Rakhi - 2 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 2

આગળના ભાગમાં આપણે જોયુ કે રિખીલની ફેમીલી બધા રિલેટિવ્સ સાથે એક ટ્રિપ પર ગયા હતા અને એક ભયાનક એક્સિડન્ટ થયો.

એક્સિડન્ટ પછી જયારે મારી આંખ ખૂલી ત્યારે હું હોસ્પિટલમાં હતો મામા મામી, માસા માસી મારી પાસે જ હતા. મને હાથ પગમાં અને માથામાં થોડુ વાગ્યુ હતુ. મામાએ મને એક્સિડન્ટમાં વાગ્યુ છે એવુ કીધુ.

હું :- મમ્મી પાપા ક્યાં છે? ધાની ક્યાં છે? એમને કંઈ થયુ તો નહિ ને?

કોઈ કંઈ જ ના બોલ્યુ પણ અત્યારે રેસ્ટ કર એમ કહી ડોકટરને ચેકઅપ માટે બોલાવ્યા. ડોકટરે ચેક કરી રેસ્ટ કરવા માટે કહ્યુ પણ મારે તો મમ્મી પાપાને જોવા હતા.

હું :- (ફરીથી) ધાની ક્યાં છે?
માસી :- એ બીજા રુમમાં છે એને થોડુ વાગ્યુ છે એટલે ત્યાં છે.
હું :- અને મમ્મી પાપા?

માસીની આંખમાં પાણી આવી ગયા એટલે હું ગભરાઇ ગયો અને મમ્મી પાપાને શોધવા બેડ પરથી નીચે ઉતરવા લાગ્યો.
મામા :- ત્યાં એમને મને પકડી રાખ્યો અને ધીમેથી બોલ્યા, હું કઉં છું તારા મમ્મી પાપા ક્યાં છે એ.

(હું એમના સામે જ જોઇ રહ્યો એમની આંખોમાં પણ પાણી આવી ગયા હતા.)
મામા :- એક્સિડન્ટમાં તારા મમ્મી પાપાનુ ડેથ થઇ ગયુ છે. તને હવે એ ક્યારેય નહિ જોવા મળે, એ હંમેશ માટે આ દુનિયા છોડી ગયા છે.

આ સાંભળીને થોડીવાર માટે તો હું એકદમ ચૂપ થઇ ગયો મને કંઇ સમજ નહિ પડતી હતી, મારી આંખ સામે અંધારુ છવાઇ ગયું.

હું :- (રડતા રડતા) તમે મસ્તી કરો છો ને? એવુ બની જ ના શકે.
મામી :- (મને હગ કરીને) અમે તારા સામે આવી મસ્તી કરીએ? બેટા, એ સાચુ છે.

હું બહુ બહુ રડ્યો અને મમ્મી પાપા પાસે જવાની જીદ કરી એટલે મને જોવા લઇ ગયા.

મમ્મી પાપા ને જોઇને હું ખૂબ રડ્યો 😰😰 રડતા રડતા હું બેહોશ થવાની તૈયારીમાં જ હતો ત્યાં મને પાછા વોર્ડમાં લઇ આવ્યા અને મને શાંત કરાવ્યો.

મામી :- બેટા! હવે અમે જ તારા પેરેન્ટસ છીએ તું એકલો નથી અમે તારા સાથે જ છીએ.

ધાનીને હવે આપણે જ સાચવવાની છે. એને કંઇ ના થવુ જોઇએ. એ તો હજુ નાની છે. એ સાંભળતા મને ધાનીની યાદ આવી ગઇ.

હું :- મામા, આપણે ધાનીને કેમ સમજાવીશુ? આ વાત કેવી રીતે કરીશુ? એ તો હજુ નાની છે. આ બધુ કેમ સહન કરી શકશે?

(થોડીવાર બધા ચૂપ થઇ ગયા) પછી
મામા :- ચાલ, આપણે ધાની પાસે જઈએ એને જોઇ લઇએ.
હું ના પાડતો હતો પણ મામા મને સમજાવીને લઇ ગયા. અમે ધાની પાસે આવ્યા, ધાની બેહોશ હતી. અમે તેના હોશમાં આવવાની રાહ જોતા ત્યાં જ બેસી રહ્યા. થોડીવારમાં એને હોશ આવી ગયો. એને માથામાં વાગ્યુ હતુ અને હાથમાં વાગ્યુ હતુ. ધાનીને માથામાં વધારે વાગવાથી કન્ડિશન થોડી ક્રિટીકલ છે એવુ ડોકટરે કહ્યુ.

