(૪) પ્રેમનું પ્રાગાડ
મુખી અન ગોમ આખું હીરલી ના ઘર તરફ એક એક ડગલું કૂચ કરી રહ્યું હોઈ સ ત્યાર હીરલી એ અંગારા થી ભરેલા માર્ગ પર વીતેલા સમય ને પોતાના માનસપટ પર એક પસી એક તે સ્મરણોના લીધે કારજુ દજાઈ રહ્યું હોઈ સ અન આંખો થી આહુદા ની ધાર કમોસમી વરહાદથી વાતાવરણ ને દૂષિત કરી રહ્યું હતું.
રાત નિરાંતે સૂઈ રહી હતી.પ્રભાત નવ રંગ સાથે આસમાન ને અજવાળું પ્રદાન કરતું હતું. આ બાજુ ભાણભા ખૂંટે થી ધોરીડાને છોડીને ખભે ધુંસડી , કોટે ઘૂઘરી ને હળ જોડીને યુદ્ધ લડવા માટે યોદ્ધાને સશસ્ત્ર સજાવી રહ્યો હતો.ઘૂઘરી નો ટન.... ટન.... રણકાર થી હીરલી એ અંધકારના બારણાને ખોલતા ઉજાસનો અનુભવ થતો નજરે ચડે સે.
"ભાણભા, તમે સો? આટલી હવારે , આ ધોરિડા ને કા લઈ જાવ સો?"
" હેતરે લઈ જાવ સુ.વરહ બેઠું સ એટલ વાવણી કરવી પડશે ને. કાનુડો હજુ નાનો સ એટલ મન થયું ક હું જ તમારા હેતર માં વાવણી કરી આપું." ભાણભા લાગણીભાવ થી બોલી ઉઠ્યા.
" હેતરા શેવી રીતે વાવીહ એ જ વિચારોમાં મન ઊંઘ નહોતી આવતી ? તમે અમારા માટ ભગવાન થઈ ને આવ્યા સો.તમારો પાળ શેવી રીતે માનું એ જ નહિ હમજાતું..? " હાથ જોડી ને હીરલી ભાણભા હામે આંસુડાં વહાવે સે.
" ઈમ ન બોલો ભાભી, આતો મારી ફરજ સ". હીરલી ના દીલ નો બોજ હરવો કરતા બોલે સે.
હીરલી ઘરની ભીતર જાય સ અન કંકુ ચોખા ની થાળી લઈને આવ સ. જાણ ધોરીડા યુદ્ધ લડવા જઈ રહ્યા હોઈ એમ લલાટે તિલક કરતા બોલ સ ક,
" શુભ કામમાં વિધવા કદી કંકુ ચોખાથી ચાંદલો ન કરી શક પણ તમે તો મારા દીકરા સો એટલ મા ન અધિકાર હોઈ સ. " ધોરીડા પર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા લાડ કર સ.
ભાણભા હેતર તરફ પગ ઉપાડ સ. હીરલી ઉભી ઉભી લાખાના વિચારોમાં ખોવાય જાય સ.જ્યાર લાખો હેતરે જવા નીકળે ત્યારે પ્રેમથી સાદ આપતો હોઈ સ, 'હીરલી, બપોર ની ભાથું હેતરમાં લઈને આવજે.' .....
સૂરજ માથે આવ એટલ હીરલી માથા પર પાણીનું બેડું અન કમર માં ભાથું લઈને હેતર તરફ ભણી જતી હોઈ. બપોરના એ સમયમાં લાખાના મોઢા પર નો પરસેવો પોતાના પાલવથી લુસી ને સ્નેહથી મરકાતા મરકાતાં લાખા ને ખવડાવતી હોઈ સ.આ દૃશ્ય જોવા થી નજર લાગી જાય એવું ભાસતું હોઈ સ. લાખા સાથે શણગારેલા પ્રેમના દિવસો ને યાદ આવતા જ હીરલીની આંખોના ઝરણાં એ હૈયાની પીડા ને વહાવી દે સ.એ ભીંજાયેલી આંખો ફરી એ પળને જોવા આતુર હોઈ સ પણ નીરથક જ હોઈ સ.
ભાણભા ભૂખ્યા થયા હસી એટલ હીરલી ભાથું લઈને હેતરમાં જાય સ, જમાડ સ અન પરત આવ સ.જ્યાં સુધી હેતર ને હેડી ને વાવણી કરી દીધી ત્યાં સુધી રોજ હીરલી ભાણભા માટ ભાથું લઈને હેતરમાં જતી....
આજ પણ ભાથું લઈને નીકળ સ , રસ્તામાં રીમઝીમ વરહાડ થી ભીંજાયેલા હીરલી નું તન રોમ રોમમાં રોમાંચ પેદા કરી રહ્યું હતું.એ છાટા હોઠને ભીંજવીને હૈયા સુધી વહી રહ્યા હતા, ભીંજાયેલો ચેહરો પુષ્પની તાજગી રેડી રહ્યો હતો અન ભીંજાયેલા એ લૂગડાં મરોડદાર તન ને ઉપસાવી રહ્યા હતા. કામદેવ પણ જોઈને ઘેલા બને એવું હીરલી નું રૂપ નિખરી રહ્યું હતું. ભાણભાં ને ભાથું આપ સ, એ કુદરતની સોંદર્યતાં જોઈ ન ભાણભાના ઉર માં કુંપણી ફૂટે સે .' આ તો ભાભી સ અન પર સ્ત્રી સ. આ નજર થી ન જોવાઈ ' એમ વિચારતા વિચારતા નીચી નજર કરી દે સે.
હીરલી ભાથું દઈને ઘર પાસી ફર સ. ભીંજાયેલા લૂગડાં બદલવા જાય સ ત્યાં નજર અરીસા પર પડ સ. એના જ તન ની મોહકતા જોઈ ન એક વાર તો ખુદ જ શરમાઈ જાય સ બીજી તરફ એ કાળી હાડી ને જોઈ ન પોતાના રૂપનો મોહ પણ ઉતરી જાય સ. એ વિધવા ન શું મોજ શોખ , ક રૂપનું અભિમાન ? એ હાડીને ઉતારી ને ફરી અરીસા મા જોવ સ. બસ, આ કાળું ચિથરું જ જીવનના બધા રંગો થી દુર કર સ. આને જ ઉતારું તો જ બીજો રંગ લાગશે. એમ વિચારતા વિચારતા ઉતરેલા ચિથરમાં ખુદ ને અરીસા મા જોતા જ જુવાનીની પંખુડીઓ સજીવન થાય સ જેમ ક સૂરજ નું કિરણ માં ખીલતું હોઈ. પાતળી ને મરોડદાર કોમળ કાયા પર એ રેશમી વાકરીયા વાળ માથી ટપકતું પાણી હીરલીના તન ને જુવાનીની તરસ પેદા કરી રહ્યું હતુ.એના હાથના સ્પર્શથી તનમાં ઝણઝણાટી થી રૂંવાટાં પ્રેમના આલિંગન ઝંખવાના કરતા હતા.એ હરવો સ્પર્શ દિલમાં દબેલી ઉર્મિઓ ની સંગે તન ની ગરમાહટ ને મેહસૂસ કરી રહી હતી.
એ નગ્ન અવસ્થામાં પ્રેમના ઝરણામાં ડૂબકી મારી રહી હતી , એવામાં જ ઘરની બારણું ખોલે સે ને અવાજ આવે સે,
"ભાભી વાવણીનું કામ પૂરું થઈ ગયું સ......." શબ્દ સરતા સરતા જ નજર હીરલીના ખીલેલા બદન પર પડ સ ક ભણુભા ના ભીતરમાં પ્રેમનું વાવેતર થાય સ.
આપા ખોઇ બેઠેલી હીરલી ભાણભા સમક્ષ પોતાની જાત ને નોખી મુક સ. પોતાના પર કાબૂ ગુમાવી બેઠેલા પ્રેમી પંખીડાં એકમેક માં ખોવાય જાય સ.તનની ગરમાહટ માં વરહાડની શીતળ રોમ રોમથી તરસને મીઠા મદ ની જેમ શરીરમાં ઉતારે સે. બંને વચે પ્રીતનું પ્રાગડ ફૂટી નીકળ્યું હતું.એ પ્રેમની મોસમ વહી ગયા પસી, હીરલી અન ભાણભા પારવાળ પસ્તાવામાં ડૂબી જાય સ. નથી હમજી શકતા એ ઘટના ને ,પાપ ઘણી બેસે સે.
એ તનની વાસના હતી ક પસી પ્રેમ ની અનુભૂતિ એ હમજી શકતા નથી કેમ ક સમાજની દૃષ્ટિ થી જોઈ રહ્યા હતા. વિધવા ને કોઈ રંગ સડે એ પાપ ગણાતું. બસ આજ નજર થી હીરલી પસ્તાવો જોઈ રહી હતી અને બીજી બાજુ ભાણભા વિધવા સ્ત્રી પર થયેલા પ્રેમના તાંતણા ને સમાજના રીતરિવાજ થી ખૂંટે બાંધેલા માનતા હતા. પ્રેમના પંથ ને તે સમજી ન રહ્યા હતા.પોતાની પ્રીતિ ને દબાવી દીધી.
સમાજના એ રીતરિવાજ માં સ્ત્રી એકવાર પોનેતર ઓઢે પસી એનો ભરથાર મરી જાય તો બીજો રંગ ન સડે.વિધવા સ્ત્રીને બધા જ ખુશીના રંગો ને કાળા રંગ થી રંગીને જીવન વિતાવવાનું હોઈ સ. પણ એની ભીતર પણ હૈયું હોઈ સ, લાગણી હોઈ સ, જીવ હોઈ સ, પણ નિર્જીવ મૂર્તિ બનાવી દેવામાં આવે સે. જો પુરુષ વિધુર થાય તો ફરી રંગ લગાવી શક સ, પણ સ્ત્રી નહિ. આ કેવી વિડંબના સમાજના રિવાજ માં હતી? એ પ્રશ્ન હીરલી અન ભાણભા ના હૈયામાં આખી રાત સરગતો રહ્યો. એ ક્યાં પરિણમે સે એ જોવું જ રહ્યું.
ક્રમશઃ................