mitra ane prem - 12 books and stories free download online pdf in Gujarati

મિત્ર અને પ્રેમ - 12

દર્શન એક મિત્ર હોવાને નાતે ઈચ્છતો હતો કે આકાશ અને આશીતાના લગ્ન થાય અને હવે તેની ખુશીમાં વધારો થયો હતો કેમકે તે જાણતો હતો કે આલોક કોઈ બીજી છોકરીને પસંદ કરે છે.
તેમની વાત પરથી એવું પણ લાગતું હતું કે બંને લગ્ન કરવા માંગતા હોય.
પરંતુ સૌથી મોટો સવાલ દર્શન માટે એ હતો કે આશીતા તેમની વાત માનશે કે નહીં?

આખી મુવી દરમિયાન દર્શન નું ધ્યાન આશીતા સાથે કેવી રીતે વાત કરવી તેની ઉપર કેન્દ્રિત હતું. બીજી બાજુ આલોક પણ તેમની આને પ્રિયાની હકીકત આશીતાને કહેવા માંગતો હતો.
પરંતુ આશીતાને કેવી રીતે જણાવવું તે વિશે વિચાર કરતો રહ્યો.
આ બધી બાબતોથી અજાણ આશીતા આકાશ વિશે વિચાર કરતી રહી. તે તેમને પ્રેમ તો નહોતી કરતી પરંતુ આકાશ તેમને પ્રેમ કરતો હતો. તે મુંબઈ જવા નહોતી ઈચ્છતી પરંતુ તે તેના પિતાને આ વાત જણાવી નહોતી શકતી.
અશ્વિનભાઈ પણ નહોતા ઈચ્છતા કે આશીતા મુંબઈ લગ્ન કરીને જાય પરંતુ તે સરીતા ભાભીને કહી નહોતા શકતા, આલોક આ લગ્ન કરવા રાજી નહોતા તે પણ આશીતાને કહેતા ડરતો હતો. આકાશ આશીતા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તે તેના પપ્પાને કહી નહોતો શકતો.

આ બધી ગુંચવણો નો કોયડો ક્યારે ઉકેલાશે તે તો સમય જ બતાવશે

ત્રણેય લોકો મુવી તો જોવા આવ્યા હતા પરંતુ મન બહાર ફરતા હતા. આલોક પોતાની પ્રિયા સાથેની પહેલી મુલાકાતની યાદમાં ખોવાઈ ગયો.
પ્રિયા મુંબઈના રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી મોટી ખ્યાતી ધરાવતા અરવિંદ જોશી ની દિકરી હતી. આલોક અને પ્રિયાની મુલાકાત એક બિઝનેસ પાર્ટીમા થઈ હતી. તે બંનેની મુલાકાત મહેશે કરાવી હતી.
મુકેશ અને અરવિંદ જોશી બંને ખાસ મિત્રો તો નહોતા પરંતુ બંને મોટા બિઝનેસમેન હોવાથી ઓળખાણ થઈ હતી.

મહેશના પપ્પા આલોક ડાયમંડના મેનેજર હતા. તેથી આલોક મહેશને સારી રીતે ઓળખતો થઈ ગયો હતો. ધીમે ધીમે બંને સારા મિત્રો બની ગયા હતા આલોકને કોલેજ કાળથી જ શેરબજારમાં ખુબ રસ હતો. પરંતુ તેના પપ્પાએ શેરબજારમાં રોકાણ કરવાની ના પાડી હતી. મહેશ એક બ્રોકરેજ કંપનીમાં કામ કરતો હતો.
આલોક તેના પપ્પાને ખબર ના પડે એવી રીતે મહેશના કહેવાથી રોકાણ કરી લેતો. તે અવાર-નવાર મુંબઈના સૌથી મોટા ઇન્વેસ્ટર્સ અરવિંદ જોશી વિશે મહેશના મોઢેથી વાત સાંભળતો.
અરવિંદ જોશી પોતાના બિઝનેસ પ્લાન પ્લાન તેની દિકરી પ્રિયાને જણાવતા તેની સિવાય તે કોઈની સામે પોતાની સ્ટ્રેટેજીસ રજુ કરતા નહીં.
તારે જો શેરબજારમાં આગળ વધવું હોય તો કોઈ ગુરુ શોધી લે : મહેશે એક વખત આલોકને કહ્યું
તું મને અરવિંદ જોશી સરને મળાવી શકે
તે તને શું કામ મળે? : મહેશે કહ્યું
હું તેમની પાસેથી શીખવા માંગુ છુ કેવી રીતે ટ્રેડિંગ કરવુ, કેવા શેર ખરીદવા, ક્યારે ખરીદવા અને ક્યારે શેર વેચવા
ઓ ભાઈ તારી જેવા કેટલાય લોકોની લાઈન લાગી હશે જે શીખવા માંગતા હોય... તે બધાને શીખવવામાં લાગી જાય તો તે શુ કરશે?
તો થીક છે તુ મને તેની દિકરીને મળાવી શકે : આલોકે પુછ્યું
તેનું તારે શું કામ?
મેં એવું સાંભળ્યું છે કે અરવિંદ જોશી પોતાના આઈડિયા તેની દિકરી સીવાય કોઈની સાથે શેર કરતા નથી. હું તેમની મદદ મેળવીશ : આલોકે કહ્યું
તેની છોકરીને તો હું મળાવી શકું પરંતુ તે પણ તારી મદદ કરશે તેની શુ ખાતરી?
મુંબઈ એક માયાવી નગરી છે અહીં લોકો પૈસા બનાવવા માટે જ આવે છે પૈસા છે તો તમે આ શહેરમાં રહી શકશો અને પૈસાથી જ તમે સામે વાળી વ્યક્તિ પાસેથી તમારૂ મનગમતું કામ કઢાવી શકશો : આલોકે કહ્યું
તેની છોકરીનુ નામ પ્રિયા છે. તે તેના પપ્પા જેવી જ છે પોતાની આસપાસ તને ફરકવા પણ નહીં દે
એ તું મારા પર છોડી દે..આવતા અઠવાડિયે આપણે ત્યાં પાર્ટી છે તુ તેમનો દોસ્ત છે એટલે તું એ પાર્ટીમાં તેને આમંત્રણ આપીને બોલાવીશ
હું ? ..પણ તે ના આવી તો?
તે જરુર આવશે. મારા પપ્પા અને તેના પિતા એકબીજાને સારી રીતે ઓળખે છે મારા ખ્યાલથી તે આવતા અઠવાડિયે પાર્ટીમાં પણ આવશે પરંતુ પપ્પા તેની છોકરીને આમંત્રણ નહીં આપે એટલે તું આમંત્રણ આપીશ : આલોકે કહ્યું
તે તને ઓળખે છે
ના, એટલે તો તને કહ્યું
થીક છે હું લાવીશ તેમને : મહેશે કહ્યું

એક અઠવાડિયા પછી..
આલોક ના પપ્પાએ તેની કંપનીના સારા પરીણામો સ્વરુપે આ પાર્ટી ગોઠવી હતી. બીજો હેતુ એવો પણ હતો કે પાર્ટી દ્વારા બધા કામ કરનાર સ્ટાફ એકબીજાની નજીક આવે, વાતચીત કરે...જેને આપણે જેમ સુરતમાં વાર્ષિક સંમેલન ગોઠવાઈ તેવી જ રીતે મુકેશભાઈ પાર્ટીનુ આયોજન કરતા.
આલોક બહાર ગેટ પાસે ઉભા રહી તેના પિતા સાથે મહેમાનો નું સ્વાગત કરતો હતો સાથે સાથે કોઈના આવવાની રાહ પણ જોઈ રહ્યો હતો
બધા મહેમાનો આવી ગયા હતા. પરંતુ હજુ સુધી મહેશ આવ્યો નહોતો. મેં પ્રીયાને જોઈ પણ નથી તો ઓળખીશ કેવી રીતે? : આલોક વિચાર કરતો હતો
તું કોઈની રાહ જુએ છે? : મુકેશભાઈ એ પુછ્યું
મહેશની તે આવવાનો હતો
તે આવી જશે તેના માટે અહીંયા રાહ થોડી જોવાય : મુકેશભાઈ એ કહ્યું
તે અંદર ગયો અને મહેશને ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
એક સવાલ તેમને સતાવતો હતો તે પ્રિયા ને મળશે કેવી રીતે?
તેમણે તો જોઈ પણ નથી તેમને અને મહેશનો ફોન પણ બંધ આવે છે તે ક્યાં રોકાય ગયો હશે?
તેમના મનમાં વિચારોનું વાદળ છવાઈ ગયું હતું ત્યારે જ તેમણે ગેટની અંદર એક છોકરીને પ્રવેશતા જોઈ
તેની ઉંમર પચીસેક વર્ષની હશે. તેમણે પોતાના વાળ ખુલા રાખ્યા હતા, લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો, તેનો ચહેરો પ્રકાશમાં એકદમ વ્હાઇટ દેખાતો હતો, કાનમાં વ્હાઇટ અને ઝુમખા વાળી ઈયરીગ હતી, હાથમાં ઘડિયાળ હતી
શું આ જ પ્રિયા હશે?


આગળ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED