છે.
મમતાબહેન:- "સારું થયું તમે આવી ગયા. ચાલો નાસ્તો કરી લ્યો."
નાસ્તો કરીને નિખિલે કહ્યું "ચાલો હવે જઈએ ને શોપિંગ કરવા?"
ચારેય શોપિંગ કરવા માટે ગયા.
ક્રીના અને નિખિલ તો ખુશીમાં ને ખુશીમાં શોપિંગ કરવામાં અને એકબીજામાં વ્યસ્ત હતા. મેહાની નજર બે ત્રણ ડ્રેસ પર હતી. મેહાને બે ડ્રેસ ખૂબ પસંદ આવ્યા. મેહા ડ્રેસ પેક કરાવતી હતી એમાંના એક ડ્રેસ માટે રજતે ના પાડી દીધી.
મેહા:- "રજત મને એ ડ્રેસ ખૂબ ગમે છે."
રજત:- "ડ્રેસ તો સારો છે પણ બેકલેસ છે. મને
બિલકુલ પણ પસંદ નથી."
મેહા:- "બેકલેસ છે તો છે મને નથી વાંધો તો તને શું વાંધો છે? અને ક્યાં હક્કથી તું મને ના પાડે છે? હું તો લઈશ જ."
રજત:- "લઈને તો જો."
મેહા:- "રજત શું વાંધો છે તને? અત્યારે તો ચાલે બધું. બધી છોકરીઓ આવા જ ડ્રેસ પહેરે છે. અને તારા વિચારો કેવા છે? એકદમ જૂના જમાનાના... તારા આ સંકુચિત વિચાર મને નથી ગમતા."
રજત:- "તારે જે વિચારવું હોય તે વિચાર ઑકે? પણ આ ડ્રેસ તો હું તને નહીં જ લેવા દઉં."
મેહા:- "શું કરવા લેવા નહીં દે? તું મારો બોયફ્રેન્ડ છે? હસબન્ડ છે? નથી ને...તો પછી તને શું પ્રોબ્લેમ છે?"
રજત:- "બોયફ્રેન્ડ તો નથી પણ હસબન્ડ તો છું ને? મંગળસૂત્ર પહેરાવ્યું હતું...સિંદૂર પૂરાવ્યુ હતું... યાદ છે ને?"
મેહા:- "એ તો તેવી પરિસ્થિતિ આવી અને મને બચાવવા બધું કર્યું હતું. હું એ બધું નથી માનતી."
રજતની નજર ડ્રેસો પર ગઈ. એમાંથી એક ડ્રેસ રજતને ખૂબ ગમ્યો. રજતે એ ડ્રેસને પેક કરવા કહી દીધું. મેહાએ જોયું તો ખરેખર એ ડ્રેસ ખૂબ સુંદર હતો.
રજત:- "પેલા બેકલેસ કરતા તો આ ડ્રેસ સારો જ છે સમજી?"
રજતે પણ પોતાના માટે કપડાં લીધા.
બધાંએ શોપિંગ કરી લીધી. ત્યારબાદ બધાએ નાસ્તો કર્યો.
ક્રીના,નિખિલ,મેહા અને રજતે પોતપોતાના ફ્રેન્ડસને સગાઈનુ ઈન્વીટેશન આપી દીધું હતું.
રજત મેહાને કોઈ ને કોઈ બહાને વાત કરતો અથવા મેસેજ કરતો રહેતો. સાંજે મેહાના હાથમાં મહેંદી મૂકાઈ ગઈ હતી. મેહા બહાર બેઠી હતી કે રજત મેહા પાસે આવ્યો. રજત મેહાને જોઈ જ રહ્યો. રજતે પહેલી વાર મેહાને પટિયાલા ડ્રેસમાં જોઈ હતી.
મેહા:- "રજત તું અત્યારે અહીં શું કરે છે?"
રજત:- "ચાલને બહાર થોડે સુધી ચાલવા જઈએ."
મેહા:- "ના ઘરે મહેમાનો આવ્યા છે. તું અત્યારે જા અહીંથી."
રજત:- "ચાલને હવે. મહેમાનો કંઈ તને શોધતા નથી આવવાના."
મેહા:- "મારે નથી આવવું. હાથમાં મહેંદી મૂકી છે."
રજત:- "જો તું નહીં આવે તો તારો મહેંદી વાળો હાથ પકડી લઈને તને લઈ જઈશ."
મેહા:- "મારી મહેંદી જરા પણ બગડી તો જોઈ લેજે."
રજત મેહાનો હાથ પકડવા જતો હતો.
મેહા:- "ઑકે આવું છું. ચાલ..."
બંન્ને ચાલતા ચાલતા જાય છે.
મેહા:- "ક્રીનાભાભી આવતીકાલ માટે એક્સાઇટિંગ હશે નહીં! આવતીકાલે એની ભાઈ સાથે સગાઈ છે એટલે બહું ખુશ હશે..."
રજત:- "હાસ્તો વળી... મેં એને આટલી ખુશ ક્યારેય નથી જોઈ. એ જેને ચાહતી હતી તે એને મળી ગયો."
મેહા:- "લકી હોય છે એ છોકરીઓ જેને પ્રેમ મળે છે."
રજત:- "ચાલ ત્યાં બેસીને કંઈક ખાઈએ."
મેહા:- "તારે ખાવું હોય તો ખાઈ લે. મારે નથી ખાવું."
રજત:- "ઑકે."
મેહા મનમાં જ કહે છે "એક નંબરનો ઈડિયટ છે. હાથમાં મહેંદી મૂકી છે તો હું કેવી રીતના ખાઈશ? રજતને જરા પણ ખ્યાલ ન આવ્યો કે પોતાના હાથો વડે ખવડાવી દે. ખવડાવવું જ નહોતું તો મને ફરવા જ શું કામ લઈ આવ્યો?"
રજત:- "તે કંઈક કહ્યું?"
મેહા:- "ના..."
રજત અને મેહા રેસ્ટોરન્ટમાં બેઠાં બેઠાં નાસ્તો કરે છે.
રજતે વેઈટરને એક મન્ચ્યુરનનો ઓર્ડર આપ્યો.
મેહા મનોમન કહે છે "કમસે કમ ખાવા માટે પૂછવા ખાતર તો પૂછી લેતે."
રજત તો મોજથી ખાવા લાગ્યો.
રજતે મેહા તરફ જોયું. મેહાના ચહેરાની નજીક ચમચી લઈ ગયો. મેહાએ મન્ચ્યુરન ખાધું.
બંનેએ મન્ચ્યુરન ખાઈ લીધું.
રજત:- "તારાથી બોલાતું નહોતું કે મારે પણ ખાવું છે."
મેહા:- "તારાથી પૂછાતુ નહોતું?"
રજત:- "તે તો કહ્યું કે ખાવું નથી."
મેહા:- "એ તો મેં એટલા માટે ના પાડી કે મારા હાથમાં મહેંદી લાગી હતી. અને તને એટલો ખ્યાલ ન આવ્યો કે બિચારીના હાથમાં મહેંદી લાગી છે તો કેવી રીતે ખાશે?"
રજત હસી રહ્યો અને કહ્યું "તું અને બિચારી?"
મેહા:- "રજત એમાં હસવા જેવી શું વાત છે? અને તું આવી રીતના હસે છે ને તો મને ગુસ્સો આવે છે. બિચારી જ તો છું...તે મને છોડી છે ત્યારથી..."
રજત થોડો ગંભીર થઈ ગયો અને કહ્યું "મેહા તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? આ છોડવાવાળી વાત કહેવી જરૂરી હતી?"
મેહા:- "હા કહેવી જરૂરી હતી. તને પણ ખ્યાલ આવવો જોઈએ ને કે તે મારી સાથે શું કર્યું છે તે?"
રજત:- "અને તે મારી સાથે શું કર્યું હતું તે યાદ નથી?"
મેહા:- "રજત તું એ વાતને ભૂલી નથી શકતો. આટલી નાની વાત..."
રજત:- "મારા માટે એ નાની વાત નથી. તે મારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે. એટલી આસાનાથી તો હું નહીં જ ભૂલું."
એટલામાં જ મેહાને ખ્યાલ આવે છે કે ડ્રેસ અચાનક કેમ ઢીલો ઢીલો લાગવા લાગ્યો. મેહાને ખ્યાલ આવ્યો કે ડ્રેસની ચેન થોડી નીચે ઉતરી ગઈ છે.
મેહા મૂંઝવણમાં મૂકાઈ ગઈ. આસપાસ બધાં લોકો બેઠાં હતા. મેહા નીચે નજર કરીને બેઠી હતી. મેહાએ એક નજર રજત તરફ કરી. મેહા મનોમન કહે છે "રજત તો ખૂબ ગુસ્સામાં છે હવે એને આ પરિસ્થિતિમાં શું કહું?"
રજતની નજર બે ત્રણ યુવકો પર જાય છે. એ યુવકો મેહાને જોઈ હસી રહ્યા હતા. મેહાને મુંઝાયેલી જોઈને રજત સમજી ગયો. રજત મેહાની બાજુમાં જઈ બેસી ગયો. રજતે દુપટ્ટાને મેહાની ફરતેથી ઓઢાવી દીધો. રજતે મેહા તરફ નજર કરી તો મેહા નીચી નજર કરી રડી રહી હતી.
રજતે મેહાના ખભા પર હાથ રાખ્યો અને મેહાને ઉઠાડી. રજત મેહાને લઈ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. રજતે ગુસ્સામાં જતાં જતાં પેલા યુવકો તરફ જોયું. પણ પેલા યુવકોને કંઈ ફરક ન પડ્યો.
રજત અને મેહા ચાલતા ચાલતા જાય છે.
થોડે જતા રજત મેહાને Hug કરી લે છે અને મેહાના ડ્રેસની ચેન બંધ કરી દે છે.
રજત:- "મેહા બસ બસ...ચૂપ થઈ જા."
રજતે મેહાને પોતાની બાહોમાં છૂપાવી લીધી.
રજત:- "તારે મને કહેવું તો જોઈએ..."
મેહા:- "શું કહું...તને તો બસ મારી સાથે ઝઘડો કરવામાં જ મજા આવે છે."
રજત:- "સારું ચાલ હવે હું તને ઘરે મૂકી આવું."
રજત મેહાને ઘરે મૂકી આવે છે. મેહાને ઘરે મૂકી આવી ઉતાવળમાં પેલા રેસ્ટોરન્ટમાં જાય છે.
રજત:- "બહું હસવું આવતું હતું ને?"
એક યુવક બોલ્યો:- "ઑ રૉમિયો તારી હીરોપંતી બંધ કર સમજ્યો? નહીં તો..."
આ સાંભળી રજતને ગુસ્સો આવ્યો અને પેલા ત્રણ યુવકોને રજતે ફાઈટ કરી એમને બરાબરનો સબક શીખવાડ્યો.
રજત:- "કોઈપણ છોકરી તરફ ગંદી નજર કરતા પહેલાં હવે તમે હજારવાર વિચારશો."
પેલા ત્રણેય રજતને હાથ જોડતાં જોડતાં લંગડાતા લંગડાતા જતા રહ્યા.
મેહા ઘરે જઈને રજત વિશે જ વિચારતી હોય છે. મેહા રજતને સમજી શકતી નહોતી. રજતને લઈને કન્ફ્યુઝ હતી. રજત વિશે વિચારતા વિચારતા જ મેહાએ હાથમાંની સૂકાઈ ગયેલી મહેંદી કાઢી નાખી.
મેહા બેઠક રૂમમાં ગઈ. સંબંધીઓ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. નાના નાના છોકરાંઓ રમી રહ્યા હતા અને આમતેમ દોડી રહ્યા હતા. મેહાના મનને સારું લાગ્યું. આજે બપોરે જ બધા સગાવ્હાલા આવ્યા હતા.
મેહાએ મમ્મી પપ્પા તરફ નજર કરી. મમ્મી રસોડામાં બિઝી હતા. પપ્પા મહેમાનોને સાચવવામાં અને વાતો કરવામાં બિઝી હતા. મેહા મનોમન વિચારે છે કે "મહેમાનોને લીધે મમ્મી પપ્પા કમસેકમ ઝઘડો તો નહીં કરે. કાશ આજના સમયમાં પણ સંયુક્ત કુટુંબ હોત તો કેટલું સારું."
મેહા અને નિખિલે બધા મહેમાનો સાથે જમી લીધું.
મેહા રૂમમાં જઈને સૂઈ ગઈ. મેહાને સૂતા સૂતા વિચાર આવ્યો કે બે ડ્રેસ લીધા છે અને બંન્ને ડ્રેસ ફીટીંગ પણ કરાવ્યા છે. ક્યો ડ્રેસ પહેરું? મારી પસંદગીનો કે રજતે પસંદ કર્યો તે?"
મેહાએ રજતને મેસેજ કર્યો કે "સગાઈમાં શું પહેરવાનો છે?"
રજત:- "સૂટ પહેરું કે શેરવાની?"
મેહા:- "શેરવાની..."
રજત:- "મેં તને જે ડ્રેસ લઈ આપ્યો છે તે જ પહેરજે."
મેહા:- "જોઈશ..."
રજત:- "જોઈશનો શું મતલબ?"
મેહા:- "સારું... શું કરે છે તું?"
રજત:- "કંઈ નહીં... ત્યાં શું કરે છે બધાં?"
મેહા:- "બધા કાલ માટેની તૈયારી કરી રહ્યા છે."
રજત:- "સારું ચાલ હવે...મને બહું ઊંઘ આવે છે અને કાલે વહેલાં ઉઠવાનું છે..."
મેહા:- "ઑકે Bye..."
રજત:- "Good night..."
બીજા દિવસે સવારે મેહા ઉઠે છે. ચા નાસ્તો કરે છે. એટલામાં જ એના ફ્રેન્ડસ આવી રહે છે.
મિષા:- "Wow મેહા...તારા હાથની મહેંદીનો રંગ તો કેટલો ઘેરો આવ્યો છે. લાગે છે કે મેહાને ખૂબ લવ કરવાવાળો હસબન્ડ મળશે."
મેહા:- "એવું કંઈ હોય નહીં. આ બધી બકવાસ માન્યતાઓ છે. આ રંગ એટલા માટે ઘેરો આવ્યો છે કે મારા શરીરની પ્રકૃતિ ગરમ છે. મારામાં બહું ગરમી છે એટલે."
નેહા:- "તું માને કે ન માને પણ મિષાની વાત સાચી છે મેહા..."
મેહા મનોમન વિચારે છે કે "કાશ આ વાત સાચી હોત. પણ રજત તો મને લવ જ નથી કરતો. તો પછી આ મહેંદીનો રંગ ઘટ્ટ કેમ આવ્યો? શું મેહા તું પણ આ લોકોની વાતમાં આવી ગઈ."
મેહા:- "તમે લોકોએ નાસ્તો કરી લીધોને. તો ચાલો મારા રૂમમાં જઈએ."
મેહાના રૂમમાં બધા તૈયાર થઈ રહ્યા હતા.
તૈયાર થઈ બધા પહોંચી ગયા.
રજતની નજર મેહા પરથી હટતી જ નહોતી. રજત મનોમન જ કહે છે "રજત શું કરે છે? મેહાને જોઈને તને શું થઈ જાય છે? મેહાને તો તું લવ નથી કરતો. પહેલાંની વાત અલગ છે. ત્યારે તો હું એને લવ કરતો હતો પણ પછી મેહાએ મારી સાથે જે કર્યું તેના લીધે મારા મનમાં મેહા પ્રત્યે કોઈ લગાવ નથી રહ્યો."
થોડીવાર પછી નિખિલે ક્રીનાને અને ક્રીનાએ નિખિલને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી.
પછી નિખિલ અને ક્રીનાએ કપલ ડાન્સ કર્યો. સાથે સાથે બીજા બધા કપલો પણ ડાન્સ કરવા લાગ્યા.
રજતે મેહા તરફ હાથ લંબાવ્યો. મેહાએ રજતના હાથમાં હાથ મૂક્યો અને રજત સાથે ડાન્સ કરવા લાગી.
રજત:- "Wow! મેહા આજે તો તું ખૂબ સુંદર લાગે છે."
મેહા:- "તું પણ કેટલો હેન્ડસમ લાગે છે."
રજત:- "અને તારા બદનની ખૂશ્બુ... અમેઝિંગ છે."
ડાન્સ કરી મેહા ક્રીના પાસે જાય છે અને ધીમેથી પૂછે છે "ભાભી દુપટ્ટાને સરખી રીતે સેફ્ટીપીન લગાવી હતી પણ સેફ્ટીપીન ખબર નહીં ક્યાં પડી ગઈ મળતી જ નથી."
ક્રીના:- "મારા રૂમમાં સેફ્ટીપીન છે. મેકઅપ નો સામાન મૂક્યો છે ત્યાં ડ્રોઅરમા જ છે."
મેહા:- "ઑકે ભાભી."
મેહા ક્રીનાના રૂમમાં જાય છે. રજતની નજર મેહા પર જ હોય છે. રજત પણ મેહાની પાછળ પાછળ જાય છે. મેહા રૂમમાં પહોંચે છે. રજત પણ મેહાની પાછળ પાછળ પહોંચે છે. રજત રૂમના દરવાજાની સ્ટોપર મારી દે છે.
મેહાએ રજત તરફ નજર કરી.
મેહા:- "રજત તું અહીં શું કરે છે?"
"તારો દુપટ્ટો ઠીક કરવા આવ્યો છું." એમ કહી રજત મેહાની નજીક આવે છે.
રજતને મેહાને જોઈને ખબર નહીં શું થઈ ગયું. રજત મેહાને ફેરવી પોતાના બંન્ને હાથ મેહાની ફરતે વીંટાળી દે છે. મેહાના ઉઘાડા પેટ પર રજતના હાથનો સ્પર્શ થાય છે. મેહાના દિલની ધડકનો તેજ થઈ જાય છે. મેહાના શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે. રજતના હોંઠ મેહાના ખભા પર મેહાની પીઠ પર ફરે છે. રજત નું આમ બેચેન થઈને પોતાને સ્પર્શવુ તે મેહાથી સહન ન થયું. અને રજત તરફ ફરી રજતને ગળે વળગી પડે છે. રજત પણ મેહાને વળગી પડે છે.
રજત મેહાને કહે છે "કહ્યું હતું ને કે હું તારી નજીક આવું...તને સ્પર્શ કરું તો તું મને ના નહીં પાડી શકે."
મેહાને ત્યારે ભાન થયું કે પોતે ફરી રજતની નજીક ખેંચાઈ રહી છે. મેહા તરત જ રજતથી અળગી થઈ જાય છે. મેહા રજતને થપ્પડ મારે છે અને કહે છે "તારી હિમંત જ કેમ થઈ ફરી મારી લાગણીઓ સાથે રમવાની? તું દર વખતે મારી સાથે આવું કરે છે... પહેલાં મારો વિશ્વાસ જીત્યો પછી મારો વિશ્વાસ તોડ્યો...કેટલી વાર મારી ભાવનાઓ સાથે રમીશ?"
મેહાની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.
રજત:- "મેહા તું મને જોઈને પોતાની લાગણીઓને નિયંત્રણમાં નથી રાખી શકતી. કેમ કે તું મને બેહદ ચાહે છે...બેહદ..."
રજત રૂમમાંથી નીકળી જાય છે. મેહા પોતાની જાતને અરીસામાં જોઈ રહી. મેહાને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે પોતે હવે રજત વગર નહીં રહી શકે. મેહા થોડી સ્વસ્થ થાય છે. મેહા દુપટ્ટો સરખો કરી રૂમની બહાર આવે છે.
મેહાએ રજત તરફ નજર કરી તો રજત પોતાના ફ્રેન્ડસ સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. ત્યાં આવેલી કેટલીય યુવતીઓની નજરમાં રજત વસી ગયો હતો. રજત અને એના ફ્રેન્ડસે તો કેટલીક યુવતીઓ સાથે વાત પણ કરી.
મેહા એના ફ્રેન્ડસ પાસે ગઈ અને એ લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ.
ક્રમશઃ