મામા :- ધાની કેવુ ફીલ થાય છે હવે?

ધાની :- સારી છું. (થોડીવાર બધાને જોઇને) મોમ-ડેડ? (થોડીવાર પછી ફરીથી) ભાઈ! મમ્મી પાપા ક્યાં છે? મામા કોઈ કંઈ જવાબ કેમ નહિ આપતું?

મામા :- એ ઘરે છે, પાપાને જરુરી કામ હતુ એટલે એ હમણાં જ ઘરે ગયા છે, આપણે ઘરે જઇશુ ત્યારે એમને મળી લઇશુ. પહેલા તુ સારી થઈ જા એટલે તને ડિસ્ચાર્જ કરે પછી ઘરે જઈશું.

આ બાજુ ઘરે અંતિમ સંસ્કારની તૈયારી ચાલૂ કરી અને બધી તૈયારી પત્યા પછી ધાનીને ઘરે લાવ્યા. ઘરે બધી તૈયારી જોઇને ધાની સમજી ગઇ હતી પણ કશુ બોલવાની કન્ડિશનમાં નહિ હતી. અગ્નિ સંસ્કાર માટે જવાની તૈયારી કરી.

ધાની :- (મારી નજીક આવી) ભાઈ! મમ્મી પાપા ક્યાં છે? તમે જુઠ્ઠુ બોલતા હતા ને કે મમ્મી પાપા ઘરે છે.
એટલુ બોલતા બોલતા ધાની રડવા લાગી. 😰😰 બોલી; એકવાર મને મમ્મી પાપાને જોવા લઈ જાવ ને પ્લીઝ.

મામા સાથે હું ધાનીને મમ્મા પાપા પાસે લઈ ગયો. ત્યાં જઈ ધાની થોડીવાર જોઈ જ રહી અને પછી બહુ રડી, અમે બંને ભાઈ બહેન બહુ જ રડ્યા. એ દિવસે અમારી લાઇફ ત્યાં જ રોકાઇ ગઈ હતી. જેણે અમને આ દુનિયા બતાવી હતી એ જ અમને આખી દુનિયામાં એકલા છોડી ગયા હતા. અમારી જિંદગી એક એવા મોડ પર પહોંચી ગઇ હતી કે જ્યાંથી કશુ જોઇ શકાતુ જ નહિ હતુ. બસ ચારે બાજુ અંધકાર જ અંધકાર હતો.

મામાએ ધાનીને લઈ જઈ મામી પાસે રાખી અને અમે વિધિ માટે ગયા. બધા બહુ જ દુ:ખી હતા. અમે પાછા ઘરે આવ્યા ત્યાં ડોકટર આવેલા હતા ધાની બેહોશ હતી. ડોકટરે સ્ટ્રેસના લીધે બેહોશ થઈ હોવાનુ કહ્યુ અને ઈંજેક્શન આપી જતા રહ્યા. એ સમય બધાના માટે બહુ જ ખરાબ હતો બધા એ જ વિચારતા હતા કે આટલી નાની ધાનીને કેમ સાચવીશું.

મોડેથી ધાનીને હોશ આવ્યો ત્યારે બધાને થોડી રાહત થઇ. બધા કમને પણ થોડુ થોડુ જમ્યા પણ ધાની ના જમી એને સમજાવી પણ એ ના માની પછી અમે પણ બહુ ફોર્સ ના કર્યો અને સુવાની તૈયારી કરી. ધાની અને હું મામા મામી સાથે એક રુમમાં સુતા હતા. અડધી રાતે મારી આંખ ખુલી અને મેં જોયુ તો ધાની અમારા પાસે નહિ હતી હું ગભરાઈ ગયો અને આખા ઘરમાં ધાનીને શોધવા લાગ્યો પણ એ ક્યાંય ના મળી.

રુમમાં આવીને મામીને જગાડ્યા અને એમને વાત કરી ફરી બધે શોધવા લાગ્યા, મામી ટેરેસ પર જોવા ગયા ત્યાં પણ એ નહિ હતી. ત્યાંથી નીચે જોયુ તો ધાની બહાર આંગનમાં ઝાડ નીચે એકલી બેઠી હતી. મામીએ નીચે આવી મને કીધુ અને અમે બંને બહાર ગયા.

હું :- (ત્યાં જઈને મેં સીધુ ધાનીને હગ કરી લીધુ) અહિંયા કેમ એકલી બેઠી છે અત્યારે?
ધાની :- ભાઈ હું ઠીક છું, મને ઉંઘ નહિ આવતી હતી એટલે બહાર આવી ગઈ.
મામી :- ધાની, અત્યારે આવી રીતે એકલુ બહાર ના બેસાય. ચલો અંદર...
ધાની :- મામી, ભગવાન કેમ મમ્મી પાપાને એમના જોડે લઇ ગયા?
મામી :- બેટા, જે લોકો બહુ સારા હોય છે એમની જરુર ભગવાનને વધારે હોય છે એટલે એમની પાસે બોલાવી લે છે.
ધાની :- આપણે જરુર હોય તો પણ?

અમારી પાસે એના સવાલના કોઈ જવાબ નહિ હતા. પણ એને સમજાવવી જરુરી હતી. હું અને મામી ધાનીને અંદર લઇ ગયા. અમે એને સુવડાવવાની ટ્રાય કરી પણ એ સુવાની ના પાડતી હતી, એને ઊંઘ નહીં આવતી હતી. મને પણ હવે ઊંઘ નહિ આવતી હતી એટલે હું અને ધાની નીચે હોલમાં આવી ગયા.

હું સોફા પર બેસી વિચારમાં ખોવાઇ રહ્યો હતો અને ધાની મમ્મી પાપાનો ફોટો લઈ મારા પાસે બેસી રહી અને થાકીને એમ જ અમે બંને ત્યાં સૂઈ ગયા. સવારે કાકા કાકી આવ્યા ત્યારે અમે જાગ્યા. એ દિવસથી જ એ લોકો એમનો સામાન લઈને અમારા જોડે જ રહેવા આવી ગયા. હવે તો હું અને ધાની જ એકબીજાનો સહારો હતા.

થોડા દિવસમાં બધી ક્રિયા વિધી પતાવી પછી ઘરનુ વાતાવરણ થોડુ સારુ બન્યુ. બધા સ્વસ્થ થવાની કોશિશ કરી રહ્યા હતા. હવે તો અમારે મમ્મી પાપા વગર રહેતા શીખવાનુ હતુ, મારે ધાનીની દુનિયા રંગીન બનાવવાની હતી, એના સપના પૂરા કરવાના હતા, મારે મમ્મી પાપાના સપના પૂરા કરવાના હતા. એને મમ્મી પાપાનો પ્રેમ આપી એમની ખોટ પૂરી કરવાની હતી. બધુ બહુ અઘરુ હતુ પણ જરુરી હતુ.

ધીમે ધીમે સમય સાથે અમે સંભલી ગયા. મામા મામીએ અમને સંભાળી લીધા. અમે બંને એકબીજાની તાકાત બની ગયા. હું રોજ સવારે ફ્રેશ થઈ ધાનીને જગાડતો એ ફ્રેશ થઇને આવે ત્યાં સુધીમાં એનો નાસ્તો, પાણીની બોટલ, બેગ તૈયાર કરીને રાખતો અને કાકી અમારા માટે નાસ્તો બનાવી રાખતા. પછી એને મારા હાથે નાસ્તો કરાવતો અને હું પણ કરતો પછી એને સ્કૂલે ડ્રોપ કરી મારુ કામ કરતો. સાંજે સ્કૂલેથી પીક કરી ઘરે આવી એને નાસ્તો કરાવી એની જોડે ટાઈમ સ્પેન્ડ કરતો આ મારુ રુટિન બની ગયુ હતુ.

ધીમે ધીમે બધુ સારુ થઈ રહ્યુ હતુ. ટાઈમને જતા કંઈ વાર નથી લાગતી, ટાઈમ સાથે અમે અમારા દર્દને ઓછું કરવાની કોશિશ કરતા હતા. ધાની મોટી થવા માંડી એ ઘણી સમજદાર હતી. મારા ગ્રેજયુએશન પછી કાકાએ હવે હું કેપેબલ થઈ ગયો છું એમ કહી પાપાના ઓફિસની રિસ્પોન્સિબીલીટિ અને ઘરની જવાબદારી મને આપી દીધી. ત્યાર સુધી મેં ક્યારેય કંઇ જ કીધેલુ કે પૂછેલુ નહિ હતુ.

લાઇફમાં બધુ જ બરાબર ચાલે એવુ જરુરી તો નથી ને એમ મારા કાકીને પણ એ ના ગમ્યુ. ઘરની તિજોરીની ચાવી હંમેશા એમની પાસે જ રહેતી અને હવે મારા પાસે રાખવાની હતી એટલે એ કાકીને ના ગમ્યુ પણ કાકાએ એમની પરવાહ કર્યા વગર મને બધુ સોંપી દીધુ. એ દિવસે કાકા ખુશ હતા કે એમની જવાબદારી હવે પૂરી થઈ ગઈ. બધુ લેવા-દેવાનુ હવે મારા હાથે થઈ ગયુ.

એ જ વાતના ગુસ્સાથી કાકી થોડા દિવસ માટે એમના ઘરે જતા રહ્યા. જતા જતા કહીને ગયા કે હવે જ્યાં સુધી એમને તિજોરીની ચાવી નહિ મળે ત્યાં સુધી પાછા નહિ આવે પણ કાકાએ કહ્યુ, થોડા ટાઈમમાં પાછા આવશે જ એટલે એમને ચાવી નહિ આપવી જોઈએ. કાકા કાકી એમના ઘરે જતા રહ્યા. હવે ઘરમાં હું અને ધાની જ હતા.

ઘર સાચવવા માટે એક આન્ટી રાખ્યા હતા. વહેલી સવારે આવી જાય અને ઘર સંભાળી લે અને સાંજે બધુ કામ પતાવીને ઘરે જતા. એ અમને જમવાનુ કરી આપે, ઘરનુ બધુ કામ કરી આપે અને ધાની ને પણ સાચવી રાખતા. આન્ટી અમારી બહુ જ સંભાળ રાખતા શાયદ એટલે જ કે એમને કોઈ સંતાન નહીં હતુ. એમનો મમતા વાળો પ્રેમ અમારા પર ન્યોછાવર કરી દેતા. રોજ સવારે ટાઈમ પર નાસ્તો રેડી કરી આપે અને પછી બીજુ કામ પતાવતા. એ આખો દિવસ અમારા જોડે જ રહેતા.

એક દિવસ ધાની સ્કૂલેથી આવી ત્યારે અપસેટ હતી. હું ઘરે આવ્યો અને નાસ્તો કરવા ધાનીને બોલાવી એ ના આવી એટલે હું એના રુમમાં ગયો.

હું :- ચલ નીચે, નાસ્તો કરવા. આન્ટી બોલાવતા હતા તો પણ તું ઉપર કેમ આવી ગઇ?
ધાની :- બધાના પેરેન્ટસ કાલે મીટિંગમાં આવશે મારા નહિ હોય ને!
હું :- ધાની! હું છુ ને, હું આવીશ મીટિંગમાં, તને કોઈ કંઇ નહિ બોલે.
ધાની :- 🤭 ભાઈ! મારા માટે મોટી ડેરીમીલ્ક લઈ આવશો તો જ મેં નીચે નાસ્તો કરવા આવીશ.
હું :- ઓકે મારી મા,😉 પ્રોમીસ લઇ આવીશ પણ અત્યારે તો નીચે ચલ.

બીજા દિવસે પણ એ થોડી અપસેટ તો હતી પણ મેં રિઝન ના પૂછ્યુ. હું એને સ્કૂલે મૂકી ઓફિસ ગયો ત્યાં કામ પતાવી ટાઈમ પર સ્કૂલ મીટિંગમાં ગયો, ધાનીનો સ્કોર સરસ હતો ક્લાસમાં ફર્સ્ટ હતી એટલે કોઈ કમ્પલેઇન પણ નહિ હતી. મિટિંગની એક કલાક પછી ધાનીને લેવા જવાની હતી એટલે ત્યાં નજીકમાં જ કામ પતાવી હું સ્કૂલે લેવા ગયો.

ત્યાં ધાનીના ક્લાસ બાજુ ગયો તો ક્લાસ બહાર ધાની રડતી હતી એને પનીશ કરેલી હતી હું ક્લાસમાં ગયો મેડમ નહિ હતી. મેં ક્લાસમેટ્સ ને ધાનીની પનીશમેન્ટ વિશે પૂછ્યુ.

રિયા :- આજે પેરેન્ટસ મિટિંગમાં મમ્મી પાપાને જ આવવાનુ હતુ પણ તમે આવેલા એટલે ધાનીને પનીશ કરી છે.
હું ગુસ્સામાં આવી ગયો મેડમ હજુ સુધી આવી નહોતી એટલે પ્રિન્સીપાલ પાસે ગયો અને બધી વાત કરી હું પ્રિન્સીપાલ સાથે ક્લાસમાં આવ્યો પણ મેડમ હજુ ત્યાં આવ્યા નહોતા. પ્રિન્સીપાલે મને સોરી કહી એમની ગલતી કબૂલ કરી ધાનીને ક્લાસમાં બોલાવી પછી મેડમને બોલાવી.

મેડમ ક્લાસમાં આવી એ ધાનીને ધમકાવવા જતી હતી ત્યાં મેડમને જોઈ બોલી.
મેડમ :- યસ મેમ તમે અહિંયા?
પ્રિન્સીપાલ :- (એને બધી વાત કરી ધાનીની)શું છે આ બધુ?
મેડમ :- મને નહિ ખબર હતી કે એના પેરેન્ટસ નથી અને એ પણ કશુ ના બોલી.
હું :- ધાની, તને પૂછેલુ ત્યારે તે કીધેલુ?
ધાની :- હા, પણ એમને હું જૂઠ્ઠુ બોલુ છુ એમ કહી મને......
રિયા :- મેડમ ધાની કહેતી હતી પણ એ કંઈ સાંભળતા જ નહિ હતા.

પ્રિન્સીપાલે મને સોરી કહી ધાનીને લઈ જવા કહ્યુ. હું ધાનીને લઈ ઘરે આવ્યો ધાની હજુ પણ રડતી હતી ચૂપ થવાનુ નામ જ નહિ લેતી હતી. ઘરે આવી આન્ટી એ ઘણી વારે એને સમજાવી ચૂપ કરાવી તો પણ એ કંઈ બોલતી જ નહિ હતી. આન્ટી એ થોડી વાર એને એકલીને રાખવા કીધુ અને હું નીચે આવ્યો. સાંજે જમવાના ટાઈમ પર એને બોલાવવા ગયો ત્યાં એ સૂતી હતી એટલે ના જગાડી અને હું નીચે આવ્યો, જમ્યો. એ રાતે આન્ટી અમારા ઘરે જ રહી ગયા હતા. હું ધાનીના રુમમાં જ સૂઈ ગયો.

અડધી રાતે અચાનક જ ધાનીને ખાંસી આવવા માંડી હું જાગી ગયો એને પાણી પીવડાવ્યુ, એને જોયુ તો એને તાવ ચડી ગયો હતો. સિરપ પીવડાવી, દવા પીવડાવી તો પણ ખાંસી બંધ જ ના થાય. આખી લાલ લાલ થઈ ગઈ ધાની. નીચે જઈ આન્ટીને જગાડ્યા એમને પણ ટ્રાય કરી પણ ખાંસી બંધ જ ના થાય અને વધુમાં નાકમાંથી બ્લડ નીકળવા માંડ્યુ. પછી અડધી રાતે ડોકટરને કોલ કરી ઘરે બોલાવ્યા. એમને ચેક કરી દવા આપી એનાથી ખાંસી બંધ થઈ અને એ સૂઈ ગઇ.

સવારે એ જાગી ફ્રેશ થઈ નીચે આવી મેં એને નાસ્તો કરાવ્યો અને મેડિસીન આપી.
ધાની :- હું આજે સ્કૂલે નહિ જાઉં.
હું :- (ફોર્સ ફુલ્લી) સ્કૂલ તો જવુ જ પડશે. કોઈ બહાના, કોઈ આરગ્યુમેન્ટ નહિ ચાલે.
ધાની :- તો હું મેડિસીન નહિ લઉં.
(સોફા પર જઇને બેસી ગઇ.)
હું :- ઓકે, ના જતી આજે બસ, પણ મેડિસીન લઇશ તો જ.
ધાની :- હમમ ☺. એને મેડિસીન પીધી પછી ટીવી ચાલૂ કરી જોતી હતી અને હું મારા કામથી બહાર જવા તૈયાર થયો.
ધાની :- તમે પણ આજે છુટ્ટી રાખી દો ને! એક આખો દિવસ તો મારા માટે છુટ્ટી રાખી શકો ને!
હું :- હમમ. રાખી શકુ. એટલુ તો મેં કરી જ શકુ. અને મેં મારુ જવાનુ કેન્સલ કર્યુ.

ધાનીને હજુ થોડો તાવ હતો એટલે એની જોડે રહ્યો. એને કંઈ કહેવાય એવી સિચ્યુએશન પણ નહિ હતી. આખા દિવસમાં અમે બહેન ભાઈએ ટીવી જોઈ, ગેમ્સ રમી, જમ્યા અને ટીવી જોતા જોતા જ સૂઈ ગયા. સવારે આલાર્મ વાગ્યુ ત્યારે ખબર પડી કે અમે એમ જ સૂઈ ગયેલા.
ધાની :- હું આજે સ્કૂલે નહિ જાવ (પાછી સૂઈ ગઈ).
હું :- હો.

હું રેડી થઈને આવ્યો ત્યાં સુધી એ જાગી જ નહિ, ફરી જગાડી.
હું :- ધાની જલ્દી ઊઠી જા. સ્કૂલે જવામાં લેટ થશે પછી મેડમ ગુસ્સે થશે તો મેં કોઈ હેલ્પ નહિ કરું.
ધાની :- નો, હું સ્કૂલે નહિ જાઉં એટલે નહિ જ જાઉં.
હું :- ધાની સવાર સવારમાં જીદ ના કર. 😐 ચલ, ફટાફટ રેડી થઇ જા.

આન્ટી :- રહેવા દે ને બેટા, આજનો દિવસ હજુ રેસ્ટ કરવા દે. કાલથી જશે.
ધાની :- હું પણ એમ જ તો કહુ છુ.
આન્ટી :- પણ ધાની તારે કાલથી તો સ્કૂલે જવુ જ પડશે આજે નહિ જાય તો ચાલશે.
ધાની :- ઓકે.

એટલે પાછી ગોદડુ ઓઢીને સૂઈ ગઈ એને તો મજા પડી ગઈ. હું ઓફિસ ગયો મારે ધણુ કામ હતુ એટલે. આજે હું ધાનીને નાસ્તો કરાવ્યા વગર જ નીકળી ગયેલો અને કામમાં બિઝી થઈ ગયો. બપોરે આન્ટીએ ધાનીને ખવડાવવા બહુ કોશિશ કરી પણ ધાની એમ માને એમ થોડી હતી એને ના ખાધુ તે ના જ ખાધુ. જીદ પર આવી ગયેલી કે ભાઈ નહિ ખવડાવે તો એ નહિ ખાય અને એવુ જ કરતી હતી. પછી ધાની એ મને કોલ કરેલા પણ હું મિટિંગમાં હતો એટલે કોલ રિસીવ ના કરી શક્યો.

ધાની :- (ફોન પર) મામા તમે જલ્દી ઘરે આવો.
મામા બિચારા ગભરાતા ગભરાતા આવ્યા. ઘરે આવ્યા ત્ચાં ધાની બેન તૈયાર થઈને દરવાજા પર જ ઊભા હતા.
ધાની :- ચલો.
મામા :- ક્યાં?
ધાની :- ભાઈ પાસે, ઓફિસે.
મામા :- કેમ ત્યાં જઈને શું છે?
ધાની :- ચલોને ત્યાં જઈને ખબર પડી જશે.
મામા :- નહિ, હું નહિ આવુ.
ધાની :- બહુ ભૂખ લાગી છે ચલો ને.
મામા :- ચલ, આજે હું ખવડાવુ મારા હાથે.
ધાની :- નહિ, ભાઈને અહિંયા બોલાવો નહિ તો આપણે ત્યાં જઇએ. મમ્મી આજે હતે તો મારી વાત જરુર માની જતે 😏 . તમે કોઈ મારુ સાંભળો જ નહિ.

એ ધાની હતી એમ તો કંઈ થોડી માને. છેલ્લે મામા એને લઈ ઓફિસે આવ્યા. હું હજુ મિટિંગમાં જ હતો. થોડીવાર વેઈટ કરી પણ હું ના આવ્યો એટલે પછી સેક્રેટરી આવી મને કહી ગઈ કે તમારી બહેન ક્યારની તમારી વેઈટ કરે છે. હું ફટાફટ મિટિંગ પતાવી બહાર આવ્યો ત્યાં ધાની અને મામા બેઠા હતા. હું એમના સાથે મારી કેબીનમાં આવ્યો.

ધાની :- બહુ ભૂખ લાગી છે મને ખાવુ છે.
હું :- વોટ.
મામાએ ધાનીની કહાની કીધી.
હું :- (ધાની સામે જોઇને) 😳 હજુ સુધી તે કંઇ નહિ ખાધુ?
ધાની :- 😒 ના મા માથુ હલાવ્યુ.

મારે થોડીવારમાં બીજી મીટિંગ હતી એટલે ફટાફટ કેન્ટિનમાંથી ઓર્ડર કરી જમવાનું મંગાવ્યુ અને ધાનીને ખવડાવવા લાગ્યો ત્યાં જ બીજી મિટિંગના કલાયન્ટ મિસ્ટર તિવારી આવી ગયા. એ ડાયરેક્ટ અંદર જ આવી ગયા. એ આ બધુ જોઈને પહેલા તો વિચારમાં પડી ગયા. મેં એમને થોડી વાત કરી સમજાવવાની ટ્રાય કરી અને થોડી વેઇટ કરવા માની ગયા.

ધાનીને જમાડી તિવારીજીને અંદર બોલાવી બધી વાત કરી એ ખુશ થઈ ગયા ધાની એમને પસંદ આવી ગઈ એની આ હેબીટ સારી લાગી. એમને અમારી કેમેસ્ટ્રી ગમી ગઈ અને મિટિંગ કર્યા વગર જ ઓર્ડર આપી દીધો. અને ધાની માટે એક મોટી 🍫 ચોકલેટ લાવી આપી.

ધાનીને તો એ જ જોઈતુ હોય એણે તો પેકિંગ તોડવાનુ ચાલૂ કરી દીધુ.
હું :- નો ધાની, અત્યારે નહિ.
મિસ્ટર તિવારી :- ખાવા દો ને એમા શું છે.
હું :- એની તબિયત નહિ સારી હજુ મેડિસીન ચાલુ જ છે.
ધાની :- નહિ નહિ મને કશુ નહિ થયુ આઈ એમ ફુલ્લી ફાઈન.
એણે મોબાઈલ વાપરતા વાપરતા 🍫 ચોકલેટ ખાવાની ચાલૂ કરી દીધી.

અમે થોડીવાર બેઠા ત્યાં ધાની અડધી ચોકલેટ ખાઈને બેઠી હતી. પછી મામા એને ઘરે લઇ ગયા અને હું મારુ કામ પતાવવા લાગ્યો. મામા ધાનીને લઈ ઘરે ગયા ત્યાં કાકા કાકી આવી ગયા હતા. થોડીવાર બેસી મામા જતા રહ્યા.

સાંજે હું ઘરે આવ્યો ત્યાં જમવાનુ તૈયાર થઈ ગયુ હતુ. ધાની આન્ટી પાસે સૂતી હતી અને કાકા કાકી બેઠા હતા. મને જોઇને આન્ટી બોલ્યા ધાનીને તાવ આવ્યો છે એને હમણાં નાસ્તો કરાવીને સૂવડાવી છે. અને આન્ટી એમના ઘરે જતા રહ્યા. મેં કાકા કાકી જોડે થોડી વાત કરી અને અમે જમવા બેઠા. જમીને કાકા કાકી એમના રુમમાં સૂવા જતા રહ્યા અને હું ટીવી જોવા બેઠો.

હું :- (સૂવાના ટાઇમ પર મેં ધાનીને જગાડી) ભૂખ લાગી છે? થોડુક ખાઇ લઇશ?
ધાની :- ના અત્યારે નહિ. (અને મારા ખોળામાં માથુ રાખી ટીવી જોતા જોતા જ ફરી સૂઈ ગઈ.)

સવારે મેં જાગીને ધાનીને ચેક કર્યુ તેને હજુ તાવ હતો જ એટલે મેં એને વહેલી ના જગાડી. મેં તૈયાર થઈ ઓફિસ જવાની તૈયારી કરી પછી એને જગાડી તેને બ્રશ કર્યુ અને થોડો નાસ્તો કરાવી મેડિસિન પીવડાવી. કાલની ચોકલેટની અસર આજે દેખાતી હતી. ચાર દિવસથી ધાની સ્કૂલે ગઈ નહોતી એટલે હું સ્કૂલે મળવા ગયો.

આ બાજુ ઘરે મારા ગયા પછી કાકીએ આન્ટી જોડે ઝગડો કરી, મારો પહેલાનો ગુસ્સો એમના પર ઉતારી એમને કામથી છૂટા કરી દીધા અને ધાનીને પણ ખીજવાયા હતા. હું મારી ફાઇલ ભૂલી ગયો એટલે ઘરે પાછો આવ્યો ત્યાં દરવાજા પર કાકીનો અવાજ સંભળાતો હતો એટલે હું છુપાઇને ત્યાં જ ઉભો રહી ગયો. કાકી ધાનીને કંઈક કહેતા હતા એ સાંભળીને હું જલ્દીથી અંદર ગયો એટલે કાકી સડનલી બોલતા બંધ થઈ ગયા. એટલે મને કંઈ ખબર નથી એમ હું ફાઇલ લઇને જતો રહ્યો.

સાંજે ઘરે આવ્યો ત્યારે કાકીએ કહ્યુ અત્યારે ફરી ધાનીને તાવ આવ્યો છે. હજુ સુધી એ બેડ પરથી ઉભી જ નથી થઇ. હું એને હોસ્પિટલ લઇ ગયો ત્યાં રિપોર્ટ કરાવ્યા અને ડોકટરે ટેમ્પરરી ઈંજેકશન આપ્યુ અને દવા આપી કેર કરવા કહ્યુ. એ રાતે અને બીજા દિવસે ધાની સૂતી જ રહી. ના કંઈ બોલે, ના કશુ ખાય. સવારે હું રિપોર્ટ લેવા ગયો, રિપોર્ટમાં ટાયફોઇડ પોઝિટીવ આવ્યો હતો. ઘરે આવી ધાનીને જગાડી થોડો નાસ્તો કરાવ્યો ત્યાં મામા મામી ખબર પૂછવા આવ્યા અમે હજુ બેઠા જ હતા ત્યાં ઈશાન પણ આવ્યો.

ઈશાન મારા મામાનો છોકરો. ઈશાન ફ્રુટ્સ અને જયુસ લાવ્યો હતો. એ ધાનીને આપ્યા પણ એણે ના લીધા એટલે પછી ઈશાને 🍬🍬 ચોકલેટ્સ આપી એટલે તરત જ લઈ લીધી. ચોકલેટ ખાવા જતી હતી ત્યાં
હું :- ખીજવાયો એટલે મોં બગાડી સાઈડમાં મૂકી દીધી. એક બી ચોકલેટ ખાધી તો યાદ રાખજે તું.
ઈશાન :- થોડીક ખાવા દે ને હવે.
હું :- ના થોડીક બી નહિ. આજકલ તો એનુ બીજુ બીજુ ખાવાનુ બહુ વધી ગયુ છે. અને રિપોર્ટમાં ટાયફોઇડ પોઝિટીવ આવ્યો છે.
મામા :- બરાબર છે, હમણાં બહારનુ બધુ જ બંધ કરાવ.

આ સાંભળીને બેન મોં ફુલાવી સોફા પર બેસી ગઈ. મામાને ફોન આવ્યો એમને કંઈક કામ આવ્યુ એટલે એ બધા જતા રહ્યા. મેં કાકીને ધાની માટે વેજ સેન્ડવીચ બનાવવા કહ્યુ અને હું ઉપર જતો રહ્યો.

( મારા ગયા પછી )
ધાની :- કાકી રિમોટ અપાવોને ત્યાં સાઇડમાં પડ્યુ છે.
કાકી :- કેમ તારા હાથ ભાંગી ગયા છે? 😠 એટલુ પણ તુ જાતે ના કરી શકે?

ધાની પર રીતસરના ખીજવાતા હતા ત્યારે જ હું મોબાઈલ લેવા રુમની બહાર નીકળ્યો. કાકી બહુ જ બોલતા હતા મમ્મી પાપા વિશે પણ ગમે તેમ બોલતા હતા એ સાંભળી ધાની રડવા જેવી થઇ ગઇ એટલે કાકીએ ગુસ્સામાં એના પાસે રિમોટ ફેંકી એક તમાચો મારી દીધો. હું છૂપાઇને આ બધુ જોતો હતો કે કાકી કઈ હદ સુધી જાય છે. એ બધુ જોઇને મને બહુ જ ગુસ્સો આવ્યો હતો.

હું અંદર રુમમાં જતો રહ્યો અને વિચારીને પછી મામાને કોલ કરી બધી વાત કરી ઘરે બોલાવ્યા અને હું નીચે ગયો. ધાનીએ મને આવતો જોઈ માથે ઓઢી સૂઈ ગઈ. હું કિચનમાં ગયો.

હું :- કાકી, સેન્ડવીચ રેડી થઈ ગઈ?
કાકી :- (એમને કંઈ જ ના થયુ હોય એમ બિહેવ કરી) હા, હા,રેડી જ છે. સેન્ડવીચ રેડી કરી મને આપી અને હું બહાર ધાની પાસે આવ્યો એને ખવડાવતો હતો ત્યાં મામા આવી ગયા.

મામાના આવ્યા પછી શું થયું એ જોવા માટે Part - 3.......

ક્રમશ:............


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED