Rakhi - 1 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 1



યાદે પવનની લહેરો જેવી હોય છે. જ્યારે પણ આવે ત્યારે દિલને એક સૂકુન મહેસૂસ કરાવી જાય છે, પછી એ કોઈ પણ પરિસ્થિતી હોય કે કોઈ પણ સિચ્યુએશન હોય. હસી ખુશીની પળોને યાદ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે અને ગુસ્સો યા તો ઝધડાની પળો ફેસ પર ખુશીની ઝલક લાવી દે છે.
આવી જ કંઈક યાદોને દિલમાં ભરીને રિખીલ પોતાના રુમની બાલકનીમાં બેસીને વિચારોમાં ખોવાયેલો હોય છે. ત્યાં અદિતી કોફીનો કપ લઇને આવે છે અને રિખીલને યાદોની દુનિયામાંથી બહાર લાવે છે.

અદિતી :- રિખીલ, શું વિચારે છે?
રિખીલ :- કંઈ નહીં,☺ બસ એમ જ.
અદિતી :- રિખીલ, વાત શેર કરવાથી દિલ હળવુ થઇ જાય છે.
રિખીલ :- એવુ કશું નથી અદિતી. આઇ એમ એપ્સ્યુલેટલી ફાઇન.

થોડીવાર પછી અદિતી ફરી આવે છે હાથમાં એક ડાયરી લઇને.
અદિતી :- (ડાયરી આપતા) રિખીલ, તમારા માટે છે. તમારા વિચારોને કેદ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.

રિખીલ થોડીવાર ડાયરીને એકીટસે જોયા કરે છે પછી કંઈક વિચારીને ડાયરી ખોલે છે અને લખવાનુ સ્ટાર્ટ કરે છે.

નાનપણની એ વાત છે. હું 6th માં સ્ટડી કરતો હતો. રોજની જેમ એ સુંદર રંગબેરંગી સવાર હતી. સવારની મીઠી સુગંઘ આખા ઘરમાં ફેલાઇ રહી હતી. સવારની કુમળી કિરણો આખા ઘરમાં લાલી પાથરતી હતી. રોજની જેમ આજે પણ હું મમ્મા પાપા સાથે નાસ્તો કરતો હતો. પણ આજે રોજની જેમ મારા ચહેરા પર આનંદ નહિ હતો. રોજ સવારે અમે બધા સાથે મળી નાસ્તો કરતા કરતા આનંદની પળો માણતા રહેતા પણ આજે ડાઈનીંગ ટેબલ પર એક હતાશા ની લહેર છવાઈ ગઇ હતી. મમ્મી પપ્પા મને મનાવવાની પૂરી કોશિશ કરી રહ્યા હતા પણ મને તો પોતાની જીદ પૂરી કરવી હતી. સ્કૂલે ના જવાની જીદ.

આજે સ્કૂલમાં રક્ષાબંધન સેલિબ્રેટ કરવાની હતી. આગળના દિવસે સ્કૂલમાં બધા બહુ ખુશ થતા હતા પણ હું નાખુશ હતો. મેં ક્યારેય સ્કૂલમાં રક્ષાબંધન સેલિબ્રેટ નહિ કરેલી હતી.

રક્ષાબંધનના દિવસે હું હંમેશા એકલા રહેવાનું પસંદ કરતો હતો. રક્ષાબંધનનો દિવસ પવિત્ર ગણાય છે આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પણ મારા હાથમાં રાખડી બાંધવા માટે મારી બહેન નહોતી. મેં નાનપણથી સાંભળ્યું હતું કે નાના બાળકો ની વાત ભગવાન પહેલા સાંભળે છે બસ ત્યારથી હું ભગવાનને પ્રાર્થના કરતો રહેતો કે મને એક નાની સુંદર બહેન આપી દે. રોજ સવારે આવી પ્રાર્થના કરતો હતો આમ ને આમ આઠ વર્ષ વીતી ગયા આખરે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી.

મને મારી નાની સુંદર માસુમ બહેન આપી દીધી તેને પહેલીવાર જોઇને મને ખુબ ખુશી થઇ હતી. એના નાના નાના હાથ, ગુલાબી ગુલાબી ગાલ, નાજુક નાજુક પગ જોઇને મારી આંખમાં આંસુ આવી ગયા હતા. મમ્મીને હોસ્પિટલમાં સૂતેલી જોઈને થોડુ દુઃખ થયું હતું પણ એના ચહેરા પર એક ખુશીની ઝલક છલકતી હતી એ જોઈને દુ:ખ ખુશી માં પરિવર્તિત થઇ ગયું. પણ નાની બહેન ને મળવાની ખુશી તો અમારા બધાના ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી.

આજે મારી બહેન પહેલી વાર ઘરે આવવાની હતી એ ખુશીમાં પૂજાની તૈયારી ચાલી રહી હતી. હું બહુ ખુશ હતો. હવે મને પણ મારી બહેન રાખડી બાંધશે. હું તેની સાથે રમીશ, હું એના સાથે મીઠો ઝગડો કરીશ, એને બધી રીતે સપોર્ટ કરીશ, આવા બધા વિચારથી હું થોડો વધારે એકસાઈટ થઈ ગયો. ખુશી ના દિવસો પસાર થતા વાર નથી લાગતી એવી જ રીતે થોડા દિવસો તો પાપણના પલકારામાં જ પસાર થઈ ગયા.

મારી નાની બહેનનુ નામકરણ કર્યુ અને ધાની નામ રાખ્યુ. ધાની અમારી દુનિયા બની ગઇ હતી. બધાથી નાની, બધાની લાડકી. હું રોજ ધાની જોડે રમતો એને રમાડતો, એના માટે હું બધુ કરતો. સ્કૂલમાં બર્થ ડે ની ચોકલેટ્સ મળે એ હું ધાની માટે લઈ જતો અમે બંને જોડે જ ખાતા. ધીમે ધીમે અમારી દુનિયા ધાનીમાં જ સમાવા લાગી. ધાની નજર સામે ના હોય એટલે એક બેચેની લાગતી રહેતી. મમ્મી પાપા ધાનીના આવવાથી ખુશ હતા જાણે કે અમારુ એક મોટુ સપનુ પૂરુ થઈ ગયુ હોય સાથે સાથે અમારુ ફેમીલી કમ્પલીટ થઈ ગયુ. મને બધા ચીડવતા કે હવે મારા હિસ્સાનો પ્રેમ ધાનીને મળશે મને હવે કોઈ પ્રેમ નહિ કરે, પણ મને તો એ સાંભળીને ખુશી થતી કે ધાની કયારેય એકલી નહિ રહે બલ્કિ એને મારા હિસ્સાનો પ્રેમ પણ મળશે.

ખુશીના દિવસો ફટાફટ વીતતા જતા હતા ધાની મોટી થવા લાગી. ધાની માટે બધા દિવસો તહેવાર બની જતા એમાં પણ એનો બર્થ ડે એ તો એક તહેવારનો જ હિસ્સો હતો. આજે ધાનીનો બર્થ ડે હતો બધાએ બધી તૈયારી કરી દીધી હતી સેલિબ્રેશન જો હતુ. આખા ઘરમાં બલૂન્સ🎈🎈 અને રિબીન્સ લગાવેલી હતી ઘણા બધા રમકડા પણ રાખ્યા હતા. સવારે રેડી થઈ ધાની ભગવાનને પગે લાગી અમને બધાને પગે લાગી પછી મંદિરે જઈ પૂજા કરી. ત્યાંથી આવી સ્કૂલે ગઈ પણ હા આજે મને વહેલી લેવા આવજો તો જ જઉં એવી ધમકી આપીને. સ્કૂલેથી આવી પાર્ટી માટે રેડી થઈ બધા ફેમીલી જોડે બેસી મસ્તી કરી. સાંજે કેક આવી ત્યારે બધા સાથે મળી કેક કટ કરી સેલિબ્રેશન કર્યું. ત્યારબાદ ગિફ્ટસ ખોલ્યા, ચોકલેટ્સ ખાધી, આઇસક્રીમ ખાધુ. દર વર્ષે આવી જ રીતે બર્થ ડે સેલિબ્રેટ થતો.

આમ ને આમ ધાની મોટી થવા લાગી. ઘરમાં ખુશીયાઁ વધવા લાગી. આખો દિવસ ઘરમાં ધાની ધાની જ થતુ. ધાની પણ બધુ સમજતી હતી ક્યારેય કોઇ જીદ ના કરે અને ક્યારેય કોઇને પરેશાન ના કરે. શાયદ એટલે જ એ વધારે લાડકી હતી. હું રોજ સવારે બધા સાથે નાસ્તો કરી સ્કૂલે જતો તેયાંથી આવી ટ્યુશન જતો. ટ્યુશનથી આવી ધાની જોડે નાસ્તો કરતો એની સાથે રમતો પછી હોમવર્ક કરતો. સાંજે ફેમીલી સાથે જમી પાપા સાથે થોડી વાતો કરી ધાની જોડે મસ્તી કરી સૂઈ જતો. આ જ અમારુ રુટિન હતુ. નોર્મલી ક્યારેક તો રુટિનમાં ચેન્જિસ આવતા જ હોય છે. અમારે પણ આવતા.

થોડા વર્ષો પછી ફરીથી ધાનીનો બર્થ ડે આવ્યો. અમે બધાએ એને સરપ્રાઇઝ આપવાનુ નક્કી કર્યુ. એ દિવસે સવારે હું મમ્મી પાપા સાથે બેઠો હતો. ધાનીને કંઇ ખબર ના પડે એ જ રીતે બિહેવ કરવાનુ હતુ. એ દિવસે સવારે ધાની રેડી થઈને નીચે આવી. અમે કોઈએ ધ્યાન ના આપ્યુ એટલે એ નજીક આવી મમ્મી પાપાને પગે લાગી પછી મને લાગી એટલે મેં પૂછયુ, ધાની, આજે કેમ પગે લાગે છે?

ધાની :- (થોડીવાર અમને જોયા કર્યુ પછી ગુસ્સામાં)એમ જ.
હું :- ઓકે.

પાપા ડેકોરેશનના કામથી જતા રહ્યા. અમે કોઇએ એને વિશ ના કર્યુ. એ મનમાં ને મનમાં વિચારતી હતી કે બધા મારો બર્થ ડે કેવી રીતે ભૂલી ગયા? દર વર્ષે આ દિવસ તહેવાર બની જતો હતો આજે એ તહેવારનો દિવસ કેમ ભૂલી ગયા?

થોડીવાર કંઈ જ ના બોલી પછી મારી પાસે આવી ધીમેથી બોલી; ભાઈ! મારા જોડે મંદિર આવશો? મેં હા મા ડોકુ હલાવ્યુ. અને અમે બંને નીકળ્યા.

ધાની :- (રસ્તામાં) ભાઈ! તમે પણ ભૂલી ગયા?
હું :- શું?
ધાની :- (ફરીથી અકળાઇને) કશુ નહિ.

અને આખા રસ્તે ચૂપચાપ રહી. અમે મંદિર પહોંચ્યા, ત્યાં પૂજા કરી રિટર્ન આવતા હતા ત્યારે મેં એને શોપિંગ જવા માટે પૂછયુ. એણે હા પાડી અને અમે શોપીંગ કરવા મોલમાં ગયા. મોલમાં જઈ ઘણી બધી શોપીંગ કરી અમે ઘરે આવ્યા પણ ઘરે કોઈ નહોતુ લોક મારેલુ હતુ. પછી પાપાને કોલ કર્યો તો અમને ફાર્મ હાઉસ જવા કહ્યુ ત્યાં બધી જ તૈયારી થઈ ગઈ હતી. ઘરેથી અમે ફાર્મ હાઉસ જવા નીકળ્યા ત્યાં રસ્તામાં નાસ્તો કર્યો અને ત્યાં ગયા. ફાર્મ હાઉસ પર કોઈ દેખાતુ નહિ હતુ. અને એન્ટ્રન્સ પર એક મોટો કર્ટન લગાવેલો હતો. ધાની સમજી ગઈ કે કંઈક સરપ્રાઈઝ છે.

અચાનક જ થોડીવારમાં કર્ટન નીચે આવ્યો, જોયુ તો આખુ ફાર્મ હાઉસ રંગબેરંગી બલૂન્સ 🎈🎊 અને રંગબેરંગી રિબીન્સથી🎉 સજાવેલુ હતુ. થોડા થોડા અંતરે ટેબલ્સ ગોઠવેલા હતા એ બધા પર અલગ અલગ રમકડા, માસ્ક મૂકેલા હતા. આખા ફાર્મ હાઉસને એટલુ સુંદરતાથી સજાવેલુ હતુ કે જાણે આજના માટે વર્ષોથી વિચારીને તૈયાર કર્યુ હોય. પણ હજુ સુધી ત્યાં કોઈ દેખાતુ નહિ હતુ સિવાય મમ્મી પાપા. હું ધાનીને લઈને અંદર ગયો ત્યાં મમ્મી પાપા એ એને બર્થ ડે વિશ કર્યુ અને ગિફ્ટ આપી પછી મેં વિશ કર્યુ અને એની ફેવરીટ ચોકલેટ્સ આપી. ધાની ખુશીથી ઉછળતી હતી શોપીંગ કરેલી એમાંથી એક ડ્રેસ લીધો અને એ મમ્મી જોડે રેડી થવા ગઈ.

નીચે આવી ત્યાં બધા ગેસ્ટ આવી ગયેલા એમને બધાએ ધાનીનેે વિશ કર્યુ. ધાની બહુ ખૂશ😄 હતી જેટલો ગુસ્સો હતો, નારાજગી હતી એના કરતા ધણી વધારે ખૂશી એના ચહેરા પર સાફ દેખાતી હતી. એ ખુશી માટે તો બધુ કૂરબાન હતુ. થોડી વાર પછી બર્થ ડે સોંગ ચાલૂ થયા અને કેક 🎂 પણ આવી ગઈ. એ ટાઇમે ધાની કેન્ડલ બુઝાવતા પહેલા વિશ માંગવાના ટાઇમ પર અમને બધાને જોતી હતી શાયદ અમારા માટે જ કંઇક માંગતી હોય એમ. વિશ માંગી કેન્ડલ બુઝાવી કેક કટ કરી બધાને કેક ખવડાવી અને બધા કરતા વધારે પોતે ખાધી 😉.

🍰કેક અને 🍨આઈસક્રીમ ધાની નુ ફેવરીટ હતુ. બધાએ ધાનીને વિશ કરી ગિફ્ટસ આપ્યા. ત્યાર પછી ડાન્સ પ્લાનીંગ હતુ એ પણ સરપ્રાઈઝ. પહેલા ધાનીના ફ્રેન્ડસે ડાન્સ કર્યો ત્યારબાદ કઝિન્સે કર્યો અને લાસ્ટમાં બધા એકસાથે નાચ્યા. બહુ જ ખૂશ હતા બધા.

થોડીવાર પછી નાસ્તો કરાવ્યો અને આઈસક્રીમ ખાઇ બધા પોતપોતાના ઘરે ગયા અને અમે ઘરના બધા થોડીવાર બેઠા. એટલામાં ધાની બોલી; ચલો, આપણે બધા ગિફટ્સ ખોલીએ. અને અમે બધા મળી ગિફટ્સ ખોલવા લાગ્યા.

ગિફટ્સમાં ઘણી બધી વસ્તુઓ હતી ક્લોથ્સ, રમકડા, બ્રેસલેટ, પાયલ, બૂક વગેરે વગેરે પણ એમાં એક ગિફટ બહુ જ મસ્ત હતી એ મામા એ આપેલી હતી એમનુ એક કવર હતુ. કવરની અંદર એક વાઉચર હતુ ટ્રીપનુ વિથ ફુલ ફેમીલી. ધાની એ જોઈને જ પાગલ થવા માંડી કે આ ટ્રીપ પર તો આપણે બધાએ જવુ જ છે જવુ જ છે. પછી મમ્મી પાપા એ બધા સાથે મળી નેક્સ્ટ સન્ડેનું પ્લાનીંગ કર્યુ વિથ મામાનુ ફેમીલી, માસીનુ ફેમીલી અને અમારુ ફેમીલી. બધા સાથે મળી હસી મજાક કરી છૂટા પડ્યા અને અમે ઘરે આવ્યા. ઘરે આવ્યા ત્યાં અમે થાકી ગયેલા હતા પણ બર્થ ડે ગર્લ હજુ ફન મૂૂડમાં જ હતી. પછી અમે બધા ફ્રેશ થઇ સૂઈ ગયા.

પછી તો ધાની રોજ દિવસો ગણતી અને ટ્રીપના સપના સજાવતી એ સપનામાં હું તેની સાથે હતો. અમે બધા એટલા જ ખૂશ હતા કે અમે બધા જોડે ફરવા જઈશુ, ત્યાં બહુ મજા કરીશુ. ફટાફટ દિવસો નીકળી ગયા અને ફાઇનલી એ સન્ડે આવી ગયો. સન્ડે ના દિવસે અમે બધા વહેલા જાગી રેડી થઈ ગયા. ટ્રીપ પર જવા માટે મીની બસ બુક કરાવેલી હતી એ પણ આવી ગઈ હતી. અમે બધા ઘરેથી નીકળ્યા ત્યારે થોડો થોડો નાસ્તો પણ લેતા ગયેલા. અમે ત્યાં જઈને બહૂ જ મજા કરી, બધી રાઈડ્સમાં બેઠા, વોટર પાર્કમાં સ્વિમીંગ કર્યું, ત્યાંની રેસ્ટોરન્ટમાં મસ્ત મસ્ત ડિશીસ ખાધી. આમ સવારથી સાંજ સુધી એન્જોય કર્યુ.

મોડી સાંજ થઇ ગઇ હતી એટલે અમે રિટર્ન ઘરે જવા નીકળ્યા. રાતે હાઇવે પર વાહનોની અવર જવર થોડી ઓછી હતી. અમે બધા આખા દિવસની વાતોને વાગોળતા વાગોળતા બેઠા હતા. અમે બધા થાકી ગયા હતા. થાકના લીધે ધીમે ધીમે બધાને ઉંઘ ચડવા લાગી હતી. અડધા રસ્તે એક વળાંક પર અચાનક જ સામેથી એક બેકાબૂ ટ્રક આવી. ડ્રાઇવરે બસને ટ્રકથી બચાવવા ટ્રાય કરી તો પણ અમારુ એક્સિડન્ટ થઇ ગયું.

એક્સિડન્ટની બધા પર શું અસર થાય છે એ જોવા માટે Wait for part 2.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED