Rakhi - 9 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 9

અદિતી ધાનીને શું વાગ્યુ હતુ અને કેવી રીતે વાગ્યું હતું એ પૂછતી હતી. થોડુ ખીજવાઈને પૂછ્યું એટલે એ બોલી કે પાછળ એક ઝાડ છે એમાંથી ફ્રુટ હોય એ ખવાય એવુ બધા કે'તા હતા તો એ હું પથ્થર મારીને ઉતારતી હતી એમાં મને જ વાગી ગયુ.

હું બોલ્યો એમાં તને કેમ વાગ્યુ?

ધાની :- એક પથ્થર એમાં ફસાય ગયેલો પછી મેં ફરી માર્યો તો પવન અને પથ્થર સાથે એ નીચે પડ્યો અને મારુ ધ્યાન નહિ હતુ તો....

હું :- (વાગ્યુ હતુ ત્યાં હાથ લગાવતા) દુખે છે ને?

ધાની :- ના.

એટલામાં માસી આવ્યા અને બોલ્યા ચલો નાસ્તો કરવા. કોઇ કંઈ ના બોલ્યા એટલે પૂછ્યું શું વાત કરો છો તમે ત્રણેય. અને એ પણ આટલી બધી સીરીયસ.

અદિતી :- ના ના કંઈ નહિ. એ તો એમ જ.

માસી :- તો ચલો જલ્દી.

નાસ્તો કરીને ધાનીએ માસાને એ ફ્રુટ ઉતારી આપવા કહ્યું અને અમે બધા પાછળ ગયા.

માસા :- ધાની, એને ખલેલા કહેવાય. એમાં જે કેસરી જેવા હોય એ ખાવાના હોય. હું ઉતારી આપુ ચલ.

ધાની :- હા એ ખલેલા. 😄

માસાએ ઉતાર્યા અને અમે બધાએ ત્યાં બેસી ખાધા અને સાંજ સુધી ત્યાં જ રહ્યા. આ રીતે અમારુ એક વીક કેમનુ પસાર થઈ ગયુ ખબર જ ના પડી. ફરી સવારે ત્યાથી નીકળ્યા અને સાંજે શાંતિથી ઘરે આવી ગયા.

હવે તો ધાનીને સ્કૂલે જવાનુ હતુ. ઘણા સમયથી ઘરે હતી એટલે એને સ્કૂલે જવુ ગમતુ નહિ હતુ અને ઉપરથી સ્કૂલ ચેન્જ કરી હતી.

અદિતી :- ધાનુ, કાલે સવારે વહેલુ જાગવાનુ છે તો સુઇ જાઓ ચલો હવે.

ધાની :- મન્ડેથી સ્કૂલે જવાનુ ચાલુ કરીશ હું. કાલે નહિ.

અદિતી :- બે મહિના ઉપર થઈ ગયુ છે હવે તો જવુ પડે ને બેટા. બધી નોટ્સ પણ કમ્પલીટ કરવી પડશે ને. અને હવે તો તુ બિલકુલ સારી થઈ ગઈ છે.

ધાની :- ચાર દિવસ જ તો છે પછી કન્ટિન્યુ કરી લઈશ ને.

હું :- ધાનુ, નવી સ્કૂલમાં નવા નવા ફ્રેન્ડ્સ બની જાય પણ એના માટે ક્લાસમાં જવુ તો પડે ને.

ધાની :- 🤨😏 તો સ્કૂલ કેમ ચેન્જ કરી?

હું :- એ તારે નહિ જાણવુ. બસ કાલથી સ્કૂલે જવાનુ છે. હું રોજ મૂકી જઈશ અને લઈ જઈશ.

અદિતી :- ના ના. ધાનુની રિસ્પોન્સિબિલિટી મારી. તમે ક્યાંક કામમાં અટવાઈ જાવ તો એના કરતા હું સંભાળી લઇશ.

હું :- ગ્રેટ.

બીજા દિવસે સવારે ધાની મૂડ વગર તૈયાર થઈ ગઈ. હું ઓફિસ ગયો અને અદિતી ધાનીને સ્કૂલે મૂકી આવી. 3 વાગે છુટે ત્યારે ધાનીને લઇ આવી. ધાની સારા મૂડમાં હતી.

ધાની :- ભાભી, બહુ બધુ લખવાનું છે. એક્ઝામ પણ હમણા આવી જશે.

અદિતી :- લખતી વખતે યાદ પણ રાખતી જજે એટલે લોડ નહિ પડે.

ધાની :- આજે છે ને મને મેડમે દિયા પાસે બેસાડી.

અદિતી :- દિયા?

ધાની :- હા, ફ્રેન્ડ બની ગઇ મારી. એની બુક્સ મસ્ત બનાવેલી હતી એમાંથી મારે લખવાનું છે.

અદિતી :- સરસ ચલો. ફ્રેન્ડ તો બની ગઇ.

ધાની :- ખબર ભાભી, એના મમ્મી પાપા બન્ને જોબ કરે છે. તો એ ઘરે વધારે ટાઇમ એકલી જ હોય.

અદિતી :- ઓહહ..

ધાની :- સારુ છે તમે મારા જોડે હોવ છો નહિ તો હું એકલી શું કરત?.

અદિતી :- તુ એકલી ક્યારેય નહિ રે. હું ઘરે જ રહીશ.

ધાની :- 😊

ઘરે પહોંચીને...

અદિતી :- રિખીલને કોલ કરી દે તુ ચલ. ત્યાં હું નાસ્તો બનાવી આપુ.

ધાની :- ના મને અત્યારે નહિ ભૂખ લાગી પછી જમીશ. હું ફ્રેશ થઈને આવુ ત્યાં તમે ભાઈ જોડે વાત કરો.

અદિતી :- ઓકે.

ધાની ફ્રેશ થઈને આવી.

ધાની :- ભાઈ, બહુ બધુ લખવાનું છે મારે અને એક્ઝામ પણ નજીક જ છે. બધુ જલ્દી જલ્દી કરવુ પડશે.

હું :- પેલા એ કે મને. નાસ્તો કર્યો તે?

ધાની :- ના. પછી કરીશ.

હું :- આ તારુ પછી પછી છે ને હવે નહિ ચાલે. પેલા જમી લેજે પછી થોડીવાર સુઈ જજે. પછી લખવાનું કરજે.

ધાની :- કેટલુ બધુ લખવાનું છે સુઇ જઈશ તો પૂરુ જ નહિ થાય.

અદિતી :- તમે ટેન્શન ના લો એને હમણા ખવડાવીને ઉંઘાડી દઇશ.

ધાની :- ભાઈ ની સાઈડ ના લો તમે. તમે મારા છો.

હું :- એટલે જ તો તને ઉંઘાડવી છે.

ધાની :- બહુ સારુ.

અદિતી નાસ્તો બનાવતા બનાવતા બૂમ પાડે છે...

અદિતી :- ધાનુ, આવી જા ચલ.

ધાની :- મમ્મા, કોઈ તમને મળવા આવ્યુ છે.

અદિતી :- મસ્તી ના કર. આટલુ ફિનીશ નહિ થાય ત્યાં સુધી જવા નહિ દઉં. અને જમીને પહેલા ઉંઘી જવાનુ છે એટલે ટાઇમપાસ નહિ કરતી.

ધાની :- સાચુ કહુ છુ. જોઈ આવો તમે જ.

અદિતી :- (દરવાજે જઈને) હેયય, આવ ને અંદર. બેસ.

ધાની :- જોયુ ને.

અદિતી :- ફ્રેન્ડ છે મારી. 😊

અદિતી :- ધાનુ ફટાફટ જમીને ઉંધી જજે.

ધાની :- મને ઉંઘ નથી આવતી પણ પગ દુખે છે.

અદિતી :- જમીને આવી જા ચલ અહિંયા.

ધાની :- તમે ભાઈને બુક્સ લેવાનુ કીધુ હતું?

અદિતી :- હા એ લઈ આવશે. તું સુઈ જા ને હવે કે કોલ કરુ રિખીલ ને... બોલાવુ અહિંયા.

ધાની :- ના... ના...

અદિતી :- આંખ બંધ કર ચલ હવે.

અદિતી અને તેની ફ્રેન્ડ કિર્તી બંને વાતો કરતી હતી અને ધાની ઊંઘી ગઇ. વરસાદ અને સાંજ પડવાની તૈયારી હતી એટલે હું વહેલો ઘરે આવ્યો. બંનેની વાતો ચાલુ હતી મેં એમને જમી ને જવા ફોર્સ કર્યો અને એમના હસબન્ડ ને ઘરે બોલાવી લીધા.

હું :- આને જગાડવી નહી? ક્યારે સુતી હતી?

અદિતી :- જગાડવી છે ને હવે. બહુ ટાઇમપાસ કરીને સુતી છે. આખા દિવસનું ટેલિકાસ્ટ કર્યુ હતુ.

મેં ધાનીના કાન પાસે જોરમાં પેપરનો અવાજ કર્યો. એટલે ફટાફટ ઉભી થઇ ગઇ. કેટલુ ઉંઘે છે તુ ઉઠ હવે. અત્યારે ઉઠશે નહિ પછી રાતે ઉંઘશે નહિ ફરી સવારે જાગશે નહિ.

ધાની :- ભલે. તમે કામ કરો તમારુ.

હું :- ભલે વાળી. બુક કમ્પલીટ નહિ કરવી કે શુ? શું શું કર્યું આજે ક્લાસમાં એ મને કે ચલ.

ધાની :- કાલે કહીશ. અત્યારે ઉંઘવા દો.

અદિતી :- જલ્દી લખવાનું ચાલુ કરી દે પછી સાંજે આઈસ્ક્રીમ ખાવા જવાનું છે તો નહિ લખાય.

હું :- ના ના... ક્યાંય નહિ જવુ અને ખાવુ પણ નહિ એવુ. અત્યારે મોસમ ખરાબ છે. (ધાનીને) તું ચલ જલ્દી લખવાનું સ્ટાર્ટ કર.

ધાની :- ભાભી, આઇસક્રીમ ખાવા લઈ જશો ને? તો જ...

હું :- નહિ.

અદિતી :- હા લઈ જઈશ પણ તું ફટાફટ લખવા બેસે તો જ.

ધાની ફટાફટ ફ્રેશ થઈને લખવા બેસી ગઇ. હું ગેસ્ટ સાથે બેઠો અને અદિતી ને એ જમવાનું તૈયાર કરવા લાગ્યા. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એમાં ઠંડી ઠંડી આઇસ્ક્રીમ ખાવાની મજા લેવા ગયા.

એક વીક તો બધા એટલા બિઝી થઈ ગયેલા ને 😄. હું ઓફિસના કામમાં, ધાની બુક્સ માં અને અદિતી અમારા બંનેમાં. એક દિવસ ધાની ગુસ્સો કરતી હતી બુક્સ પૂરી નહિ થતી હતી એટલે. હું કાકાની છોકરીના સંગીતમાં ગયેલો લેટ ઘરે આવ્યો ત્યારે...

અદિતી :- (ધાનીને) બહુ લેટ થઈ ગયુ છે હવે સૂઇ જા ચલ. કાલે સ્કૂલ પણ જવાનુ છે ને.

ધાની :- ભાઈને તો આવવા દો હજુ. હજુ સુધી કેમ નહિ આવ્યા.

અદિતી :- એ આવી જશે પણ તુ સુઈ જા.

ધાની :- નહિ નહિ નહિ... એ કેમ નહિ આવ્યા હજુ. કોલ પણ રિસીવ નથી કરતા. 😡

અદિતી :- ધાનુ, એ કૃપાદીદીના સંગીતમાં ગયા છે ને એટલે.

ધાની :- 🤨 શું જરુર છે ત્યાં જવાની?

અદિતી :- ધાનુ, ગુસ્સો ના કર. એ આપણા કહેવાય એટલે અત્યારે આપણે તો જવુ જ પડે ને. ના જઈએ તો ના સારુ લાગે.

ધાની :- ફાઇન.

બીજા દિવસે ધાની સ્કૂલેથી આવી પછી મહામહેનતે મનાવી તૈયાર કરી મેરેજ માં લઈ ગયા. ત્યાં થોડીવાર તો મોં બગાડી ફરી પછી ધીમે ધીમે મૂડમાં આવી ગઇ. બધા જમીને બેઠા હતા. હું બીજા જોડે કામમાં હતો. ધાની અદિતી જોડે હતી. મામાનુ ફેમિલી પણ હતુ.

ધાની જવાની ઉતાવળ કરતી હતી એમાં મારા ફોનની બેટરી લો હતી એટલે સ્વીચ ઓફ થઈ ગયેલો. ધાની અદિતી પાસે જીદ કરતી હતી ચલો ઘરે જઈએ મારે હજુ લખવાનુ બાકી છે. એટલામાં એક દૂરના ફોઈ બોલ્યા. ઘણી મોટી થઈ ગઈ છે ધાની. બહુ નાની હતી ત્યારે જોયેલી. પણ સાથે સાથે જીદદી પણ એટલી જ મોટી છે. પછી એ મમ્મી પાપા નઈ વાતો કરવા લાગ્યા.

ધાની :- 🤨😡

અદિતી :- હમણા રિખીલ આવે એટલે જઇએ આપણે.

ધાની :- પ્લીઝ ભાભી, આપણે જ બોલાવતા જઇએ ને અહિંયા કેટલી વાર વેઈટ કરવાની.

ફોઈ :- એવી તો વળી કઈ ટ્રેન છૂટી જાય છે તારે. અમારા સાથે થોડી વાર વાત કરી લેશે તો કંઈ ભાભી તારી બદલાઈ નહિ જાય. 😄😅

(બધા હસતા હતા)

ધાની :- તમારા જેમ ફ્રી નથી ને હું 🙂 એટલે.
અદિતી :- ધાનુ, આવુ ના કહેવાય કોઈને. એ મસ્તી કરે છે.

ધાની ત્યાંથી કંઇ બોલ્યા વગર જતી રહી. ઈશાન એને જોઇ ગયો એટલે એના પાસે ગયો.
ઈશાન :- હેય સ્વીટહાર્ટ, કોના પર ભડકીને આવી છે?
ધાની :- પેલા ફોઈ છે ને એ નહિ સારા. 😏
ઈશાન :- શું કર્યું એમણે?
ધાની :- કંઇ પણ બોલ બોલ કરે છે. તારા પપ્પા આવા હતા. મમ્મી આવી હતી એવુ બધુ.
ઈશાન :- પણ એમાં તું કેમ અકળાય છે? એમને મમ્મી પાપા સાથે ટાઈમ સ્પેન્ડ કરેલો હશે એટલે યાદ કરતા હશે.
ધાની :- એ ગયા એમના ઘરે તમે એ ક્યો. ભાઈને જોયા છે?
ઈશાન :- હા, એ છોકરા વાળા બેઠા છે ત્યાં ફ્રેન્ડ જોડે બેઠો છે.
ધાની :- ઓકે.

અને ત્યાંથી સીધી આવી મને શોધવા. એકલી એકલી ફરતી હતી ત્યાં હું એને જોઇ ગયો. ત્યાં જઈને...

હું :- ધાનુ, એકલી એકલી ક્યાં ફરે છે?
ધાની :- તમને જ શોધતી હતી. ચલો ભાભી બોલાવે છે.
હું :- ચલ.

હું અને ધાની અદિતી પાસે જતા હતા. રસ્તામાં હું અમુક સાથે વાતો કરતો જતો હતો એટલે મેડમ વધુ અકળાયને બોલ્યા. જલ્દી ચલોને, કેટલો ટાઇમપાસ કરો છો. આપણે ઘરે જવાનુ છે. મારે કાલે હોમવર્ક બતાવવાનું છે અને કરવાનુ બાકી છે.

અદિતી પાસે પહોંચ્યા ત્યાં હજુ પણ એ ફોઈ વાતો કરતા હતા. મારા જોડે પણ વાતો કરવા લાગ્યા. ખાસ્સી વાર થઈ ગયેલી વાતોમાં. ધાની મારી સામે તો કંઈ ના બોલી. પણ ગુસ્સો હવે આંખોમાં દેખાતો હતો. એટલે અમે પરમીશન લઈને ઘરે આવવા નીકળ્યા. ઘર સુધી ચૂપચાપ બેસી રહી.

ઘરમાં જઈને શું થયુ એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED