vidhva hirali - 7 books and stories free download online pdf in Gujarati

વિધવા હીરલી - (૭) લગ્ન પડીકું

(૭)લગ્ન પડીકું


ભાણભા અને હીરલીના પ્રીત પવન વેગે આખા ગામમાં ફરી વળી. હવે પંચ બેસે તે પેહલા જ જમુડીમા પાળ બાંધવા ની તૈયારી માં લાગી ગયા.
ભાણભાની સગાઈ ચાર ગામ દૂર વર્સીપુર માં હરજીભાઈ ની છોકરી જાગલી સાથે ગઈ દિવાળીના સમયે થઈ ગઈ હતી. જમુડીમા લગ્ન થઈ જાય તે જ ઉતાવળમાં હતા.

" હાંભરોં સો , આપણા ભાણુભા લગન લેવાનો વખત થઈ ગ્યો સ. તમે વેવઇ ન હમાસાર કેવડાવો." જમુડીમા પોતાના પતિ સોમાજીભા ને કહ્યું.

" તમે તો મારા મોઢા ની વાત કરી દીધી.હું પણ એ જ વિસાર માં હતો. હવારે જ નુરજી હારે હમાસાર લઇ ન મોકલું સુ. સમયનો ભરહો ન થાય. કાલ ઉઠી ન કઈ અજુક્તું બની પડવાડ્યું તો સમાજ માં હું આબરૂ ર' હે." સોમજીભા સમયનો તાગ મેળવીને બોલ્યા.

" હાઉ, હાસી વાત સ. લગન ની ઝટ કરો." હા મા હા મેળવતા જમુડીમા એ કથન વાર્યું.
જમુડીમા અને સોમજીભા વેવાઈના ઘરે થી લગન ના સારા સમાચાર કાલે સાંભળવા મળે એ જ વિચારોએ ઉંઘને આંખો થી વેગળી કરી મૂકી હતી, બીજી બાજુ હીરલીના એ શબ્દો ગોફણના ઘાની જેમ ભાણભાના તનને વેધિ રહ્યા હતા.એકલતામાં અટવાયેલી હીરલીને માટે તો અંધારી રાત જ હતી. જે સૂર્યોદય નહિ પણ કાળી કાળી માતમ સમાન રાત પછી ની રાત જ. એ રાત ગામને દિવસના થાક ને સાંત્વના આપતી હતી.પણ, કેટલાકના હૈયામાં તો માત્ર દાઝેલા ડામ જેવી જ પ્રતીત થઈ રહી હતી.


આછી આછી ઠંડીમા સુસ્ત તન ને તાજગી ભરતી એ સવાર માં નુરજીના ભાલે કુમકુમ તિલક કરી ને વેવાય ના ઘરે જવા માટે વિદાય આપે છે. નુરજી માર્ગ માપતો આગળ વધી રહ્યો હતો એમ જ સોમજીભા અને જમુડીમા રસ્તા પર નજર નાખી ને રાહ જોઈ રહ્યા હતા.

" આવો, વેવઈ! આવો. બેહો શમ સ બધાં ?" હીરજીભાઈ મીઠો આવકારો આપ્યો.
" હંધાઈ હાજામાજા સ." નુરજી એ જવાબ વાળ્યો.

" શમ અસાનક , આ બાજુ પધરામણી થઈ? "

" એ વાત ઇમ સ ક , હવ ભાણભા અને જાગલીના વી'વા થઈ જાય એ હારું થઈ ન આવ્યો સુ. શમ ક બંને ની વી' વાની ઉંમર થઈ જઇ સ."
" દીકરીના લગન થઈ જાય તો બાપ ને ઉજાગરો જાય. વેવઈ ન કેજો ક હારું મુરત જોઈ ન , લગન પડીકું લઈ ન આવી જાય."
હાશકારો લેતા હીરજીભાઈ બોલ્યા.

" ભલે , ભલે! " કહીને નુરજી આગતાસાગતા માણી ને ઘર તરફ ભણી આવ્યા.
સોમજી અને જમૂડીમાનો જીવ તાળવે ચોંટી ને બેઠો હતો કે શું સમાચાર આવશે. નુરજીને આવતો જોઈ ને ઉતાવળે શ્વાસ લેવા લાગ્યા.

" મોટાભાઈ, કરો કંકુના . વેવઇએ લગન પરીકુ લઈને ઝટ તેડું મોકલ્યું સ." નુરજી એ ખુશીના સમાચાર કહ્યા.
જમુડીમા ભગવાન ને હાથ જોડી ને હાશકારો માન્યો.

" અરે, નુરજીનું મોઢું મીઠું કરવો , ખુશી નાં હમાસાર લાયા સ." સોમજી ખુશી વ્યક્ત કરતા જમુડીમા ને કહેવા લાગ્યો.

" હવ મારા જીવ ન ટાઢક વળી. જોણે
ગંગા નાઈ. હોંભરો તમે , બોમણ પાહણ જઈન મુરત જોવડાવી આવો .હવ જરા પણ રાહ જોવી નથી." જમૂડીમા નિરાંત ના શ્વાસ લઈને બોલ્યા.

" હારા કામમાં ઢીલ ન હોઈ . હમણાં જ જાવું સુ." કહી ને સોમજીભા ઉતાવળે પગે જવા લાગ્યા.

ગોરમહારાજે બે દિવસ પછી નું સારું મુહર્ત કાઢી આપ્યું. ઘરમાં લગન પડીકાં ને લઈને જવા માટે ધમાલ ચાલી રહી હતી અને ભાણભાના હૈયામાં તો હીરલીના હેતનો ઉંભરો , પીડા દઈ ને વહી રહ્યો હતો. પ્રીતની સ્થિતિ બંને બાજુ એવી જ હતી, કોઈ દઝાઈ રહ્યું હતું તો કોઈ ડૂબી રહ્યું હતું. પણ મનને મનાવવાની રમત ચાલી રહી હતી. ભાણભા ચાહવા છતા હવે હીરલીને મળી શકે એમ નહોતું.

પ્રાગડ થવાની સાથે જ દૂધ જેવું ધોળું ધોળું કેડિયું , માથે ટોપી અને ધોતી પહેરીને રૂડા રૂપાળા સોમજી સજી ધજી ને કુટુંબના ભાઈઓ ને હુંકારો દેતા હતા.' ઝટ કરો ભઈ, શેટલું હજશો ? મુરત વહી જશે એ પેલા જ વેવઈ ના ઘરે પોચી જવાનું સ.'
'એ હાલો, મોટા ભઇ. ' કહી ને નુરજી અને સરતાનજી શેરીમાં આવી ને ઉભા રહી ગયા.ગોળ ધાણા અને કુમકુમ તિલક લગાવીને,ખુલ્લા હાથે ખુશી વ્યક્ત કરતા ત્રણે ભાઈઓ વર્સીપૂર પોહચી ગયા.

" આવો વેવઈ, આવો ! કોઈ તકલીફ તો નહિ પડીન આવવા માં."

" ના , ના.... સુખે થી આવી ગ્યા સીએ. "

" બેહો, પાણી બાણી પીઓ . થોડો આરામ કરી લ્યો."

થોડી આગતાસાગતાં કર્યા પછી ગોરમહરાજ કન્યા અને વર ના કુળ સાથે લગ્નની તારીખ માગશર માહ ની આઠમના દિવસે કાઢે છે. બંને વેવાઈ એકબીજા ને મોહ મીઠું કરાવી ને વ્યવહાર કરે છે, તો ગોરમહરાજ લગન પત્રિકા ને હાથ વડે ટાકે છે. તેના પર કંકુ ચોખા અને સાથીયો કંડારીને નરાસળીથી બાંધીને વર પક્ષથી આવેલા વેવાઈ સોમજી ને હાથ મૂકે છે.
" વેવઈ, આજ થી બે મહિના પસી જોન લઈન આહ્યું. હવ અમે રજા લઈએ સીએ. રોમ... રોમ... ( હાથ જોડીને) કરીને વિદાય લે છે.

છોકરીના બાપ ને આજ થી જ્યાં સુધી જાણ ને વરાવે નહિ ત્યાં સુધી આંખેથી ઊંઘ વેગળી જ રહે છે. હરજીભાઈ લગ્ન ની તૈયારીમાં લાગી જાય છે જ્યારે જાગુડી તો મનમાં પોતાના થનારા ધણી સાથેના લગ્ન જીવનની છબી બનાવવા લાગે છે. બીજી બાજુ ભાણભા તો જાણે દુનિયાથી અજાણ થઈને ઊંડા શોકમાં ડૂબી ગયો હતો.

ક્રમશ..........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED