Rakhi - 5 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 5

રિખીલ, જલ્દી કર બેટા! બહુ ટાઇમ નથી આપણા પાસે હવે. પછી ત્યાં જવામાં લેટ થઇ જશે તો કાલે સવારે જ ગેટ ઓપન થશે. મામા બોલ્યા.
હું :- હા મામા બસ આવ્યો જ.
મામા :- ધાનીને તો કોઈ બોલાવો. છે ક્યાં એ?
મામી :- એને નહિ લઇ જવી. એ ઇશાન શ્રેયા જોડે છે ત્યાં જ રહેવા દો.
હું :- પણ એને ખબર પડશે તો એ આખું ઘર માથે લેશે. હું એના જોડે વાત કરી લઉં.
મામી :- જલ્દી કર.

મેં ઇશાનને કોલ કરી ધાની જોડે વાત કરાવવા કહ્યુ.
હું :- ધાનુ શું કરે છે? ક્યાં છે તું?
ધાની :- અમે ઘરે આવવા નીકળ્યા છીએ.
હું :- હું એક કામથી બહાર જઉં છું તો તું ઘરે રહીશ ને?
ધાની :- તમે પાછા ક્યારે આવશો?
હું :- તું થોડી વાર બેસીને ફ્રેશ થઇશ ત્યાં તો હું આવી જઇશ.
ધાની :- પ્રોમીસ કરો તમે જલ્દી આવી જશો.
હું :- હમમ દીકુ. બાય ... 😄

અમે કાલ માટેની તૈયારી કરવા ઓલ્ડએજ હાઉસ ગયેલા. ત્યાં બધાના માટે ક્લોથ્સ અને બીજી અમુક વસ્તુ લઇ ગયેલા. આખા હાઉસને દુલ્હનની જેમ શણગારી મેરેજ માટેની તૈયારી કરી દીધી. આ વખતે થોડુ ડિફરન્ટ પ્લાનીંગ કરેલુ હતુ. એમાં જે બુજુર્ગોને એમના જ ઘરમાંથી નીકાળીને એમની જીંદગી નીરસ બનેલી હતી તેમને તેમના પાર્ટનર સાથે ફરીથી મેરેજ કરાવી એમની જીંદગી બદલી એમાં નવા રંગ ભરવાના હતા.

અમને આ બધી તૈયારીમાં થોડુ લેટ થઇ ગયુ. એમ તો ઇશાનને ખબર હતી એટલે જેમ બને તેમ રસ્તામાં ધાનીને કંઈક ને કંઈક બહાને ટાઇમ પાસ કરાવતો હતો. તો પણ એ અમારી પહેલા ઘરે પહોંચી ગયા. અમે ઘરે પહોંચ્યા ત્યાં ધાની સૂતી હતી.

ઇશાન :- બહુ મોડુ કર્યુ તમે તો.
હું :- કારીગર બે ઓછા હતા એમાં થોડો એકસ્ટ્રા ટાઇમ લાગ્યો.
ધાની ક્યાં?
ઇશાન :- અરે ભાઈ! હમણાં માંડ માંડ સૂવડાવી છે. ક્યારની ભાઈ ક્યારે આવશે, ભાઈ ક્યારે આવશેની રટ લગાવી હતી.
હું :- 😊

હું મામા મામી અંદર આવ્યા. શ્રેયાએ ઇશારાથી અવાજ ના કરવા કહ્યુ. હું ઠંડા પાણીની બોટલ લઇને આવ્યો. બોટલ ખોલી ઢાંકણ નીચે મૂક્યુ એટલા અવાજમાં તો એ જાગી ગઇ.

ધાની :- તમે કે'તા હતા ને કે હું ફ્રેશ થઇ જઇશ ત્યાં તમે આવી જશો.
હું :- એ તો તું વહેલી ફ્રેશ થઇ ગઇ એટલે. 😅 બાકી હું તો ટાઇમે જ ફ્રી થયો છું.
ધાની :- (મને ચીમટી ભરતા ભરતા) ખોટુ ખોટુ બોલો છો તમે.
હું :- બસ કર પણ વાગે છે મને.
ધાની :- ભલે, તો શું કામ મોડા આવ્યા?
હું :- તો માર બીજું તો શુ? હજુ માર, હજુ જોરમાં ચીમટી ભર.
ધાની :- 😒😏😏

ચીમટી ભરતી બંધ થઇ ગઇ. એને ઊંધુ બોલીએ તો જ સીધુ કરે. 😀 એને મારવાની ના પાડીએ તો એ માર્યા જ કરે.

હું :- તું શું જમી એ તો કે?
ધાની :- નહિ કઉૅ. ભાભી, ઇશાન ભાઈ તમે પણ નહિ કે'તા.
મામા :- પણ અમારે તો જમવાનુ બાકી છે હજુ.
શ્રેયા :- કહી દે ધાની, આપણે તો મસ્ત મસ્ત ડીશ ખાધી એ.
ધાની :- 😛 અમે તો પંજાબી ખાધુ.
મામા :- 😏 બહુ સારુ. અમેય ખાઇશુ ક્યારેક.
મામી :- ચલો બધા સૂઇ જઇએ કાલે પાછા કામે લાગવાનુ છે.

અમે બધા સૂવાની તૈયારી કરી પોતપોતાના રુમમાં ગયા ત્યાં ધાની મારા પાસે કંઈક લઇને આવી.
હું :- શું થયુ પાછું?
ધાની :- જોવો મેં આ બનાવ્યુ. અને આ તમારા માટે.
હું :- (ખોલીને) વાઉઉઉ, કાલના માટે ને!
ધાની :- હમમ.
હું :- કોની ચોઇસ છે?
ધાની :- મારી, છે ને મસ્ત. 😜
હું :- બહુ જ મસ્ત. અને કાલનું તારા માટે?
ધાની :- વેઇટ લઇ આવુ.

જલ્દીથી પોતાના ક્લોથ્સ પણ લઇ આવી મને બતાવ્યા. પછી અમે પણ સૂઇ ગયા. સવારે વહેલા તૈયાર થઇ ઓલ્ડએજ હાઉસ પહોંચી ગયા. ત્યાંના ઘણા બધા કપલ્સના મેરેજ કરાવી તેમની સાથે રહી આખા દિવસને યાદગાર બનાવી દીધો.

એ દિવસ ખરેખર ખૂશીનો દિવસ લાગતો હતો શાયદ એટલા માટે જ કે જે આ દુનિયામાં નથી તેમના અધૂરા સપનાઓને પૂરા થતા જોયા હતા. પૂરા થતા સપનામાં મારા મોમ ડેડની હસતી મુસ્કુરાતી તસવીર દેખાતી હતી. આપણા સપના પૂરા થાય ત્યારે ખૂશી જરુર થાય છે પણ આપણે જ્યારે બીજાના સપનાને પૂરા કરીએ ત્યારે સૂકુન મહેસુસ થાય છે. અને એ જ સૂકુન સાચો રસ્તો પણ બતાવે છે.

આખા દિવસના કામ પછી પણ અમારા ચહેરા પર ગજબનુ સુકૂન દેખાતુ હતુ. રાતે ઘરે આવી અમે અમારા ડેયલી રુટિનમાં ગોઠવાઇ ગયા. ઘરમાં હવે હું ધાની અને આન્ટી જ રહ્યા. ધાનીને વેકેશન પૂરુ થવા આવ્યુ હતુ એટલે એ ફરી સ્કૂલ પ્રીપેરેશનમાં લાગી ગઇ અને હું મારા કામમાં. થોડા ટાઇમ પછી ઇશાનના મેરેજ થઇ ગયા. અને હવે મને મારા ઘરેથી મેરેજ કરવા કહેવામાં આવવા લાગ્યુ. અને હું એ વાતને ઇગ્નોર કર્યા કરતો હતો.

મામાએ મને મેરેજ કરી લેવા કહ્યુ પણ મેં ધાનીનુ વિચારી ના પાડી દીધી. બધા મને સમજાવતા હતા મેરેજ કરવા માટે.

મામા :- રિખીલ, મેરેજનું શું વિચાર્યુ?
હું :- ના મામા અત્યારે નહિ, ધાની હજુ થોડી મોટી થઇ જાય પછી કંઈક વિચારીશ.
મામા :- પણ તને અત્યારે પ્રોબલેમ શું છે?
હું :- એકવાર કાકી પર ભરોસો કરી ધાનીને એમના સાથે રાખી છે મેં, પણ એમનુ થિંકીંગ બહુ ખરાબ હતુ એમણે બહુ હેરાન કરેલી ધાનીને. હવે બીજી વાર કોઈના પર ભરોસો કરી હું કોઈ રિસ્ક લેવા માંગતો નથી.

બીજી વાત મારી લાઈફમાં કોઈના આવવાથી ધાની પર મારે ધ્યાન ઓછુ રહે એ મને મંજૂર નથી. ધાની મારી દુનિયા છે, મારી જાન છે મારી ગ્રુહસ્થી ચાલૂ કરી હું ધાનીની લાઈફ ખરાબ કરવા નથી માંગતો.

ઈશાનના મેરેજ પછી થોડા દિવસ અમે મામાના ઘરે રોકાયા ત્યાં ધાની બહુ જ ખૂશ હતી. એને ઈશાન ની વાઇફ શ્રેયા સાથે ફાવી ગયુ હતુ. બંને જોડે ને જોડે જ રહેતી. ધાની એના પાસેથી ઘણુ બધુ શીખતી. એક વખત અમે બધા સાથે મળી ગપસપ કરતા હતા શ્રેયા સ્નેક્સ તૈયાર કરતી હતી ધાની મારો મોબાઇલ લઇને બેઠી હતી એ દિવસે મામાની છોકરી કાવ્યા એના હસબન્ડ જૈમીન સાથે આવી હતી. એટલામાં મારા મોબાઇલની રીંગ વાગી.

ધાની :- તમારા માટે કોલ છે.
હું :- કોનો છે?
ધાની :- ખબર નહિ કોઈ અનનોવન નંબર છે.
હું :- રિસિવ કરીને વાત કરી લે. (હું ઘરની વાતોમાં વાતો કરવા લાગ્યો.)

ધાનીએ કોલ રિસીવ કર્યો, કંઈ બોલી નહિ સાંભળતી હતી ખાલી.
હું :- ધાની ફોન પર કોણ છે?
ધાનીએ તરત જ કોલ સ્પીકર પર કરી દીધો.

કોલ પર છોકરી બોલતી હતી. એ કન્ટીન્યુઅસલી બોલ્યા જ કરતી હતી કશે પણ સ્પેસ આપ્યા વગર. કોણ બોલે છે કોણ સાંભળે છે કશુ જ વિચાર્યા વગર નોનસ્ટોપ બોલ્યે જ જતી હતી. બધા મારી સામે પછી મોબાઇલ સામે વારાફરતી જોયા કરતા હતા. મેં ધાનીને ઈશારાથી કોલ કટ કરવા કહ્યુ પણ એને ના કર્યો. એ છોકરી હજુ પણ બંધ થવાનુ નામ જ નહિ લેતી હતી.

મને કંઇ સમજ ના પડી એટલે જોરથી બોલ્યો, ધાની! કટ ધી કોલ પ્લીઝ.
આ સાંભળીને પેલી છોકરી બોલતી બંધ થઈ ગઈ એટલે હું ફરીથી બોલ્યો ધાની કોલ કટ કર. એટલે એ છોકરીએ કટ કરી દીધો. બધા મારા સામે જોઈને બેઠા હતા હું નીચુ જોઈને બેસી ગયો, આજે તો આપણી પોલ ખૂલી જ જવાની હતી.

બધા પાસે ઘણા બધા સવાલ હતા એના જવાબ આજે મારે આપવાના હતા.
મામા :- (ટોન્ટમાં) હવે તમે કંઈક બોલશો કે પછી ફરી એને જ કોલ કરીને પૂછી લઈએ.
હું ઈશાન સામે જોવા લાગ્યો. ઇશાનને મારી બધી જ ખબર હતી. બધા ઈશાન ને ધૂરવા લાગ્યા એટલે મેં ઈશાનને તું બોલ એમ ઈશારાથી કહી દીધુ. ઈશાને બોલવાનુ સ્ટાર્ટ કર્યુ.

ઇશાન:- અદિતી... 😜
બધા:- (એક સાથે હસતા હસતા) અદિતી 😄.

હું શરમાઇ ગયો. ☺ ઈશાને વાત આગળ ચાલૂ કરી.
ઇશાન :- અદિતી રિખીલની ક્લાસમેટ હતી. બહુ સારી અને સંસ્કારી છોકરી છે. રિખીલ અને અદિતી બંને ફ્રેન્ડ હતા સમય જતા બંને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. રિખીલ કોલેજમાં વધારે સમય અદિતી જોડે જ સ્પેન્ડ કરતો. અદિતી રિખીલને બધી વાત શેર કરતી પોતાની હસી, ખૂશી, ડ્રીમ્સ, તકલીફ, પરેશાની બધુ જ. સામે રિખીલ પણ પોતાની બધી જ વાતો શેર કરતો. ધીમે ધીમે બંને એ રિલેશનમાં આગળ વધી ગયા અને બંને એકબીજાને લવ કરવા લાગ્યા.

રિખીલને ખબર હતી કે એ અદિતી સાથે અત્યારે મેરેજ નહિ કરી શકે એટલે એ વાત એને અદિતીને કરી હતી. અદિતી પણ એની વાત સાથે અગ્રી કરતી હતી એટલે એ વાતને ત્યાં જ સ્ટોપ કરી બંને પોતપોતાની લાઇફ માં આગળ વધવા લાગ્યા. હવે અદિતીને એના ઘરમાંથી મેરેજ કરવા માટે ફોર્સ કરે છે અને રિખીલ અત્યારે મેરેજ કરવા માટે રેડી નથી. હવે આગળ શું થશે એ મને ખબર નથી. (ઈશાન ચૂપ થઇ ગયો.)

મામીએ મને અદિતી વિશે પૂછયુ,
હું :- મને અદિતી સારી લાગે છે ગમે છે હું એ વાત સાથે અગ્રી છું પણ ધાની ની લાઈફ સાથે કોમ્પ્રોમાઇઝ કરી હું મેરેજ કરવા તૈયાર નથી.
મામી :- તુ કહે છે કે એ તને સમજે છે તો પછી મેરેજ કરવામાં પ્રોબ્લેમ શું છે?
હું :- પણ મામી, અત્યારે એ મને પોસીબલ નથી લાગતુ.
મામા :- એ છોકરીના મેરેજ બીજા જોડે થઇ જશે તો? એટલીસ્ટ એકવાર શાંતિથી મળીને બંને વાત તો કરી લો. પછી આગળનુ ડિસીઝન લેજો.
હું :- ઓકે, લેટ મી થીંક. 😊

મને બધા સમજાવતા હતા હું પણ સમજતો હતો, મારુ મન તો મેરેજ કરવા તૈયાર હતુ પણ દિલ રાજી નહિ હતુ. વાત બદલી અમે મુવી જોવા જવાનુ પ્લાનીંગ કર્યુ. રેડી થઈ મુવી જોવા ગયા. સાંજે રિટર્નમા હોટેલમાં જમીને ઘરે આવી સૂઈ ગયા. સવારે હું અને ધાની અમારા ઘરે આવ્યા. હું મારા કામમાં થોડો બિઝી થઇ ગયો અને થોડો ટાઇમ ધાનીને આપતો. મામાના ઘરે ધાની મામી, કાવ્યા, શ્રેયા જોડે હતી એટલે એને ઘરમાં એકલુ લાગતુ હતુ. ઘણી વાર એ એકલી રડી પણ લેતી.

આન્ટી ધાનીને સંભાળી લેતા. મારુ કામ પણ આન્ટી જ કરી લેતા જેમ કે, ધાનીને જમાડવી, એને જોઇતી વસ્તુ અપાવવી, એનુ ધ્યાન રાખવુ, એને સુવડાવવી, Etc, Etc. દિવસે ધાની એકલી થઇ જતી એટલે સાંજે હું કંઈ પણ કહુ એટલે મારા પર ગુસ્સો ઉતારતી.

હવે મને બધા મેરેજ માટે ફોર્સ કરવા લાગ્યા. હું ના જ પાડ્યે જતો. હું ધાનીને બને એટલી કોઈ કમી મહેસૂસ ના થાય એનુ ધ્યાન રાખતો. મને ખબર હતી ધાની હવે મારાથી ઘણી બધી વાતો છૂપાવતી હતી એનો ઇન્ટેન્સ ગલત નહિ હતો એ મને કોઈ તકલીફ ના થાય એટલે છૂપાવતી હતી. ધાની ઘણી સમજદાર બની ગઈ હતી. હું મેરેજની વાતથી છટકવા ઓફિસે વધારે ટાઈમ રહેવા લાગ્યો. આખા દિવસમાં ધાની સાથે હું વાતો કરી લેતો પણ ઘરે ઓછો રહેતો. ધાની સ્કૂલ અને હોમવર્ક મા ટાઈમ ગાળવા લાગી. આમ ને આમ દિવસો ચાલ્યા જતા હતા.

એક દિવસ સવારે ધાનીને નાસ્તો કરાવી હું ઓફિસ જવા નીકળ્યો.
ધાની :- (મારી પાસે આવી ધીમેથી) ભાઈ! તમે મેરેજ કરી લો ને, પ્લીઝ. 😔 તમારા મેરેજથી મને બહુ ખુશી થશે. ઘરમાં મારા સાથે રહેવા માટે કોઈ તો હશે.

હું કંઇ બોલ્યા વગર ઓફિસ જવા નીકળી ગયો. સાંજે ઘરે આવી હું ધાની સાથે જમી તરત મારા રુમમાં જતો રહ્યો એ ડરથી કે ધાની કંઈક કહેશે અને હું એને ફેસ નહિ કરી શકુ. એ રાત મેં એમને એમ વિચારોમાં જ વિતાવી દીધી. બીજી દિવસે સવારે હું તૈયાર થઈ ધાનીને નાસ્તો કરાવી ઓફિસ નીકળી ગયો. ૩ દિવસ આવુ જ ચાલ્યુ ધાની જોડે વાત ઓછી થવા લાગી.

એક દિવસ હું ઓફિસે કામમાં હતો. આન્ટીનો કોલ આવ્યો.
આન્ટી :- રિખીલ, તું ઘરે આવી જા કામ છે.
હું :- કેમ શું થયું?
આન્ટી :- તું ઘરે આવી જા પહેલા પછી વાત કરીએ.

હું ઘરે આવ્યો, મેં બૂમ પાડી "ધાની".
આન્ટી :- (અંદરથી આવ્યા) તારા ગયા પછી ધાની ગુસ્સામાં સાયકલ લઇને જતી રહી મેં એને રોકવાની ટ્રાય કરી પણ એણે મારી વાત સાંભળી જ નહી. તેને હાથમાં પગમાં છોલાયુ છે પણ એ મને દવા લગાવવા જ નથી દેતી.

હું ગભરાઇ ગયો અને જલ્દીથી ઉપર ગયો. જલ્દી ધાનીના હાથમાં જોયુ અને એને ગળે લગાડી દીધી. મારી આંખમાં આંસુ આવી ગયા.
હું :- (રડતા રડતા) ધાની તને શું થઈ ગયુ છે? શું કામ આવુ કરે છે? તું છે ને મારી કોઈ વાત નથી માનતી.
ધાની :- 😢 😥 તમે પણ કોઈની વાત નથી માનતા.
મામાએ કીધુ છે તો પણ મેરેજ માટે હા નથી પાડતા. મેરેજ કરી લો ને, આપણા સાથે ભાભી પણ રહેશે પ્લીઝ.
હું :- તું હજુ નાની છે તને એવી વાતમાં ખબર ના પડે બેટા!
શું કામ ખાલીખોટી જીદ કરે છે તું?? 😔
ધાની :- નહિ વાત કરવી મારે તમારા જોડે, જાવ તમે.
(ઉભી થઇને જતી રહી)
હું :- ધાની... ધાની.... ક્યાં જાય છે?
ધાની :- નહિ ખબર. 😠 તમે જાવ તમારુ કામ કરો.
હું :- પહેલા મારી વાત સાંભળ પછી હું જતો રહીશ. (હું તેની પાછળ પાછળ ગયો)
ધાની :- નહિ સાંભળવુ મારે કંઈ. 😠😠 લીવ મી અલોન.
આન્ટી :- (ધાનીને પકડીને) તું તો મારી દીકરી છે ને 😙😗 મારી વાત નહિ સાંભળે?

ધાનીએ હા માં માથુ હલાવ્યુ.
આન્ટી :- અહિંયા બેસ મારા જોડે પહેલા.
બંને નીચે સોફા પર બેઠા. અને હું સ્ટેર પર ઉભો હતો.

આન્ટી :- તું રિખીલની વાત નહિ સાંભળે?
ધાની :- ના, હું એમના સાથે નહિ બોલુ કે નહિ સાંભળુ.
આન્ટી :- પણ એને તો તારા જોડે વાત કરવી છે તને કંઈક કહેવુ છે. તું જ નહિ સાંભળે તો એ કોને કહેશે?
ધાની :- પણ 😢😢😥 એ મારી વાત ક્યારેય માનતા જ નથી. પછી બધા મને કહે છે કે, મારા લીધે મારો ભાઈ મેરેજ નથી કરતો. હું જ ખરાબ છુ. 😪😪
આન્ટી :- કોણ કહે છે કે તું ખરાબ છે. તું તો મારી ડાય ડાય નાની નાની ચૂટકી છે.
ધાની :- (મારી સામે જોઇને) કાકી, કહેતા હતા. 😢
હું :- (તેની પાસે જઇને) ધાનુ, તું પાગલ જ છે. 😓
ધાની :- 😭😭 તો તમે કેમ ના પાડો છો? એ મને રોજ બોલે છે એવુ. મારા લીધે જ મોમ ડેડ એક્સપાયર થઇ ગયા છે એમાં પણ મારો જ વાંક છે.
હું :- 😱 ધાની... ચૂપ થઇ જા. કશે તારો વાંક નથી. તને હેરાન કરવા કહેતા હોય છે એ. શું કામ તુ એમની વાત સાંભળે છે? એમને તને કીધુ ત્યારે તેં મને કેમ નહિ કીધુ તરત?
ધાની :- 😥😥 એ તમને પણ મારાથી દૂર કરી દે એટલે.
હું :- બસ હવે, બિલકૂલ ચૂપ થઇ જા. એવુ કંઈ નહિ થાય. હું છું ને તારા જોડે, તને ક્યારેય એકલી નહિ થવા દઉં. 😔
આન્ટી :- ચલો ચલો, બંને બહેન ભાઇ ચૂપ થઇ જાવ નહિ તો હું પણ રડવા લાગીશ પછી મને કોણ ચૂપ કરાવશે. ☺
ધાની તું ઇચ્છે છે ને કે રિખીલ મેરેજ કરવા માટે હા પાડી દે.

ધાની :- (હા માં માથુ હલાવતા) હમ.
આન્ટી :- રિખીલ, તું ધાનીની બધી વાત માને છે ને તો આ પણ માની લે ને!
રિખીલ :- પણ આન્ટી.... 😳
ધાની :- એ નહિ માને મને ખબર જ હતી. 😭😭
હું :- ઓકે ઓકે, 😚😚 હું કરીશ પણ તું પેલા ચૂપ થઇ જા પ્લીઝ.

ઘણી વારે ધાની ચૂપ થઇ. એ દિવસે બહુ રડી અને મને પણ રડાવી દીધો. એ દિવસે મેં મેરેજ માટે હા પાડી દીધી. ધાનીને હાથ પગમાં ડ્રેસીંગ કરી આપ્યુ. પછી ઈશાન શ્રેયાને ઘરે બોલાવ્યા. સાંજે ધાની જમી પણ નહિ સીધી એના રુમમાં જઇ સૂઇ ગઇ. આન્ટી જતા રહ્યા હતા. ઇશાન શ્રેયા ઘરે આવ્યા એમને મેં બધી વાત કરી. હું બહુ ગુસ્સામાં હતો કે એ લોકો હજુ પણ અમારા ઘરને બરબાદ કરવા પર તુલ્યા હતા.

અમે અત્યારે આ વાત બહાર લીક ના થાય એના માટે અહિંયા જ સ્ટોપ કરવાનુ નક્કી કર્યુ અને અદિતીને મળવાનુ પ્લાનીંગ કરી અને છૂટા પડ્યા. ત્યારે ખાસ ધાનીને સંભાળવાની હતી. એ એની લીમીટ ક્રોસ કરી ગઇ હતી. એને સ્ટ્રેસ લેવાની બિલકૂલ ના હતી અને ત્યારે ફૂલ સ્ટ્રેસમાં હતી ઉપરથી બહુ રડેલી. મને ખબર જ હતી કંઈક તો થશે જ.

હું એમને એમ વિચારતો નીચે બેસી રહ્યો. સવારે આન્ટી આવ્યા ત્યારે ઉપર ગયો ધાની પાસે. એ સૂતી હતી એનુ બોડી ગરમ હતુ. એટલે મેં આન્ટીને મેડિસીન આપી ઓફિસે જવા નીકળ્યો.

આન્ટી :- તું જ આપી દેજે એને.
હું :- એ નહિ લે મારાથી.
આન્ટી :- શું કામ નહિ લે?
હું :- હું આપીશ તો એ કંઈ નથી થયુ કરીને નહિ લે પણ તમે સમજાવશો તો એ લઇ લેશે.
આન્ટી :- સારુ લાવ.

હું નાસ્તો કર્યા વગર ઓફિસે જતો રહ્યો. દસ વાગ્યે ધાની ઓફિસે આવી.
ધાની :- આન્ટીએ કીધુ તમે નાસ્તો નહિ કર્યો એમ જ આવી ગયા છો.
હું :- મેં અહિંયા નાસ્તો કરી લીધો છે. 😊
ધાની :- સાચ્ચુ?
હું :- હા, કામ હતુ એટલે ઉતાવળમાં ઘરેથી નીકળી ગયેલો. તું પહેલા મને એ કહે, તું ઠીક છે ને!
ધાની :- હા કેમ? મને શું થવાનુ? એ તો મને એમ કે તમે નાસ્તો નહિ કર્યો હોય એટલે મારા જોડે કરશો એટલે અહિંયા.....
હું :- તેં નાસ્તો નહિ કર્યો?
ધાની :- (ના માં માથુ હલાવ્યુ)
હું :- મારે પણ બાકી છે ચલો ચલો ચલો જલ્દી.
ધાની :- હમણાં તો કરેલો ને 😐
હું :- એ તો એમ જ.

અમે ઓફિસે નાસ્તો કર્યો થોડીવાર ત્યાં રહી ધાની ઘરે જતી રહી. મામાને કોલ કરી મેં મેરેજ માટે હા પાડી દીધી. અને અદિતીને કોલ કરી મળવાનુ ડિસાઇડ કર્યુ. ઇશાનને વાત કરી સાંજે હું હોટેલમાં ગયો અદિતીની રાહ જોતો બેઠો હતો. થોડો નર્વસ પણ હતો ☺ ધણા ટાઈમથી અદિતીને મળ્યો નહિ હતો પણ આજે પહેલી વાર મળવાનો હતો. થોડીવારમાં અદિતી આવી. અમે નોર્મલ વાત કરી પછી મેં એને મેરેજ માટે પૂછ્યુ.
હું :- અદિતી, વિલ યુ મેરી મી?
અદિતી :- નો રિખીલ. હવે હું આ મેરેજ માટે રેડી નથી.

એ સાંભળીને મને બહુ ખરાબ 😮😞 લાગ્યુ મારી આગળ કંઇ બોલવાની હિંમત જ ના થઇ પણ દિલ પર પથ્થર મૂકી મેં એ વાત એક્સેપ્ટ કરી લીધી. અમે ત્યાંથી છૂટા પડ્યા અને મેં ફોન ચેક કર્યો એમાં ઘરેથી ઘણા બધા કોલ્સ આવેલા હતા. મેં કોલ બેક કર્યો અને ઘરે આવી વાત કરુ એમ કહી કોલ કટ કરી હું ઘરે આવ્યો.

ઘરે આવ્યો ત્યાં બધા મારી જ રાહ જોતા હતા. જેવો મને જોયો કે બધાના સવાલ ચાલૂ થઇ ગયા. હું કંઇ બોલુ એના પહેલા જ બધા પોતાની જાતે જ ગૅસ કરીને બોલવા લાગ્યા. ક્યારે એન્ગેડજમેન્ટ કરવાની છે? શું વાત થઇ? કેવી રીતે કરવાનુ છે વગેરે વગેરે...

હું :- શી ઇઝ નોટ રેડી ફોર ધીસ મેરેજ. 😖

આટલુ સાંભળીને બધા થોડીવાર માટે તો ચૂપ થઇ ગયા પછી
ધાની :- કેમ પણ?
ઇશાન :- તું મસ્તી તો નથી કરતો ને?
હું :- આઇ એમ સીરીયસ એન્ડ પ્લીઝ સ્ટોપ ધીસ કન્વર્ઝેશન.
મામા :- ઓકે.

હું મારા રુમમાં જતો રહ્યો બધા પોતપોતાના કામમાં લાગી ગયા. આ વાતને દસ દિવસ થઇ ગયા કોઈ આ વાત કરતુ જ નહિ હતુ. એક દિવસ અચાનક મામાને કોઈએ કોલ કરી અમારા ઘરે આવવા કહ્યુ અને એ પણ આવ્યા. મને મામાએ ઘરે બોલાવ્યો. હું ઘરે આવ્યો અને ગેસ્ટને જોઇને શૉક થઇ ગયો. અદિતી તેના પેરેન્ટ્સ જોડે મારા ઘરે આવી હતી મેરેજ પ્રપોઝલ લઇને. બધી વાત ફીક્સ કરી જેમ બને તેમ વહેલા મેરેજ કરવાનુ નક્કી કર્યુ.

એન્ગેડ્જમેન્ટની તૈયારી ચાલૂ થઇ ગઇ. ઘરમાં ધૂમધામ ચાલતી હતી. બધા પોતાની તૈયારી કરતા હતા અને વેકેશનના દિવસો હતા એટલે બધા જોડે જ હતા. ઘરમાં ખૂશીના દિવસો આવે ત્યારે પેરેન્ટસની યાદ પણ આવી જ જતી હોય છે. મારા પેરેન્ટસનુ એક ડ્રિમ હતુ મારા મેરેજ કરાવીને તેઓ નિવ્રુત થઇ જશે અને એમની વહુ સાથે મળી ઘરની ખૂશી માણશે. પણ તેમનુ સપનું સપનુ જ રહી ગયુ. આજે એ સપનુ પૂરુ થવા જઇ રહ્યુ હતુ પણ પેરેન્ટસ વગર.

મારા મેરેજ પહેલા જ અમારી દુનિયામાં અદિતીની એન્ટ્રી થઇ ગઇ. અને મારી અડધી પરેશાની દૂર થઇ ગઇ. અદિતી મારી બધી પ્રોબલેમ્સ દૂર કરી દેતી. અમારા ઘરને અદિતી બહુ સારી રીતે સંભાળી લેતી હતી.

અદિતી રિખીલની ન્યુ બિગીનીંગ લાઇફ ઇન નેકસ્ટ પાર્ટ...
ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED