ધાની :- ભાઈ! કોણ છે એ?
હું :- ક્લાસમેટ. 😉
ધાની :- ઓકે.
હું તેની નજીક ગયો. એને આમ અચાનક જોઇને હું ભાન ભૂલી ગયો. 😋 ઘણા ટાઇમ પછી અમે એકબીજાને મળ્યા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા અને એ જતી રહી. અમે બંને ભાઈ બહેન ઘરે આવ્યા.
મામી :- કાલે સવારે મહેમાન આવે છે એટલે તારે ઘરે રહેવુ પડશે.
હું :- ઓકે, આવે છે કોણ?
મામી :- ઇશાનને જોવા છોકરી વાળા આવે છે. તમે ગયા પછી એમનો કોલ આવેલો.
હું :- 😳 ઓહહહ.
મામી :- ઓહહહ નહિ. તારે કાલે ઘરે જ રહેવુ પડશે.
હું :- ઓકે.
ધાની :- તો મને સ્કૂલે મૂકવા કોણ આવશે?
મામી :- એ તો અમે કોઈ પણ મૂકી જઇશુ.
હું :- હું મૂકી જઇશ ને તને.
ધાની :- તો હું ઉંઘવા જાઉં છું મારે સવારે 7 વાગ્યે જવાનુ છે.
મામી :- હા જા.
બીજા દિવસે સવારે હું રેડી થઇ ધાનીને મૂકવા ગયો ત્યાંથી અમારા ઘરે ગયો. મામીનો કોલ આવ્યો.
મામી :- ક્યાં છે તુ? જલ્દી ઘરે આવ મહેમાન આવતા જ હશે.
હું :- હા આવુ જ છું.
હું ઘરે પહોંચ્યો ત્યાં મહેમાન આવી ગયા હતા. હું ત્યાં બેઠો. ઇશાનને છોકરી પસંદ આવી ગઇ. બંનેના ફેમીલીએ મળી સગાઇની તારીખ લેવાનુ નક્કી કર્યુ અને નાસ્તો કરી થોડી વાર બેઠા પછી અમારા ઘરે જ જમવાનુ પ્લાનીંગ કર્યુ. બપોરે હું સ્કૂલ્ ધાનીને લેવા ગયો એને નહિ ખબર હતી કે ઘરે હજુ પણ ગેસ્ટ બેઠા હશે. હું એને લેવા સ્કૂલે ગયો ઘણા ટાઇમથી ધાના સ્કૂલે નહિ ગઇ હતી અને આજે ફર્સ્ટ ડે હોય એમ ખૂશ હતી. હું એને પાર્કિંગમાં ઉતારી ગાડી પાર્ક કરવા ગયો હજુ તો એને કંઈ કહુ એ પહેલા તો એ સીધી ઘરમાં જતી રહી.
ધાની :- (પોતાની ધૂનમાં જ) મામા.... મામા...... 😀 હું આવી ગઇ.
😄 મામી બહુ ભૂખ લાગી છે. જલ્દી જમવાનુ આપો.
મામા :- 😃 ધીમે ધીમે પણ.
મામી :- (કિચનમાંથી બહાર આવતા આવતા) કિચનમાં આવ ચલ પહેલા.
ધાની બધાને બહાર બેઠેલા જોઇને ☺ શરમાઇ ગઇ. પછી ચૂપચાપ કિચનમાં જતી રહી. કિચનમાં જઇને મામીને હગ કરીને બોલી.
ધાની :- મામી, બધા હજુ સુધી કેમ બેઠા છે?
મામી :- એ જમવા રોકાયા છે.
ધાની :- તો ભાઈએ મને કશુ કેમ ના કહ્યુ?
મામી :- તે એને પૂછ્યુ હતુ?
હું :- હજુ તો હું કંઈ બોલુ એના પહેલા તો તું અંદર આવી ગયેલી.
મામી :- પાછી તો પૂછે છે ભાઈએ મને કેમ ના કહ્યુ.
અમે બધા જોડે જમવા બેઠા પછી થોડીવાર વાતો કરી છૂટા પડ્યા. ઇશાનની થનારી પાર્ટનર શ્રેયા સરસ હતી અને સારી પણ હતી. બધા ગયા પછી મામા ધાની પાસે ગયા એ સૂઇ ગઇ હતી. એની બેગ ચેક કરી તો બધા સબજેક્ટસની બૂક્સ કમ્પલીટ કરવાની હતી એટલે એની ફ્રેન્ડ પાસેથી બધી જ બૂક્સ લાવેલી હતી. બધુ ફાઇનલ થઇ ગયા પછી મેરેજ માટે કોઈ પ્રકારની વેટ કરવાની નહિ હતી એટલે એની તૈયારી થવા માંડી. અમે બધા મેરેજની તૈયારીમાં હતા અને ધાની એક્ઝામની તૈયારીમાં હતી.
સારુ મુહુર્ત જોઇને એન્ગેજમેન્ટની ફીક્સ કરી દીધી. ખુશીના દિવસો જતા વાર નથી લાગતી. એન્ગેજમેન્ટની તૈયારીમાં ફટાફટ દિવસો વીતવા લાગ્યા અને એ દિવસ પણ આવી ગયો જેની અમે બધા બેસબરીથી રાહ જોતા હતા. ધામધૂમથી એન્ગેજમેન્ટ કરી શ્રેયાને ઘરમાં એની જગ્યા આપી દીધી. એન્ગેજમેન્ટ પછી અમે બધા બધુ કવર કરવામાં બિઝી થઇ ગયા અને ધાની એક્ઝામમાં બિઝી થઇ ગઇ.
ધાનીની એક્ઝામ સુધી અમે મામાના ઘરે રહ્યા પછી થોડા દિવસ માટે અમે અમારા ઘરે આવી ગયા. ઘણા દિવસથી બધા જોડે જોડે જ રહ્યા હતા એટલે થોડા દિવસ તો અમને ઘરમાં એકલુ એકલુ લાગતુ હતુ. ધાનીને વેકેશન હતુ પણ મારે ઓફિસે જવુ પડતુ એટલે પછી હું ઓફિસનુ કામ ઘરથી જ કરવા લાગ્યો. ક્યારેક મીટીંગ હોય એટલી વાર જઇ આવતો. અમે બંને કંઈક ને કંઈક કરતા રહેતા. એક વિક માટે મારા માસી અમારા ઘરે આવેલા ત્યારે ઘરમાં થોડી રોનક લાગતી પછી તો એ પણ જતા રહ્યા.
વેકેશનમાં અમારુ રુટિન થોડુ બદલાઇ ગયુ હતુ. હું સવારે જાગી ફ્રેશ થઇ જાઉં ત્યાં આન્ટી ચા બનાવી નાસ્તાની તૈયારી કરતા ત્યાં ધાની ફ્રેશ થઇને નીચે આવી જાય. ત્યાર પછી અમે આન્ટી જોડે નાસ્તો કરતા. હું મારુ કામ કરતો અને ધાની અમને હેરાન કરી મસ્તી કરતી. ક્યારેક હું અને આન્ટી મળી ધાનીની મસ્તી કરતા ત્યારે એ ઘણી અકળાતી. અમે હસીએ એટલે એ બહુ ગુસ્સે થતી. 😜 ત્યારે બહુ મજા આવતી. આન્ટી આખો દિવસ અમારા સાથે જ રહેતા. નવી નવી ડિશીસ બનાવી આપતા 😆.
ધાનીને એકલા ના ગમે એટલે એ મને હેરાન કર્યા કરતી. રોજ ટીવી જોવામાં અમારો ઝગડો થાય જ, મારે ન્યુઝ જોવા હોય અને એને સોન્ગ જોવા હોય. એક દિવસ આવુ જ કંઈક થયેલુ. ધાની એની ફ્રેન્ડ જોડે ગાર્ડનમાં ગયેલી અને હું ટીવી જોતો હતો એ મોડેથી આવી ત્યાં મેં રિમોટ છૂપાવી દીધેલુ. આવીને મારા પાસે રિમોટ માંગ્યુ.
ધાની :- રિમોટ આપો, હવે મારી વારી છે. તમે ક્યારના જોવો છો.
હું :- નહીં મળે.
ધાની :- કેમ? ક્યારના તો તમે જોવો છો.
હું :- હા, તો હવે સૂવાનો ટાઇમ થઇ ગયો છે.
ધાની :- થોડીવાર તો જોવા દો પછી સૂઇ જઇશ. અને એમ પણ અત્યારે વેકેશન જ છે મારે.
હું :- નો મીન્સ નો, કાલે જોજે તું અત્યારે મને શાંતીથી જોવા દે.
ધાની :- તમે બહુ ખરાબ છો 😏.
હું :- તું જાને નહિ તો માર ખાઇશ આજે.
ધાની :- 😋 ટચ તો કરી જોવો પેલા.
હું :- (ઉભો થઇને) આજ તો તું માર જ ખાઇશ મારા હાથે.
ધાની :- પકડો પેલા 😆 પછી મારજો.
હું એને પકડવા એની પાછળ દોડવા લાગ્યો. ઘણી વાર સુધી આવી રીતે મસ્તી કરી પછી થાકીને અમે બેસી ગયા. પછી છેલ્લે મેં એને રિમોટ આપી દીધુ.
હું :- લે રિમોટ, જોયા કર હવે ટીવી.
ધાની :- હવે મારે નથી જોવી.
હું :- ક્યારની તો રિમોટ માંગ્યા કરતી હતી હવે આપુ છુ તો લેતી નથી.
ધાની :- પેલા જ આપી દીધુ હોત તો તમે, હવે હું થાકી ગઇ એટલે આપ્યુ હું નહિ જોઉં ટીવી.
હું ફરી ટીવી જોવા લાગ્યો મસ્ત મૂવી ચાલતુ હતુ એ જોયુ અને ધાની નીચે જ સૂઇ ગઇ. સવારે આન્ટી આવ્યા ત્યારે અમે જાગ્યા. હુ઼ં ઓફિસે ગયો અને ધાની ઘરે રહી. અડધુ વેકેશન તો એમ જ જતુ રહ્યુ. અચાનક થોડા દિવસ માટે આન્ટીને બહાર જવાનુ થયુ અને મારે ઓફિસ વર્ક હતુ એટલે હું એમાં બિઝી રહેતો, ધાની ઘરે એકલી રહેતી. એ કંઇક ને કંઇક કર્યા કરતી. સાંજે હું બહારથી જમવાનુ લઇ આવતો અને અમે જમી લેતા.
એમાં એક દિવસ ધાનીથી ફ્રેમ તૂટી ગઇ. એ ફ્રેમ મમ્મી પાપાની હતી. હું થાકેલો સાંજે ઘરે આવ્યો ત્યારે મને કહ્યુ, મેં એ વાતને ઇગનોર કરી. હું ઓફિસ સ્ટ્રેસમાં એ વાત ભૂલી ગયો. બીજા દિવસે ફરી એને કહ્યુ.
ધાની :- ભાઇ!
હું :- હમમ.
ધાની :- પેલી ફ્રેમ તૂટી ગઇ છે ચલોને આપણે રિપેર કરાવી આવીએ.
હું :- આજે નહિ, કાલે જઇશુ. મારે થોડુ કામ છે.
ધાની :- થોડીક જ વાર લાગશે ચલોને.
હું :- કાલે જઇશુ ને પણ 😑
ધાની :- કાલે પણ તમે આવુ જ કીધેલુ અને ભૂલી ગયેલા.
હું :- કાલે પાક્કુ જઇશુ.
ધાની :- નહિ, 😐 આજે જ ચલો.
હું :- ધાની, 😠 કીધુને કાલે જઇશુ અત્યારે હેરાન ના કર. જા સૂઇ જા.
ધાની :- તમે આખો દિવસ બિઝી જ હોવ છો અને સાંજે ભૂલી જાવ છો તો અત્યારે જઇ આવીએ ને થોડીક જ તો વાર લાગશે પ્લીઝ.....
હું :- 😣 ના પાડી એમાં તને ખબર નથી પડતી? હું આજે નથી આવવાનો તું જા સૂઇ જા.
ધાની અપસેટ થઇને જતી રહી. પછી એ વાત હું ભૂલી જ ગયો અને ધાનીએ પણ મને યાદ ના કરાવ્યુ. બે દિવસ પછી સાંજે હું ઘરે આવ્યો ત્યારે ધાની ઘરમાં નહિ હતી. બધાને કોલ કર્યા પણ કોઇના ઘરે નહિ હતી. મને યાદ આવ્યુ કે કદાચ એ ફ્રેમ રિપેર કરાવવા ગઇ હોય એટલે હું શોપ શોધવા નીકળ્યો.
અમારા ઘર નજીક કોઈ શોપ પણ નહોતી એટલે હું ગભરાઇ ગયેલો કે આ છોકરી ગઇ તો ગઇ ક્યાં. મોબાઇલ પણ નહિ હતો કે કોલ કરીને પૂછુ. હું જતો હતો ત્યાં રસ્તામાં ધાની દેખાય. એ ચાલીને આવતી હતી. હું તેની નજીક ગયો.
હું :- ક્યાં હતી તું?
ધાની :- 😏 નહિ કઉં.
હું :- આ મસ્તી કરવાનો કોઇ ટાઇમ છે? ☹
ધાની :- (ચૂપચાપ સાંભળે છે)
હું :- હું તને કઉં છું. કંઈક તો બોલ.
ધાની :- પહેલા ઘરે જઇશુ?
હું :- (ગુસ્સામાં) હો.
અમે બંને ઘરે પહોંચ્યા. હું ગાડી પાર્ક કરીને આવ્યો ત્યાં ધાની રુમમાં જતી રહેલી અને સૂઇ ગઇ (સૂવાની એક્ટિંગ કરી) હું નીચે આવી ગયો અને ગુસ્સો પણ એટલો જ હતો. હું સોફા પર આંખો બંધ કરી આડો પડ્યો. કલાક પછી ધાની નીચે આવી. એને એમ હતુ કે હું સૂઇ ગયો છુ એટલે કિચનમાં જમવા માટે ગઇ. અડધુ જમી લીધા પછી હું કિચનમાં જઇને ઉભો રહી ગયો. ધાની કંઈ જ ના બોલી. હું પાછો બહાર આવી ગયો. જમીને ધાની બહાર આવી.
હું :- ધાની, 😣 વેઇટ. ટેલ મી સમથીંગ.
ધાની :- શું?
હું :- તું મને કોલ કરીને ઇન્ફોમ કરી શકતી હતી ને?
ધાની :- (હા માં માથુ હલાવ્યુ)
હું :- તો કીધુ કેમ નહિ? 😡 તને ના પાડી છે ને કે તું મને કીધા વગર ક્યાંય નહિ જાય તો કેમ ગઇ હતી?
ધાની કંઈ ના બોલી.
હું :- ધાની હું કંઈક બોલુ છુ, તારી સમજમાં આવે છે ખરા? 😠 આજકલ તું બહુ જ હેરાન કરે છે, જે કઉં એ તો કરવુ જ ના હોય પણ હું હેરાન થાઉં એ કામ પહેલા કરવાનુ હેને!
ધાની :- ના ભાઈ! મને હતુ કે હું તમારા પહેલા ઘરે આવી જઇશ એટલે.
હું :- (ગુસ્સામાં ઉભો થઇ ધાની પાસે ગયો) તને કંઈ સમજ પડે છે? તને કંઈ થઇ જાય તો હું શું કરીશ ક્યારેય વિચાર્યું છે તે? તું પહેલા આવી જઇશ એવુ વિચારી ના કીધુ એવુ તો કંઈ લોજીક હોય? 😡
ધાની રીતસરની ગભરાઇ ગયેલી એ એક પણ શબ્દ ના બોલી. હું ગુસ્સામાં મારા રુમમાં જતો રહ્યો અને એ એના રુમમાં જતી રહી. થોડી વાર પછી આવી સીધી મને હગ કરી ગઇ અેની આંખમાં પાણી આવી ગયુ હતુ. હું કશુ ના બોલી શક્યો. એ આવીને સૂઇ ગઇ. અનફોરચ્યુનેટલી સવારે અમને બંનેને તાવ આવી ગયેલો. એ મારી પહેલા જાગી ચા નાસ્તો બનાવી લાવી.
ધાની :- ઓ હેલ્લો, મોટા ભાઈ! ઉઠશે જ નહિ, આજે કેમ લેટ નહિ થતુ?
હું :- નહિ, આજે મારે છુટ્ટી છે.
ધાની :- તો કાલે છુટ્ટી રખાય ને હું બોલુ એ તો માનવાનુ જ નહિ. 😏
હું :- સોરી મારી મા, 🙏 હું ભૂલી ગયો હોય તો તું યાદ ના અપાવી શકે હેં...
ધાની :- ના, 😞 તમે મને જ ખીજાવ છો પછી.
હું :- તને ખબર છે ને! તું એકલી હોય તો મને કેટલુ ટેન્શન થાય તારુ એ.
ધાની :- પણ હવે તો હું મોટી થઇ ગઇ છું ને. તો શું ટેન્શન લેવાનુ?
હું :- ઓહહહહ, તું મોટી થઇ ગઇ છે એમ.
ધાની :- હા...
હું :- તો કાલની જેમ ગમે ત્યાં ભટકાય કેમ જાય છે.
ધાની :- એ તો ના દેખાયુ એટલે...
હું :- તો બાડી ધ્યાન ક્યાં હોય છે તારું? જોઇને ચાલતી હોય તો.
ધાની :- નહિ બોલવુ મારે કંઈ જાવ... 😮
હું :- હા સારું, ના બોલતી હો... પણ નાસ્તો તો કરીશ ને!
ધાની :- હમમ. પેલા હું ખાઇશ, ના ના ના...પેલા તમે ખવડાવો. 😜
હું :- હમણાં તો મોટી થઇ ગઇ હતી ને એટલી વારમાં નાની થઇ ગઇ પાછી.
ધાની :- જલ્દી કરો ને.... 🙆
અમે નાસ્તો કરતા હતા ત્યાં મામાનુ ફેમીલી ઘરે આવ્યુ.
મામા :- ધાનુ બેટા, ઉઠી ગઇ?
રિખીલ ક્યાં છો બંને?
હું :- (મનમાં) મામા અત્યારમાં અહીંયા...
અમે નીચે આવ્યા. ધાની દોડતી દોડતી મામાને ગળે વળગી ગઇ.
મામા :- અરે અરે, મારી છૂટકી વહેલી વહેલી જાગી ગઇ છે ને કંઈ.
પણ છૂટકી ગરમ ગરમ કેમ છે હેં?
હું :- તમારી છૂટકીને તાવની અસર છે એટલે.
મામી :- મારી દીકરીને તાવ કેમ આવે. ના આવવો જોઈએ.
ઘાની :- નથી આવ્યો, એ તો હું રુમમાં હતી ને એટલે ગરમ ગરમ થઇ ગઇ છું. તાવ તો ભાઈને આવ્યો છે પણ એને મેડિસીન લેવી પડે એટલે કહેતા નથી.
મામા :- હમમમ, તો એમ વાત છે.
હું :- તમે બેસો તો ખરા બધા. અને અત્યારમાં અહીંયા કેમ? શું વાત છે?
મામા :- એ તો અહીંયા નજીકમાં મેરેજમાં આવ્યા હતા તો થયુ તમને બંનેને મળી લઇએ.
હું :- ઓકે, ઇશાન નથી આવ્યો?
મામા :- એ શાંતિથી આવશે.
મામી :- તમે શું કરતા હતા?
ધાની :- નાસ્તો કરતા હતા.
મામી :- ઓહોહોહો, શું નાસ્તો કરતા હતા?
હું :- ખારી અને ચા.
મામી :- એમાં ધરાય જશો તમે?
હું :- હમમ.
મામી :- આન્ટી નથી આવતા?
હું :- અેક વીક માટે બહાર ગયા છે.
મામા :- તો જમવાનું?
હું :- સવારે અમે નાસ્તો કરી લઇએ, બપોરે હું ઓફિસ કેન્ટિનમાંથી ડિશ મંગાવી લઉં અને ધાની ઘરે જ કંઈક ખાઇ લે, સાંજે હું બહારથી લઇ આવુ અને જમી લઇએ.
મામી :- (ધાનીને) મારી દિકરી એકલી એકલી ઘરે શું ખાતી હશે?
ધાની :- કંઈક કંઈક ખાઇ લઉૅં.
મામી :- અમને ફોન ના કરાય, ત્યાં આવી જવાય ને.
હું :- ના હવે એમાં શું તકલીફ આપવી તમને.
મામા :- તને લાગે છે આ છૂટકી કંઈ ખાતી હશે. એટલે જ આવી થઇ ગઇ છે ટીટોડી.
ધાની :- 😒 કાંઇ નહિ. હું એવી ને એવી જ છું.
મામા :- જાને તું ટીટોડી.
ધાની :- ભાઈ! 😔 ક્યોને એમને કંઈક હું ટીટોડી નથી.
હું :-કોઇ મારી ધાનુને કંઈ નહિ બોલે... 😚 એ તો તને ચીડવે છે તું શું કામ ચીડાય છે.
મામીએ ભાખરી બનાવી આપી પછી એ જતા હતા ત્યાં ઇશાન શ્રેયા સાથે ઘરે આવ્યો.
ઇશાન :- તમે હજુ અહીંયા જ છો? જવુ નથી કે શું?
મામા :- હા ભાઈ! હવે તમે આવી ગયા એટલે અમે નીકળીએ 😜
બધા :- (એકસાથે) 😄😄😁😀😄😄
ઇશાન :- ધાની જલ્દી આવ તો તારા માટે કંઈક લાવ્યો છું.
ધાની :- 😋 મારા માટે.... (જવાની ટ્રાય કરે છે)
હું :- (ધાનીનો હાથ પકડીને) ભાખરી પૂરી નહિ થાય ત્યાં સુધી જવા નહિ મળે.
ધાની :- ના, હું ધરાઇ ગઇ છું હવે નહિ ખાવું.
હું :- તો અહિંયાથી ઊભી નહિ થવા દઉૅ.
ધાની :- 😕 હું જઇશ, જતી રહીશ.
હું :- જા તો, 😣 જઇને બતાવ તો.
ઇશાન :- પહેલા ભાખરી પતાવી દે પછી જ મળશે.
મેં એને માંડ માંડ અડધી ભાખરી ખવડાવી પછી એ ઇશાન પાસે ગઇ. ઇશાન એના માટે એક ડ્રેસ અને ચોકલેટ્સ લાવ્યો હતો. એ જોઈને ધાની ખૂશ ખૂશ થઇ ગઇ. શ્રેયા પાસે ગઇ.
શ્રેયા :- ધાની તાવ આવ્યો છે?
ધાની :- ના.
શ્રેયા :- તો આટલી ગરમ કેમ છો?
હું :- હા આજે અસર દેખાય છે.
શ્રેયા :- ચલ મારા સાથે.
શ્રેયા ધાનીને લઇ એના રુમમાં આવે છે અને તાવની મેડિસીન આપે છે.
ધાની :- ભાઈના માટે?
શ્રેયા :- કેમ એને તાવ આવ્યો છે?
ધાની હા માં માથુ હલાવે છે. અને પોતાની મેડિસીન પી લે છે. અને નીચે આવે છે.
ધાની :- તમારી છે આ. મેં મારી પી લીધી.
શ્રેયા :- હા હા ચલો તમારે પણ પીવી પડશે.
મને પણ મેડિસીન પીવડાવી દીધી. અને અે બંને કિચનમાં ગઇ. બહાર ઇશાન અને હું વાત કરતા હતા.
ઇશાન :- શું થયુ છે તમને બંનેને સાચુ બોલજે.
હું :- કંઈ ભી તો નહિ.
ઇશાન :- તો તમારુ બિહેવિઅર કેમ ચેન્જ થયેલુ છે? ધાની આટલી જલ્દી તો મેડિસીન લે જ નહિ અને તું એના પર ગુસ્સો ના કરે.
હું :- કંઈ ખાસ નહિ યાર, કાલે થોડો ખીજવાયો હતો એના પર એટલે. થોડો નહિ પણ વધારે જ.
ઇશાન :- કેમ શું થયુ?
હું :- કાલે રાતે એકલી મને ઇન્ફોર્મ કર્યા વગર ફોટો શોપ પર ગયેલી ફ્રેમ રિપેર કરાવવા. તને તો ખબર છે ને અહિંયાથી બધુ કેટલુ દૂર છે એ.
ઇશાન :- ઓહહહ. આપણે એને સમજાવીશુ ને પણ તું એના પર ગુસ્સો ના કરતો હવેથી હને.
હું :- હમમ 😊
ઇશાન :- અરે હા, ફ્રેમથી યાદ આવ્યુ બે દિવસ પછી એનિવર્સરી છે શું પ્લાનીંગ કર્યુ છે?
હું :- ઓહહહહહ શીટ, કામમાં એ તો હું ભૂલી જ ગયો.
ઇશાન :- હવે તો યાદ આવી ગયુ ને શું કરવુ છે એ તો કે.
હું :- જે દર વર્ષે કરીએ એજ કરીશું અને સાંજે ઓલ્ડએજ હાઉસમાં જઇશું.
ઇશાન :- ઓકે ડન.
ક્રમશ: