Rakhi - 6 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 6

ફાઇનલી રિખીલ અદિતીના મેરેજ નો દિવસ નજીક આવી ગયો. ઘરમાં ચહલપહલ વધી ગઇ. બધા પાસે કામ જ કામ હતા. બધાના મોઢા પર મેરેજ રિલેટેડ વાતો જ સાંભળવા મળતી. બધાનો ઉત્સાહ છલકાય છલકાયને દેખાતો હતો. પેરેન્ટસની યાદ તો હર કોઈને આવે પણ એને બહાર અમુક લોકો જ દેખાવા દેતા હોય છે. રિખીલ અને ધાની એકબીજા સામે જોઇને જ મન ભરી લેતા. શાયદ એ઼ટલા માટે જ કે આ યાદ બહાર આવશે તો બધા દુ:ખી થઇ જશે.

ધીમે ધીમે સવાર પડવા લાગી. રાતના અંધકારને દૂર કરી નવી રોશનીથી એ દિવસને વધાવવા બધા સજજ થઇ ગયા હતા. પંડિતજી પણ આવી ગયા અને મંડપ મુહુર્તની વિધી ચાલૂ કરી મેરેજ ફંકશન્સ ની ગણપતિના નામથી શુભ શરુઆત કરી. રિખીલ વિધીમાં વ્યસ્ત થઇ ગયો બધા એન્જોય કરવા લાગ્યા. આખા દિવસની વિધી પતાવી થાક અને ઉત્સાહ સાથે સાંજીમાં ગરબાના તાલે ઝૂમવા બધા રેડી થઇને પહોંચી ગયા.

ધાની :- તમારે આજે ગરબા ના રમાય. 😌
હું :- કેમ? શું કામ મારાથી ના રમાય? 😉
ધાની :- શાસ્ત્રમાં કીધુ છે કે મેરેજના ગરબામાં દુલ્હા-દુલ્હન ના રમી શકે. 😉
હું :- ઓહહહ, તો શાસ્ત્ર ધારી તમે પણ ના રમી શકો.
ધાની :- હેં..... 😱 કેમ કેમ કેમ? હું તો મસ્તી કરતી હતી.
હું :- તો હું ક્યાં સીરીયસલી વાત કરુ છું. 😆

સવારે વહેલુ જાગવાનુ હતુ એટલે અમે બધા મોડે સુધી ગરબા રમ્યા પછી નાસ્તો કરી ફ્રેશ થઇ ફરી મિટીંગ જમાવી. આખી રાત ગપ્પા માર્યા પછી બધા જાનમાં જવા ફરી તૈયાર થઇ ગયા. સવારની રસમ પૂરી કરી ઘરેથી નીકળ્યા. ડીજે ના તાલ પર ખૂબ ઝૂમ્યા અને છેલ્લે મંડપમાં પહોંચ્યા. ત્યાંની વિધી ચાલુ કરી.

રિખીલ :- હું અને અદિતી મંડપમાં હતા વિધી ચાલતી હતી. બીજા બધા પોતાનામાં વ્યસ્ત હતા. કોઈ હસતા હતા, કોઇ વિધી ધ્યાનથી જોતા હતા, કોઇ છોકરા રમાડતા 😜 હતા. ફેરાનો ટાઇમ થયો.

અમે બંને એકબીજાને કસમો આપી મોમ ડેડની યાદ સાથે આશીર્વાદ લઇ ફેરા કમ્પલીટ કર્યા. વિદાય તો હંમેશા છોકરીઓની જ આવતી હોય છે એટલે એમની આંખો ભીની થઇ જતી હોય છે પણ અમારામાં તો ઉલટુ થયુ. મારી જ આંખોમાં પાણી આવી ગયા.

અચાનક જ ધાનીએ બૂમ પાડી.
ધાની :- મમ્મા.... પાપા.....
(બધા એકસાથે ધાની સામે જોવા લાગ્યા. પંડિતજીએ વિધી સ્ટોપ કરી દીધી. આખા મંડપમાં સૂનકાર થઇ ગયો.)
ધાની :- મમ્મા... 😄 ( પાછળની સાઇડ દોડવા લાગી.)
અમે બધા ધાની ને જોવા લાગ્યા. જે ડિરેક્શનમાં ધાની જતી હતી ત્યાં જોવા લાગ્યા પણ કોઈ દેખાતુ નહિ હતુ.

મામી :- ધાની, શું થયુ?
ધાની :- મમ્મી પાપા ત્યાં છે હું એમના પાસે જાઉં છું. ☺
ભાઈ ચલો તમે પણ જલ્દી...
મામી :- ધાની ત્યાં કોઈ નથી, તું ક્યાં જાય છે?

ધાની થોડી આગળ જઇને ઊભી રહી ગઇ. જાણે કોઇને હગ કર્યુ હોય.
ધાની :- પાપા, ક્યાં હતા અત્યાર સુધી? અહીંયા બધા છે તમે બે જ નહીં હતા. ચલો ભાઈ પાસે.

એ એકલી એકલી વાત કરતી હતી અમને કોઈને કંઈ સમજ પડતી નહિ હતી કે અહીંયા થઇ શું રહ્યુ છે.

ધાની બોલતી હતી મમ્મા પ્લીઝ અંદર ચલો, તમે પાછા નહિ જઇ શકો આવી રીતે. પ્લીઝ પાપા. 😖 ભાઈ તમે કંઈક તો બોલો. મમ્મા પાપા જાય છે પ્લીઝ....

ઇશાન :- ( ધાની પાસે જઇને ) ધાની કોઈ નથી ત્યાં, ચૂપ થઇ જા.
ધાની :- છે ત્યાં મમ્મા પાપા જાય છે તમને કેમ નહિ દેખાતા? ધ્યાનથી જોવો એ જાય છે એમને રોકોને.
શ્રેયા :- બેટા, ત્યાં કોઈ નથી, તને વહેમ થયો હશે. તું એમના વિશે વિચારતી હશે એટલે તને ઇમેજીનેશન થયુ હશે.
ધાની :- નહિ ભાભી, એ ત્યાં જ હતા મેં જોયા છે એમને ટ્રસ્ટ મી ભાઈ, 😥 એમને મને હગ પણ કરી. મારો હાથ પકડ્યો.

બધા વડીલોના કહેવાથી વિધી આગળ વધારી અને ઇશાન - શ્રેયા ધાનીને બહાર લઇ ગયા. મારે પણ ધાની પાસે જવુ હતુ પણ હું મજબૂર હતો, મંડપમાથી બહાર આવવુ નામુમકીન હતુ. વિદાય સુધી ધાની પાછી આવી જ નહિ. વિચારોના વમળોમાં અમે ઘરે પહોંચ્યા. અમારા ગ્રુહપ્રવેશ માટે દરવાજા પર જ ઉભા રહ્યા.

ધાની અંદર હતી એને જોઈને થોડી હાશ તો થઇ પણ એના બોલેલા શબ્દો હજુ પણ કાન પર અથડાતા હતા. ધાનીને જોઈને મને એ ગુસ્સામાં હતી કે અપસેટ હતી કંઈ સમજ જ ના પડી એ અમારા બધાથી દૂર દૂર ભાગવા લાગી.

છેડાછેડી છોડવા બોલાવી ત્યારે આવી મારા સામે જોયુ પણ કોઈ એક્સપ્રેશન વગર જ જાણે કંઈ થયુ જ ના હોય.

હું :- ધાનુ, આર યુ ઓકે?
ધાની :- હમ.
હું :- ધાની... આઈ.....
(અને એ જતી રહી)
એનુ બિહેવિયર મને કંઇ ખબર ના પડી. મામીએ મને અત્યારે કંઈ ના બોલવા ઇશારો કર્યો. મેં ઇશાનને એના જોડે રહેવા કહ્યુ. ધાની કિચનમાં જતી રહી ઇશાન પણ પાછળ પાછળ ગયો.

ઇશાન :- તું હજુ પણ એ જ વિચારે છે ને?
ધાની :- એ કેમ પાછા જતા રહ્યા?
ઇશાન :- આઇ થીંક અત્યારે તારે પહેલા નવા ભાભીને વેલકમ કરવુ જોઈએ. 😚 બીજુ બધુ પછી ડિસ્કસ કરીશું ને આપણે.
ધાની :- પ્લીઝ ભાઈ! તમે તો મારા પર ટ્રસ્ટ કરો હું જૂઠ્ઠુ નથી બોલતી. એમને મારો હાથ પકડ્યો હતો, મને હગ કરી હતી, એ ભાઈને જોતા હતા અને સ્માઇલ કરતા હતા. હું એમની પાસે ગઇ ત્યારે એ બહુ ખૂશ લાગતા હતા.

પાછળથી અવાજ આવ્યો, "યુ આર રાઇટ! બની શકે એવું"
ઇશાન :- વોટ?? 😑 વોટ આર યુ સેઇંગ જીજુ?
ધાની :- તમે તો માનો છો ને જીજુ, મેં જોયુ એ જ કઉં છું પણ આ કોઈ માનવા તૈયાર જ નથી. પ્લીઝ તમે સમજાવો ને.
કબીર :- ( કાવ્યાના હસબન્ડ ), ઇશાન બની શકે એવુ, જે એ કહે છે એ સાચુ પણ હોય શકે. જે આપણે ના જોયેલુ હોય તે એને દેખાયુ હોય.
ઇશાન :- પણ જીજુ... એ કેવી રીતે પોસીબલ છે એવુ?
કબીર :- પહેલા રિખીલનુ બધુ પતવા દે પછી જોઈએ શું કરવુ છે એ.
ઇશાન :- ઓકે.
કબીર :- ચલો ચલો હવે, પહેલા હસતા હસતા બંનેને કોન્ગ્રેચ્યુલેશન કરી દે પછી આ વાત પર ડિસ્કશન કરીશુ, ઓકે.
ધાની :- હમમ.

ધાની અમારા બધા વચ્ચે તો હતી પણ સાથે નહિ હતી. અંદરથી ગુમસુમ બની ગઇ હતી. હું કંઈક પૂછીશ એ ડરથી મારાથી દૂર દૂર રહેતી હતી. ફાઇનલી બધી રસમો પૂરી કરી અમે શાંતિના શ્વાસ લીધા. એ દિવસે ખબર પડી કે મેરેજમાં દુલ્હા-દુલ્હનને કશું કામ કેમ ના કરવા આપે. 😛
વિધી પતી ત્યાં સુધીમાં સાવ થાકી ગયેલા અમે. દૂરના રિશ્તેદાર તો બધા જતા રહેલા અમે ઘરના સાંજે ફ્રેશ થઇ નીચે બેઠા હતા.

અદિતી બધા માટે ગિફ્ટ લાવી હતી એ આપ્યા બધા વાતો કરતા હતા. ધાનીએ સામે અદિતીને ગિફ્ટ આપ્યુ. અમને કોઈને ગિફ્ટ વિશે ખબર નહિ હતી એટલે બધા પૂછવા લાગ્યા.

ધાની :- એ તો મારા તરફથી છે તમને બધાને ક્યાથી ખબર હોય. 😉
અત્યારે નહિ ખોલતા એ ઉપર જઇને ખોલજો.
હું :- ઉપર જઇને કેમ? 😐 ના ના તું અત્યારે જ ખોલ.
અદિતી :- ઓકે.
ધાની :- મેં ગિફ્ટ આપેલી છે તો હું કઉં એમ જ કરવુ પડે તમારે. એટલે ઉપર જઇને જ ખોલજો.
બધા :- (એકસાથે) 😀😀 ઓહોહોહો....
અદિતી :- ઓકે, ઉપર જઇને જ ખોલીશ.

થોડીવાર બેસી બધા ઉંઘવા જતા રહ્યા. હું ધાની જોડે વાત કરવા તેના રુમમાં ગયો પણ ધાનીએ પછી વાત કરીશુ એમ કહી દરવાજો જ ના ખોલ્યો. મને થોડુ અજીબ લાગ્યુ પણ ચૂપચાપ મારા રુમમાં આવી ગયો.

અદિતી :- કેમ આટલા જલ્દી આવી ગયા. કંઈ વાત થઇ?
હું :- નહિ, દરવાજો જ ના ખોલ્યો, પછી વાત કરીશુ એટલુ જ બોલી એ. બાય ધી વે, પેલુ ગિફ્ટ ખોલ્યુ તેં?
અદિતી :- ના, હજુ તો નહિ ખોલ્યુ.
હું :- ખોલ તો એને.

અમે પેકિંગ ખોલ્યુ એમાંથી અમારા બંનેના ઓલ્ડ ફોટોસ અને એક એન્વેલપ નીકળ્યુ.
અદિતી :- રિખીલ, આ બધુ તમે કરેલુ છે?
હું :- નહિ તો, મને પણ અત્યારે ખબર પડી.
અદિતી :- તમારા સિવાય કોના પાસે હોય આ બધા પિક્સ?
હું :- મારા પાસે જ નથી, હોય તો હું તને ક્યારેક તો બતાવુ ને! સ્ટ્રેન્જ છે, ક્યાંથી શોધ્યા હશે.

એ બધા ફોટોસ અમારી લવસ્ટોરીના હતા. ખબર નહિ એણે ક્યાથી શોધી કાઢ્યા હતા. એ બધા ફોટોસ અમારી લાઇફના એક ચેપ્ટર હતા. એ જોઈને અદિતી બહુ જ ખૂશ થઇ ગઇ.

અદિતી :- એક મીનિટ હજુ એક એન્વેલપ છે અંદર.
હું :- બતાવ. 😜 વાઉઉઉઉઉઉ.....
અદિતી :- શું છે એમાં?
હું :- હનીમૂન પેકેજ.
અદિતી :- બતાવો બતાવો.... 😉😉
અદિતી :- ઓહહ, 😄😄😄 આ તો ફોરેન ટ્રિપની છે ટેન ડેસ.
હું :- હમમ.... 😍
અદિતી :- ક્યાંક તમે તો નહિ કરાવ્યુ ને આવુ? 😉
હું :- કાશ મેં કરાવ્યુ હોત! મને પણ હાથમાં આવ્યુ ત્યારે ખબર પડી. ઓહ, તો એ પ્રોજેક્ટ હતો એ આ જ હશે.
અદિતી :- 😅 સ્માર્ટ ગર્લ.
હું :- છોટુ સી છે પણ કશુ ખબર જ ના પડવા દીધી. 😄
અદિતી :- કાલે એને જ પૂછી જોઈશું કેવી રીતે કર્યુ તેણે.
હું :- રાઈટ.

બીજા દિવસે સવારે અદિતીને તેડવા આવ્યા અને એ જતી રહી. મેં ધાનીને પૂછ્યુ.
હું :- ગિફ્ટ તો મસ્ત છે ને! આઈડિયા કોણે આપ્યો?
ધાની :- 😜 ધાનીએ.
હું :- ઓહહ, તો પિક્સ? એ તો મારા પાસે પણ નથી.
ધાની :- સિક્રેટ છે પછી કહીશ.
હું :- પછી કહીશ વાળી અત્યારે કે'તો. 😁
ધાની :- મામી.... આ જોવો તો ભાઈ મને મારે છે.
મામી :- જે ભી હોય છોડો તો એને! પાછળ પડી ગયા છે મારી દીકરીની.
હું :- પણ હું છું મામી, (ધાનીને) હું મારુ છું તને એમ હેં...
ધાની :- 😂😂😅 હા તમે જ.
હું :- હવે તો સાચે જ મારુ. 😋

અમે બંને મસ્તી કરવા લાગ્યા.
મામા :- હા હા કરો કરો, મસ્તી કરો, કામ તો અમે કરી લઇશું.
ધાની :- ચાલશે ચાલશે, મારુ પણ કરી આપજો.
મામા :- 😃😄 હો.

મસ્તી કરતા કરતા અમે બહાર આવ્યા મેં ધાનીને પકડી લીધી પછી શાંતિથી પૂછ્યુ.
હું :- કાલે શું થયેલું મંડપમાં?
ધાની :- (ચૂપચાપ મારી સામે જોઇ રહી)
હું :- ધાની, પ્લીઝ ટેલ મી, કાલે ત્યાં શું જોયેલુ?
ધાની :- કંઈ નહિ. 😏
હું :- મને જવાબ નહિ આપે તું? 😎
ધાની :- નહિ, કોઈ મારા પર યકિન નહિ કરતું તો હું શું કામ કઉં? 😟
હું :- મમ્મી પાપા તો મારા પણ હતા ને! તો પણ તું મને નહિ કહે.
ધાની :- હમમ.

હું :- 😞 ધાનુ, હું મંડપમાથી ત્યાં ના આવી શક્યો, આઇ એમ સોરી ના પ્લીઝ કંઈક તો બોલ.
ધાની :- ત્યારે મેં મમ્મા પાપાને જોયા હતા. એ બધાથી દૂર ઊભા હતા. હું જોરથી બોલી ત્યારે એ આપણને જ જોતા હતા. હું એમના પાસે ગઇ એટલે એમને મને હગ કરેલુ અને હાથ પણ પકડેલો. આંખોમાં પાણી હતુ પણ ફેસ પર સ્માઇલ હતી. મેં એમને ઘણી વાર કીધુ પણ એ જતા રહ્યા. 😔😔
હું :- એ કેવી રીતે બની શકે?
ધાની :- 😫 ખબર જ હતી તમે પણ નહિ જ માનો એટલે જ નહિ કહેતી હતી. હા હું ખોટુ બોલુ છું, એ મારુ ઇમેજીનેશન જ હતુ. 😨
હું :- ધાની.... ધાની..... સાંભળ તો ખરા.... ધાની........

રડતા રડતા એ જતી રહી. આગળ શું થયુ એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED