ધાનીની કોલેજના 3 વર્ષ તો બહુ જલ્દી પૂરા થઇ ગયા. ધાનીએ જોબ ચાલુ કરી દીધી. બધા કરતા અલગ થઈ ગઈ હતી. બધાને ઘરેથી કોલ આવે તો ક્યારેક ના ગમે પણ અમે ધાનીને કોલ ના કરીએ તો એને ના ગમે. દિવસમાં કેટલીય વાર કોલ કરતી હશે.
એક દિવસ મામા એક છોકરાને (વીર) લઈ ઘરે આવ્યા. ધાની ઉપરથી આવતી હતી.
ધાની :- મમ્મા, હું આજે ગાડી લઈને જઉં છું.
અદિતી :- નહિ. રિખીલે ના પાડી છે.
ધાની :- મને લેટ થાય છે લઈ જવા દો ને.
હું :- શું જોઈએ છે?
ધાની :- ભાઈ મને ગાડી લઈ જવા દો ને આજે.
હું :- સર્વિસમાં આપવા જવાની છે તુ એક્ટિવા લઇ જા ને.
ધાની :- ઓકે ફાઈન. હું દિયા જોડે જઉ છુ.
હું :- ઓકે બાય.
ધાની :- હું થોડી લેટ આવીશ તો વેઈટ ના કરતા.
એ તો જતી રહી. વીર ધાનીને જોવા માટે આવ્યો હતો. બીજા દિવસે સાંજે ફરી આવવાનું કહી એ જતા રહ્યા. બીજા દિવસે હું ઓફિસે હતો ઈવનીંગમાં ધાનીના ઘણા બધા કોલ હતા પણ ફોન સાયલન્ટમાં હતો એટલે ખબર ના પડી. ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે ધાનીનુ એક્સિડન્ટ થયુ છે. ફટાફટ ઈશાનને કોલ કરી ત્યાં પહોંચ્યો.
હું વીર જોડે હોસ્પિટલ ગયો. માથામાં વાગ્યુ હતુ, પગમાં પણ બે ઘાવ હતા અને જમણા હાથના કાંડામાં ફ્રેકચર થયુ હતુ.
હું :- આ કેવી રીતે થયુ? તું તો દિયા જોડે ગયેલી ને?.
ધાની :- હું ઘરે આવતી હતી ત્યારે ઓટોમાં થયુ.
હું :- તારે એવુ જ હોય. આઈ એમ સોરી બિટ્ટુ મારો ફોન સાયલન્ટમાં હતો. ઘરે ગયો ત્યારે ખબર પડી.
ધાની :- ઈટ્સ ઓકે ભાઈ. એન્ડ ડોન્ટ વરી આઈ એમ ફાઈન.
ટ્રીટમેન્ટ કરાવી ઘરે આવ્યા.
અદિતી :- ધાની, કેવી રીતે થયુ?
હું :- હા એ ઠીક છે બસ આરામની જરુર છે થોડી.
અદિતી :- કેટલુ બધુ વાગ્યુ છે જોવોને અને તમે...
ધાની :- મમ્મા મમ્મા, કાલ્મ ડાઉન કાલ્મ ડાઉન. કહુ બધુ હમણાં પહેલા પાણી પીવડાવો.
(પાણી પીને) હું ઓટોમાં ઘરે આવતી હતી. પાછળથી એક કાર વાળાએ સ્પીડમાં અડાડી દીધી તો ઓટો આખી ઉંધી થઈ ગયેલી. ઓટોવાળા અંકલને બહુ જ વાગ્યુ હતુ.
હું :- હવે રેસ્ટ કર થોડો.
અદિતી :- ચેકઅપ બરાબર કરાવ્યું ને?
ઈશાન :- હા ભાભી. હું જોડે જ હતો. બીપી લો છે બસ એનુ ધ્યાન રાખજો.
ધાની :- મીતુ ઉંઘી ગયો?
અદિતી :- હા. ચલો જમી લઈએ હવે.
મેં ધાનીને ખવડાવ્યુ. એનો ફોન ચાલુ જ રહેતો હતો. મેં કંટાળીને સ્વીચ ઓફ કરી દીધો.
અદિતી :- ધાનુ, બહુ પેઈન થાય છે?
ધાની :- હાથમાં વધુ લાગે છે.
થોડા દિવસ પછી ધાનીને ક્લોટિનની પ્રોબ્લેમ વધી ગઈ.
ધાની :- ભાભી, માથુ બહુ દુખે છે ભાઈને કોલ કરો ને આવે ઘરે.
અદિતીએ કોલ કરી મને બોલાવ્યો. અને એ એના કામમાં લાગી ગઈ.
ધાની :- ભાઈ, એકવાર ફરી રિપોર્ટ કરાવી લઈએ? મને વધતુ હોય એવુ લાગે છે.
હું :- બ્લીડિંગ થાય છે?
ધાની :- હા બે દિવસથી ક્યારેક ક્યારેક.
હું :- હું કોલ કરીને વાત કરુ ડોક્ટર જોડે.
ધાની :- હમમ.
અદિતી :- શું વાત કરવી છે?
ધાની :- પેઈન વિશે પૂછવા.
હું :- હમમ હમમ.
અદિતી :- તો બ્લીડિંગ?
હું :- અદિતી, જો તું ગુસ્સો ના કરતી. અમારી પાસે રિઝન હતુ એટલે.
અદિતી :- હમ.
હું :- ધાનુને ફરી ક્લોટિન થયુ હતુ. અને હવે વધતુ જાય છે.
અદિતી :- થયુ હતુ મતલબ? ક્યારથી?
હું :- તું પ્રેગનેન્ટ હતી ત્યારે. પણ એ સિચ્યુએશનમાં નહિ કીધેલુ.
અદિતી :- ઓહહ ઓકે ઓકે.
એટલુ કહી નારાજ થઇ અદિતી ઉપર જતી રહી. મેં અને ધાનીએ રોકવાની કોશિશ કરી પણ એ સાંભળ્યા વગર જતી રહી. આખો દિવસ ઉખડી ઉખડી જ રહી. બોલવાનું બંધ કરી દીધુ. બીજા દિવસે એના મમ્મીને ઘરે કામ છે કહી જતી રહી. હું એને મનાવવાની પૂરી કોશિશ કરતો હતો પણ અદિતીને વધારે ખોટુ લાગ્યુ હતુ.
ચાર દિવસ પછી ઘરે આવી ગઇ પણ અમારા જોડે વાત કરતી બંધ થઈ ગઈ. અમે બંનેએ સોરી કહ્યું પણ એ માનવા તૈયાર જ નહોતી. ધાની પણ જીદ પર ઉતરી ભાભી નહિ માને ત્યાં સુધી રિપોર્ટ નહિ કરાવુ.
એક વીક થઈ ગયુ. ના ધાની માને ના અદિતી માને. ધાનીની હાલત ખરાબ થતી જતી હતી. એ રુમમાં જ રહેતી અને અદિતી ઉપર ના જતી.
હું :- અદિતી આ બધી નારાજગી થોડા દિવસ માટે સાઈડ પર રાખીને ધાનીને જો. એની તબિયત વધુ ખરાબ થતી જાય છે અને એ પણ જીદ્દી છે.
અદિતી :- તમે બંનેએ છુપાવ્યુ એતો એકદમ વાજબી હતુ નહિ.
હું :- નહિ અદિતી એ અમારી ભૂલ હતી અને અમે બંને એના માટે શરમિંદા પણ છીએ. બસ તું માની જા પ્લીઝ.
અદિતી :- તમને બંનેને હું ક્યાં કહુ છુ કશુ. ટ્રિટમેન્ટ ચાલુ કરાવી દો બસ મારા પાસેથી કોઈ ઉમ્મીદ ના રાખો.
હું :- ઓકે ફાઈન. તું નહિ જ માને.
ધાની પાસે જઈને
હું :- ધાનુ, બેટા તું તો માની જા. અદિતી જોડે એકવાર વાત તો કર.
ધાની :- નહિ ભાઈ. ભૂલ કરી છે તો પનીશમેન્ટ પણ મળવી જોઈએ ને. હું ઠીક છુ તમે ચિંતા ના કરો.
હું :- (ગુસ્સામાં જોરથી) નીચે પેલી નહિ સમજતી ઉપર તુ નહિ સમજતી. બંને વચ્ચે હું પીસાય ગયો છુ. તમે બંને તો એક થી જ દૂર થયા છો પણ હું બંનેને ખોતો જાવ છુ.
ધાની :- સોરી. 🥺
હું જતો રહ્યો. આખો દિવસ ઓફિસે જ રહ્યો. રાતે પણ ઘરે ના આવ્યો. અદિતી જમવાની ડિશ મૂકી જતી રહી હતી. બીજા દિવસે બપોર સુધી ધાની નીચે ના આવી અને હું પણ ઉપર ના ગયો એટલે અદિતી ઉપર ગઈ. ધાની ચેર પર બેઠી હતી.
અદિતી :- ધાની, તું જમી કેમ નહિ? ચલ નીચે જમવા.
અદિતીએ બે-ત્રણ વાર કહ્યું પણ ધાનીએ કોઈ જવાબ ના આપ્યો. અદિતીએ ધાનીને હલાવી ત્યાં ધાની બેહોશીમાં હતી. ધાનીના નામની જોરથી બૂમ પાડી. હું ઉપર ગયો. ફટાફટ હોસ્પિટલ લઈ ગયા આઈસીયુમાં એડમીટ કરી. ડોક્ટરે ધાનીની ક્રિટિકલ કન્ડિશન છે કહ્યું.
નાની એવી વાતની બહુ મોટી કિંમત ચૂકવવાની હતી. અદિતીએ પોતાની ગલતી માની લીધી પણ ધાનીની જીંદગી હાથમાંથી જતી હતી. બે દિવસ સુધી અમને મળવાની પણ મનાઈ હતી. ત્રીજા દિવસે...
હું :- ધાનીને કેવુ છે હવે?
ડોક્ટર :- અમે અમારાથી બનતી બધી ટ્રાય કરીએ છીએ પણ કોઈ સુધારો આવતો નથી પણ વધારે ખરાબ થતી જાય છે. તમે પ્રેય કરો હવે.
હું :- પ્લીઝ એને કંઈ પણ કરી બચાવી લો પ્લીઝ ડોક્ટર.
ડોક્ટર :- કોશિશ તો ચાલુ જ છે પણ...
હું ધાનીને મળવા ગયો. અદિતીનો ગુસ્સો શાંત થઈ ગયો છે એ વાત પણ કરી. ધાની બસ જોયા જ કરતી હતી. એક વીક ઉપર થઈ ગયુ એ જાતે શ્વાસ પણ નહિ લઈ શકતી હતી. અમે બધા એના પાસે જ હતા. ધાનીએ ધીમેથી મને નજીક બોલાવ્યો.
ધાની :- ભાઈ.
હું :- (ખુશ થઇ ગયો કે આજે ધાની બોલી) (એડમીટ કરી ત્યારથી આજ સુધી નહિ બોલી હતી.) હા ધાનુ બોલ.
ધાની :- (માંડ માંડ બોલવાની કોશિશ સાથે) સોરી. મારા કારણે ભાભી બહુ હર્ટ થયા ને. (અદિતીને નજીક આવવા ઈશારો કરતા કરતા) મમ્મા, હવે ક્યારેય એવુ નહિ કરુ. પ્લીઝ માફ કરી દો.
અદિતી :- આઈ એમ સોરી બેટા. મેં તને નજરઅંદાજ કરી એટલે આ બધુ થયુ. હું એના માટે ખુદને ક્યારેય માફ નહિ કરી શકુ.
ધાની :- નો મમ્મા, હું આજે છુ શાયદ કાલે ના પણ રહુ. હું આ બધુ જોડે લઈ જવા નહિ માંગતી. બસ તમે બંને માફ કરી દો એટલે હું સુકૂનથી મરી શકુ.
અદિતી - હું :- 😢😥 ધાનુ, તને કંઈ નહિ થાય. અમે તને કંઈ નહિ થવા દઈએ.
ધાની :- ભાઈ, હવે બીજી કોઈ જૂઠી ઉમ્મીદ નહિ. તમે પણ એક્સેપ્ટ કરી લો મારા પાસે વધારે ટાઈમ નથી. જેટલો છે એમાં તમને બંનેને રડતા નહિ જોવા મારે. આ મારી લાસ્ટ વિશ છે.
અદિતી :- નહિ બેટા. તારી બધી વિશ પૂરી કરીશુ પણ લાસ્ટ વિશ છે એવુ ના બોલ. અમારી જિંદગી તારા નામે કરીને પણ તને બચાવીશુ. તું ટેન્શન ના લે.
ધાની :- મમ્મા, તમારા વગર તો હું કંઈ છુ જ નહિ તો તમારી જિંદગી લઈને શું કરીશ એકલી.
હું :- ધાનુ પ્લીઝ. તું રેસ્ટ કર કંઈ જ વિચાર્યા વગર. તને કંઈ નહિ થવાનુ. આટલી જલ્દી તુ અમારાથી પીછો નહિ છોડાવી શકે.
ધાની :- (હાંફતા હાંફતા) લવ યુ. 😥😢
ધાનીની હાર્ટ-બીટ ધીમી થવા લાગી હતી. ડોકટરે અમને બધાને બહાર મોકલી દીધા. હું દરવાજામાંથી જોતો હતો થોડીવારમાં ધાનીના શ્વાસ બંધ થઈ ગયા. ડોક્ટર ઇલેકટ્રીક શોક આપી ફરીથી ધાનીને બચાવવા કોશિશ કરવા લાગ્યા. બહુ મહેનત પછી ધાનીને એની જિંદગી મળી.
એ દિવસે એકસાથે બે જિંદગી જતી હતી. શાયદ ભગવાને પહેલા જ અમારા પેરેન્ટ્સની જિંદગી અમારા નામ પર કરી રાખી હતી. 15 દિવસ ઓબ્ઝર્વેશન પછી ઘરે શિફ્ટ કરી. ધાની જે શ્વાસ લેતી હતી એ એની બીજી જિંદગી હતી.
ધાનીની નાના બેબીની જેમ કેર કરી. એ ધાવ ભરતા 3 મહિના થઈ ગયા. અમારી જિંદગીનો સૌથી ખરાબ સમય એ હતો. ક્યારેય નહિ વિચારેલુ કે એક નાનકડી જિંદગીમાં આટલા બધા સબક એકસાથે મળતા હશે.
આજે ધાની એકદમ સારી થઈ ગઈ છે પણ આ બધી યાદો...
આંખમાં આંસુ સાથે ચહેરા પર મુસ્કાન પણ આપી જતી હોય છે. મમ્મી પાપાની યાદ તો આજે પણ આવે છે પણ એ યાદો સાથે જિંદગી જીવવાની હિંમત પણ મળે છે.
આ ડાયરી મારી તાકાત છે કારણ કે આમાં મારા પોતાના સદસ્યોના ભાવ છે, એમનો સાથ છે, સહકાર છે અને આ બધાથી જ મારી લાઈફ છે. આ મારી સુંદર જિંદગી છે જેને હું એક એક પલ જીવ્યો છુ.
લિ.
હું રિખીલ... ધાનુનો ભાઈ 😊