આલોક એકદમ શોખીન વ્યક્તિ હતો. તેમણે બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. ટાઈટન ની ઘડિયાળ, રેમન્ડ ના ગોગલ્સ, ગળામાં સોનાનો ચેઈન, હાથમાં સોનાની વિંટી, પોતાની પર્સનલ સ્કોડા કાર લઈને તે મુંબઈથી અહી સુધી આવ્યો હતો.
આલોક એક સીધો માણસ જ હતો. પરંતુ તેની રહેણીકરણી સાવ અલગ જ હતી. તેનું એવુ માનવુ હતુ કે આ બધું જે આપણે કમાઈએ છીએ તે મોજશોખમાં વધારો કરવા માટે તો કમાઈએ છીએ. મોજ માણવા માટે તો આ જીંદગી મળી છે. ક્યા આપણે આ બધું સાથે લઈ જવાના છીએ તો પછી અત્યારે મોજશોખ કરી લેવામાં ખોટું શું?
આશીતા તેનાથી સાવ અલગ જ વિચારતી હતી. તેનું એવુ માનવુ હતુ કે આપણી પાસે જરૂર કરતાં વધારે પૈસા હોય તો બીજાને મદદરૂપ થવું જોઈએ નહીં કે તે પૈસાનો દેખાડો કરવો.
તે હંમેશા પૈસા બાબતે બીજાને મદદ કરતી. તેને ત્યાં કામ કરતા રમીલા માસી ની છોકરીને અવારનવાર ડ્રેસ ખરીદી આપતી. ભણવામાં મદદ કરતી. રમીલા માસીને પણ તેના પપ્પાને ખબરના હોય તેમ સાડી ખરીદી આપતી. જોકે તેના પપ્પાને તો પાછળથી બધી જાણ થઈ જ જતી કેમ કે રમીલા માસી જ તેના પપ્પાને બધી વાત જણાવી દેતા.
બંને લોકો ડુમ્મસ થોડી વાર બેસીને વી.આર. મોલ તરફ ગયા. મુવી જોવાનો સમય ૭:૩૦ નો હતો. હજુ એક કલાકનો સમય હતો ત્યાં સુધીમાં બંને થોડી ખરીદી કરવા મોલમાં ફરવા લાગ્યા. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો.
આશીતા
બંનેએ એકસાથે પાછળ ફરીને જોયું
દર્શન તું અહીં : આશીતાએ કહ્યું
મારા મિત્રો સાથે અહીં મુવી જોવા આવ્યો હતો. આ કોણ?
અરે સોરી હું મુલાકાત કરાવવાનું ભૂલી જ ગઈ. આ આલોક જેની મેં તને વાત કરી હતી અને આલોક આ દર્શન મારો કોલેજ ફ્રેન્ડ.
બંનેએ હેન્ડશેક કર્યા. અરે તું તો કહેતી હતી કે થોડા સમય પછી આવવાના છે પણ તે તો આજે જ મળાવી દીધા : દર્શને આશીતા સામે જોતા કહ્યું
એ બે-ત્રણ દિવસ પછી આવવાના હતા પણ શું કરે મને મળવાની એટલી ઉતાવળ હતી કે આજે જ આવી ગયા : આશીતાએ કહ્યું
ના એવું નથી મારે એક મિટીંગમાં કાલે હાજરી આપવાની છે એટલે વહેલો આવ્યો : આલોકે કહ્યું
આકાશ આવ્યો છે
ના એ નથી આવ્યો. : દર્શને કહ્યું
હવે આપણે જઈએ નહીંતર મોડું થઈ જશે : આલોકે વચ્ચેથી અટકાવતા કહ્યું
આશીતા પાછળ ફરીને દર્શન સામે જોઈ રહી જાણે કાંઈ કહેવા માંગતી હોય પરંતુ કાંઈ બોલી ના શકી.
તે આકાશ વિશે વિચાર કરતી હતી. તે લોકો કેવી રીતે મિત્રો બનેલા, સાથે પરીક્ષાની તૈયારી કરતા, આ જ મોલમાં તે બધા મિત્રો સાથે મુવી જોવા આવતી, આજે કાઈક અલગ મહેસુસ થતું હતું તેમને.
આપણે આ શોપમાં જઈએ.
આલોકે તેમને પુછ્યુ અને તે પોતાના ભુતકાળ મ બહાર આવી.
હું રમત કરતી હતી. તમારે એવું કહેવાની શું જરૂર હતી કે તમે મિટિંગ મા હાજરી આપવા આવ્યા છો મને મળવા નહીં : આશીતાએ કહ્યું
મેં જે સાચું હતું તે કહ્યું. મારે કાલે સાચે જ એક મિટીંગમાં હાજરી આપવાની છે તો કહ્યું એમાં ખોટું શું?
ખોટું છે તમારે તે કહેવાની જરૂર નહોતી..આને આમ પણ તમે અત્યારે તો મને જ મળવા આવ્યા છો તો મજાક મસ્તી કરતા એટલું પણ હું બોલી ના શકુ.
બોલી શકે પરંતુ...આલોક આગળ કાંઈક બોલવા જતો હતો પરંતુ તે અટકી ગયો..થીક છે સોરી તને એ પસંદ ના હોય તો હું આગળ એવી રીતે નહીં બોલું.
બંને વચ્ચે થોડો સમય માટે મૌન છવાઈ ગયું.
આલોક તેને બધી હકીકત કહેવા માંગતો હતો પરંતુ તે અટકી ગયો ખબર નહીં શું કામ તે જે કહેવા માંગતો હતો તે આશીતાને કહી ના શક્યો.
બંને મુવી જોવા થીયેટરમાં પહોંચ્યા. આલોક નો ફોન રણક્યો તેણે આશીતાને ઈશારો કરીને બહાર જાય છે તેમ કહ્યું.
હેલ્લો
તે વાત કરી તેમની સાથે : સામેથી કોઈ છોકરીનો અવાજ આવ્યો
પ્રિયા.. તને કહ્યું હતુ કે થોડો સમય લાગશે મને વારંવાર ફોન ના.. કર્યા કર : આલોકે કહ્યું
વારંવાર..બે દિવસમાં તને પહેલી વખત ફોન કર્યો અને તે તને વારંવાર લાગે છે : પ્રિયાએ કહ્યું
હું જાણું છુ પણ તું ધીરજ રાખ..હું તેને બધું જણાવી દઈશ
ક્યારે આલોક.. કાલે તો તું પાછો આવી જઈશ પછી તેને બધી હકીકત જણાવીશ : પ્રિયાએ કહ્યું
તને મારા ઉપર વિશ્વાસ નથી કે શું?
એવું નથી.. પરંતુ મને ચિંતા તો થાય જ ને : પ્રિયાએ કહ્યું
આપણે જલ્દી સારી ખબર સાથે મળીશુ..બાય
આલોક..આઈ લવ યુ
લવ યુ ટુ
આલોક ફોન મુકીને મુવી જોવા ચાલ્યો ગયો. પાછળ ઉભેલા દર્શને તેની બધી વાત સાંભળી લીધી હતી જેની આલોક ને જાણ પણ નહોતી.
આગળ