રજતે જોયું તો મેહાનો ફોન હતો. રજતે ફોન કર્યો. મેહાએ રજતનો ફોન તરત જ રિસીવ કર્યો.
રજત:- "હેલો શું થયું? કેમ ફોન કર્યો?"
મેહા મનોમન કહે છે "Thank God કે રજત ઠીક છે."
મેહા:- "Sorry રજત. હું મયંકને ફોન કરવાની હતી પણ તને લાગી ગયો."
રજત:- "રિયલી? ભૂલથી લાગી ગયો કે
જાણીજોઈને લગાડ્યો. ક્યાંક તને મારી ચિંતા તો નથી થઈ રહીને?"
મેહા:- "મને શું કરવા તારી ચિંતા થવાની?"
રજત:- "હા હવે રહેવા દે આ ડ્રામા...જે મેસેજ તું મને કરવાની હતી તે મયંકને સેન્ડ થઈ ગયો. એવું તે શું લખ્યું મેસેજમાં?
મેહા:- "મારાથી મયંકને એવો મેસેજ થઈ ગયો કે 'આપણું બ્રેક અપ થઈ ગયું છે તો તું મારી જીંદગીમાં દખલગીરી નહીં કરતો.' એવો મેસેજ સેન્ડ થઈ ગયો."
રજત:- "આવું કહ્યા પછી મયંકનો ફોન કે મેસેજ આવ્યો?"
મેહા:- "એ તો મેં જોયું જ નહીં. તારી સાથે વાત કરવાના ચક્કરમાં મેં મેસેજ જોયો જ નહીં."
"સારું ચેક કર તો જરા." એમ કહી રજતે ફોન ડિસકનેક્ટ કર્યો.
મેહાએ મોબાઈલમાં જોયું તો મયંકનો મેસેજ નહોતો.
મેહાએ રજતને ફોન લગાડ્યો.
રજત:- "હા બોલ ચેક કર્યું કે?"
મેહા:- "હા મયંકનો કોઈ મેસેજ નથી. તો એનો મતલબ..."
રજત:- "તરત કોઈ મેસેજ ન આવ્યો મતલબ કે એ વિચારતો હશે. વિચારીને પછી એ કોઈ નિર્ણય લેશે."
મેહા:- "જો એણે મારી સાથે લગ્ન કરવા ના પાડી તો?"
રજત:- "તો કંઈ નહીં. ના પાડી દે તો સારું જ છે."
મેહા:- "કેમ સારું?"
રજત:- "તારા માટે નહીં પણ મારા માટે સારું છે."
મેહા:- "તારા માટે સારું છે મતલબ?"
રજત:- "મતલબ કંઈ નહીં.આમ પણ તારી પાસે મગજ નથી એટલે વધારે નહીં વિચાર. ચાલ હવે ફોન મૂક. મારે બહું કામ છે."
મેહા:- "એટલો બધો બિઝી છે તો મેસેજ શું કામ કર્યો?"
રજતે ફોન ડિસકનેક્ટ કરી દીધો.
મેહા સ્વગત જ બોલે છે "રજતની એટલી હિમંત કે મારો ફોન કટ કર્યો. હવે હું ફોન ડિસકનેક્ટ કરીશ."
મેહાએ ફરી રજતને ફોન લગાવ્યો.
રજત:- "શું છે? મેં કહ્યું ને કે હું બિઝી છું. પછી તને ફોન કરું."
મેહા:- "પછી શું કામ? મારે અત્યારે જ વાત કરવી છે."
રજત:- "જલ્દી બોલ."
મેહા:- "તારી હિમંત જ કેમ થઈ મારો ફોન ડિસકનેક્ટ કરવાની?"
રજત:- "તે આટલું કહેવા માટે ફોન કર્યો?"
મેહા:- "હા..."
રજત:- "કહી દીધું ને? હવે ફોન મૂક."
"હા...Bye..." એટલું કહી મેહાએ ફોન ડિસકનેક્ટ કર્યો.
સાંજે મેહા પર મિષાનો ફોન આવે છે.
મિષા:- "મેહા સાંજે ઘરે આવજે."
મેહા:- "કેમ?"
મિષા:- "કંઈ નહીં. મારા સાસુ સસરાની મેરેજ એનિવર્સરી છે એટલે પાર્ટી રાખી છે."
મેહા:- "ચાલશે હું કદાચ જ આવીશ."
મિષા:- "રૉકી અને મારા બધા ફ્રેન્ડસ આવે છે. તું પણ આવી જા ને. મજા આવશે."
મેહા:- "સારું ટ્રાય કરીશ."
રૉકી મિષા પરથી મોબાઈલ લઈ લે છે.
રૉકી:- "હેલો મેહા મિષાને તારા વગર નહીં ગમે એટલે આવજે. અને હા તારો નવો ફ્રેન્ડ છે ને... શું નામ છે તેનું? મયંક ને! મયંકને પણ લઈ આવજે."
મેહા:- "સારું હું ચોક્કસ આવીશ."
મેહા મયંકને ફોન કરીને જણાવી દે છે.
મેહા અને મયંક બંન્ને રૉકીના ઘરે પહોંચે છે. મેહાની નજર રજતને શોધે છે.
મયંક:- "ક્યારનો જોઉં છું. કોને શોધે છે તું?"
મેહા:- "મારા ફ્રેન્ડસને શોધું છું. પણ લાગે છે કે હજી સુધી આવ્યા નથી."
મયંક:- "મેહા તારા ફ્રેન્ડસ આવી ગયા."
મેહાએ જોયું તો નેહા,પ્રિયંકા,પ્રિતેશ અને સુમિત હતા. પણ મેહાને રજત નજરે ન પડ્યો.
બધા કપલ ડાન્સ કરી રહ્યા હતા. એટલામાં જ રજત આવ્યો. મયંકે મેહાને ડાન્સ માટે કહ્યું. મયંક અને મેહા ડાન્સ કરી રહ્યા હતા. મયંકે મેહાની કમર પર હાથ મૂક્યો હતો. મયંકે કમર પર હાથ મૂક્યો તે મેહાને બિલકુલ ન ગમ્યું. મેહાની નજર રજત તરફ જાય છે. રજત પણ મેહાને જ જોઈ રહ્યો હતો.
રજતને જોઈ મેહા મયંક સાથે વધારે અન્કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગી.
રજત મેહા પાસે આવ્યો અને મયંકને કહ્યું "શું હું મેહા સાથે ડાન્સ કરી શકું?"
મયંકે મેહાનો હાથ રજતના હાથમાં આપ્યો.
મેહા અને રજત ડાન્સ કરવા લાગ્યા.
રજત:- "મયંક સાથે અન્કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી તો ડાન્સ કરવાની શું જરૂર હતી? ના નહોતી પાડી શકતી.
મેહા:- "હું ના પાડવાની હતી પણ મને લાગ્યું કે ક્યાંક મયંકને એ વાતનું ખોટું ન લાગી જાય."
રજત:- "મયંકની બહું ફીકર છે ને?મારી તો એટલી ફિકર ક્યારેય નથી કરી."
મેહા:- "ફીકર તો રહેવાની જ ને? મારો જીવનસાથી બનવાનો છે. તો એટલી ફીકર તો કરવી પડે ને?"
રજત:- "તો નક્કી થઈ ગયું કે તમે લગ્ન કરવાના છો તે."
મેહા:- "હાસ્તો વળી."
મેહા એના ફ્રેન્ડસ સાથે વાતો કરી રહી હતી. મયંક પણ મેહા સાથે જ હતો. રજત ડ્રીક કરી રહ્યો હતો. મયંક રજત પાસે ગયો.
રજત:- "ઑહ Hi મયંક."
મયંક:- "Hi..."
રજત:- "તો તમે બંન્ને ક્યારે લગ્ન કરવાના છો?"
મયંક:- "મેહાના મમ્મી પપ્પાને મળીને પછી બધું નક્કી થશે."
રજત:- "તો ક્યારે મળવાના છો?"
મયંક:- "ઘરે વાત નથી કરી. એકવાર મારા મમ્મી પપ્પા સાથે વાત કરું પછી."
રજત:- "ઑકે."
મયંક:- "એક વાત પૂછી શકું?"
રજત:- "હા બોલને."
મયંક:- "તું અને મેહા..."
રજત:- "તું વિચારે છે એવું અમારી વચ્ચે કંઈ નથી. હું તો બસ મેહા સાથે ટાઈમપાસ કરી રહ્યો હતો. પણ તને મેહા કેમ કેમ ગમી ગઈ?"
મયંક:- "મેહા સુંદર છે...સમજદાર છે..."
રજત:- "મેહા અને સમજદાર..!! મેહા તને ક્યાંથી સમજદાર લાગી? મેહા સમજદાર બિલકુલ નથી. મેહા નાના બાળક જેવી જીદ્દી છે. અને એના નખરાંની તો વાત જ ન પૂછો. એને મનાવતાં મનાવતાં નાકે દમ આવી જાય છે. મેહા ખૂબ નાદાન છે. કંઈ પરિસ્થિતિમાં શું કરવું એને બિલકુલ સમજ નથી."
મયંક:- "મેહાને તો તું ખૂબ સારી રીતે જાણે છે."
મેહા મયંક અને રજતને જોઈ ક્યારની વિચાર કરતી હતી કે આ લોકો શું વાત કરતા હશે.
રજત:- "હા મેહા થોડી ઈમોશનલ છે એટલે એને ખૂબ સાચવવી પડે છે. છેલ્લાં એક વર્ષથી હું બ્રેક અપ કરવા માંગતો હતો. પણ કહી જ નહોતો શક્યો. મેં આખરે એને કહી દીધું. અને એ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ અને સાઈકિયાટ્રિસ્ટ પાસે જતી થઈ ગઈ. મારું માન તો તું મેહા સાથે લગ્ન ન કર. એની દિમાગની હાલત ઠીક નથી."
મેહા રજત અને મયંક પાસે આવે છે.
મેહા:- "મયંક હવે જઈએ?"
મેહા અને મયંક જતા રહે છે.
મયંક:- "તને ખબર છે રજત શું કહી રહ્યો હતો?"
મેહા:- "તને ના પાડી હશે મારી સાથે લગ્ન કરવાની.રાઈટ? રજતની બહું જૂની આદત છે. કોઈપણ મારી નજીક આવવાની કોશિશ કરે તો મારી ખામી વિશે કહે છે."
મયંક:- "તું તો બહું સારી રીતે જાણે છે રજતને."
મેહા:- "હાસ્તો રજતને હું ચાહતી હતી."
મયંક:- "ચાહતી હતી કે હજું પણ ચાહે છે."
મેહા:- "મયંક પ્લીઝ અત્યારે મારે રજત વિશે કંઈપણ વાત નથી કરવી."
મયંક:- "શું તું સાઈકિયાટ્રિસ્ટ પાસે જાય છે?"
મેહા:- "રજતે કહ્યું તને?"
મયંક:- "હા."
મેહા:- "મયંક હું સાઈકિયાટ્રિસ્ટ પાસે જતી હતી આ વાત મારા મમ્મી-પપ્પા અને ભાઈને નથી ખબર. પ્લીઝ તું આ વાત કોઈને કહીશ નહીં."
મયંક:- "ઑકે હું કોઈને નહીં કહું."
મયંક મેહાને ઘરે મૂકી આવી પોતાના ઘરે જાય છે.
મેહા પોતાના રૂમમાં આવી રજતને ફોન કરે છે.
મેહા:- "રજત તું મારી સાથે આવું કેવી રીતના કરી શકે? મયંકને સાઈકિયાટ્રિસ્ટ વાળી વાત કહેવી જરૂરી હતી?"
રજત:- "હા કહેવી જરૂરી હતી. હું નથી ઈચ્છતો કે મયંક તારી સાથે લગ્ન કરે."
મેહા:- "કેમ તને શું વાંધો છે?"
રજત:- "હું તને નફરત કરું છું તો હું તને ખુશ કેવી રીતના જોઈ શકું?"
મેહા:- "મયંક તારા કરતા લાખ ગણો સારો છે. મયંકને હું સારી રીતે જાણું છું. એ મારી સાથે લગ્ન કરશે."
રજત:- "ઑકે જોઈએ તો. Bye and good night..."
મેહા મનોમન કહે છે "શું સમજે છે પોતાની જાતને? એ કહેશે એમ જ થશે. બધું એની મરજી પ્રમાણે નહીં જ થાય."
થોડીવાર રહી પછી મેહા સૂઈ ગઈ.
એક દિવસે રજતના ઘરે બધાં ભેગા થયા હતા.
મયંક પણ મેહા સાથે આવ્યો હતો. નાસ્તો કરી બધા ગપશપ કરતા બેઠા હતા.
મેહા:- "તમે વાત કરો. હું બસ હમણાં જ આવી."
મેહા થોડીવાર માટે ગાર્ડનમાં ગઈ હતી. પાછળથી મયંક પણ આવ્યો. મયંક અને મેહા થોડીવાર એકાંતમાં વાતચીત કરે છે.
મયંકે મેહાનો હાથ પકડી કહ્યું. "મેહા હું તને ખૂબ પસંદ કરું છું. હું તારી સાથે જ લગ્ન કરીશ."
મયંક ધીરેથી મેહાને પોતાની તરફ ખેંચે છે. મયંક મેહાને કિસ કરવાની કોશિશ કરે છે. મેહા મૂંઝવણમાં મૂકાઈ ગઈ કે મયંકને ના કેવી રીતના પાડું. મેહાને અકળામણ થઈ અને મયંકને ધક્કો મારી પોતાનાથી દૂર કર્યો.
મયંક:- "સૉરી મેહા."
મેહા:- "સૉરી મયંક... હું આના માટે તૈયાર નહોતી."
મેહા ઘરમાં જતી હતી કે રજત સામે જ ઉભો હતો. મયંક અને મેહાને તો ખ્યાલ પણ નહોતો કે રજત ક્યારનો ઉભો રહી જોઈ રહ્યો છે. મેહા અને રજતની નજર મળે છે. મેહા ઘરમાં જતી રહે છે. રજત અને મયંક પણ ઘરમાં જાય છે. બધા થોડીવાર મજાકમસ્તી કરે છે.
ક્રીના પોતાના રૂમમાં સૂતી હોય છે. ક્રીના જાગી જાય છે. હાથ મોં ધોઈ ક્રીના બહાર આવે છે. ક્રીના રૂમની બહાર આવે છે. બેઠક રૂમમાં આવીને જોયું તો રજતના ફ્રેન્ડસ મજાક મસ્તી કરી રહ્યા હતા.
ક્રીનાએ પણ રજતના ફ્રેન્ડસ સાથે થોડીવાર વાતચીત કરી.
રૉકી:- "ચાલો બહુ મજાક મસ્તી થઈ ગઈ. હવે ઘરે જઈએ."
બધા રજત અને ક્રીનાને Bye કહે છે.
મયંક:- "મેહા હું તને ઘરે મૂકી આવીશ."
મેહા:- "ઑકે."
ક્રીના:- "અરે મેહા તું ક્યાં જાય છે? મારે તારી સાથે વાત કરવી છે."
મેહા:- "ઑકે. મયંક તું જા."
મયંક:- "ઑકે Bye."
ક્રીના:- "મેહા ચાલ મારા રૂમમાં. મારે તારી સાથે ઘણી વાતો કરવી છે."
મેહા ક્રીના સાથે રૂમમાં ગઈ. ક્રીનાએ મેહાને નિખિલની,મમતાબહેન,પરેશભાઈ બધાની પસંદ નાપસંદ પૂછી. બંનેએ ઘણી બધી વાતો કરી.
એટલામાં જ ક્રીના પર નિખિલનો ફોન આવે છે.
નિખિલ:- "Hi ક્યાં છે તું?"
ક્રીના:- "હું ઘરે જ છું."
નિખિલ:- "હું તારી રાહ જોઉં છું. તારા ઘર પાસે જ છું."
ક્રીના:- "ઑકે હું આવું છું."
ક્રીના ફોન ડિસકનેક્ટ કરે છે.
ક્રીના:- "તું રજત સાથે વાત કર. મારે બહાર જવાનું છે."
મેહા:- "ભાભી હું પણ નીકળું છું."
ક્રીના:- "અરે બેસને. રજત તો છે ને. અને હા મમ્મી પપ્પા પણ ઘરે નથી."
મેહા:- "અંકલ આંટી નથી? અને શીતલકાકી?"
ક્રીના:- "એ તો માર્કેટ ગયા છે."
મેહા:- "તો તો હું ઘરે જ જતી રહીશ."
ક્રીના:- "તું હજી પણ રજતથી ડરે છે. રિલેક્ષ મેહા. રજતથી ડરવાની શું જરૂર છે? રજત તને કેટલું ચાહે છે."
મેહા મનોમન કહે છે "લાગે છે કે રજતે અમારા વિશે ક્રીનાને કંઈ કહ્યું નથી. ક્રીના અત્યારે કેટલી ખુશ છે. જો હું મારા અને રજતના બ્રેક અપ વિશે કહી દઈશ તો ક્રીના અમારા લીધે દુઃખી થઈ જશે. ક્રીનાને એનો લવ મળી ગયો. કેટલી ખુશ છે. હું એને રજત અને મારા વિશે કહી જરાય દુઃખી કરવા નથી માંગતી."
ક્રીના:- "ચાલ તો Bye...રજત તને ઘરે મૂકી આવશે."
ક્રીના રૂમની બહાર નીકળી. રજત બેઠક રૂમમાં બેઠો હતો.
રજત:- "બદમાશ ક્યાં જાય છે?"
ક્રીના:- "હું Nik ને મળવા જાઉં છું."
રજત:- "ઑકે આવતાં આવતાં કંઈક પાર્સલ લઈ આવજે."
ક્રીના:- "કંઈક એટલે? તારું તો ગમે તે ખાવાનું મૂડ થઈ જાય છે. કંઈક નું તો નામ હશે ને?"
રજત:- "ઑકે સેન્ડવીચ લઈ આવજે."
ક્રીના:- "ઑકે Bye અને હા મેહાને ઘરે મૂકી આવજે."
ક્રીના ઘરની બહાર નીકળે છે. રજત મેઈન દરવાજો બંધ કરી દે છે. મેહા ક્રીનાના રૂમમાંથી બહાર આવતાં આવતાં વિચારે છે કે "રજતના ઘરે કોઈ નથી. રજત મને રોકવાની કોશિશ કરશે." ત્યાં જ મેહાની સામે રજત આવી ગયો. રજતે મેહાનો હાથ પકડી લીધો.
મેહા:- "રજત છોડ મને. મારે ઘરે જવું છે."
રજત:- "ચૂપચાપ ચાલ મારી સાથે."
મેહા:- "નહીં આવું તો શું કરી લઈશ?"
"તું એમ નહીં માને." એમ કહી રજત મેહાને ખભા પર ઊંચકી લે છે.
મેહા:- "રજત છોડ મને. ક્યાં લઈ જાય છે?"
રજત મેહાને પોતાના રૂમમાં લઈ આવ્યો. મેહાને બેડ પર બેસાડે છે.
રજતે દરવાજાની સ્ટોપર મારી દીધી. મેહા પણ દરવાજા પાસે આવે છે.
મેહા:- "રજત મારે ઘરે જવું છે."
રજત જબરજસ્તી મેહાને બેડ પર સૂવાડી દે છે.
રજતે મેહાની આંગળીઓમાં આંગળી પરોવી. રજત મેહા તરફ ઝૂક્યો. રજતનો સ્પર્શ થતાં જ મેહા શાંત થઈ ગઈ. મેહા રજત તરફ જોઈ રહી. રજત અને મેહા એટલાં નજીક હતા કે બંન્નેના શ્વાસોચ્છવાસ સ્પષ્ટ રીતે અનુભવી શકતા હતા. મેહાની નજર રજતના હોંઠ પર પડે છે. મેહા રજતને કિસ કરવાની કોશિશ કરે છે. પણ રજત કિસ નથી કરવા દેતો.
રજત:- "મને કિસ કરવા માટે એટલી બેચેન છે."
મેહા કંઈ બોલતી નથી.
"મયંકે કિસ કરી તો મયંકને ધક્કો માર્યો. કિસ ન કરવા દીધી. અને મને કિસ કરવામાં તને કોઈ વાંધો નથી. સારું થયું તે કિસ ન કરી. એમ પણ હું તને મયંક સાથે કિસ ન કરવા દેત." એમ કહી રજત મેહાની વધારે નજીક ગયો.
"મારા સિવાય તને કોઈ કિસ નહીં કરે." એમ કહી રજતે પોતાનાં હોંઠ મેહાના હોંઠ પર મૂકી તસતસતું ચુંબન આપ્યું. મેહાની પાંપણો બંધ થઈ ગઈ. રજત ક્યાંય સુધી મેહાના હોઠનું રસપાન કરતો રહ્યો.
થોડી મીનીટો પછી મેહાએ રજતને ધક્કો મારતા કહ્યું "રજત શ્વાસ તો લેવા દે."
મેહા હાંફી ગઈ હતી.
"લઈ લીધો ને શ્વાસ." એમ કહી રજતે ફરી મેહાને કિસ કરી. જ્યાં સુધી રજતને સંતોષ ન થયો ત્યાં સુધી રજત મેહાને કિસ કરતો રહ્યો.
રજત મેહાથી દૂર થયો. રજતે હોંઠ સાફ કરતા કહ્યું આપણી આ પહેલી અને છેલ્લી કિસ હતી.
મેહા હજી પણ એમજ આંખો બંધ કરીને પડી હતી.
મેહા થોડી સ્વસ્થ થાય છે. મેહા પણ બેડ પર બેસે છે.
મેહા:- "તારા કહેવાનો મતલબ શું છે?"
રજત:- "ખબર નહીં મને શું થઈ ગયું હતું. ભૂલથી કિસ થઈ ગઈ."
મેહા ઘરે જવા નીકળે છે.
રજત:- "ક્યાં જાય છે?"
મેહા:- "ઘરે."
રજત:- "થોડીવાર બેસ. પછી હું તને મૂકી આવીશ."
મેહા:- "આપણે અહીં શું કરીશું? તેના કરતા મને ઘરે મૂકી આવ."
"ચાલ તો કંઈક કરીએ." એમ કહી રજત મેહાને સૂવાડી દે છે. રજત મેહા તરફ ઝૂક્યો.
મેહા:- "રજત મારા કહેવાનો આ મતલબ નહોતો. તને હંમેશાં આવા જ વિચાર આવે છે."
રજત:- "કેમ તને નથી આવતા?"
મેહા:- "ના મને એવા વિચાર નથી આવતા."
રજત:- "કેમ અત્યારે જ તો તું મને કિસ કરવા માટે બેચેન હતી. હું તને સ્પર્શ કરું છું તે તને ગમે છે. જો ગમતું ના હોત તો તું મને પણ મયંકની જેમ ધક્કો મારી દેત. તું ચાહે છે મને. એટલે જ તો તું મને નજીક આવવા દે છે."
રજત મેહાની બાજુમાં સૂઈ ગયો. રજતે મેહાના ઉઘાડા પેટ પર હાથ મૂક્યો. રજતના હાથ મેહાના પેટ પર ફરી રહ્યા. મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ. મેહા રજતને વળગી પડી.
રજત મેહાને પોતાનાથી અળગી કરે છે.
રજત:- "ચાલ હવે તને ઘરે મૂકી આવું."
"તું મારી નજીક આવે ત્યારે તો હું તને મારાથી દૂર નથી કરતી. અને હું તારી નજીક આવું તો મને નજીક આવવા નથી દેતો. હવે હું કહું છું કે મારે ઘરે નથી જવું." એમ કહી મેહા રજતને વળગી પડે છે.
મેહા રજતને જોઈ રહે છે. મેહા રજતના વાળમાં હાથ ફેરવે છે. રજતને કપાળ પર કિસ કરે છે. રજત પણ મેહાને વળગી પડે છે. રજતના હાથ મેહાની પીઠ પર ફરે છે.
એટલામાં જ મેહાના ફોનની રીંગ વાગે છે. મેહા સૂતા સૂતા જ ફોન રિસીવ કરે છે.
મમતાબહેન:- "હેલો મેહા ક્યારે ઘરે આવવાની છે?"
મેહા:- "હા મમ્મી હું બસ હમણાં જ આવું છું."
મેહા:- "રજત છોડ મને. મારે ઘરે જવું છે."
રજત મેહાને છોડી દે છે. રજત અરીસામાં વાળ સરખા કરે છે. મેહા પોતાના કપડાં અને વાળ સરખા કરે છે.
રજત મેહાને મૂકવા જાય છે. રજત કાર સ્ટાર્ટ કરે છે.
મેહા ચૂપચાપ બેઠી હોય છે. મેહાએ પહેલીવાર કિસનો અનુભવ કર્યો હતો એટલે મેહા નું દિલ હજી પણ ધકધક કરતું હતું.
મેહા નું ઘર આવતાં મેહા ઉતરી જાય છે. રજત એક નજર મેહા તરફ કરી પોતાના ઘર તરફ કાર હંકારી મૂકે છે.
ક્રમશઃ