Rakhi - 3 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 3

આગળ જોયુ તેમ રિખીલની નવી લાઇફ કે જે ધાનીથી ચાલૂ થાય છે અને ધાની પર આવીને જ અટકી જાય છે. લાઇફ પણ અજીબ હોય છે ને! જે સાથે હોય એ જ આપણાથી દૂર હોય છે. પણ એ તો સમય આવ્યે જ ખબર પડતી હોય છે. હવે રિખીલ કાકીનુ શું કરશે એ જોઈએ.

ધાનીને સમજાવી મનાવી સેન્ડવીચ ખવડાવી એને અડધી તો માંડ ખાધી અને રુમમાં જતી રહી. થોડીવારમાં કાકા આવ્યા પછી મેં મામાને કોલ કરી બોલાવ્યા અને હું ઉપર ગયો અને ધાનીનો ગાલ જોયો.

હું :- ધાની, ગાલ પર શું થયું? કેવી રીતે થયું?
ધાની :- શું થયુ છે?
હું :- મને દેખાય છે અને તને પણ ખબર છે. ચલ, બોલ કેવી રીતે થયું?
ધાની :- કંઈ નહિ થયુ તો શું કહું?
હું :- ધાની, લુક એટ મી. 😠 શું છુપાવે છે તું?
ધાની :- કંઈ નહિ થયુ પણ. હું કશું છુપાવતી નથી.
હું :- હા, તો કયા રિઝનથી એમણે તારા પર હાથ ઉપાડ્યો.
ધાની :- 😧 તમે........
હું :- હા, મને ખબર છે એટલે તુ પણ સાચેસાચુ કહી દે મને.
ધાની :- મેં એમને રીમોટ અપાવવા કહેલુ અને એમણે.....

હું નીચે આવ્યો અને મામાની વેઇટ કરવા લાગ્યો. થોડીવારે મામા આવ્યા એટલે મેં ધાનીને નીચે બોલાવી. એ આવીને સીધી મામા પાસે જતી રહી. મેં ધાનીનો ગાલ જોયો હજુ પણ આંગળીના નિશાન હતા.

હું :- કાકી, આ કેવી રીતે થયુ?
(ફરીવાર) કાકી આ કેવી રીતે થયું?
કાકી :- એ મને બહુ જ હેરાન કરતી હતી એટલે મેં એને ધમકાવવા માર્યુ પણ થોડુ વધારે વાગી ગયુ હશે.
મામા :- ધાની, બેટા ઉપર રુમમાં જતી રે જા.
કાકા :- (કાકીને) તેં ધાનીને માર્યુ હતુ? કેમ? ક્યારે? આ બધુ શું છે?
મેં બધી વાત કરી.
કાકી :- છોકરાઓને કાબૂમાં રાખવા ક્યારેક મારવુ પડે. તે જ એને સર પર ચડાવીને રાખી છે. 😡 ખબર છે એની જીદ કેવી અને કેટલી છે એ? ખબર નહિ હજુ મોટી થશે ત્યારે શું કરશે.
હું :- તમે હદથી વધારે બોલો છો અત્યારે. 😠
કાકી :- સાચુ હોય એ સાંભળવામાં ખરાબ જ લાગે. એટલુ બધુ છે તો સાચવ એને ખબર પડી જશે. અને એટલી બધી પ્રોબલેમ થતી હોય તો અમે અહિંયાથી જતા રહીશું અમને અમારા હિસ્સાની પ્રોપર્ટી આપી દે.
હું :- ઓહહહ, તો તમે અહિંયા એના માટે જ હતા એમ ને!
કાકી :- મફતનુ નથી માંગતા અમે, અમારો પણ ભાગ છે આમાં.
કાકા :- તું શું બોલે છે ભાન છે તને?
કાકી :- હા તમે જ ભાઈ ભાઈ કરતા હતા જોઇ લીધુને આજે ! ભાઈના છોકરાને. 😣

મને ધાનીની ફિકર હતી એટલે મેં કંઈ વિચાર્યા વગર એમને પેપર્સ પર સાઇન કરી ઘરેથી રવાના કરી દીધા.

ધાનીને નીચે બોલાવી.
હું :- ધાની તને કાકી ક્યારેય કશુ બોલ્યા હતા? સાચેસાચુ બોલજે.
ધાની :- હા ભાઈ.
હું :- શું?
ધાની :- કાકી મને ઘણી વાર મારતા, મને ખીજવાતા, મારી પોકેટમની પણ લઈ લેતા. અને હું કંઈ બોલુ તો મને મારી નાખશે એવુ કહેતા.
(હાથ પર એક નિશાન હતુ એ બતાવતા) કાકીએ મને અહિંયા અગરબત્તી પણ અડાડી દીધેલી.


હું કંપી ગયો. કોઈ આવુ તો કેવી રીતે કરી શકે.
હું :- મામા, મારી બહેન જોડે આટલુ બધુ થઈ ગયુ અને મને ખબર પણ ના પડી.
મામા :- જે થઇ ગયુ એ ભૂલીને હવે આગળનુ વિચાર.

મારી આંખમાં પાણી આવી ગયા પણ મામાએ મને ઈશારાથી ધાની સામે નહિ રડવા કહ્યુ. એને રેસ્ટ કરવાનુ કહી અમે નીચે આવ્યા.

હું :- મામા, એને ઘણી બધી તકલીફ થઈ હશે પણ મને કંઈ ના કહી શકી. મારી જ ભૂલ હતી હું જ એને સમજી ના શક્યો.
મામા :- જો બેટા, બ્લેમ કરવા માટે આખી લાઇફ આપણી પાસે છે. બ્લેમ કરીને પણ શું મળશે? બેટર છે કે તું આગળનુ વિચાર કે જે થયું છે એને સારુ કેવી રીતે કરવું.
હું :- હમમ. રાઇટ.

એ દિવસે હું ધાની પાસે ગયો જ નહિ. બિકોઝ આઇ એમ ફિલ વેરી ગિલ્ટી. મને હતુ કે જે થયુ એના માટે રિસ્પોન્સિબલ હું જ છુ. તરત જ ઘરની બહાર નીકળી ગયો. મને ખૂદને નહિ ખબર હતી કે હું ક્યાં જાઉં છુ પણ હા કોઈને ફેસ ના કરવા પડે એટલા માટે હું એ સિચ્યુએશનથી ભાગતો હતો. રાતે હું મારા ફ્રેન્ડના ઘરે જતો રહ્યો. ઘરે ધાની એકલી જ હતી. એ પણ પોતાને જ રિસ્પોન્સિબલ માનતી હતી કે કાકીની વાત પહેલા જ કહી દીધી હોત તો આજે આ રીતે વાત બહાર નહિ આવત અને બધુ સારુ હોત.

બીજા દિવસે બપોરે હું ઘરે ગયો ત્યાં જોયુ તો ઘર બંધ હતુ. હું ગભરાઇ ગયો આગળના દિવસની આખી સ્ટોરી રિવાઇન્ડ થવા માંડી. મને યાદ આવ્યુ કે હું ધાનીને ઘરે એકલી મૂકીને જ જતો રહેલો. એન્ડ ફોન પણ સ્વીચ્ડ ઓફ કરી દીધેલો. ફટાફટ ફોન ઓન કરી મામાને કોલ કર્યો.

હું :- હલ્લો મામા,
મામા :- હેલ્લો.
હું :- (ગભરાતા ગભરાતા) ધાની........ ધાની ત્યાં છે?
મામા :- હા. કંઈ નથી થયુ એને. તું ઘરે આવી જા પહેલા.
હું :- હમમ.
(ઘરે જઇને)
મામા :- તારો ફોન બંધ હતો તું હતો ક્યાં?
હું :- સોરી મામા.
મામા :- સોરી પહેલા મારા સવાલનો જવાબ આપ. 😟 ક્યાં હતો તું આખી રાત?
હું :- (ડરતા ડરતા) ફ્રેન્ડના ઘરે.
મામા :- પૂછવુ પડશે કે ડાયરેક્ટ બધી વાત કરીશ? 😕
હું :- એ હું.........
મામા :- તારામાં બુધ્ધિ છે? 😠 કાલે જ કીધેલુ ને કે જે થયુ એના પછીનુ વિચાર. પણ નહિ તારે તો.........
હું :- સોરી મામા, હવે ક્યારેય એવુ નહિ કરુ.😢
મામા :- બસ હવે ચૂપ થઇ જા. ધાની સામે કંઈ બોલતો નહિ.
ધાની...... નીચે આવ તો.
ધાની :- હા. આવુ છુ.
(હગ કરીને) ભાઈ! 😌
હું :- આર યુ ઓકે?
ધાની :- હા, 😋 મેં તો નાસ્તો પણ કરી લીધો.
મામી :- જૂઠ્ઠી, 😉 ચા જ પીધી છે ખાલી.
હું :- કેમ કેમ હેં.... સપનામાં નાસ્તો કર્યો છે?
ધાની :- 😛 😝
મામી :- ચલો ચલો આજે આપણે બધાએ જોડે જમવા બેસવાનુ છે, બોલાવો બધાને.
ધાની :- હું આ ચેર પર બેસીસ.
ઇશાન :- નો... એ ચેર મારી છે 😝 હું પહેલા જઇને બેસી જઇશ.
મામા :- જે પહેલા દોડીને બેસી જાય એ ચેર એની.

બંને દોડીને ગયા અને ધાની એ ચેર પર બેસી ગઇ. ડાઇનિંગ ટેબલ પર બધા હસી મજાક કરતા હતા. એ દિવસે મને મમ્મા પાપાની યાદ આવી ગઇ. અમે પણ જમવાના ટાઇમ પર ડાઇનિંગ ટેબલ પર મજાક મસ્તી કરતા. આજે પહેલા જેવો જ માહોલ બન્યો હતો. બધા સાથે જમવા બેઠા.

મામી એકલા હતા ત્યારે મેં મામીને પૂછ્યુ કાલે રાતે ધાનીએ શું કહેલુ? મામીએ કહ્યુ, મોડી રાતે ધાનીએ મને કોલ કર્યો અને કહ્યુ.

ધાની :- હલ્લો, મામી તમે અત્યારે ઘરે આવી શકો?
મામી :- હા, બેટા શું થયુ?
ધાની :- હું ઘરે એકલી છું, મને બીક લાગે છે.
મામી :- રિખીલ ક્યાં છે?
ધાની :- એ બહાર ગયા છે હજુ સુધી નથી આવ્યા.
મામી :- ફોન કર્યો એને? ક્યારે ગયો છે બહાર?
ધાની :- ખબર નહિ, હું ઉપર હતી એ ક્યારે ગયા એ નથી ખબર. ફોન પણ સ્વીચ્ડ ઓફ છે.
મામી :- હા, બેટા તું ડરીશ નહિ હું હમણાં જ આવુ છુ હને.
ધાની :- જલ્દી પ્લીઝ.
મામી :- હા હમણાં જ આવુ છું.
અને હું ઇશાન જોડે જઇને તેને ઘરે લઇ આવી.
હું :- ઓકે.

ધાની આજે મૂડમાં હતી બહુ જ ખૂશ લાગતી હતી. અમે થોડા દિવસ માટે મામાના ઘરે જ રહેવાનુ ડિસાઇડ કર્યુ. હા આ બધી પરેશાનીમાં અમે ધાનીની તબિયત તો ભૂલી જ ગયેલા. એને ચેકઅપ કરાવવા જવાનુ હતુ પણ......

બે દિવસ પછી ધાનીને તેની ફ્રેન્ડનો કોલ આવ્યો કે સ્કૂલમાં એક્ઝામ છે તો એને આવવુ જોઇએ. એ દિવસ રાત જાગી પ્રિપેરેશન કરી બીજા દિવસે વહેલી સવારે ધાની સ્કૂલે ગઇ. મેં ઇશાનને ધાનીને સ્કૂલેથી પીક કરવાનુ કહી દીધેલુ. બપોરે ઇશાન એને ઘરે લઇ આવ્યો ઘરે આવી ધાનીએ સ્કૂલમાં જે થયુ એની વિગતવાર માહિતી આપી.

ધાની જોડે ઇશાન પણ નાનો બની જતો બન્ને વચ્ચે કેમેસ્ટ્રી બહુ સારી હતી. ઇવનીંગમાં બંને કંઇક કરતા હતા અચાનક જ ધાનીને કંઈક યાદ આવ્યુ અને એ ઉપર લેવા ગઇ. નીચે આવતી હતી ત્યારે દાદરમાં અચાનક જ એ પડી ગઇ. ઇશાન દોડીને ગયો જોયુ તો એને નાકમાંથી બ્લડ નીકળતુ હતુ અને એ બેહોશ થઇ ગઇ હતી. ફટાફટ હોસ્પિટલમાં એડમીટ કરી અને મને કોલ કર્યો.

હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં મને ઇશાને વાત કરી અને હું ડોકટરને મળ્યો. તેમણે ટાયફોઇડ અને બ્લડ પોઇન્ટસ ઓછા છે અને વીકનેસ અને સ્ટ્રેસ ના કારણે હેલ્થ ખરાબ છે એવુ કીધુ. બોટલ ચાલૂ હતી અને થોડી રિકવરી પછી ડિસ્ચાર્જ કરવાના હતા.

(અંદર જઇને.)

હું :- શાંતિ થઇ ગઇ તને? 😠
ધાની :- પણ....... 😒
હું :- પણ શું?
ધાની :- મેં કંઈ નથી કર્યુ. મેડિસીન પણ ચાલૂ જ હતી.
ઇશાન :- છોડને અત્યારે ઘરે જઇને જેટલો ગુસ્સો કરવો હોય એટલો કરી લેજે.
હું :- હા એ તો હવે એવુ જ ને! 😏
ધાની :- તમે બધા ખાલીખોટુ ટેન્શન લો છો.
ઇશાન :- મારી મા, 🙏 તુ કંઈ ના બોલ અત્યારે.
ધાની :- 😋 ઓકે પછી કહીશ હું.
હું :- હજુ પણ........😦

(થોડીવાર પછી)
મામી :- રિખીલ
હું :- હમમ.
મામી :- એના મગજમાં કંઇક તો છે જે એ અમને કોઇને નહિ કહી શકતી પણ તું એને શાંતિથી પૂછીશ તો તને કહી દેશે.
હું :- હમમ? 🙄
મામી, ક્યારેક તો મને સમજ જ નહિ પડતી હું શું કરું? જે કરુ છુ એ સાચુ છે કે ખોટુ એ પણ ખબર નથી પડતી.
મામી :- થાય ક્યારેક. તને ખબર છે, તમે બંને બહેન ભાઈ સરખા જ છો.
હું :- કેમ?
મામી :- જે તું બોલે છે એ જ શબ્દ એ બોલે છે, જેવું તું વિચારે છે એવું જ એ વિચારે છે.
હું :- 😊

બે દિવસ એડમીટ રાખી ધેન ડિસ્ચાર્જ કરી. અમે ઘરે આવ્યા.
મામી :- (સ્ટ્રીકટલી વોર્નિંગ સાથે) હવે હું કહીશ એમ જ તમે બંને કરશો. ઓકે?
હું અને ધાની :- ઓકે ☺
મામી :- જાઓ બંને રુમમાં અને રેસ્ટ કરો.
હું :- મામી ધાની બિમાર છે હું નહિ.
મામી :- ખબર છે, પણ તું એના કરતા વધારે ઉજાગરા કરતો હતો એટલે.
હું :- પણ મારે અત્યારે કામ છે.
મામી :- કાલે કરી લેજે અત્યારે તું કંઈ કામ નહીં કરે.
હું :- ઓકે. ચલો, ધાની બહેન.
ધાની :- ઓઓ...... હલ્લો..... આઇ એમ ધાની નોટ બહેન.
હું :- હા માતાજી ચલો, માફ કરો.😀
ધાની :- 😄 ગૂડ બોય.
મામા :- સાંજ સુધી નીચે ના આવશો, જે જોઇએ એ ત્યાં જ મળી જશે.
ધાની અને હું :- (એકસાથે) ઓકે ડન.

હું અને ધાની થોડીવાર ચૂપચાપ બેઠા પછી ધાની બોલી.
ધાની :- ભાઈ! સાંભળોને.
હું :- (મોબાઇલમાં જોતા જોતા) હા બોલ, સાંભળુ જ છું.
ધાની :- બે વીકથી હું સ્કૂલે નથી ગઇ.
હું :- હા તો?
ધાની :- તો હવે આગળ?
હું :- શું આગળ?
ધાની :- ભાઈ 😟 મોબાઇલમાંથી બહાર આવો.
હું :- સીધુ સીધુ બોલ શું કહે છે તું?
ધાની :- હું એમ કહુ છુ કે......
હું :- હા બોલ.😙
ધાની :- બે વીકમાં સ્કૂલમાં ઘણુ બધુ લખાવ્યુ હશે તો હું એ અત્યારે કમ્પલીટ કરવા માંડુ? 😐 પછી બધુ ક્યારે થશે?
હું :- નો, અત્યારે કશુ જ નહિ. પછી બધુ થઇ જશે હું કરાવી દઇશ.
ધાની :- પણ ભાઈ! અત્યારે હું ફ્રી જ છુ તો થોડુ થોડુ કરુ તો પછી લોડ ના થાય.
હું :- 😳 ખબર છે ને હજુ જાતે ખવાતુ નથી તો લખીશ કેવી રીતે?
ધાની :- થોડુ થોડુ.
હું :- તું અત્યારે ફુલ્લી રેસ્ટ કરીશ અને હું કઇશ એમ જ કરીશ. ધેટ્સ ફાઇનલ.
ધાની :- પણ.....
હું :- શું પણ? કીધુ ને હું કઇશ એ જ તારે કરવાનુ છે. સો નો આરગ્યુમેન્ટ્સ.
ધાની :- 😏 ઓકે.

(થોડીવાર પછી)
હું :- (હગ કરીને) ધાનૂ, તું મમ્મા પાપાને મીસ કરે છે ને? 😌
ધાની :- તમારા જેટલા નહિ.
હું :- કેમ?
ધાની :- તમે મને કશુ કહેતા નથી પણ મને ખબર છે મને થોડુક પણ કંઈક થાય તો તમે અપસેટ થઇ જાઓ છો.
હું :- તો પણ તું મારાથી કેમ છૂપાવે છે?
ધાની :- તમે અપસેટ ના થાવ એટલા માટે.
હું :- યુ નો વોટ? જ્યારે મને ખબર પડે કે તને કંઈ થયુ છે તો મારી જાન નીકળી જાય છે.
ધાની :- આઇ એમ સોરી ના... હવે ક્યારેય નહિ છુપાવુ કંઈ. પણ પ્રોમીસ કરો તમે મને ક્યારેય એકલી નહિ છોડો.
હું :- પ્રોમીસ 😊
ધાની :- આજે સાંજે આપણે આપણા ઘરે જઇશું? ખાલી આંટો મારવા.
હું :- ઓકે જઇશુ.

સાંજે અમે અમારા ઘરે ગયા. ત્યાંથી ધાનીએ એની બૂક્સ લીધી અને પછી ત્યાંથી નીકળ્યા. અમારા ઘરથી થોડા આગળ એક આઇસક્રીમની રેડી હતી. ત્યાં પહોંચીને...

ધાની :- ચલો થોડુ થોડુ ખાઇએ.
હું :- નહિ, જરાક પણ નહિ.
ધાની :- એકમાંથી બન્ને.
હું :- નો મીન્સ નો.
ધાની :- આજે મમ્મા પાપા હોત તો મને ના નહિ પાડત. 😏
હું :- પ્લીઝ ધાનૂ, નો ઇમોશનલ બ્લેકમેઇલીંગ. 🙏
ધાની :- પ્લીઝ પ્લીઝ પ્લીઝ...... લાસ્ટ ટાઇમ પછી ક્યારેય નહિ કઉં પ્લીઝ.
હું :- ઓકે, લાસ્ટ ટાઇમ.
ધાની :- હમમ.

(આઇસક્રીમ આપતી વખતે)
અંકલ :- સર, ઘણાં દિવસે દેખાયા ને તમે.
હું :- પ્લીઝ અંકલ સર ના કહો મને ☺ તમે મોટા છો.
અંકલ :- 😄
હું :- આ બહેન અમારા હમણા બિમાર છે એટલે નથી દેખાતા.
અંકલ :- તો તો આઇસક્રીમ ના ખવાય.
હું :- જો ધાની અંકલ બી ના પાડે છે.
ધાની :- લાસ્ટ ટાઇમ જ છે.
અંકલ :- હમમ. 😊

************

Hiiiiiii.........

અમે ત્યાં આઇસક્રીમ ખાતા હતા ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું. હું એને જોઇને શૉક થઇ ગયો.
હું :- હાય...🤭 વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઇઝ.

એ કોણ હતુ એ નેક્સ્ટ પાર્ટમાં આવશે.

ક્રમશ:..........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED